Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meera Parekh vora

Drama Romance Tragedy

4.2  

Meera Parekh vora

Drama Romance Tragedy

પહેલી નજરથી પાનેતર સુધીની સફર 23

પહેલી નજરથી પાનેતર સુધીની સફર 23

10 mins
217


હું તને ચાહું છું, તો પણ તું મને છોડીને જઈશ... ?

 હું તારું માનું છું, તો પણ તું મને છોડીને જઈશ.... ?

 હું તારું ધ્યાન રાખું છું, તો પણ તું મને છોડીને જઈશ... ?

 હું તારો જ છું, તો પણ તું મને છોડીને જઈશ.... ?"

(આપણે આગળના ભાગમાં જોયુકે, મિશા નેહાને ઘણું સમજાવે છે, પણ નેહા સમજવા તૈયાર જ નથી. આથી, મિશા ઘણું સંભળાવે છે, અને ગુસ્સે થઈને નેહા કહે છે કે, હું તમારા બંને સાથે સંબંધ જ તોડી નાખું છું. અને આ વાતથી મિશાના મનમાં ઘણી રાહત થાય છે, કે ચલો હવે મને વિરાટ દૂર જાય એની ચિંતા તો નહિ. એમ વિચારીને મિશા ઘણી ખુશ થાય છે અને વિરાટને ફટાફટ ફોન કરે છે, પણ વિરાટ અને મિશા વચ્ચે નેહાના લીધે ખુબ જ મોટો ઝઘડો થઈ જાય છે અને વિરાટ કહે છે, તારે મરવું હોય તો મરી જા હું તારો વિચાર નહિ કરું. આ વાતથી મિશા ઘણી દુઃખી થાય છે અને મરવાનો નિર્ણય લે છે.)

       મિશા મરવાની વાત નક્કી કરે છે, અને વિરાટને મેસેજ કરે છે કે તું તારુ ધ્યાન રાખજે અને તું નેહા સાથે બોલજે, હવે હું તને ક્યારેય ના નહિ પાડું. આ મેસેજ જોઈને વિરાટ એકદમ ગભરાય જાય છે, અને ફટાફટ મિશાને ફોન કરે છે, પણ મિશા ફોન ઉપાડતી નથી. આથી, વિરાટ વધુ ચિંતામાં આવી જાય છે, અને મિશાના ઘરે જવા નીકળી જાય છે. વિરાટ રસ્તામાં વિચારતો હોય છે કે, ખરેખર મારાથી ઘણી મોટી ભૂલ થઈ ગઈ છે, મારે નેહાની વાત અને એના બધા કપટ સમજી જવાની જરૂર હતી. મિશા મને કેટલો બધો પ્રેમ કરે છે કે, એ કોઈને કંઈ કહેવાની બદલે પોતાને નુકસાન કરે છે, મને હેરાન કરવાની કે બદલો લેવાની જગ્યાએ પોતાને નુકસાન કરે છે, એ બધું તો ઠીક પણ મારી જેમ એ એના કોઈ ફ્રેન્ડ સાથે પણ ખોટા સંબંધ રાખવાની જગ્યાએ પણ એ પોતાને નુકસાન પહોંચાડે છે. અને એની મહાનતા તો જો મને કેટલો પ્રેમ કરે છે, પોતે મરવાનું પસંદ કરી લીધું પણ મને જરા પણ નુકસાન નહિ પહોંચાડવાનું. અને આ બધું વિચારતા વિચારતા જ વિરાટ રસ્તામાં રોવા લાગે છે. અને મનમાં વિચારે છે કે, બહુ મારીશ હું મિશાને પણ શું મિશા મને માફ કરશે... ? આમ વિચારતો વિચારતો મિષાના ઘરે પહોંચી જાય છે અને જોવે છે તો મિશા ઘરમાંથી બધી દવા શોધીને બેઠી જ હોય છે ને વિરાટ પહોંચી જાય છે.

વિરાટ:(મિશા પર ગુસ્સો કરીને લાફો મારતા)" તને આવો કોણે હક આપ્યો મિશા... ? તું મને મૂકીને જતા પહેલા મારો તો વિચાર કર. તે કહ્યું હતું મિશા તને યાદ છે કે તું મને ક્યારેય મૂકીને નહિ જા, તો આ બધું શું છે... ?"

મિશા: "પણ તું ક્યાં હકથી મારા પર ગુસ્સો કરે છે... ?"

વિરાટ: " મિશા તું કેમ આવું બોલે છે... ? તે જ તો મને કહ્યું હતું કે તારા પર મારો પૂરેપૂરો હક છે. તો આજે આવું કેમ બોલે છે તું...?"

મિશા: "તારો જ હક છે અને રહેવાનો પણ, હવે તું જતાવી નહિ શકે. કારણકે જ્યારે તે મને મરવાનું કહ્યુને ત્યારે જ તારો હક જતાવવાનો હક મે લઈ લીધો છે,હવે હું તારી એક પણ વાત નહિ સાંભળી શકું. મને માફ કરજે."

વિરાટ: "આવું ન બોલ મિશા હું નહિ જીવી શકુ તારી વગર શું તને નથી ખબર કે હું તને કેટલો પ્રેમ કરું છું.... ?"

મિશા: " પ્રેમ પ્રેમ કોને કહેવાય એ ખબર છે તને..... ? પ્રેમ એટલે જ્યાં પતિ કે પત્ની બંને માથી કોઈ એકનું માન ન જળવાતું હોય, જ્યાં એકની ગણના અને બીજાની ઉપેક્ષા થતી હોય ત્યાં બીજી વ્યક્તિ બધા જ સંબંધ તોડી નાખે એ પણ એક જ કારણથી કે અહીંયા મારી પત્નીનું કે પતિનું માન સમ્માન નથી જળવાતું અને અહીંયા મને ગણવામાં આવે છે પણ હું એક નથી અમે બંને છીએ એટલે જ્યાં સુધી એને ગણવામાં નહિ આવે ત્યાં સુધી હું અહીંયા કોઈ સાથે કોઈ પણ પ્રકારના સંબંધ નહિ રાખું. આ કહેવાય વિરાટ પ્રેમ અને આ જ સાચો પ્રેમ કહેવાય. બંધ રૂમમાં પત્નીની સાથે રહેવું સૌને ગમે પણ જો ખરેખર પત્નીનો કે પતિનો સાથ આપવો હોય ને તો આવી રીતે આપી શકાય. બાકી બધા પ્રેમ ખાલી દેખાવના હોય છે જો આપણે જ આપણી વ્યક્તિનું માન ન જાળવી શકતા હોયને એનું માન ન હોય ત્યાં પણ જો આપણે સંબંધ નિભાવતા હોય તો બીજા કોણ જાળવવાનું આપણી પત્નીનું માન એ એમ જ વિચારીને ન કરે કે એનો પતિ કે પત્ની જ એનું નથી સાંભળતી તો આપણે સાંભળીને કે એને માન આપીને શું કામ છે... ?"

વિરાટ: " મિશા તારી વાત સાચી છે, મારી જ ભૂલ છે કે, હું નેહા સાથે વાત કરતો રહ્યો. તે મને કેટલી ના પાડી પણ એક પણ વાર મે તારું ન સાંભળ્યું. મારી જિંદગીમાં જીવવા માટે મહત્વ તારું છે, અને હું બધું મહત્વ નેહાને આપતો રહ્યો. એમ વિચારીને કે, નેહાને મહત્વ નહિ આપુ તો એ મારાથી દૂર થઈ જશે અને મિશા તો શું મારી સાથે સગાઈ થઈ ગઈ છે, હું એને પ્રેમ કરું છું એટલે એ તો મને મૂકીને ક્યાંય જશે નહિ."

મિશા: "વિરાટ પ્રેમમાં બંધન બંધાઈ ગયું એનો મતલબ એવો તો નથીને કે એનો વિચાર નહિ કરવાનો, પ્રેમ એટલે એવું બંધન કે, જે એક વાર બંધાય ગયા પછી જિંદગીભર એકબીજાની દરેક નાની નાની વાતોનું ધ્યાન રાખવું. એકબીજાની પસંદ નાપસંદ સમજવી આ જ પ્રેમ છે વિરાટ જે તું સમજી જ ન શક્યો. એ વાતનું મને ઘણું દુઃખ છે, આથી હું તારી વાત માનીને મરીશ નહિ પણ, અત્યારે તું મને એકલી મૂકી દે. મારે થોડો સમય તારાથી દૂર રહેવું છે."

વિરાટ: "ના મિશા, ના તું એવું ન કર મારે તારો જરૂર છે. હું તારું મહત્વ સમજી ગયો છું."

મિશા: "બસ વિરાટ હવે ખોટા નાટક કરવાનું બંધ કર, મને તારા પર ભરોસો નથી. મને ભરોસો આવે એવું કંઈક કર, અને અત્યારે તો મારાથી દૂર જ રહે એ જ તારી સજા છે."

વિરાટ:( ઉદાસ થતા)" ઓકે, તું કહે એમ હું તને ભરોસો અપાવીશ અને હા હું રાહ જોઈશ ફરીથી તારી સાથે મસ્તી કરવાની અને તારી બહુ બધી બકવાસ સાંભળીને ખુશ થવાની, મને વિશ્વાસ છે કે તું મને જલ્દી જ યાદ કરીશ."

       આમ, મિશા વિરાટની વાત માની જાય છે, અને મરવાનો વિચાર છોડી દે છે. વિરાટના વર્તનથી ખૂબ દુઃખી હોય છે, એને એવું નથી કે, વિરાટ યાદ નથી આવતો. વિરાટ યાદ તો આવે છે પણ, એ વિરાટની વાતોને ભૂલી નથી શકતી અને આ જ કારણથી એ વિરાટની નજીક નથી જઈ શકતી. અંદરથી બેચેન બહુ છે પણ મગજ એને વિરાટ પાસે જતા રોકે છે. આ વાત એ એની એક ફ્રેન્ડ કરે છે જેનું નામ રીમી છે.

મિશા: "હાઈ રિમી મારે એક વાત કરવી છે કહું.... ?"

રિમી: " મિષી( રિમી મિશાને પ્રેમથી કહે છે) હા, બોલને શું પ્રોબ્લેમ થયો છે...?"

મિશા: " અરે વાહ ! તને કેમ ખબર... ? મારે કોઈ પ્રોબ્લેમ છે જ તું દર વખતે સમજી જાય છે હો મારી મા."

રિમી: "મેડમ જો તમારે પ્રોબ્લેમ ન હોય ને તો તમે પૂછો જ નહિ એક વાત કહું એમ, ફાસ્ટ ફાસ્ટ બોલી જ જાઓ છો. એટલે સમજી ગઈ કે, તારે કંઈક પ્રોબ્લેમ છે બોલ ને શું હતું... ?"

મિશા: " વાહ! સરસ ઓળખી છે તે મને, હું એમ કહેતી હતી કે, વિરાટથી જો કોઈ ભૂલ થાય, અને અમારે ખૂબ મોટો ઝઘડો થઈ જાય અને એ મને મરવાનું કહે, એટલે તને ખબર તો છે હું વિરાટને ઘણો પ્રેમ કરું છું. એટલે મેં મરવાનું પસંદ કર્યું. પણ, વિરાટ મને બચાવવા આવી ગયો પણ રિમી હું એને માફ નથી કરી શકતી શું કામ... ?"

રિમી: " આટલું બધું બની ગયું અને તું મને વાત પણ નથી કરતી... ? અને તે મરવાનું પણ વિચારીને એની પર પણ અમલ કરી દીધો હતો... ? પાગલ છો તું... ? બુદ્ધિ છે કે નહિ તારામાં... ? આવું કોઈ કરતું હશે... ? તને કોઈનો વિચાર આવે છે કે નહિ... ? તારા મમ્મી પપ્પા છે બે બહેનો છે એ બધાની શું ભૂલ... ? કે તે એ કોઈનો પણ વિચાર ન કર્યો કેમ. ? વિરાટ આજ - કાલનો આવેલો છોકરો છે એની માટે તું તારા વર્ષો જુના સંબંધોનો પણ વિચાર કરવાની ન હતી. એ તો ભલું થાય એનું કે એ તને બચાવવા આવી ગયો નહિ તો શું થાત... ?"

મિશા: " રિમી તું જ કહે છે ને કે, જિંદગીમાં એક એવી વ્યક્તિ હોવી જોઈએ જે આપણા કરતાં પણ વધુ આપણી હોય. જે સુખનું કારણ હોય અને દુઃખ આવે તો આપણી ઢાલ હોય. અને એની ખુશી એક જ હોય કે મારી વ્યક્તિ બસ હસતી રહે એટલે હું ખુશ, એ વ્યક્તિની તે કહ્યું એ મુજબ મે કલ્પના કરી હતી. અને એ જ કલ્પનાના ઢાળમાં હું વિરાટને ઢાળતી રહી. એવું નથી કે, વિરાટ આ કલ્પનાથી સાવ ભિન્ન છે પણ, થોડો અલગ છે બધા આપણી કલ્પના મુજબના તો ન હોય ને એ વાત હું ભૂલી ગઈ હતી. હા, રિમી મે બધાનો વિચાર કર્યો પણ મારા વિચારો પર મારો પ્રેમ હાવી થઈ ગયો હતો. અને એ જ પ્રેમના લીધે મોત પસંદ કરી. પણ એ જ પ્રેમ મને બચાવવા પણ આવી ગયો, અને હવે મારી પાસે માફી માંગે છે પણ હું માફ નથી કરી શકતી શું કરું... ? તું જ કંઈક ઉપાય આપ."

રિમી: " મીશી હું તને ઓળખું છું, એટલે મને ખબર જ છે કે તારા પર કોઈ વાત હાવી થઈ જાય પછી તો તું કોઈનો પણ વિચાર નથી કરતી. પણ મરવાનો રસ્તો અપનાવવો એ તો ખોટી વાત છે ને.. ? અને વિરાટને તું માફ નથી કરી શકતી. કેમકે એણે તને મરવાનું કાહ્યું એટલે જ ને.... ?"

મિશા: " હા બસ એ જ શબ્દો મને વારે વારે યાદ આવ્યાં રાખે છે કે, હું વિરાટ માટે જરા પણ મહત્વની નથી કે, એ મને એમ કહે છે કે, જા તું મારી જા એમ એ વાતનું મને અત્યંત દુઃખ થયું છે."

રિમી: " તો વિરાટ તને બચાવવા આવ્યો તો તે શું વાત કરી એની સાથે કે એણે કોઈ વાત કરી તો શું કરી... ? માફી માંગી એણે... ?"

મિશા: " હા, રિમી વિરાટ એ માફી પણ માંગી અને કહ્યું કે, મિશા હું તારા વગર નહિ રહી શકું, હવે મારાથી આવી ભૂલ નહિ થાય, મને માફ કરી દે, આવું ઘણું બધું કહ્યું પણ ખબર નહિ મને કેમ એની વાત પર વિશ્વાસ નથી આવતો."

રિમી: મિશા વિરાટની વાત માની જા. એ ખરેખર પસ્તાય છે અને તને દૂર જતી જોઈને એ અંદરથી તૂટી ગયો છે."

મિશા: "પણ હું કેમ વિશ્વાસ કરું તું જ કહે. .? ફરી વખત આવું કંઈ થયું તો... ? શું કરવાનું... ?"

રિમી: " મિશા પણ તને વિરાટ મળે છે, એ સામે ચાલીને ભૂલ સ્વીકારે છે તો માની જા તારી ભૂલને મનમાં લઈને એ કંઈ ખોટું પગલું ભરી લેશે તો બોલ તું સહન કરી શકીશ..?" જો એક વાર્તા કહું તને....

         એક દેશનો રજા હતો. પહેલાના જમાનામાં બે - ત્રણ પત્ની રાખતા પણ એ રાજાની તો એક જ પત્ની હતી. અને રાજા અને રાણી વચ્ચે ખૂબ જ પ્રેમ. જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. રાજા રાણીની સલાહ વગર કોઈ નિર્ણય ન લેતો. અને રાણી રાજાની દરેક નાની નાની બાબતોનું ધ્યાન રાખતી. અને રાજાનો તો વિયોગ જરા પણ સહન કરી શકતી નહિ. રાજા યુદ્ધ પર જાય કે, શિકાર કરવા જાય ત્યારે હમેશા રાજા પૂછે હે પ્રિયે, હું આમ જાઉં છું, તો તમને ડર નથી લાગતો કે હું પાછો નહિ આવું અને કંઈ થઈ ગયું તો શું કરશો... ? ત્યારે રાણી હમેશા એક જ જવાબ આપતા કે, તમને કઈ થયું એવા સમાચાર સાંભળીને જ મારો જીવ નીકળી જશે કારણકે, મારો જીવ તમારામાં વાસ કરે છે. પણ, આ વાત હંમેશા રાજા હસવામાં જ જવા દેતા એ વિચારતા કે શું કોઈ એમ મરી શકે... ? આ વાત ખાલી કહેવાની હોય કઈ સાચું ન હોય. એક દિવસ રાજા શિકાર પર જાય છે, અને ત્યાં એ વિચાર કરે છે કે, ચલો રાણીની પરીક્ષા કરું. આથી એ દૂત દ્વારા રાણીને સંદેશો મોકલાવે છે કે, રાજાનું જંગલમાં મૃત્યુ થયું. આ સાંભળીને જ રાણી એ જ જગ્યાએ એ જ સમય પર બેહોશ થઈને ઢળી પડે છે અને મરી જાય છે. આ વાતની રાજાને જાણ થતાં ખૂબ પસ્તાવો થાય છે કે, મે શું કામ રાણીની પરીક્ષા કરી... ? એટલે મિશા માટે કહેવું એમ છે કે, તું વિરાટને તારાથી અલગ કરીને પરીક્ષા ન લેતી, દૂર થઈ જશે તો... ? પછી રાજાની જેમ પસ્તાવો કરવા સિવાય કોઈ વિકલ્પ નહિ રહે."

મિશા: " વાહ ! મિશા ખૂબ સરસ વાત કરી તે અવસર મળ્યો છે મને બીજી વખત વિરાટના પ્રેમમાં ભાગીદારી કરવાનો તો કરી લઉં. હું રિમી એટલે જ તારી પાસે આવું મને ખબર હોય દુનિયાની બધી જ સમસ્યાનો તું ઉકેલ આપીશ જ મને, હવે હું વિરાટને મળીને એને આ ખુશખબરી આપું અને ફરીથી આમારા જીવનમાં સાતેય રંગ પૂરી દઉં. સારું ચાલ પછી ફોન કરું તને બાય, જય શ્રી કૃષણ."

રિમી: "હા, ઓકે, બાય, જય શ્રી કૃષ્ણ."

       મિશા વિચારે છે કે, આ વાત મારે વિરાટને ફોન પર તો નથી કરવી ચલો એને મળીને જ વાત કરીશ. એટલે મિશા વિરાટને ફોન કરે છે પણ એનો ફોન બંધ આવે છે. વિરાટ જોબ પર હોય છે જોબ પર વિરાટનો ફોન બંધ કેમ છે મિશા આવું વિચારીને ફરીથી કોશિશ કરે છે.

( તો મિત્રો વિરાટનો ફોન બંધ કેમ આવે છે.. ? મિશા સાથે વાત ન કરવી પડે એટલે ફોન બંધ છે.  ? કે મિશાથી દૂર રહેવાનું છે એટલે વિરાટનો ફોન બંધ હશે... ? કે વિરાટ મિશા સાથે કરેલી ભૂલ ભૂલી નથી શકતો અને પસ્તાવાની આગમાં બળે છે એટલે ફોન બંધ હશે.. ? કે વિરાટ કોઈ મુસીબતમાં ફસાઈ ગયો હશે કે એની સાથે કંઈ ખરાબ થયું હશે.... ? કેમ વિરાટનો ફોન બંધ છે... ? આ દરેક સવાલના જવાબ મેળવવા માટે મારી સાથે આ સફરમાં જોડાયેલા રહો. અને આ સફરની મજા માણતા રહો.)


Rate this content
Log in

More gujarati story from Meera Parekh vora

Similar gujarati story from Drama