Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajul Shah

Inspirational Others

4  

Rajul Shah

Inspirational Others

શ્રધ્ધાને સીમાડા

શ્રધ્ધાને સીમાડા

2 mins
14.1K


મેક્ફાર્લેન્ડમાં પ્રિમ્રોઝ નામનું ડે કેર અને ફર્સ્ટ ગ્રેડ સુધીની સ્કૂલ જેમાં મારી પૌત્રી અને પૌત્ર ભણે. ખુબ સરસ સ્કૂલ અને અત્યંત પ્રેમાળ ટીચરો. વાત છે ૨૦૧૦ના સમયની. તે સમયે અમે વિઝિટર વિસા પર એટલાંટા આવતા–જતા રહેતા અને ત્યારે ક્યારેક અમારે પણ બાળકોને સ્કૂલે લેવા મુકવા જવાનો યોગ થતો. આવા અવાર-નવાર યોગના લીધે હવે તો ટીચર્સ પણ અમને ઓળખવા માંડ્યા હતા.

અમારો પરિવાર જૈન એટલે જ્યારે અમેરિકા આવવાનું થાય ત્યારે અમે મહુડી દર્શન કરીને નિકળતા. જો કે મહુડીના ઘંટાકર્ણ મહાવીર પર કોને શ્રધ્ધા નહી હોય ! જૈન અને જૈનેતર પણ હવે તો મહુડીના દર્શને આવતા થયા છે. મહુડીનો પ્રસાદ કહો કે આશીર્વાદ સમી રક્ષા પોટલી તો અમારે અવશ્ય અમેરિકા સૌ માટે લેતા આવવી એવો સૌનો આગ્રહ. એટલે આ વખતે પણ અમે રક્ષા પોટલી લેતા આવ્યા. નાનકડી રિયાએ એની મમ્મીના હાથે રક્ષા પોટલી જોઇને એના હાથે પણ બંધાવી. સતત એના હાથ પર આ રક્ષા પોટલી જોઇને એના ટીચરે એને એક દિવસ રક્ષા પોટલી અંગે પૂછ્યું. રક્ષા પોટલીના મહત્વથી અજાણ એ સાડા ચાર વર્ષ નાનકડી રિયાએ કહ્યું

“ આઈ ડોન્ટ નો, માય નાની નો !”રિયાએ મારી તરફ આંગળી ચીધી.

એના ટીચરે અત્યંત ઉત્સુકતાથી રક્ષા પોટલી અંગે મને પૂછ્યું. ટીચર સમજી શકે એટલી સરળતાથી મેં રક્ષા પોટલીનું મહત્વ સમજાવ્યું કે રક્ષા પોટલી એ શ્રધ્ધાનું પ્રતિક છે. અમારા મન એ ઇશ્વરના આશીર્વાદ છે જે આપણી રક્ષા કરે છે.

મારા આશ્ચર્ય વચ્ચે મિસિસ લોરીએ પૂછ્યું, “કેન આઈ હેવ ધીસ પ્લિઝ ? વિલ યુ ટાઈ ઇટ ટૂ મી ? આઈ રીયલી નીડ ધીસ.આઈ એમ સફરિંગ ફ્રોમ મેની પ્રોબ્લેમ્સ” અને તેમણે તેમના અને તેમના પરિવારની સમસ્યાઓ વિશે મને વાત કરી. બીજા દિવસે હું એમના માટે રક્ષા પોટલી લઈ આવીશ એવી મે ખાતરી આપી.

બીજા દિવસે મિસિસ લોરી મારી જ જાણે રાહ જોતા હતા. એમનો વિશ્વાસ મને પણ સ્પર્શી ગયો. એમના હાથ પર રક્ષા પોટલી બાંધતા પહેલા મેં મારા ચંપલ કાઢીને નવકાર મંત્રનું રટણ કર્યું. મારું જોઇને એમણે પણ શુઝ ઉતારીને આંખો બંધ કરી મારી સામે હાથ લાંબો કર્યો.

રક્ષા પોટલી રિયાના જમણા હાથ પર જોયેલી એટલે જ કદાચ એમણે સીધો જમણો હાથ ધર્યો. મારે કહેવાની જરૂર પણ ના રહી. તે સમયે તેમના ચહેરા પર જે શ્રદ્ધાના ભાવ હતા એ જોઇને મને તાજુબ્બી થઈ. રક્ષા પોટલી બંધાવી તે સમયે તેમના ચહેરા પર અને જ્યારે એમણે આંખો ખોલી ત્યારે આંખોમાં પણ જે આશાની લકીર જોઇ મેં મનોમન ઘંટાકર્ણ ભગવાનને પ્રાર્થના કરી.

“હે ઘંટાકર્ણ મહાવીર, મિસિસ લોરીની આપ પરની શ્રદ્ધા ફળજો.” મિસિસ લોરીએ પણ અત્યંત ભાવપૂર્વક બે હાથ જોડીને ઉપર બેઠેલા પરમતત્વ તરફ જોયું.

ક્યાં મહુડી અને ક્યાં મેક્ફાર્લેન્ડ ? પણ મિસિસ લોરીને જોઇને એ સમયે સમજાયું કે ઇશ્વર પર સાચી શ્રદ્ધાને કોઇ સીમાડા હોતા જ નથી કે નડતા નથી. શ્રદ્ધા જ આપણને તારે છે અને તરતા રાખે છે. ઇશ્વર પરની શ્રદ્ધા જ માનવ પ્રત્યેની શ્રદ્ધાનો ઉદ્ભવ હશે ને ?


Rate this content
Log in

Similar gujarati story from Inspirational