Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pramod Mevada

Inspirational Classics

3  

Pramod Mevada

Inspirational Classics

અપૂર્ણતાનો અહેસાસ ભાગ – ૭

અપૂર્ણતાનો અહેસાસ ભાગ – ૭

2 mins
13.4K


તૃપ્તિએ નામ વાંચ્યું અને તેને હળવો આંચકો લાગ્યો. સ્ક્રીન પર નામ દેખાતું હતું "રુખસાર". અચાનક જ તેને થોડાક વરસો પહેલા ગુજરી ગયેલી તેની બેસ્ટ ફ્રેન્ડ યાદ આવી ગઈ. તેનું નામ પણ રુખસાર જ હતું. એ અને તૃપ્તિ બન્ને પાસે પાસેનાં મકાનમાં જ રહેતાં. સાથે જ ભણતા અને સાથે જ મોટા થયા હતા. રુખસારનું અચાનક મૃત્યુ તેના માટે આઘાતજનક હતું. આટલાં વર્ષો પછી અચાનક જ તે નામ વાંચવામાં આવ્યું અને તેની ઘણી યાદો તાજી થઈ ગઈ.

નિશાંત નહાઈને બહાર આવ્યો અને તૈયાર થઈ ચા નાસ્તો કરવા બેઠો અને તૃપ્તિને પૂછ્યું, "મારો કોઈ ફોન આવ્યો હતો? મને રિંગ વાગતી હોય એવું લાગ્યું હતું." તૃપ્તિએ કહ્યું, "હા તમારી રુખસારનો ફોન હતો. તમને જલ્દી બોલાવ્યા છે. બીરિયાની ખાવા માટે." નિશાંત ચોંકીને તૃપ્તિ સામે જોવા લાગ્યો. શું કહેવું એ સમજાતું નહતું એને. એકાદ પળ સન્નાટો જામી ગયો બન્ને વચ્ચે. થોડીક વાર પછી એણે તૃપ્તિને કહ્યું, "તને શું લાગે છે કે મારું અફેર છે રુખસાર સાથે? એક કામ કર તું જાતે જ ફરી એને ફોન કર એ પણ તારા મોબાઈલથી અને નામ બદલી વાત કરજે. તારા મનનું સમાધાન થાય પછી આપણે વાત કરીશું આ બાબતે." તે નીકળી ગયો ઓફીસ જવા માટે.

તૃપ્તિએ કામકાજથી પરવારી પછી ધડકતા હૃદયે એ નમ્બર પર ફોન કર્યો. સામે છેડેથી મીઠો રણકાર સંભળાયો "હેલો" તૃપ્તિએ સામે જવાબ આપ્યો. "હેલો આપ કોન?" જવાબ આવ્યો, "જી મેં રુખસાર આપ કોન મોહતરમાં? હમને પહેચાના નહિ આપકો." તૃપ્તિએ વાતને વધુ વળ ન આપતા સીધું જ પૂછી લીધું, "આપને સુબહ મેરે પતિ કે નમ્બર પર ફોન કિયા થા. આપ કેસે જાનતી હે ઉન્હેં? ઉન્હોંને હી મુજે આપસે બાત કરકે પૂછને કો કહા થા તો મેને ફોન કિયા આપકો." રુખસારે જે કહ્યું એ સાંભળી તૃપ્તિ હચમચી ગઈ. રુખસારે કહ્યું, "કોણ આપ નિશાંત ભાઈજાનકી બેગમ બોલ રહી હે? તૃપ્તિભાભી. હા ભાભીજાન મેને હી સુબહ ફોન કિયા થા ઔર આપકી આવાઝ સુનકર રોંગ નમ્બર કહકર ફોન કાટ દિયા થા. ક્યુકી એક ડર સા લગા મુજે કઈ આપ શાયદ મેરા નામ યા મેરી આવાઝ સુનકર ભાઈજાન કે સાથ કોઈ ઝઘડા ન કરે. ખૈર આપકો અગર ભાઈજાનને ખુદ હી બોલા હે મુજસે બાત કરને કે લિયે તો ફિર અગર હો સકે તો મેં આપકો એક પતા લીખવાતી હું આપ આઈએ મેરે ગરીબખાને પે ઔર આપકો જો ભી જાનનાં હે વો આપ તસલ્લી સે જાનીએ વો ભી રૂબરૂ."

તૃપ્તિએ કહ્યું "ઠીક હે આપ મુજે પતા લીખવાઈએ." સામે રુખસારે એક એડ્રેસ લખાવ્યું અને બીજે દિવસે આવવા કહ્યું ભારપૂર્વક. ફોન મુકાઈ ગયો સામ છેડે અને તોય તૃપ્તિ ખાસ્સી વાર સુધી મોબાઈલ કાન પર રાખી એમજ બેસી રહી. થોડીક વાર પછી તૃપ્તિ ઊભી થઇ અને સાંજની રસોઈની તૈયારી કરવા લાગી. પણ એને ક્યાં ખબર હતી કે સાંજ થોડી અલગ હશે આજે એના માટે...

(ક્રમશઃ)


Rate this content
Log in

Similar gujarati story from Inspirational