Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mana Vyas

Inspirational Others

2.5  

Mana Vyas

Inspirational Others

પીળા ગુલમહોરની છાંય

પીળા ગુલમહોરની છાંય

2 mins
14K


"ઘણી વાર મોટી ઉંમરે થતી પ્રેગ્નન્સીમાં આવું થતું હોય. હજારોમાં કોઇને જનીનની ખામીને કારણે પણ થાય. કોઇ એક કારણ આપવું મુશ્કેલ છે. "ડોક્ટર મર્ચન્ટ કહી રહ્યા હતા. ડોક્ટરને પણ કહેતા ગળામાં કંઈ અટક્યું. કારણ કે માનસી. માનસી ત્રિવેદી એક લાવણ્યમયી, અભિજાત્યથી ભરપૂર અને ગરિમાપૂર્ણ નૃત્યાંગના હતી. પતિ મૌલિક પણ સુંદર વ્યક્તિત્વ ધરાવતો શહેરનો ખ્યાતનામ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતો.

જ્યારે માનસી પહેલીવાર ડોક્ટર પાસે આવી હતી ત્યારે એમણે હસતા હસતા કહ્યું પણ હતું.,"યુ વીલ હેવ અ બ્યુટીફુલ બેબી લાઈક યુ..."

માનસી પોતાના વિશાળ ડ્રોઇંગ રુમમાં ફર્શ પર અત્યંત મુલાયમ ગાદી પર સુતેલા દિકરાને જોઇ રહી. આમ તો ડિલિવરી નોર્મલ હતી. પછી છોકરાની કરોડરજ્જુમાં તકલીફ થઇ ગઇ. કરોડ સીધીને બદલે કમાનની જેમ વળવા લાગી. સાત આઠ મહિના પછી મોં પણ કઢંગુ લાગવા માંડ્યું. જે ઉંમરે સામાન્ય બાળક ચાલતા શીખે ત્યારે એ પડખું પણ ફેરવી નહોતો શકતો. એણે દિકરાનું નામ નકુલ રાખ્યું હતું. સ્વરુપવાન પાંડવ.

માનસીના રુમની સામે પીળો ગુલમહોર હતો. ચૈત્રના દઝાડતા તાપમાં એ ખુશહાલ મ્હોર્યો હતો. સવાર પડતા જ નીચે પીળી સુવાસિત ચાદર પથરાઈ જાય. ઘણી વાર માનસી નકુલને તેડીને ત્યાં ઉભી રહે. આજકાલ માનસી એ નૃત્ય સાવ છોડી દીધું હતું. પહેલાં પ્રેગ્નન્સી અને પછી નકુલની બિમારી. હજારો વણમાગી સલાહો,અનુકંપા, કારણો... કંટાળી જતી... એક સગાં એ તો કર્મ અને કર્મફળની આખી ફિલોસોફી ઠાલવી દીધી. કેટલા યે માલીશની રીતો શીખવી. પણ નકુલને હાથમાં લીધા વિના.

આ આખો સમય નકુલ તો ફક્ત માનસીને જ જોતો હોય. એ ફક્ત માના અવાજને ઓળખે એના હાવભાવને સમજે.

ઘણી વાર ભાંગી પડતી માનસીને પ્રેમાળ પતિ સાચવી લે. નકુલની નાની નાની વસ્તુ નું ધ્યાન રાખે. અને માનસીને નકુલની સામે હંમેશા આનંદમા રહેવાનું સમજાવે.

માર્ચ મહિનાની સુંદર સવાર હતી. મૌલિક હમણાં જ ઓફિસ ગયો હતો. હવે નકુલને માલિશ કરવા અને નવડાવવા બાઇ આવશે. ફરીથી એ જ ઘટમાળ. એની નજર ગુલમહોરની ઘટામાં કાગડાએ બાંધેલા માળા પર ગઇ. ધ્યાનથી જોતા અંદર બેઠેલા ત્રણ નાના બચ્ચા પર પડી. ઉફ કેટલાં કદરુપા બચ્ચા હતા. સાવ ઘાટઘુટ વગરનાં કઢંગા કુરૂપ બચ્ચા હતા. શરીરના પ્રમાણમાં મોટી ચાંચ પહોળી કરીને બેઠા હતા. એટલામાં કાગડી આવીને સૌને વારાફરતી મોંમાં ચણ આપ્યું. દૂરથી એ માનસી માનો અસીમ પ્રેમ અનુભવી શકતી હતી.

સહસા એ નકુલ પાસે દોડી ગઇ. ને પ્રેમ થી એને ઉંચકી લીધો.

"જનાબાઇ નકુલને નવડાવી તૈયાર કરી મારા રુમમાં સુવડાવજો" માનસી એ કહ્યું. બાઇના ગયા પછી માનસી રુમમાં આવી અને કબાટમાંથી ઘુંઘરુ કાઢી મમતાથી એના પર હાથ ફેરવ્યો. કેટલો સમય વિતી ગયો. લોકોની સમક્ષ તો ઘણીવાર નૃત્ય કર્યું છે. હવે એ નકુલ એના કાળજાના ટુકડાની સામે પોતાની કલા દર્શાવશે.

માનસીને નૃત્ય કરતાં નકુલ જોતો રહ્યો. થોડી વાર પછી જાતે જ પડખું ફરી ગયો. માનસી અચંબિત થઈ ગઇ. હર્ષથી એ નાચી ઊઠી..

મૌલિકને જ્યારે એણે કહ્યું ત્યારે મૌલિકના ગળે ડુમો ભરાઈ આવ્યો.

હવે ઘણી વાર માનસી નૃત્ય કરે છે. એનું ઓડિયન્સ છે નકુલ અને કોઇક વાર મૌલિક.

પીળા ગુલમહોર ની સુવાસ ચોમેર પ્રસરી હતી...


Rate this content
Log in

Similar gujarati story from Inspirational