Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Ahir

Inspirational Others

5.0  

Vijay Ahir

Inspirational Others

ધાર્યું પરિણામ

ધાર્યું પરિણામ

4 mins
1.1K


એમ.ફિલ(કોમર્સમાં)એડમિશન તો લઈ લીધું. કલાસ જતા જતા ખબર પડી કે એક યુ.જી.સી. નેટ કરીને એક્ઝામ આવે એ પાસ કરીએ તો કોલેજમાં પ્રોફેસર બની શકાય. નેટ જે જે લોકોએ આપી હતી એ બધા પાસેથી જ્યારે જ્યારે કાંઈક માહિતી લઉં ત્યારે એ જ થયા કરતું, કે ભગવાન હજી કેટલું ભણવું પડશે ? કોઈકે બે વાર તો કોઈકે ચાર-ચાર, પાંચ પાંચ તો કોઈકે તો છ-સાત ફેરા આ પરીક્ષા પાસ કરવા માટે પ્રયત્ન કરેલો. આપણે તો મુંજાયા કે શું એમ.કોમ. 78.8% અને યુનિવર્સિટીમાં 6ઠા નંબરે પાસ થવાનું કાંઈ મૂલ્ય નથી. તારીખ 27 ડિસેમ્બરના "શ્રી કૃષ્ણ શરણમ મમ"કરીને માતાપિતાના આશીર્વાદ લઈને નીકળી પડ્યો રાજકોટ જવા. આખા દિવસમાં ત્રણ પેપરની પરીક્ષા સવારથી સાંજના 4.30 આસપાસ વાગ્યા સુધી ચાલેલી.

ત્રણેક મહિના પછી દિવસ હતો બુધવાર ને તારીખ 13.4.16 સમય અંદાજે 3.30 થી 4 વાગ્યા આસપાસનો. વોટ્સએપના ગ્રુપમાં મેસેજ ફરતો જોયો કે 27 ડિસેમ્બર,2015ના રોજ લેવાયેલ યુ.જી.સી. નેટનું રિઝલ્ટ ડિકલેર થઇ ગયું છે. એ વખતે હું શ્રી ઓધવરામ સ્ટીલ સપ્લાયર્સ, ગાંધીધામમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો અને રૂટીન મુજબ એકાઉંટિંગનું કામ કરતો હતો.. આ લોકોએ પણ મારા અભ્યાસની વાતમાં હમેંશા મદદ કરી છે. 10 થી 7ની નોકરી, 10 થી 12.45ની કરી આપી હતી. મારા ભણવામાં કાંઈ વિક્ષેપ ન પડે એટલે રિઝલ્ટ જોયા પહેલે આમ તો આન્સર કી આવી હતી એ ટેલી કરી હતી એ મુજબ નેટના 3 પેપરમાંથી છેલ્લા પેપરમાં પાસ થાઉં, ન થાઉં એવું હતું. આ તો મારું અનુમાન હતું.

થઈ કૃપા કનૈયાની રિઝલ્ટ જોયું સીટ નંબર પણ મોઢે યાદ હતા 19000297, રિઝલ્ટ જોયું તો ક્વોલીફાઈડ ફોર આસિસ્ટન્ટ પ્રોફેસર આવ્યું. ફર્સ્ટ અટેમ્પમાં જ પાસ. ધીરજતાથી જોયેલું અધીરુ સપનું સાચું પડ્યું. આનંદનો કોઈ પર નહિ. સૌથી પહેલા બાપાને કોલ કર્યો. આનંદ અતિ ઘણો ઉરમાં. ત્યારે ઓફીસે સતિષભાઈ ભાનુશાલી હાજર હતા. મેં ખૂબ જ ઉત્સાહમાં આવીને કહ્યું કે "આ દિવસ લાઈફ ટર્નીંગ પોઈન્ટ" સાબિત થશે. સગા-સંબંધીઓ,સ્નેહીઓ, જેમના પાસે અભ્યાસ કર્યો એ સાહેબ લોકો અને સૌના સુભાષીશ પ્રાપ્ત થાય. સૌએ લાગણીભરી અંતરની ઊર્મિઓ વડે અભિનંદન પાઠવ્યા

22 વર્ષે જ નેટ પાસ કરી લીધી એટલે સૌ મને કુતુહલથી પૂછે કે તું શું વાંચતો, કેવી રીતે તૈયારી કરતો,હવે અમને પણ મદદ કરજે થોડીક કે પાસ થઈ જઈએ. મજાકમાં પણ મીત્રો ગીત ગાઈને કહે "તું નિકલા છુપા રુસ્તમ"...ને હું મનોમન શરમાઉ રયો. આ બધાની મને જરાય આદત નહિ એટલે. ધોરણ 10થી મજૂરીએ જવું પડતું ત્યારે હાથમાં છાલા પડે. મજૂરી કરી કરીને હાથમાં ગાસોટી પડે. પગમાથે મોટી ટ્રકની બેટરી પડેને પગનો અંગુઠા ચગદાઈ જાય. એટલે થયા કરે હજી તો મારે ઘણું ભણવાનું છે. આવી જીંદગીતો નથી જોઈતી.

હસતા ચહેરા પાછળ અમારા,

દર્દભરી અનેક કહાનીઓ છે.

જેમને તૈયાર મળ્યું બધું ,

એ શું સમજે વાત કેટલી આઘાતી છે...

અત્યારે ઈન્સ્ટટગ્લોનો જમાનો એટલે બધાને બધું ઈન્સ્ટટ જોઈએ છે. હેરાન થયા વગર જ. પણ કૃષ્ણએ તો મહેનત કરવાનું કીધું છે. ને એનું પરિણામ અવશ્ય મળશે જ. એટલે એ વાતમાં અતુટ શ્રદ્ધા હતી. જેને સ્થિરતા સાથે મજબૂત પરિણામ આપ્યું. પછી તો "ચાલી કિસ્મતની ગાડી ટોપ ગેરમાં"  આગળ જતાં બીજા વર્ષે બીજી વાર પણ નેટ પાસ કરી...હવે નેટનો વર્ગ થયો. એટલું જ નહીં સપ્ટેમબર,2018માં ગીસેત પાસકરી એટલે ધન્ય થયો. "માથે મુરલીધરની મેર આહીર લેર લરે" સદાય સાબિત થતું રહ્યું.

આ બધું થઈ શક્યું એ માટે યશના એકમાત્ર અધિકારી હોય તો મારા બાઈ-બાપા અને બહેનો. દિવસ પણ રાત જેવો જ લાગતો એ દિવસોને કેમ ભુલાય. બાઈ-બાપા હમેશાં કહે "આમ ને આમ આવડા વર્ષો નીકળી ગયા એમ તારી આ પરિક્ષા પણ આવીને હાલી જશે"આ વાતે જબરો આત્મવિશ્વાસ જગાડ્યો છે.

"ભૂતકાળ અમને અમારો ન પૂછશો,

રાતોની રાતો રડયા રાખશો."

અરજણભાઈ કાનગડે મને કહેલું કે ગમે ત્યાં થોડુંક થોડુંક ભણાવવા જા. એટલે પ્રેક્ટિસ થાય.. એવામાં ભરત આહીર સરે મને એમના ત્યાં એમ.કોમ.વાળાઓને ભણાવાનું કહ્યું. એ પણ જીવનમાં આવળો મોટો વળાંક લાવશે. એ ખબર ન હતી. ભણાવાને કારણે આત્મવિશ્વાસ અડગ થયો . નેટ પાસ થયો. એમાં પણ આ ઘણું કામ લાગ્યું. એમની નિશ્રા પણ એટલી જ મીઠી. એમની ઉદારતાએ આજે અહીંયા પહોંચી શકાયું. ને આઝાદ પંછી થઈને ફરી શકાય છે.

"સંભવીતતાને જો પ્રોત્સાહન મળે,

તો શકયતા હકીકત સ્વરૂપે મળે."

સવારના 9.45 થી 12.45 નોકરી કરવાની, 12.45 થી 1.05 સુધી 20મીનીટમાં ગાંધીધામ ખન્ના માર્કેટથી અંતરજાળ ઘરે જઈ જમીને પાછું આદિપુર મુન્દ્રા સર્કલ ઉભું રહી જવાનું. 1:05ને સ્ટાર ટ્રાવેલ્સ આવે એ ભુજ 2.45 પહોંચાડે. રસ્તામાં જતા જતા ભણવાનું હોય એની તૈયારી કરવાની. જ્યુબિલીથી યુનિવર્સિટી 10મિનિટમાં પહોંચીને 3 વાગ્યે કલાસ અટેન્ડકરવાનો 2 કલાક. સાંજે કલાસ પતાવીને 5.25 આસપાસ વી.ડી. પાસેથી નીકળીએ રિટર્ન બસમાં, આદિપુર પહોંચીને ભણાવાનું હોય એની તૈયારી કરવાની. આદિપુર 7.30 આસપાસ પહોંચવાનું. ડાયરેકટ બાઇક પડી હોય એ લઈને ધૂમ બાઇકના જેમ ટ્યુશન પહોંચવાનું .એક દોઢ કલાક ભણાવીને પછી ઘરે જવાનું. સોમવાર કે બુધવાર હોય તો સ્વાધ્યાયમાં જઈને પછી ઘરે જવાનું.

"પેલા ગરબાના જેમ,

વાદળ વિખરાયાને અજવાળા આવ્યા,

અવનીએ ગોખે ગોખે દીવડા પ્રગટાવ્યા.

આનંદ છે "કૃષ્ણમ સદા સહાયતે"નો...બાકી આપણી તો હેસિયત શું ? પરિસ્થિતિ કોઈ પણ હતી,એક વાત તો ફિક્સ "કરેલી કે ઘટે તો જીંદગી બાકી મોજ નહિ" ઘણા બધાએ ઉત્સાહ આપ્યો, કોઈએ અંતરજાળથી ગાંધીધામ લિફ્ટ આપી, તો કોઇએ ગાંધીધામથી ડાયરેકટ કોલેજ ઉતાર્યો. કોઈએ કાંઈ તો કોઈએ કાંઈ. ગુરુજનો અને મદદ કરનાર તમામને કૃતજ્ઞ ભાવે વંદુ છું.

"સિલસીલા યુ હી બના રહે"એ જ કાનુડાને સદાય પ્રાર્થના.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational