STORYMIRROR

Meera Parekh vora

Romance

3  

Meera Parekh vora

Romance

નવા પ્રેમની નવી પરિભાષા

નવા પ્રેમની નવી પરિભાષા

4 mins
174

   રાધિકા એ રાધિકા તુંં કેમ આજે આમ એકલી છે તારો મિત્ર રાહુલ ક્યાં છે... ? જો ને રાહી હું પણ એની જ રાહ જોવું છું આજે એ નથી આવ્યો અને મને કહ્યું પણ નથી બોલ આવું થોડું કરાય.. ? હા એ તો છે એવું ન કરાય કંઈ નહિ કઈક કામ આવી ગયું હશે તું પછી શાંતિ થી વાત કરી લેજે.   

  આ વાત કોલેજના ગ્રાઉન્ડમાં રાહી અને રાધિકા વચ્ચે ચાલે છે. રાહી અને રાધિકા કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. રાહુલ અને રાધિકાની મિત્રતા કોલેજના પહેલા વર્ષમાં થઈ હતી અને બીજા વર્ષની શરૂઆતમાં પ્રેમમાં પરિણમી હતી. પણ, હમણાં થોડા દિવસથી રાધિકાને રાહુલનું વર્તન અલગ અલગ લાગતુંં હતુંં. પણ રાધિકા રાહુલને એટલો પ્રેમ કરતી હતી કે તે કોઈ બીજા સાથે નજીક જઈ રહ્યો છે એવું તો એ સપને પણ વિચારી શકતી ન હતી. અને બંનેએ એકબીજાને લગ્ન સુધીના વચનો આપી દીધા હતા. આથી, શંકાને કોઈ સ્થાન જ ન હતુંં. રાધિકા એ સાંજે રાહુલને ફોન કર્યો. રાહુલ કહે હું કામમાં હતો પપ્પાની સાથે તો આવી ન શક્યો. હજુ કાલે પણ મારે કામ છે. એટલે પરમ દિવસે કોલેજમાં મળશું હો ને. 

    બીજા દિવસે રાધિકા કોલેજ જાય છે. અને રાહી પૂછે છે કે આજે પણ રાહુલ ન આવ્યો તો રાધિકા કહે છે હા એ એના પપ્પા સાથે બે દિવસ કામમાં છે એટલે નથી આવ્યો હજુ કાલે જ અમારે બંનેને વાત થઈ છે. બપોરે રાહી ઘરે જતી રહે છે એને કઈક કામ યાદ આવતા તો એ રસ્તામાં રાહુલને બીજી કોઈ છોકરી સાથે રાહુલને જોઈ જાય છે અને એ એનો પીછો કરીને એના ફોટા પાડે છે. અને સાંજે રાધિકાના ઘરે જઈને બધી વાત કરે છે. રાધિકા એકદમ તૂટી જાય છે. અને એ ખૂબ રડે છે. ત્યારે રાહી એને સમજાવે છે આ સમય રડવાનો નથી. તું એની સાથે વાત કર જો એ તને પ્રેમ ન કરતો હોય તો હજુ તમારે બહુ લાંબો સમય નથી થયો તો તું એને છોડી શકે છે. અને રાધિકા રાહીની આ વાતથી સહમત થાય છે. રાધિકા કોલેજમાં રાહુલની રાહ જોતી હોય છે. અને રાહુલ આવે છે. રાધિકા ફોટા બતાવીને બધી વાત પૂછે છે રાહુલ કહે છે હા આ ગરિમા છે મને એ ગમે છે અમે એકબીજાને ખૂબ પસંદ કરીએ છીએ અને આમ બંને પોતાના સંબંધોનો અંત લાવે છે. આ બાજુ રાહી આ વાત એના એક ફ્રેન્ડને કહે છે જે રાધિકાને અંદર અંદરથી ખૂબ પસંદ કરતો હોય છે. અને રાહી એને સમજાવે છે કે તું એની સાથે દગો કરવાનો હોય તો રહેવા દેજે. તો પૂર્વ ના પાડે છે. અને એ બીજા દિવસે રાહી સાથે મિત્રતા કરે છે કોલેજમાં અને રાહી રાધિકાને પૂછે છે આ પૂર્વ ને આપણે આપણા ગ્રુપમાં રાખીએ.. ? રાધિકા અપસેટ હોવાથી હા પાડે છે ઉપર ઉપરથી અને પૂર્વને મળતી પણ નથી.

   આ બાજુ પૂર્વ અને રાહી પૂરી કોશિશ કરે છે રાધિકાને પોતાના ભૂતકાળમાંથી બહાર લાવવાની અને થોડા થોડા દિવસે બધા મળતા રહે છે એક વાર મળવાનું નક્કી કર્યું હતુંં અને પછી રાહી થોડી મોડી આવે છે અને રાધિકા અને પૂર્વ એકલા બેઠા હોય છે. પૂર્વ રાધિકા સાથે વાત કરવાની કોશિશ કરે છે.

પૂર્વ: તમે ભૂતકાળ ભૂલીને આગળ કેમ નથી વધતા.. ?

રાધિકા : ભૂતકાળમાં જ હું જીવવા માંગુ છું. એ જ મને ગમે છે.

પૂર્વ: ભૂતકાળમાં જીવવાથી કંઈ ફાયદો છે.. ? તમે તમારું અને બધાનું જીવન બરબાદ કરો છો અને તમને મૂકી ને જે આગળ વધી ગયા એને પણ તમે અહેસાસ કરાવો છો કે એની વગર તમે નહીં રહી શકો.

રાધિકા: તો શું કરું.. ? મને હવે પ્રેમ પરથી વિશ્વાસ ઊઠી ગયો છે.

પૂર્વ: પ્રેમ પર વિશ્વાસ કરવાનો જ ન હોય પ્રેમ કરનાર પર વિશ્વાસ કરવાનો હોય. 

રાધિકા: એટલે.. ?

પૂર્વ: તમે પ્રેમ પર વિશ્વાસ કર્યો પણ દગો તો તમને તમારા પ્રેમી એ આપ્યો ને... ? એટલે તમને પ્રેમ તો પવિત્ર જ મળ્યો હતો. પણ પ્રેમી અપવિત્ર હતો.

રાધિકા: હા એ વાત તમારી સાચી છે. તમે ખરેખર એક પ્રેમની નવી જ પરિભાષા શીખવી મને આજે અને મને ખરેખર બીજી વાર પ્રેમ કરતા પણ શીખવ્યું.

પૂર્વ: તો તમે આ બીજી વારનો પ્રેમ મને કરી શકશો... ? 

રાધિકા: કેમ તમે આવું પૂછો છો.. ? તમે મને પસંદ કરો છો.. ?

પૂર્વ: હું તમને પસંદ નહીં પ્રેમ જ કરું છું. એ પણ આજ કાલથી નહીં બે વર્ષથી તમને પ્રેમ કરું છું. તો તમને મારો આ પ્રેમ સ્વીકાર છે.. ?

રાધિકા: હા સ્વીકાર છે.

( રાહી આ બંનેની વાત સાંભળતી હોય છે. અને રાધિકા હા પાડે જ એટલે તરત ઉપરથી ગુલાબના ફૂલોનો વરસાદ કરે છે. રાધિકા અને પૂર્વનો પ્રેમ સફળ થાય છે. આ પ્રેમ લગ્ન સુધી પહોંચે છે. અને હજુ લગ્ન બાદ પણ પૂર્વ અલગ અલગ રીતથી રાધિકા ને પ્રેમની નવી નવી પરિભાષા શીખવતો રહે છે. અને રાધિકા પોતાને દુનિયાની સૌથી ભાગ્યશાળી છોકરી અને પત્ની માને છે જેને પૂર્વ જેવો પતિ મળ્યો છે.)


विषय का मूल्यांकन करें
लॉग इन

Similar gujarati story from Romance