Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Patel

Drama Inspirational

4.9  

Kalpesh Patel

Drama Inspirational

હરિ ભરોસે- (માલગુડી ડેઇઝ કેમ અગેઇન)

હરિ ભરોસે- (માલગુડી ડેઇઝ કેમ અગેઇન)

10 mins
2.1K


માલગુડી ગામની સીમ પાસે આવેલા એક ખેતરમાં આવેલા ખોરડામાં માંદગીની ખાટલીએ પડેલી સુહાસિનીનું શરીર ક્ષીણ હતું. વરસ પહેલાનું ચહેરા પરનું નૂર અને રૂપની જગ્યાએ હવે બે’બસી અને ઘોર નિરાશા તેઓના ચહેરા પર ડોકાતી હતી. ખોરડાંની દીવાલ ઉપર નજર ફેરવતા ફેરવતા ખિન્ન સ્વરે બોલ્યા. . રાયજી, આપણો લાલો હવે મને તેની પાસે બોલાવી રહ્યો છે, અને હવે એક પળ પણ તેના વિરહની વેદના, મારા માટે વસમી બનતી જાય છે, હું અંહીથી વિદાય લઉં એ પહેલા હું મારી ઈચ્છા તમને દર્શાવવા માંગુ છું, શું તમે તે પરિપૂર્ણ કરશો ?.

હો હો. . શું બોલ્યા સુહાસિની, સંધુય તમને અર્પણ છે. અરે મારા આ શ્વાસ પણ તમારા નામે ધબકે છે ! તમ તમારે ની સંકોચ બોલો, શું કામ છે ? જરા પણ સંદેહ ન રાખો, હું તમારી ઈચ્છાને માન આપવા પ્રયત્ન કરીશ.

સુહાસિની કોણીનાં ટેકે બેઠા થયા, અને તેમના પતિ શ્રીનિવાસનનો હાથ પોતાના હાથમાં લઈ બોલ્યા, રાયજી આખા જીવનમાં તમારી પાસે કઈ માંગ્યું હોય તે મને યાદ નથી ! આ મારી પરથમ કે અંતિમ માંગ માની સ્વીકારજો, તમે મારા અંતરની શાંતિ માટે, બીજું ઘર માંડશો, તેવું વચન આપો.

અરે લાલાની માં તમે હવે ખરેખરના ગાંડા થ્યા લાગો છો, તમે ઘેલા ન કાઢો, તમારે સંગ આયખું કાઢ્યા પછી, બીજા લગ્નનું વિપરીત કાર્ય મ્હારાંથી નહીં થઈ શકે. . .

અરે રાયજી તમારી આબરૂ હજુ આખાય માલગુડી ગામમાં અકબંધ છે,અને તમારી ઉમ્મર હજુ સુડતાળીશની છે, શરીર હજુ પણ સાથ આપે છે, હરિના હજુ રખોપા તમ ઉપર તપે છે,સૌ સારા વાના થશે. તમે લગ્ન કરો, હરિ કૃપા તમારા ઉપર જરૂર ઉતરશે અને વંશનો વરસ આપી આપણું આગણું કિલ્લોલ કરતું કરશે !.

હરિ. . . . . હરિ,આવો વિચાર તમને ક્યાથી આવ્યો, નક્કી મારા હેતમાં કોઈ ખોટ રહી લાગે છે, નહીં તો આમ તમે ઘેલા ન કાઢત !. મારા બીજા લગ્ન અને તમારા આત્માની શાંતિનો શું સબંઘ ? શ્રીનિવાસનને ગળે રીત સરનો ડૂમો ભરાવી આવ્યો. પોતાની ઊર્મિઓ ઉપર કાબૂ મેળવી ખેસથી આંસુડાં લૂછતા ધીમા અવાજે બોલ્યા, સુહાસિની, આડા અવળા વિચાર મૂકો હરીનું નામ સ્મરણ કરો, તે સાથે આવશે,ચાલો મારી ચિંતા મૂકો અને સૂઈ જાવ. .

શ્રીનિવાસનને અગમના એંધાણ દીસતા હતા, તેમણે ખાતરી થઈ હતી કે હવે સુહાસિની લાંબુ નહીં કાઢે અને તેઓનું આતમ પંખી દેહનું પિંજરછોડી પ્રભુ શરણે જવા થન-થની રહેલું હોવાથી અત્યારનું સુહાસિનીનું વર્તન એતેમના જીવનની પાંખોનો છેવાડાનો ફડફડાટ છે. તેનો અંદાજ આવતા, શ્રીનિવાસન ઊભા થયા, કોરા કોડિયામાં દિવેટ અને ઘી ભરી દીવો પ્રગટાવ્યો અને એક હાથમાં ડફલી લઈ હરિ નામની રટ‘ની વાટ પકડી અને બીજા હાથે સુહાસિનીના કપાળે હાથ ફેરવતા રહ્યા. . શ્રીનિવાસન હરિ નામમાં તલ્લીન હતા અને સુહાસિનીનું પ્રાણ પંખેરૂ, શ્રીનિવાસનને આ દુનિયામાં એકલા મૂકી ઊડી ગયુ. . . .

શ્રીનિવાસને હવે ગાંધીજીની અંગ્રેજોએ સામેની આઝાદીની લડાઈના જંગથી પ્રેરાઈ, તેનોની સરકારી નોકરી છોડી દીધેલી હતી અને હવે શ્રીનિવાસને માલગુડી ગામમાં નાની હાટડી માંડી હતી, ત્યાં જીવન જરુરી રસકસની નાની મોટી વસ્તુઓ વ્યાજબી ભાવે મળી રહેતી. શ્રીનિવાસન જ્યારે ગલ્લે માલ વેચવા બેસતા ત્યારે ત્રાજવાની દરેક ધારણે હરિનું નામ રાટતા. આમ અવિરત તેમનો વેપાર અને હરિ નામનો નાતો અકબંધ હતો અને શ્રીનિવાસન ઓછા નફે વેપાર સાથે પરમાર્થ કરતાં હતા. તેથી માલગુડી ગામના લોકો હવે તેઓને ભગત કહીને, લાડ’થી બોલાવતા રહેતા.

ઘરમાં, તે અને તેમના ઘરવારા સુહાસિની, હુતો હુતી, એમ બે જણા હતા. પાંચ પચીસ પૈસાના ફરકથી તેઓ વેપાર કરતાં, અને તેમાથી જે આવક થાય તેટલેથી સંતોષ માની જીવન જીવતા અને તેમાથી કોઈ, બચત થતી તે પરમાર્થમાં વાપરતા અચકતા નહીં. માલગુડી ગામને પાદરે સરયૂ નદીના દેવાલયે જતાં આવનાર સાધુ સંતો તેમજ જાત્રાળુંનો જમાવડો રહેતોઅને ભગતની દુકાને આવતા. શ્રીનિવાસન સૌ કોઈને બનતી મદદ કરતાં. ગામના અદેખા લોકો, ભગતને ઉશ્કેરતા, અને કહેતા. . . ભગત, જરા સમજો. . આ તમારા હાથ પગ નહીંચાલે ત્યારે તમારી પાસે બચત નહીં હોય તો ખાશો શું? શ્રીનિવાસન હસીને કહેતા. . ભાઈ કોના નસીબનું અમે ખાઈ રહ્યા છીએ તેની અમને ખબર નથી. બાકી આ અમારો વ્યવહાર “હરી ભરોસે” ચાલે છે. તેણે અત્યાર સુધી સાચવેલ છે, અને ભવિષ્યમાં પણ તે સાચવશે. મારી બધી ફિકર તેને હવાલે છે, તો હું નાહક ચિંતા શું કામ કરું. ?

શ્રીનિવાસન ભગત રાત્રે જમ્યા પછી ખોરડાને ઓટલે ડફલી અને માણ લઈ ને બેસતા, તો સુહાસિની કરતાલ લઈ તેઓ સાથે બેસી સાથે ભજન લલકારતા ત્યારે અડધા માલગુડી ગામની ભીડ જામી જતી. ભજન કરતાં શ્રીનિવાસનનો આખા દિવસનો થાક ઉતરી જતો અને નવધા ભક્તિના નશામાં સમયનું ભાન ન રહેતું. ચાલીશી વટાવી ચૂકેલા શ્રીનિવાસનને ત્યાં મોડે મોડે પણ પારણું બંધાયું અને લાલાનું આગમનથયું. કનૈયા કુંવર જેવા લાલને જોતાં સૌ કોઈ હેતથી વારી જતાં. શ્રીનિવાસનનો આ દીકરો, આખાય માલગુડી ગામનો માનીતો હોવાથી, આખુ માલગુડી ગામ એને “સ્વામિ” કહી બોલાવતા હતા. સમય જતાં,લાલો મોટો થતો ગયો,સુહાસિનીની જિંદગીમાં હવે સોળે કળાએ સુખ રેલાઈ રહેલું હતું, શ્રીનિવાસન ભગત પણ ખુશીથી ફુલ્યા સમાતા ન હતા.

પરતું એવાંમાં એક-દી, સુહાસિની ,તેમના લડલા દીકરા સ્વામીને કુવે નવરાવતા હતા, તેવામાં બારણે કોઈ સન્યાસી ભિક્ષા માટે આવ્યા અને તેને આવકારવા સુહાસિની ગયા અને તેવામાં સ્વામિ ભાંખડિયા ભરતો કૂવાની ધારેથી કૂવામાંપડ્યો. ધુબાકો, સુહાસિની અને સન્યાસીએ સાંભર્યો પણ મોડુ થયું, બાજુના ખોરડેથી કોઈ આવે અને કૂવે ઉતરે ત્યાં સુધીમાં,માલગુડી ગામનો “સ્વામિ”, અને સુહાસિની તેમજ શ્રીનિવાસન ભગતનો વહાલો લાલો, “હરિને” પ્યારો થઈ ગયો હતો.

ભગત ઝાઝું ભણેલા નહતા, પણ ગણ્યા હતા ઘણું, હવે હમેશા સત્સંગમાં રહેતા હોવાથી, તેમનું અંતર નિર્મળ હતું. શ્રીનિવાસનનો પ્રાણ પ્યારો દીકરો સ્વામિ જોત-જોતામાં પ્રભુને પ્યારો થઈ ગયો, તે કોઈ નાનો ઘા નહતો. કાળજું વાઢી નાખતો અને જીવથી વાહલો પુત્ર ચાલ્યો ગયો હોવાથી વૃધ્ધા અવસ્થાના દ્વારે આવી ઉભેલા ભગત, કુદરતના ફટકાથી, તેઓ અને તેઓના ઘરવારા સુહાસિનીના પગ ભાંગી પડેલા હતા. હરિ નામને સહારે શ્રીનિવાસન હીમત હાર્યા નહતા. સુહાસિનીને પણ હિમ્મત આપતા, કથા પુરાણના અનેક ઉદાહરણ – વાર્તાઑ કહી નિરાશા દૂર કરતા રહેતા. ગામના લોકોના હૈયા પણ હચમચી ચૂક્યા હતા. ભગત બેલડીની ઉપર આવી પડેલી વિપદાથી દુઃખી થઈ સૌ કોઈ આશ્વાસન આપતા રહેતા. ભગત જેવા આપ્તજન, આખરે સુહાસિનીના અકાળે ગુજારી જવાના બેવડા મારથી, હવે હચમચી ગયા હતા.

ભગતે હવે વેપાર – કામકાજની માયા સંકેલી લઈ પોતાનું જીવન ચાલે તેટલું મળે અને લોકોની સેવા થાય તે હેતુ થી હાટડી ચાલુ રાખેલી હતી. ધીમે ધીમે પહેલાની માફક શ્રીનિવાસનભગતે હરિ શરણ અને હરિ ભરેસે તેમના જીવનનો વ્યવહાર ચલાવવા માડેલ. .

એવામાં છપ્પનની સાલમાં આખાય મથકમાં ભીષણ દુકાળ પડ્યો, આમ છતાં શ્રીનિવાસન ભગતને ખોરડે આવેલો કૂવો પાણી ઉભરાવી રહ્યો હતો. પહેલેથી પરમાર્થને વરેલા શ્રીનિવાસન ભગતે કૂવાનું પાણી બાજુમાં રહેતા સોમુ’ને હવાલે કરેલ હોવાથી, સોમુના ખેતરે સોનાથી રૂડો બાજરીનો પાક લહેરાઈ રહ્યો હતો.

એક દી સાંજે શ્રીનિવાસન ભગત સાંજે હંમેશની માફક વાળું પતાવી ઓટલે ડફલીને તાલે ભજન કરી રહ્યા હતા, તેવામાં પાછળ રહેતા સોમુએ ભગત પાસે આવી હાથ જોડી ઊભો હતો. શ્રીનિવાસનની તેના ઉપરનજર પડતાં, બોલ્યા બોલ સોમુ, શું કામ પડ્યું ?. સોમુ એ કહ્યું,ભગત. . મારૂ કામ કરશો ?.

શ્રીનિવાસન બોલ્યા ભાઈ. . મારી ત્રેવડ હશે તેટલું જરૂર કરીશ, બોલ શું કામ પડ્યું? તું વિના સંકોચે કહે. તારે કઈ જોઈએ છે ?,

ના. . ભગત. . ના તમારું આપેલું ઘણું છે અને માથે પ્રભુની મોટી કૃપા છે, ખેતરમાં બસરાઈ મોતી સમી બાજરી લહેરાય છે, મારે કઈ જોઈતું નથી. પણ તમારી મદદ જોઈએછે. મારે કાલે દીકરીને સાસરે સીંમતમાં જવું પડે તેમ છે, પણ આ પાકથી લહેરાતું ખેતર રેઢું મુક્તા જીવ ચાલતો નથી. અને બધાને જવું પડે તેમ છે. તોમને મુજવણ છે, અને આ મથકમાં તમારા જેવો રખેવાળ મને ક્યાથી જડે, તમે મારૂખેતર કાલના દિવસ પૂરતું સાચવો તેવી મારી વિનંતી છે. હું તમને એક મણ બાજરી આપીશ.

ભલે ભાઈ સોમુ, મારે તો હરિનું નામ લેવું. . હું તે હાટડી લઉંકે તારે ખેતરે મારે શું ફરક, તું. . ચિંતા વગર જા, હું તારા ખેતરનું રખોપુંકરીશ. પણ રઘુ મારે આ રખોપા માટે મારે કોઈ વળતર ના ખપે. મારે એકલા પંડ્યે કેટલું જોઈએ, હરિએ આપેલું બધુય મારી પાસે છે. છતાય તારું મન ના માને તો, તે બાજરી માલગુડી ગામના કોઈ દીન દુઃખીયાને આપજે.

સોમુ બોલ્યો ભગત. . હાશ તમે મારી મોટી ચિંતા દૂર કરી, ભલે બાપા ચાલો હું જાઉં છું.

બીજા દિવસે વહેતી સવારે સોમુએ ગાડું જોડી નિશ્ચિંત થઈ તેની દીકરીને ત્યાં જવારવાના થયો. આ બાજુ શ્રીનિવાસન સવારે નિત્ય ક્રમ પતાવી સોમુના ખેતરે ગયા, રસ્તામાં યાદ આવ્યું કે આજે તો પુનમ છે, અને મનમાં ને મનમાં શ્રીનિવાસન મલકી ઉઠ્યા,” વાહરે મારા હરિ,તે ભારે કમાલ કરી,” “જો તો ખરો,પરમાર્થ અને સેવા”,” કેવો, તે મેળ પાડી દીધો,. સારું ગોઠવ્યું”, “જો હાટડીએ બેઠો હોત, તો હરિ, તારું નામ લેવામાં અડચણ રહેત “, અને આ રખોપું ગોઠવવાથી આજના શુભ દિવસે મારાથી આરામથી આખો દિવસ તારું નામ લેવાશે. શ્રીનિવાસનને તો સોમુએ,તેના ખેતરે લહેરતા પાક વચ્ચે હરિ નામ લેવાની ખૂબ આનંદની તક આપી હતી.

પુનમ હોવાથી આજે ભગતને કોઈ ખાવાનું તો હતું નહીં, શ્રીનિવાસનતો મન મૂકી આખો દી ભજનમાં ખોવાયેલા. સમી સાંજે માલધારીઑ અને તેમની સાથેની વીસેક ગયોનું ટોળું ખેતર પાસેથી પસાર થતું હતું. ચારેય બાજુ દુકાળ હોઈ, ગાયોને લીલો ચારો નસીબ નહતો. ગાયો તો લીલુંછમ બાજરીથી લહેરતું ખેતર જોઈ કેટલ્સે દિવસથી ભૂખી હોઈ, ગાયો સોમુના ખેતરે ફાંટાઈ અને લીલું છમ ખેતરે લહેરતા પાકને ચરવા માડી.

શ્રીનિવાસનનું ધ્યાન તો તરત ગયું, પણ આજે હરિની પુનમ હતી, આવા શુભ દિવસે ચરતી ગાયોને હાંકવાં તેઓનું મન માન્યુ નહીં. અને જોત જોતામાં ગાયોએ ખેતરમાં સેંધ વાળી નાખ્યો હતો. . શ્રીનિવાસન ચિંતન કરતાં હતા, રઘુ આવીને ફાડી નાખશે, મને રખોપું સોંપેલ અને ગાયોને મે હાંકી ના કાઢી, તેમાં હું ધર્મ ચૂક્યો, ત્યાં મનમાં બીજો વિચાર આવ્યો, ના. . ના. . , બરાબર કરેલ છે. ભૂખી ગાયોના મુખમાથી ચારોકેવી રીતે પાછો લઉં?, તેમ કરું તો હું હરિનો ગુનેગાર થાઉં. જે નુકશાની થઈતે ભરપાઈ કરી આપીશ. શ્રીનિવાસને જોયું તો ગાયો ચારો ચરીને તૃપ્ત થતા હવે ચરવાનું છોડી આરામથી વાગોળતી હતી, શ્રીનિવાસને અંદાજ કાઢ્યો કે લગભગ દશમાં ભાગનો પાકગાયો ચરી ગઈ હતી.

બીજે દિવસે સવારે શ્રીનિવાસને આશા રાખેલી તેવું થયું. સોમુએ આવતા વેત ખેતરની હાલત જોઈ તેની આંખો ફાટી પડી. સીધો શ્રીનિવાસન ભગત પાસે ગયો, ભગતને પૂછતાં, શ્રીનિવાસને સફાઈ આપી, ભાઈ હું ભૂખી ગાયોના મુખ માથી ચારો લઉં તો પાપમાં પડું. સોમુ બરાડી ઉઠ્યો, ભગત તમે મારી મહેનતનું સત્યાનાશ વળી દીધું. મારા ખેતરે શું તમને ભેલાણ ભેળવવા રખોપું આપેલ ? અરે સોમુ, આ સંસાર “હરિભરોસે” ચાલે છે, ભૂખી ગાયને નીરણ આપવું તે મોટું પુણ્ય છે. તું મન મોટું રાખ,મારો હરિ સૌ સારા વાના કરશે. ના ભગત મારે ધર્મરાજ નથી બનવું, અને કોઈ પુણ્ય પણ અંકે નથી કરવું, ભગત બોલ્યા હા ભાઈ,. . . હું તો આ ધર્મની વાતકરતો હતો,તારું નુકશાન થયું છે તેની ના નહીં, અને તે હું ભરપાઈ કરી આપીશ. .

વાત વધતી અટકાવવા જદા શ્રીનિવાસને કહ્યું ચલ પંચ કહે તે, રકમ તને થયેલા નુકશાન પેટે આપવા બંધાઉ છું, બંને દોડતા પગે માલગુડી ગામના પંચ પાસે ગયા. ગામના પંચે ભેળા મળી સોમુના ખેતરે તપાસ કરીને જોયું તો બે આની જેટલો પાક ગાયોએ ચરી નાખેલ, રઘુએ ભગતના કૂવાનું પાણી વાપરેલ તેની સામે આ નુકશાન કઈના ગણાય, પણ સોમુ તસ નો મસ ના થયો,પાણીની વાત જવાદો, તેને માટે તો ભગતે કોઈશરત જ નહતી કરી, મારે તો મારા નુકસાનની રકમ જોઈએ. પંચે અંદાજ કાઢ્યો તેપ્રમાણે બે ખાંડી બાજરીની રકમ શ્રીનિવાસને સોમુને આપવી તેવું ઠરાવી પંચ વિખરાઈ ગયું, શ્રીનિવાસન પાસે કોઈ રોકડ રકમ તો હતી નહીં, એટલે ઘેર ગયા અને રાચ રચીલું વેચવા કાઢ્યું, દુકાળના વરસમાં તે પાણીના મૂલે વેચી બે ખાંડી બાજરાની રકમ આશરે બ્સ્સો રૂપિયા થઈ તેને સામે શ્રીનિવાસને સોમુને બ્સ્સો પચાસ રોકડા રૂપિયા ગણી દીધા. સોમુએ વટ ભેર રૂપિયાની તે પોટલી લઈ લીધી અને ઘેર ગયો.

શ્રીનિવાસનભગત તો હરિ નામ રટણમાં તે વાત વિસરી ગયા, પણ થયુ એવું, પાક તૈયાર થયો એટલે, સોમુએ લણીને કાંટે ચડવ્યો તો તે સોળ આની ને બદલે ચોવીસ આની ઊતરેલ. સોમુને આખી વાતની સમજ, પળમાં પડી ગઈ,નક્કી આ શ્રીનિવાસન ભગતની ભક્તિનો પ્રતાપ છે, અને તે ખૂબ પસ્તાવામાં સરી પડ્યો. . ફટ. . રે, લાલચી, તે સીધા સદા ભગત સાથે નાહકના સિંગડા ભેળવ્યા, એક તો તેના કૂવાનું પાણી મફત લીધું અને ઉપરથી પાછું વળતર. હવે સોમુની આંખોએ શ્રાવણ વરસતો હતો. સોમુએ ક્ષણમાં મનમાં વિચાર કર્યો, અને તેણે ભગતે આપેલી રૂપિયાની થેલી હજુ એમજ જુદી રાખી હતી, તે કોઠી માથી લઈ તેમાં બીજા બસ્સો પચાસ ઉમેરી દોડ્યો, સીધો શ્રીનિવાસન ભગતની હાટડીએ. સોમુ, શ્રીનિવાસનના ચરણમાં આળોટી પડ્યો અને તેઓને રૂપિયાની થેલી અર્પણકરતાં બોલ્યો, ભગત મને માફ કરો. . આ પૈસા સ્વીકારો, ઓણ સાલ,મારે ખેતરે કોઈ નુકશાન નથી ઉપરથી દોઢો પાક ઉતરેલો છે.

અરે સોમુ, ‘તે, તો ભારેકરી. . . . હજુય, તે વાતને મનમાં ધરબી રાખેલી છે,અને વિસર્યો નથી !. જો. . . ખરી વાત સમજ. . તે મને તારા ખેતરનું રખોપું આપેલ, ખરું ને ? અને મે,તેમાં ગયોને ચરતી અટકાવી નહીં, તે પણ તેટલુજ સાચું ને ?, એટલે,મે. . તને નુકશાનમાં ઉતાર્યો છે, તેથી મારે તને વળતર આપવું ઘટે, તે. . . . મે તને આપેલું છે, કઈ ધર્માદો નથી કરેલ, બાકી વધુ પાક ઉતર્યો તે તો તારું નસીબ, ભાઈ તું મને આ માયાથી દૂર રાખ, મારે તે રૂપિયા ના ખપે.

વિવાદ પાછો પંચ પાસે પહોચ્યો, સૌ કોઈ અચંબામા હતા, અંહી પૈસા સ્વીકારવા માટેની તકરાર હતી,. અંતે શ્રીનિવાસન પંચને એવું સમજાવવા સફળ થયા કે સોમુની રકમથી તેમના ખોરડા પાસે તેમની નોખી જમીન ઉપર નાની પણ પાકા પગથિયાં સાથે વાવ અને ધર્મશાળા બનાવવી જેથી ભગતના કૂવાના અવિરત પાણીથી વાવને હમેશા ભરેલી રાખવી. જેથી પાસેના દેવાલયે જતાં આવતા યાત્રાળુ અને સાધુ સંતોને નાહવા અને કપડાં ધોવાની સગવડ મળે. તેમજ ધર્મ-શાળમાં વિસામો કોઈને લેવો હોય તે લઈ શકે ! શ્રીનિવાસને સોમુનો આભાર

માન્યો કે તેના લીધે થોડી માયા આગળી થઈ.

શ્રીનિવાસનતો તે દી પછી પાછા ડફલી લઈ હરિ નામમાં વ્યસ્ત હતા પરંતુ, સુહાસિનીની જગ્યાએ હવે તેમાં સોમુ પણ જોડાઈ ગયો હોવાથી રોજ સાંજના ભગતના હરિ ભજનના ક્રમમાં શ્રીનિવાસન ભગતની ડફલી સાથે સોમુના કરતાલ ના તાલ ભળતા જદા ભગતના ભજનનો સ્વર હવે બુલંદ થઈ આખાય માલગુડી ગામને ગજવતો થયો હતો. . . .

હરિ ભરોસે જીવનમારું વીતે હમેશા !

ધર્મ કેરા ઘોડા અને ધીરજ કેરી લગામ કરાવે બેડો પાર !

હરિ તુંજ જીવન રથ ચલાવે તે હું જાણું!

સુખ ને દુઃખના પૈડાં ઉપર રથ હાંકયો તે સારથિ બની !

પ્રગટાવ્યો હમેશ આશાનો સૂરજ કદી અંધારુંના જણાય!

ભવ ભવના ફેરાની રાત વીતાવી ક્યારેક તો આવશે વ્હાણું!

હરિ તુંજ મારો જીવન રથ ચલાવે તે સિવાય કાંઈ ના જાણું!

-- શ્રી હરિ--


Rate this content
Log in

Similar gujarati story from Drama