Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran Goradia

Inspirational Romance

2.7  

Kiran Goradia

Inspirational Romance

નિરવ અને વિનય

નિરવ અને વિનય

5 mins
14.6K


હવે હું જ કાઇ બધું જતું કરું, નાનપણાથી હું જ… જતું કરતો આવ્યો છું... નીરવ મનમાં ને મનમાં બોલ્યો, “મારાથી  ખાલી અડધી મિનિટ જ નાનો છે... વિનય… પણ મમ્મી, પપ્પા, દાદા, દાદી... બસ મને એમ જ કીધા કરતા કે તારાથી નાનો છે. એને આપી દે... હવે ઇ તો રમકડાની વાતો હતી અને આ તો આખી જિંદગીનો સવાલ... નાનો છે એટલે એમાં પણ ભાગ પડાવવા આવે... આ વખતે હુ જતુ નહી કરુ.. મારુ પ્રીય પાત્ર.. રીમા..”

નીરવ ભુતકાળ મા સરી ગયો.

નીરવ અને વિનય બેઉ જોડીયા ભાઇઓ. નીરવ મોટો અને વિનય અડધી મિનિટ નાનો એટલે નાનપણથી જ વિનય લાડકો... કોઇકવાર બેઉ ભાઇઓમાં રમકડાં માટે ઝઘડા થાય તો ઘરમાં મમ્મી વિનયનો પક્ષ જ લે અને નીરવ ધમપછાડા કરતો રહે. "હું એમ નથી કહેતો કે મને કોઇ પ્રેમ નથી કરતું. હું પણ લાડકો જ છું પણ કોઇકવાર મને પણ એમ થાય કે હું અડધી મિનિટ વિનય કરતાં નાનો હોત તો...?" આમ, કરતાં - કરતાં બેઉ ભાઇઓ સ્કુલમાં જવા લાગ્યા… દેખાવમાં પણ બેઉ ભાઇઓ એકસરખા જાણે કાર્બન કોપી બહારના લોકો તો થાપ ખાઇ જાય ઓળખવામાં. પણ, મમ્મી પલ્લવી બેનને પણ કોઇકવાર બેઉ દીકરાને ઓળખવામાં મુશ્કેલી થઇ જાય. બેઉના ખાવાના ટેસ્ટ એકદમ અલગ અલગ નીરવને ભાવતી વસ્તુ વિનયના ટીફીનબોક્સમાં મુકાઇ જાય અને વિનય ખાધા વગર ટીફીન પાછું લાવે અને ઘરે આવીને મમ્મી ઉપર ગુસ્સો ઉતારે અને નીરવને આપેલું ટીફીનબોક્સ વિનયનું ભાવતુ ચટાકેદાર તીખું તીખું નીરવ પાણી પીતો પીતો ખાઇ જાય પણ મમ્મીને કાંઇ ન બોલે. એમ કરતાં બેઉ ભાઇઓ કિશોરવયે પહોંચી ગયા.

નીરવ ભણવામાં હોશિયાર અને વિનય ઠીકઠીક. લેસન કરવામાં આળસુ. લખવાનું તો ગમે જ નહીં. જોડિયા ભાઇઓ પણ બેઉ એકદમ અલગ અલગ પ્રકૃતિના નીરવ ડીસીપ્લીનવાળો અને વિનય મસ્તી તોફાનવાળો. બધાના અટકચાળા કરતો જાય. મમ્મી પલ્લવીબેન ઘણીવાર તો વિનયની હરકતથી પરેશાન થઇ જાય પણ. વિનય એની સ્ટાઇલથી મમ્મીને પટાવી દે અને પલ્લવીબેન હસી પડે. વિનય નીરવ પાસે લાડમાં ને લાડમાં પોતાનું લેસન પણ લખાવી નાખે. નીરવ સમજાવવાની કોશીશ કરે અને કહે કે પરીક્ષામાં કોણ લખવા આવશે તારું પેપર પણ માને ઇ બીજા નીરવ પહેલે નંબરે પાસ થાય અને વિનય ચડાઉ પાસ થાય. મમ્મી પલ્લવીબેન આ બેઉ દીકરામાં આટલો મોટો ફરક જોઇ કોઇવાર ચિંતામાં પડી જતા કે આગળ શું થાશે? ભગવાનને પ્રાર્થના કરતા.

હવે તો બેઉ ભાઇઓ કોલેજમાં આવી ગયા.

વિનયની ધમાલ મસ્તી તો વધતી ચાલી નીરવ મમ્મીને કહેતો કે વિનયના હીસાબે મારે કોલેજમાં નીચાજોણું થાય છે. પણ હવે વિનય હાથછુટ્ટી બલા થઇ ગયો હતો. કોઇના તાબામાં આવે એમ નહોતો...

એવામાં એક દિવસ વીનયે રીમાને જોઇ અને જોતાંની સાથે જ વિનય રીમાના પ્રેમમાં પડી ગયો. એકતરફી પ્રેમ રીમાની આગળપાછળ ફર્યા કરે. રીમાને તો આ વાતની ખબર જ નો'તી. વિનયને પ્રેમમાં પાગલ જોઇને વિનયની ટોળકી એ તાગ મેળવ્યો કે રીતુને કઇ રીતના છોકરાઓ પસંદ છે... ભણવામાં હોશિયાર...! સેલ્ફ ડીફેન્સ શાંત, સરળ, આ બધું જાણીને તો વિનય ભાઇ ડાયા ડમરા થઇ ગયા...! મસ્તીખોર વિનય એકદમ બદલાઇ ગયો. ઘરમાં બધા ને આશ્ચર્ય થયું કે આ બન્યું કેવી રીતે?

મમ્મીએ નીરવને કહ્યું, "તું તપાસ તો કર એવું તે કોણ આવ્યું છે એના જીવનમાં કે વિનયના જીવવાની દીશા આખેઆખી બદલાઇ ગઇ?" અને પલ્લવીબેનને હાશકારો થયો કે વિનય સુધરી તો ગયો...!

નીરવ બોલ્યો, "મમ્મી મને આવી બધી ગતાગમ ન પડે તું વિનયના દોસ્તાર સાથે વાત કરી લે."

મમ્મીએ વિનયના દોસ્તારને બોલાવીને પૂછ્યું, "તો ખબર પડી કે વિનયભાઇ પ્રેમમાં પડ્યા છે એ છોકરી તો હજુ એકેવાર મળી પણ નથી અને હજુ હા પણ નથી પાડી. પણ વિનય કહે છે કે હું જે ધારું એને મેળવીને જ ઝંપું છું. એટલે એ રીમાને જે ગમે એ જ કરે છે."

મમ્મી તો ખુશ થઇ ગઇ કે આ એકવીસ વરસ સુધી હું બરાડા પાડતી રહી ને વિનય ધરાહારનો સુધર્યો અને આ છોકરીએ બે મહીનામાં મળ્યા વગર લાઇને લગાડી દીધો મળવું પડશે. આ છોકરીને, પલ્લવીબેન તો રીમાનું સરનામું ગોતીને ઉપડ્યા એને મળવા... રીમાને પૂછ્યું કે એવો તે શું જાદુ કર્યો કે મારો દીકરો વિનય તને જોતાં જ પ્રેમમાં પડી ગયો અને તને ગમતી હરેક વાત અમલ કરવા લાગ્યો. (મને ખબર છે કે આ વાત ની તને ખબર નથી પણ...) મારો વિનય તારા પ્રેમમાં પાગલ થઇ ગયો છે અને મારો તોફાની છોકરો તારી માટે ડાયો ડમરો થઇને ભણે છે અને જોબ પણ કરવા લાગ્યો છે."

રીતુ બોલી, "આન્ટી, હું સમજી નહીં તમારી વાત... હું તો કોઇ વિનયને જાણતી નથી અને જાણવા પણ નથી માંગતી. હું તો ઓલરેડી એક છોકરાના પ્રેમમાં છું અને જિંદગીભર એને જ પ્રેમ કરતી રહીશ. આન્ટીએ પણ આજ કોલેજમાં ભણે છે અને એનું નામ નીરવ છે એ પણ તમને કહી દઉં કારણ તમે કોઇ આશામાં ન રહો.

આ તમારા દીકરાનો એકતરફી પ્રેમ છે. મને તો કાંઇ જ ખબર નથી. પલ્લવીબેન તો સાંભળીને દીગ્મુઢ થઇ ગયા. એમના મોઢામાંથી અવાજ નીકળતો બંધ થઇ ગયો. ઊભા થઇને સડસડાટ ઘરની બહાર નીકળી ગયા. તે સીધા ભગવાનના મંદિરે પહોંચ્યા અને પ્રાર્થના કરતા બોલ્યા, "આ તે કેવી કસોટી લ્યો છો ભગવાન મારા બેઉ દીકરા, એક જ છોકરીને પ્રેમ કરે છે. ન એમ કેવીરીતે બની શકે હું શું કરું? વિનય તો આ બધું સાંભળી ને શું કરશે એની ચિંતા મને થાય છે. (વીટંબણા દુર કરો ભગવાન..) ચિંતામાં ઘરે પહોંચ્યા. ત્યાં તો નીરવ રસ્તામાં જ મળ્યો મમ્મીનો ચહેરો જોઇને બોલ્યો, "મમ્મી શું થયું? કેમ તારું મોઢું ઉતરી ગયું છે? તબીયત તો સારી છે ને?"

જવાબ આપ્યા વગર ઘરમાં આવી ગયાં. વિનય હજુ ઘરે આવ્યો નહોતો અને પપ્પા પણ નહોતા આવ્યા એટલે સમજુ નીરવ પાછો મમ્મી પાસે આવીને બોલ્યો શું થયું છે મમ્મી બોલને વીનયે કાઇ કર્યું અને પલ્લવીબેન જોરથી બોલ્યાં, "હા....! વિનય તારી ગર્લફ્રેન્ડ રીમાને પામવા આ બધા ડાયાડમરાના નાટક કરે છે એને ખબર નથી કે તું એને પ્રેમ કરે છે."

હવે ચોકવાનો વારો નીરવનો હતો. મા દીકરો બેઉ વિચારે ચડી ગયા... પલ્લવીબેને નક્કી કર્યું કે રીમા જો નીરવને જ પ્રેમ કરતી હોય તો વિનયને સમજાવવો કેવીરીતે?

અને નીરવ અવઢવમાં પડી ગયો કે વિનય રમકડાંની જેમ મારી રીમાને મારી પાસેથી છીનવી લેશે તો...? આ વખતે તો હું એવું નહીં થવા દઉં...! વિનયે આ બધી વાતો દરવાજાની બહાર ઊભા ઊભા સાંભળી લીધી હતી અને બીજા દિવસથી વિનય પાછો પહેલા જેવો મસ્તીખોર બની ગયો..(ભાઇને પહેલીવાર જીતાડવા માટે...)


Rate this content
Log in

Similar gujarati story from Inspirational