Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Irfan Juneja

Romance

3  

Irfan Juneja

Romance

સોફ્ટવેર એન્જિનિઅર ની સફર - ૫

સોફ્ટવેર એન્જિનિઅર ની સફર - ૫

10 mins
14K


શાહિદ એ દિવસ સુઈ ન સક્યો. રડતા રડતા એની આંખો લાલ થઇ ગઈ. અનેક વિચારો કરતા કરતા એ સમય પસાર કરી રહ્યો હતો. એને પોતાનો મોબાઇલ હાથમાં લઇને મન ને બીજા વિચારોમાં પરોવવાની કોશિસ કરી.

અચાનક એને ફેસબુક પર એક મેસેજ રિકવેસટ દેખાઈ. એ વ્યક્તિ એના ફ્રેન્ડ લિસ્ટમાં ન હતી અને શાહિદ એને ઓળખતો પણ ન હતો તો એનો મેસેજ કેમ આવ્યો હશે? એવા જ સવાલો સાથે એને મેસેજ બોક્સ ઓપન કર્યું. માલવ પટેલના નામથી એ મેસેજ હતો.

"તને જે પણ પ્રશ્ન હોય એ મને પૂછી લેજે. હવે સોની સાથે વાત કરતો નહિ. "

આ મેસેજ એ જાણે શાહિદના મનમાં ઉત્પથલ મચાવી દીધી. હજી સોની એ આવું કેમ કર્યું એતો સમજાણું નઈ અને આ નવી દુવિધા. 'કોણ હશે આ માલવ અને એને કેમ ખબર કે સોની એ આજે મને જવાબ નઈ આપ્યો ? શું એ સોની નો ભાઈ હશે? શું એ સોની સાથે કોઈ રિલેશનશિપમાં હશે? પણ એવું હોત તો સોની મને જણાવી દેત ?' આવા અઢળક સવાલો એ શાહિદ ને વધુ ચિંતા માં મૂકી દીધો. શાહિદ પોતાના માથાના વાળ પકડીને આજ વિચારી રહ્યો કે 'આ શું થઇ રહ્યું છે. સોની પણ સુઈ ગઈ હશે અને એને તો હવે મેસેજ કે વાત કરવાની પણ ના પાડી છે તો હવે એને શું થયું અને આ માલવ છે કોણ એનું કરવું શું ?' આમ જ વિચારતા વિચારતા સવાર પડી. બીજો દિવસ રવિવાર હતો એટલે આજે ઓફીસ ન જવાનું હોવાથી શાહિદને આરામ કરવાનો મોકો મળ્યો. પણ આખરે એનું મન કે મગજ સ્થિર થવાનું નામ નહોતા લેતા અનેક વિચારો સાથે આજ રીતે દિવસ પસાર થયો.

સોમવારની સવાર થતા શાહિદ રાબેતા મુજબ તૈયાર થયો ને બસ માટે નીકળવાનું કરતો તો પણ એને સોનીના શબ્દો યાદ આવ્યા કે "તું મારી સાથે ના આવતો." શાહિદ ત્યાં જ થોભી ગયો, એના ચહેરા પર ઉદાસી ફરીવળી. થોડો સમય પોતાના જ બેડ પર બેસી એને વ્યતીત કર્યો. મોબાઇલમાં વારંવાર જોતો રહ્યો કે સોનીનો કોઈ મેસેજ કે કોલ આવશે. પણ એવું કંઇજ ન થયું. આખરે એ સાડા આઠની જગ્યાએ પોણા નવ વાલીવાળી બસમાં ઓફીસ જવા રવાના થયો.

આજે પણ શાહિદ રોજની જેમ વહેલા જ ઓફીસ પહોંચ્યો હતો. પણ આજે માહોલ કંઇક અલગ જ હતો. એને જેવું પોતાના ડીપાર્ટમેન્ટનો દરવાજો ખોલ્યો સોની પોતાની ડેસ્ક પર જ બેઠી હતી. ઓફીસમાં રોજની જેમ બીજું કોઈ આવ્યું ન હતું. શાહિદ એ સોનીનો ચહેરો જોયો. એના ચહેરા પર પણ ઉદાસી છવાયેલી હતી. એની આંખો પણ લાલ થઇ ગયેલી હતી. આજે એના ચહેરાનું નૂર ક્યાંક ખોવાઈ ગયું હતું. જાણે સોની આજે મનમાં ને મનમાં રડી રહી હોય એવું અનુભવાતું હતું. શાહિદને પણ આ જોઈ હૃદયના ધબકારા વધી ગયા. એને થયું કે સોનીની પાસે જઈને બેસે એને પૂછે કે એને શું થયું છે પણ કદાચ સોની એ જ એ હક છીનવી લીધો હતો. શાહિદ ત્યાંથી પોતાની ડેસ્ક પર પહોંચ્યો અને પોતાની સિસ્ટમ ચાલુ કરીને પાણી પીવાના બહાને ફરીવાર બહાર જઈને આવ્યો, જેથી એ સોનીને ફરી જોઈ શકે. એને રીટર્ન આવતા સમય એ ખુબ હિંમત એકથી કરીને સોનીને કહ્યું,

"જો સોની, મને નથી ખબર તને શું થયું છે. પણ હવે હું તારી સાથે ક્યારેય વાત કરવાની કોશિસ નઈ કરું અને ક્યારેય તારી સામે નઈ આવું. જો તને ઓફીસમાં પણ મારા થી પ્રોબ્લેમ હોય તો હું આ છોડીને પણ ચાલ્યો જઈશ."

સોની કંઇજ બોલ્યા વગર રડતી રહી , શાહિદને મનથી તો થયું કે એની પાસે બેસી ખુબ જ પ્રેમથી સમજાવે પણ કદાચ શાહિદને એ હક ન હતો. શાહિદ એ જે શબ્દો કહ્યા એ પણ જાણે મન પર પત્થર રાખીને જ કહ્યા. શાહિદ ત્યાંથી ચાલતો પોતાની ડેસ્ક પર જઈને બેઠો. સોની ત્યાંથી તરતજ ઉભી થઇને વોશરૂમ ગઈ. ત્યાં જઈને ખુબ જ રડી. પણ હવે આ વર્તનનું કારણ શું હશે એ તો એક પહેલી જ બની ગઈ.

થોડા સમય બાદ સોની પાછી આવી એને પોતાની પાસે રહેલી શાહિદની બે બુક્સ "હાફ ગર્લફ્રેન્ડ (ચેતન ભગત)" અને "આઈ ટૂ હેડ અ લવ સ્ટોરી (રવિંદર શિંઘ)" એને પરત આપવા આવી, હજી પણ એની આંખોમાં અશ્રુની ધારા વહી રહી હતી. શાહિદના ડેસ્ક પર એ બુકસ મૂકીને કઈ પણ કહ્યા વગર એ જાવા લાગી. શાહિદ પણ એને ના રોકી સક્યો. શાહિદ મનોમન વિચારી રહ્યો કે 'આ એક તો છેલ્લું ઓપ્શન હતું સોની સાથે વાત કરવાનું એ પણ એને ન રેહવા દીધું. હવે કેવી રીતે એ સોની સાથે વાત કરશે શું થશે. આ જ ચિંતામાં બંનેનો દિવસ પસાર થયો.

સાંજ પડી સોની ઝડપભેર ઓફીસથી નીકળી ગઈ ને ઓટો સ્ટેન્ડથી ઓટોમાં બેસીને બસ સ્ટેન્ડ પર પહોંચી. શાહિદ આજે એની સાથે ન જઇ શકવા ના કારણસર ઓફીસમાં વધુ બેઠો અને એને થયું કે સોની હવે નીકળી ગઈ હશે એમ લગભગ ચાલીસ મિનિટ પછી એ ઓફીસથી નીકળ્યો. અને એ પણ ઓટો પકડીને ત્યાં બસ સ્ટેન્ડ એ પહોંચી રહ્યો હતો. શાહિદ વિચારતો હતો કે' હવે તો સોની નીકળી પણ ગઈ હશે. આજે એને પોતાની બાજુની સીટમાં એ નઈ મળે. હવે એકલા જ આવવું જવું અને જે ખુશી ના પળ વિતાવતા એ હવે નઈ આવે. આમ કરતા કરતા એ બસ સ્ટેન્ડ એ પહોંચ્યો.

ત્યાં ઓટોમાંથી ઉતારતા જ એની નજર સ્ટેન્ડ પાસે ઉભા રહેલા વ્યક્તિઓ પર પડી. એ જોઈ શાહિદ ફરી અચંબિત થઇ ગયો. સોની પણ ત્યાં જ ઉભી હતી. મનોમન વિચારી રહ્યો કે 'કેમ એ હજી પણ અહીં જ છે ? એક કલાક થઇ ગઈ આટલી વારમાં તો ૯૧૬ નંબરની બીજી ત્રણ બસ આવી ગઈ હશે તો કેમ એ નઈ ગઈ હોય ?' આવા અનેક સવાલો એના મનમાં ઉદભવી રહ્યા હતા. પણ પૂછે કોણ ! સોની તો હવે વાત પણ કરવાની ના પાડે છે. એમ વિચારતા વિચારતા જ બસ આવી સોની એક પાછલી સીટમાં બેસી અને જગ્યા ન હતી એટલે શાહિદને જગ્યા ન મળી તેથી તે આગળ ઉભા ઉભા જ મુસાફરી કરવા લાગ્યો. મનમાં અનેક સવાલો પણ એનો જવાબ મળે એમ ન હતો. બસ શાહિદના સ્ટેન્ડ પાસે પહોંચવા આવી શાહિદ આજે પોતાના સ્ટેન્ડથી પહેલા આવતા ચાર રસ્તા પર જ ઉતરી જવાનું વિચારી રહ્યો હતો. બસ ચાર રસ્તા એ રોકાઈ. શાહિદ બસમાંથી ઉતર્યો. અચાનક એને પાછળ કોઈ સ્પર્શયું હોય એવું અનુભવાયું એને ફરીને જોયું તો સોની હતી.

શાહિદના ધબકારા વધી ગયા, ટ્રાફિક સિગ્નલ ખુલવાનું જ હતું એટલે શાહિદ ઝડપથી નીચે ઉતર્યો. સોની પણ એની સાથે જ નીચે ઉતરી ગઈ. ચાર રસ્તા પર વાહનો ગતિથી પસાર થઇ રહ્યા હતા. શાહિદેસોની સામે જોઈ ને એને પૂછ્યું,

"તું કેમ અહીં ઉતરી ગઈ ? શું થયું ? હવે ઘરે કેમ જઈશ ?"

સોની કઈ પણ બોલ્યા વગર રડી રહી હતી. એની આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી.

"અરે તું રડે છે કેમ ? તું કંઇક તો બોલ ? હવે બસ જતી રઈ કેમ જઇશ ઘરે ? લેટ થઇ ગયું છે, આ છેલ્લી બસ હશે કદાચ તો. તું કઈ બોલીશ.."

સોની રડતા રડતા જ બોલી, "મારે નથી જવું ઘરે. જ્યાં સુધી તું મને જવાબ નઈ આપે હું ક્યાંય નઈ જાઉં"

"શું જવાબ ? સવાલ તો મને છે સોની કે તે કેમ આવું કર્યું મારી સાથે ?"

"હું તને જે પૂછું એ મને સાચે સાચું કેજે પછી હું તારી સામે ક્યારેય નઈ આવું હંમેશા માટે અહીંથી જતી રહીશ..." સોનીએ રુદન કરતા કહ્યું.

"હા , બોલ તું જે પૂછીસ એ હું સાચું જ કઈશ.. મારા મમ્મી-પાપના સમ ..."

"તું તારા ફ્રેન્ડસને એવું કેમ કે છે કે હું તો સોનીને ખાલી સેક્સ કરવા માટે જ ફ્રેન્ડ બનાવું છું. મને એની સાથે કોઈ લાગણી નથી."

"હે...! તને આવું કોણે કહ્યું મને એ કઈશ ?"

"મને જેને પણ કહ્યું હોય, તું મને સાચો જવાબ આપ પેલા."

"જો સોની મારા મમ્મી-પપ્પાના સમ જો મારા મનમાં પણ આવું કઈ હોય. અને ઓફીસમાં તો શું તું મારા તમામ ફ્રેન્ડને પૂછી લે કે મેં આવું કહ્યું જ નથી. હું હંમેશા તને એક સારી ફ્રેન્ડ માનું છું અને માનતો રહીશ. મારા મનમાં આવી વાસનાના વિચાર સુધ્ધાં તારા માટે ક્યારેય નઈ આવે. પણ તને કહ્યું છે કોણે એ તો મને કહે. "

સોની ડૂસકે ને ડૂસકે રડવા લાગી, શાહિદે એનો હાથ પકડીને પીઠ સેહલાવી.

"છાની રે... રડ નહિ સોની.... મારે નથી જાણવું કોને તને કહ્યું પણ બસ હવે ચુપ થઇ જા ચાલ. "

સોની એ પોતાનો ફોન કાઢ્યો ને વોટ્સઅપ ઓપન કરીને શાહિદના હાથમાં ફોન આપ્યો. શાહિદ એ જોયું તો એમાં માલવ પટેલના નામથી મેસેજ હતા. ખુબ જ ગંદી ભાષામાં ગાળો , અપશબ્દો હતા. શાહિદની સાથે સોનીએ મોઢું કાળું કરી લીધું હોય એવા અપશબ્દોનો પ્રયોગ હતો. શાહિદ એ બધા મેસેજ વાંચ્યા ને સોની ડૂસકે ને ડૂસકે રડતી રહી.

સોની બોલી .. "એ ખોટું કેમ બોલ્યો.... હું એને કહેતી હતી કે અમારી વચ્ચે કઈ નથી અને સારા ફ્રેન્ડ છીયે તો પણ એને ખોટું બોલવાની જરૂર શું હતી !"

શાહિદે પણ સોનીને કહ્યું કે કાલે રાત્રે આ વ્યક્તિ એ એને મેસેજ કર્યો હતો.

"તું શાહિદ એની રિકવેસટ એક્સેપ્ટ ના કરતો અને એના કોઈ મેસેજનો જવાબ પણ ના આપતો. એને બ્લોક કરી દેજે. તને હાથ જોડીને રિકવેસટ કરું છું..."

"હા સોની તું જેમ કહીશ એમ જ કરીશ. પણ એ તો કે આ છે કોણ ? અને એને મારા માટે આટલું ઝેર શા માટે મેસેજમાં ઉગળ્યું ?"

"શાહિદ મારા માલવ સાથે સાત વર્ષથી રિલેશન છે. હું સ્કુલમાં હતી ત્યારથી અમે એકબીજાને લવ કરીયે છીયે. મને એની જરૂર હોય એ ક્યારેય મને સમય ન આપતો અને હું કોઈ પણ સાથે વાત કરું તો એ ખુબ જ ઊંધું સમજી લે એટલે હું ઓફીસમાં પણ કોઈ સાથે વાત ન કરતી. આ સાત વર્ષના રિલેશનમાં મેં જ હંમેશા ઝૂકીને સંબંધ નિભાવ્યો. મેં એને આપણી વોટ્સઅપ ચેટ વાંચવી તી. એ પછી જયારે પણ મળતી એ મારો ફોન ચેક કરતો ને આપણી વાતો વાંચતો. જો ભુલથી એક મેસેજ પણ ડીલીટ થઇ ગયો હોય તો એ ગુસ્સે થતો. અને હું પાર્ટીમાં હતી ત્યારે એણે જ મને કહેલું કે તું આવું કરે છે. બધા બોયઝને આવું કહે છે મારા વિશે. એટલે હું તારી સાથે વાત કર્યા વગર જ ત્યાંથી નીકળી ગયી. અને મેં એને કહ્યું કે હું એની સાથે નહિ આવી તો પણ એ મારી સાથે ઝગડો કરી ને સંબંધ કટ કરી દીધો. પણ એને જો આપણી દોસ્તી પસંદ ન હતી તો એકવાર કહી દીધું હોત, હું તારી સાથે વાત ન કરેત પણ આવું ખોટું કેમ બોલ્યો એ ?"

શાહિદ સોનની વાત સાંભળતો રહ્યો. સોની માટે એના મનમાં માન વધી ગયું. એને સોની ના વર્તનનું કારણ જાણી દુઃખ પણ થયું કે આટલા સમયમાં એ એને ઓળખી પણ ન સકી પણ બીજા જ ક્ષણે વિચાર્યું કે હું તો હમણાં જ એના જીવનમાં આવયો એ એની સાથે સાત-સાત વર્ષથી જે વ્યક્તિ છે એનો જ વિશ્વાસ કરે ને. આમ વિચારતા વિચારતા એને સોનીને શાંત કરી. સોની હવે થોડી નોર્મલ થઇ પછી શાહિદ એ એને કહ્યું.

"જો સોની, હું તારો સારો મિત્ર છું એ તું જાણે છે, જો તારે માલવ પાસે જવું હોય તો હું તારી સાથે આવું, હું એની માફી માંગી લઇશ અને એ કહેશે તો હું તારાથી દૂર જતો રઈશ. કંપની બદલવાની કહેશે તો એ પણ કરી લઈશ. મારા કારણે તને પ્રોબ્લેમ થાય એવું હું ક્યારેય નઈ કરું. જો એ કહેશે તો હું તને એક બેન બનાવીને પણ સંબંધ રાખીશ."

"ના.... ના.... ના.... મેં એની સાથે હવે બધું પૂરું કરી દીધું. મારે કોઈ સંબંધ નથી. હવે એ એના રસ્તે ને હું મારા રસ્તે. મેં ખુબ કોશિસ કરી આ સંબંધને ટકાવવાની પણ એ ક્યારેય મારા પર વિશ્વાસ જ ના મૂકી શક્યો. અને તારે કોઈની માફી માંગવાની જરૂર નથી. હું તારી માફી માંગુ છું. "

"ના સોની હું તારો ગુનેગાર છું, હું જ તારા આ સંબંધના તૂટવા માટે જવાબદાર છું."

"ના તું નથી, એણે જ આ સંબંધનો અંત કર્યો છે."

આમજ એક બીજા સાથે વાતો કરતા કરતા શાહિદ પોતાના ઘર નજીકના બસ સ્ટેન્ડ સોની સાથે પહોંચ્યો. ત્યાં બસ આવી સોની એમાં બેસીને ઘરે ગઈ. શાહિદ પણ રૂમ પર આવીને પોતાની પથારીમાં પડી રહ્યો. આજે એને ન જમવાનું મન હતું, ના રૂમ પાર્ટનર સાથે વાત કરવાનું કે ના મોબાઇલમાં ચેટ કરવાનું. સોની એ ઘરે પહોચી શાહિદને મેસેજ માં જણાવ્યું કે એ પહોંચી ગઈ. શાહિદ એ ઓકે કહી ને જ ચેટ બંધ કરી.

સોની એ એને આ વાત પહેલા કેમ ન જણાવી ? શું એ માલવ સાથે ખુશ હતી ? શું મારા કારણે એ માલવથી અલગ થઇ ? આવા અનેક સવાલો સાથે શાહિદની એ રાત પણ દુઃખદ બની ને રહી ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Romance