Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Aruna Chauhan

Classics Inspirational

2.5  

Aruna Chauhan

Classics Inspirational

ધાર કાઢતા રહો

ધાર કાઢતા રહો

2 mins
1.0K


એક નગર હતું. તે નગરમાં એક ગરીબ માણસ રહેતો હતો. તે જાતે કઠિયારો હતો. જંગલમાંથી લાકડા કાપી ઘરે ઘરે ફરી વેચવાનું કામ કરતો હતો. તેમાંથી જે પૈસા મળતા તેમાંથી પોતાનું ગુજરાન ચલાવતો હતો. એક વખત એ જંગલમાં લાકડા કાપવા જતો હતાં ત્યારે રસ્તામાં તેને તેજ નગરના મહારાજા સામે મળ્યા. તેને મહારાજને પ્રણામ કર્યા. અને પોતાના રસ્તે ચાલતો થયો. આવું બે ત્રણ દિવસ સુધી બન્યું.

એકવાર ફરી જંગલમાં લાકડા કાપવા જતો કઠિયારો અને રાજા સામસામે ભેગા થયાં. આજે રાજા એ કઠિયારાને પૂછ્યું ,

‘ભાઈ તું રોજ આમ ક્યાં જય છે?’

કથીયારાએ જવાબ આપ્યો, ‘મહારાજ હું જંગલમાં જાઉં છું. ત્યાંથી લાકડા કાપી ગામડે ગામડે ફરીને વેચું છું અને મારું ગુજરાન ચાલવું છું.’

આ સાંભળી રાજાજી બોલ્યા,

‘કાલે તું મારા રાજદરબારમાં આવજે. મારી પાસે તારા લાયક એક કામ છે.’

‘જી મહારાજ, જરૂર આવીશ.’ કહી કઠિયારો કાહ્લ્યો ગયો.

બીજા દિવસે સવારે કઠિયારો રાજાના દરબારમાં ગયો. રાજાએ તેને કામ આપતા કહ્યું, કે, ‘મારા બગીચામાં કેટલાક નકામાં કાંટાવાળા ઝાડ છે, એ તારે કાપીને દુર કરવાના છે.’

‘જેવી આપની આજ્ઞા.’ કહી કઠિયારો રાજમહેલના બગીચામાં ગયો. રાજદરબારમાંથી તેને એક નવી ધારદાર કુહાડી આપવામાં આવી હતી. એ કુહાડી વડે તેને નકામાં કાંટાવાળા ઝાડ કાપવાનું શરુ કર્યું.

પહેલાં દિવસે તેણે પંદર ઝાડ કાપ્યા, બીજા દિવસે તેણે બાર ઝાડ કાપ્યા. ત્રીજા દિવસે દસ ઝાડ કાપ્યા, અને ચોથા દિવસે તો ફક્ત પાંચ ઝાડ કાપી શક્યો. એટેલે તે રાજાજી પાસે ગયો અને કહ્યું,

‘મહારાજ, મે પહેલાં દિવસે પંદર ઝાડ કાપ્યા. બીજા દિવસે બાર, ત્રીજા દિવસે દસ અને આજે તો ફક્ત પાંચ જ ઝાડ કાપી શક્યો, આવું કેમ બન્યું મહારાજ?’

ત્યારે રાજાએ તેને સમજાવતા કહ્યું, ‘શુ તે પહેલાં દિવસે ઝાડ કાપવાનું કામ પૂરું કર્યા પછી બીજા દિવસે ઝાડ કાપતા પહેલા તારી કુહાડીની ધાર કાઢી હતી?‘

આ સાંભળી કઠિયારો બોલ્યો, ‘ના મહારાજ મે ફરીવાર ધાર કાઢી જ નથી.’

ત્યારે રાજા એ સમજાવ્યું કે’ ધાર કાઢ્યા વગર વધારે વૃક્ષો કપાય ખરા!’

આ સાંભળી કઠિયારાને પોતાની ભૂલ સમજાઈ.

આપણે પણ જીવનમાં સમય સમય પાર આપની ધાર કાઢતા રહેવું જોઈએ તો જ આપનું કામ વધુ સારી રીતે કરી શકીશું.


Rate this content
Log in

Similar gujarati story from Classics