Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jigisha Patel

Drama Tragedy

3  

Jigisha Patel

Drama Tragedy

પ્રેમની પરિભાષા

પ્રેમની પરિભાષા

3 mins
635


માલતીની ઊંઘ આજે હરામ થઈ ગઈ હતી. તેનું ઉદ્વિગ્ન મન અનેક જુદા જુદા વિચારોના ચકરાવે ચડ્યું હતું. તે આખી રાત પાસા ઘસતી રહી અને વિચારતી રહી પણ કોઈ જવાબ ન જડ્યો.પોતાની મનોસ્થિતિ જરાપણ નહોવા છતાં પતિ મહેશની સ્વીકારવી પડતી સેક્સની માંગણી તેને અકળાવી મૂકતી હતી.જ્યારે તમારું મન અશાંત અને ઉદાસ હોય,દિલમાં કંઈ સતત ચૂભ્યા કરતું હોય ત્યારે કોઈ સ્ત્રી કેવી રીતે સેક્સ માણી કે કરી શકે?મનની ઉદાસી, દુ:ખદ પરિસ્થિતિ કે સંજોગોની અસર પુરુષના દિલદિમાગ પર નહી થતી હોય શું?સ્ત્રીના મન વગરનું સેક્સ તેના શરીરનો ચૂંથારો લગ્નસંબંધનો કરાતો દૂરઉપયોગ તે સ્ત્રીનું શોષણ કે જુલમ જ નથી શું?
માલતીની ત્રીસ વર્ષની દીકરી સુહાની અકાળે વિધવા થઈ હતી. તેના લાખોમાં એક હોય તેવા સ્માર્ટ, હેન્ડસમ પ્રેમાળ પતિનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. નાની ઉંમર અને પ્રેમલગ્નના આટલા ટૂંકા ગાળામાં જ આમ પતિને અચાનક ગુમાવતાં સુહાનીની હાલત ગાંડા જેવી થઈ ગઈ હતી.તેમાં નાનકડા બે માસૂમ બાળકોને ને જોઈને તો તેના આંસુ સૂકાવાનું નામ નહોતા લેતા.શહેરનાં ગણ્યાંગાંઠ્યા ધનાઢય ઉદ્યોગપતિમાં ગણતરી કરાવાતો હતો તેનો પતિ સુનીશ. બધુંજ ભર્યું ભર્યું હતું અને કોણ જાણે કોની નજર લાગી ગઈ સુહાનીને! ગાંધીનગરથી એક મિટીંગ પતાવીને આવતા રાતના અંધારામાં રસ્તામાં અચાનક ભેંસ આવી ગઈ અને ભેંસને બચાવવા જતા તેની મર્સિડીઝ રસ્તા પાસેના ઝાડને અથડાઈ ગઈ.તેના નસીબ ખરાબ કે મર્સિડીઝ ગાડીની એરબેગ ખુલી નહી અને ત્યાં ને ત્યાં જ તે પ્રભુને પ્યારો થઈ ગયો.
સુહાનીના મહેલ જેવા ઘરમાં દરેક ખૂણે સુનીશની યાદો છવાયેલ હતી. માલતી સુહાનીને અને બાળકોને થોડા સમય માટે પોતાના ઘેર લઈ આવી હતી. પોતાની વહાલસોયી દીકરી અને તેના બાળકોની પર તૂટી પડેલ આ દુ:ખે માલતી પણ સાવ તૂટી ગઈ હતી. આ વાતને બે મહિના થઈ ગયા હતાં છતાં તેના હ્રદયને હજુ કળ વળી નહોતી. તેની ત્રીસ વર્ષની દીકરી તેના આટલા નાના બાળકો સાથે આખી જિંદગી કેવી રીતે પસાર કરશે એ વિચારે તેની ભૂખતરસ મરી ગઈ હતી અને રાતની ઊંઘ હરામ થઈ ગઈ હતી.
માલતીના મનની આવી હાલતમાં મહેશ તેને સ્પર્શતો તો પણ તેને તે કાળ જેવું લાગતું હતું.તેને થતું, શું પુરુષના મનને આ દુ:ખદ પરિસ્થિતિની અસર નહી થતી હોય? કેવી રીતે આવા સમયે તે સેક્સનો વિચાર પણ કરી શકતો હશે!!!! આવી પડેલ દુ:ખનું તમારા મનહ્રદય પર હાવી થઈ જવું ખાલી સ્ત્રીઓ પૂરતું જ મર્યાદિત હશે!! પ્રેમ જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે માણેલું સેક્સ એ જ ખરી અનુભૂતિ ના હોઈ શકે?
આજે તેનું ચૂંથાયેલું તન અને ચગદાયેલું મન વિચારોના વંટોળે ચડ્યું હતું. તે પોતાની જાતને જ પૂછી
રહી હતી. પ્રેમની પરિભાષા શું છે?આપણા દેશના પુરુષપ્રધાન સમાજમાં લગ્નસંબંધ એટલે સ્ત્રીએ બધી જવાબદારી નિભાવવી જેવી કે ઘર ચલાવવું, બાળકો ને કુટુંબીજનોની દરેક જરુરીયાતનું ધ્યાન રાખવું,પતિની દરેકે દરેક કૌટુમ્બીક, સામાજિક અને શારીરિક જરુરીયાત પૂરી કરવી બસ એટલુંજ....... ..........!
લગ્નસંબંધમાં ક્યારેક સેક્સ ભૂલીને સુખમાં, દુ:ખમાં, આનંદમાં, શોકમાં, ઉત્સવમાં એકબીજાને નિર્મળ, નિર્ભેળ, અલૌકિક પ્રેમથી, આંખમાં આંખ પરોવી, ખાલી સુંવાળા સ્પર્શથી સાથે હોવાનો અહેસાસ ના કરાવી શકાય??????
હું અને તું એક જ છીએ ચાલ સાથે મળી ઝેર જેવા દુ:ખને પી જઈએ એવો અહેસાસ હાથ પકડીને કરાવે તો કેવું? લગ્નની વેદી પર ફેરે ફેરે થયેલ પ્રતિજ્ઞાનું પાલન મિત્ર બનીને કરાવે અને રાતના અંધારામાં પોતાના રુમમાં પણ પતિ તરીકેનો અધિકાર ન જમાવે તો કેવું?????
આમ વિચારતા વિચારતાં જ માલતીની સવાર પડી ગઈ.........!


Rate this content
Log in

Similar gujarati story from Drama