Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Irfan Juneja

Romance

3  

Irfan Juneja

Romance

હમ તુમ્હારે હૈ સનમ - ૧૧

હમ તુમ્હારે હૈ સનમ - ૧૧

7 mins
13.4K


અરમાન અને અક્રમ રાજકોટ જવા નીકળે છે. રસ્તામાં સારા મળે છે.

"કેમ અત્યારે જાઓ છો ?"

"આયત એ કહ્યું જાઓ..."

"હું નથી માનતી એ આવું ક્યારેય ના કહે. આવી હાલતમાં તો બિલકુલ નહિ."

"એને કહ્યું આજે જાઓ. કાલે મન થાય તો પાછા આવી જજો..."

"હા તો સાચવી ને જજો અને જલ્દી પાછા આવજો."

અરમાન ત્યાં ઉભેલા એક છકડામાં બેસવા જાય છે. એને ચક્કર આવે છે અને એ નીચે પડે છે. સારા આ જોઈ ને દોડતી આયતના ઘરે જાય છે.

"આયત તને કઈ ભાન પડે છે ? આવી હાલતમાં એને મોકલાય ? એ છકડામાં બેસતાં જ નીચે પડ્યો"

આયતના ધબકારા વધી જાય છે. એ રડવા જેવી થઇ જાય છે. એ દોડતી ધાબે ચડી જાય છે. ધાબેથી એ અરમાનને ચોકમાં નીચે પડેલો જુવે છે. અક્રમ એને પાણી છાંટીને જગાડવાની કોશિસ કરે છે. અરમાન ભાનમાં આવે છે. અક્રમ એને પકડીને છકડામાં બેસાડે છે. અરમાનની નજર ઉપ્પર થોડા દૂર ધાબા પર પડે છે.

"ના... જાઓ અરમાન..." જોરથી આયત એને જતા રોકે છે.

અક્રમ અને અરમાન છકડામાં બેસી જૂનાગઢ જ અક્રમના પ્રાથમિક શાળાના શિક્ષક રહેતા હોય છે ત્યાં જાય છે. અક્રમને જોઈ શિક્ષક ખુબ ખુશ થાય છે.

"બેટા અક્રમ આ તારી સાથે કોણ છે ?"

"સાહેબ આ મારો કઝીન છે. અરમાન..."

"અચ્છા, રાજકોટવાળા..."

"હા સાહેબ... "

"આજે હું મળ્યો પહેલીવાર છું પણ આયત મારી પાસે નાનપણથી ટ્યુશન આવે છે. એટલે હું તમને વર્ષોથી ઓળખું છું."

બંને અંદર પ્રવેશે છે. અક્રમ ડોક્ટરની પ્રેક્ટિસ કરતો હોય છે. એટલે એ શિક્ષકને કહીને અરમાન માટે ઇંજેક્સન, ગ્લુકોઝ બોટલને દવા લેવા જાય છે.

અહીં આયતના અમ્મી અને અબ્બુ ફળિયામાં બેઠા હોય છે.

"સુલેમાન તમે જલ્દી કરો કંઇક..."

"શું કરું રુખશાના ?"

"તમારા ભાઈને ત્યાં જાઓ અને કહો કે. રાત્રે જ નિકાહ કરે..."

"રુખશાના તું પાગલ થઇ ગઈ છો ? શાહીલ પથારીમાં પડ્યો છે. બંને હાથ ફ્રેક્ચર છે. આજે એક્સરે પડાવ્યો એમાં તો એના પગમાં પણ ક્રેક છે. આ હાલતમાં શાદી ના થાય..."

"એમને કહો આપણી આબરૂનો સવાલ છે. ઓલો હજી ગયો નથી એ અહીં માસ્તરને ત્યાં જ રોકાયો છે. મને સમાચાર મળ્યા છે. એ લઇ જશે તો આપણી દીકરી.."

"રુખશાના જલ્દી ના કર.. એ ગુસ્સામાં છે લગ્નની વાત સાંભળશે તો બીજો ઝગડો થશે. એને જવા દે પછી વાત..."

"હવે શું ઝગડો કરવાનો એ... લથડિયા ખાતો ગયો છે. ..."

"રુખશાના તું ચિંતા ના કર એ આયતને લેવા આવશે તો ગોળી મારી દઈશ...."

"ગોળી નથી મારવાની સુલેમાન એમને તો રિબાવાના છે હજી તો... "

આટલું કહી રુખશાના ઘરમાં જાય છે. અક્રમ દવા અને એક ત્યાંના ડોક્ટરને સાથે લઈને આવે છે. અરમાનને બોટલ ચડાવે છે. અને નીંદર અને પેઈન કિલરના ઇંજેક્સન આપે છે. જેથી એને થોડી શક્તિ આવે અને મારનો પેઈન ન થાય. અરમાન આંખો બંધ કરી ને આરામ કરે છે. અક્રમ રાજકોટ ટેલિફોન કરે છે.

"હેલ્લો માસા.. અક્રમ બોલું છું..."

"હા બોલ બેટા અક્રમ. તમે હજી સુધી આવ્યા નહિ ?"

"હા માસા કાલે આવી જશું. આજે અહીં જ રોકાયા છીએ..."

"બેટા બધું બરાબર તો છે ને ? કોઈ તકલીફ તો નથી ને ?"

"ના ના માસા બધું જ બરાબર છે..."

"ક્યાં છે અરમાન એને ફોન આપતો..."

"માસા એ સૂતો છે. એને માથું દુખતું હતું એટલે દવા આપીને સુવડાવ્યો છે."

"ક્યાં સૂતો છે. રુખશાના ને ત્યાં..."

"ના ના માસા અમે અહીં મારા પ્રાથમિક શાળાના શિક્ષકને મળવા આવ્યા તા તો એ અહીં જ સૂતો છે..."

"સારું કાલે આવી જજો જલ્દી. સાંજ સુધી નઈ આવ્યા તો હું ત્યાં આવી જઈશ..."

"હા માસા આવી જઈશું... અલ્લાહ હાફિઝ..."

અહીં સુલેમાનને એની પત્નીની વાત યોગ્ય લાગી. એ એના મોટાભાઈ સલીમને ત્યાં જાય છે. ત્યાં સલીમ અને એના પત્ની બેઠા હોય છે.

"સલામ ભાઈજાન..."

"વલયકુમ સલામ... આવ બેસ..."

"ભાઈ કંઇક કરવું પડશે..."

"શું કરવું પડશે..."

"આપના પરિવારની ઈજ્જત દાવ પર છે. શાહીલ અને આયતના નિકાહ કરવા પડશે..."

"શાહીલ પથારીમાં છે તને કઈ ભાન પડે છે ? કેટલા દિવસે સાજો થશે એ પણ કહી શકાય એમ નથી..."

"ભાઈ આપણી ઈજ્જતનો સવાલ છે."

"જો ભાઈ સુલેમાન હું તારા આ ઝગડામાં પડવા નથી માંગતો. મારા દીકરાઓને પણ આ આગમાં નઈ ઝોકું... એને રોકવાથી ચારની લાશ પાડી દીધી તો લગ્નનું તો એ શું કરશે..."

"ભાઈજાન તમે આવી વાત ના કરો એ હવે કઈ ના કરી શકે..."

ત્યાં બાજુમાં બેઠેલી સલીમની પત્નીથી ન રહેવાયું એ બોલી..

"જુવો સુલેમાન ભાઈ.. તમે આ ઝગડો પતાવો દીકરી એને આપી દો. આ બધું ખુશી ખુશી પતિ જશે. અને એ તમારી ઈજ્જત કરતો આવશે. આખું ગામ તમારા પર થું થું કરે છે કે વાત કરીને ફરી ગયા. કોઈ તમારી સાથે નથી. અને રુખશાના ને કહેજો કે બદલાની આગમાં દીકરીની જિંદગી બરબાદ ન કરે."

"શેનો બદલો ભાભી...."

"આખા ગામને ખબર છે કે રુખશાનાના લગ્ન આબિદઅલી સાથે ન થયા એટલે એ હવે બદલો લે છે. અને મને તો લાગે છે કે તમે પહેલા પણ એટલે જ હા પાડી હશે કે સમય આવતા બદલો લઇ શકો."

"ભાભી તમે જીબ સંભાળો... રુખશાના તો મને કહેતી તી કે એના લગ્ન આબિદઅલી સાથે ન થયા તો સારું થયું... "

આટલું કહીને સુલેમાન ઘરે આવે છે. એની ભાભી એ કહેલી વાત રુખશાનાને કરે છે. રુખશાના એને ભાભી ખોટી છે. એ નીચું દેખાડવાની કોશિસ કરે છે. એમને દીકરો નથી પરણાવવો એટલે એ આવું કહે છે.

અરમાન અહીં રાત્રીનું ભોજન લઇ રહ્યો હોય છે.

"ચાલ અક્રમ જલ્દી જમી લે મારે આયતને મળવા જવું છે."

"અત્યારે ? દસ વાગ્યા છે.. કાલ સવારે મળી લેજે..."

"ના અક્રમ એને નઈ જોવું તો નીંદર નઈ આવે... તું જમી લે જલ્દી.."

આયત પોતાના ઘરે એકાઉન્ટના દાખલા ગણી રહી હોય છે. એને બીજા દિવસે પરીક્ષા હોય છે. એને અમુક દાખલા નથી ફાવતા એટલે એ એની નાની બહેનને મોકલી ને સારા ને બોલાવે છે. સારાને પણ દાખલા નથી ફાવતાં. બને બેઠા બેઠા ગપ્પાં મારતા હોય છે. ત્યાં જ ડેલી ખખડે છે.

"કોણ ?" આયત ના અમ્મી બૂમ મારે છે.

"હું છું માસી... અરમાન...."

"આવી ગયો કમીનો... પાછો...."

એમ કહીને આયતના અમ્મી ડેલી ખોલવા જાય છે. આયત સારાને લઈને ઉપરના રૂમ પર જતી રહે છે. દરવાજો ખુલતા જ અરમાન સામે હોય છે.

"આ કઈ આવવાનો સમય છે ?"

"માસી કાલે રાજકોટ જાઉં છું તો થયું અત્યારે જ મળતો જાઉં..."

"હા આવી જા મળી લે..."

"માસી તમને તો મળી લીધું હવે જેને મળવા આવ્યો છું એને મળી લઉં...? જગ્યા આપો તો અંદર આવું..."

અરમાન અને અક્રમ બંને અંદર આવે છે.

"માસી આયત ક્યાં છે ?"

"ઉપર છે..."

"અક્રમ તું નીચે લિવિંગ રૂમમાં બેસ માસા માસી જોડે વાત કર હું આયતને મળી ને આવ્યો..."

અરમાન ઉપર જાય છે. સીડી પર સારા મળે છે.

"અસ્સલામું અલયકુમ ભાઈજાન..."

"વલયકુમ સલામ... અત્યારે અહીંયા...?"

"હા, હુંને સારા એકાઉન્ટના દાખલા કરતા તા. કાલે ટેસ્ટ છે એટલે..."

"ઓહ.. તો થઇ ગયા..."

"ના ભાઈજાન અમુક દાખલા નથી ફાવતાં..."

"સારું ચાલ તો હું આયતને કરાવી દઉં છું તું કાલે શીખી લેજે..."

"હા ભાઈજાન..."

એમ કહી ને સારા પોતાના ઘરે જાય છે અને અરમાન ઉપર. આયત અરમાનના પગનો અવાજ આવતા જ પલંગ પરથી ઉભી થઇને દરવાજા પાછળ સંતાઈ જાય છે. અરમાન ચુપચાપ દરવાજાની બહાર ઉભો હોય છે.

"કેમ અંદર નથી આવતા..."

"તમે બોલાવશો તો આવીશને..."

"મને એ જ વાતનો ડર હતો. પૂછો શું ?"

"કઈ વાતનો ડર ?"

"એજ કે તમે આવશોને મારૂ ભણવાનું પાણીમાં જશે.. બધું બાકી જ રહી જશે..."

"હું આ વાતનો જવાબ આપું.. ?"

"હા આપો..."

"તમે શું તંબુરો ભણવાના... તમને મેથ્સ તો આવળતું નથી..."

"એવું નથી આવડે છે.. બસ થોડા દાખલા નથી ફાવતાં..."

"સારું તો હું શિખવાડી દઉં?"

"હા જરૂર..."

"હા તો અંદર તો બોલાવો..."

"હા આવી જાઓ..."

અરમાન અંદર આવે છે. બંનેના મનના ધબકારા વધી જાય છે. આયત પલંગના સિરાણે બેસે છે અને અરમાન પાંગત એ.

"બોલો શું નથી ફાવતું..."

"આ દાખલો..." આયત બુક આપીને બતાવે છે.

અરમાન એને ખુબ જ સરળતાથી શિખવાડે છે. આયત એની સામે જ જોયા કરે છે.

"સમજાઈ ગયું ?"

"ઓહ... આટલું સરળ હતું... "

"સરળ હતું નહીં મેં કરીને સમજાવ્યું..."

"અચ્છા... તો ચાલો એકવાર ફરીથી શીખવાડો..."

"કેમ ફરીથી...?"

"મને તો કઈ ન સમજાણું...."

"યા અલ્લાહ... મારી મેહનત પાણીમાં ગઈ હવે ધ્યાન આપીને શિખજો..."

આયત અરમાન સામે જુવે છે. અરમાન એને જોઈ જાય છે.

"તમે નજર બુકમાં રાખો...."

અરમાન આમ કરતા એને દરેક દાખલા જે આયત ને આવડતા નથી હોતા એ શીખવાડી દે છે. અને પછી એની સામે જુવે છે.

"આયત હું કાલે ચાલ્યો જઈશ..."

"હા તો જાઓ...."

"તારે કઈ વાત નથી કરવી?"

"ના.. બસ ધ્યાન રાખજો... અને ફરીવાર ક્યારે આવશો ?"

"પરમ દિવસે..."

"કેટલા વાગે ?"

"સાંજે..."

"સારું તો સાચવીને જજો અને તબિયત સાચવજો..."

અરમાન ઉભો થઇ ને દરવાજા પાસે જાય છે. એનું મન નથી કરતુ જવાનું. એ દરવાજે ઉભો ઉભો આયતને જુવે છે. આયત પણ ઉભી થઇ એની પાસે આવે છે.

"આયત આપણાં લગ્ન જલ્દી થઇ જશે..."

"હે... કેવી રીતે ?"

"અક્રમ કહેતો હતો કે જે સાચા મનથી એકબીજાને પ્રેમ કરે છે એમના કાતો લગ્ન જલ્દી થઇ જાય છે અને કાંતો એ બંને મરી જાય છે..."

"બસ દુઆ કરો લગ્ન જલ્દી થઇ જાય ને હું હંમેશ માટે તમારી પાસે આવી જાઉં..."

"આયત આપણે એનું નામ અમાનત રાખીશું...."

"કોનું ?"

"આપના દીકરા નું... 'અ'થી આયત.. 'અ'થી અરમાન અને એમના પ્રેમની નિશાની અમાનત"

"હાય અલ્લાહ... તમે અહીં થી જાઓ હું શરમના મારે મરી જઈશ... "

આટલું કહી અરમાન નીચે આવે છે. અક્રમ અને અરમાન આયતના ઘરે થી વિદાય લે છે.

(ક્રમશ:...)


Rate this content
Log in

Similar gujarati story from Romance