Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pramod Mevada

Inspirational Tragedy

2  

Pramod Mevada

Inspirational Tragedy

અપૂર્ણતાનો અહેસાસ (ભાગ-૪)

અપૂર્ણતાનો અહેસાસ (ભાગ-૪)

2 mins
7.1K


ઘરે આવતા જ નિશાંત વરસી પડ્યો એકદમ જ તૃપ્તિ પર. "આજે બપોરે ક્યાં ગઈ હતી? મે કેટલા ફોન કર્યા તને. એકપણ ફોન રિસીવ કેમ ન કર્યો?" તૃપ્તિ કઇ કહેવા જાય એ પહેલાં જ જાણે કે આજે નિશાંતનો ગુસ્સો સાતમા આસમાને હતો. હકીકતમાં બન્યું એવું કે તૃપ્તિની એક અંગત મિત્ર ક્રિશા જે સ્કૂલ કોલેજમાં સાથે ભણતી હતી તે આવી હતી અને તૃપ્તિને જબરદસ્તી પોતાની સાથે બહાર લઈ ગઈ હતી. તૃપ્તિને ફોન પણ ન કરવા દીધો અને તૃપ્તિ પણ ફોન સાથે લઈ જવો ભૂલી ગઈ હતી. બસ આટલી અમથી નાનકડી વાતમાં રામાયણ સર્જાઈ ગઈ. 

                            ઘર્ષણ ટાળવા માટે ચુપ થઈ ગઈ તૃપ્તિ. એને પહેલાનો સમયગાળો યાદ આવી ગયો લગ્ન પછી તરતનો. એ વખતે અલગ જ વર્તાવ હતો નિશાંતનો. હમણાં હમણાં અલગ જ વર્તાવ જાણે કે આ નિશાંતને તૃપ્તિ ઓળખતી જ નહતી. એને ક્યાં ખબર હતી કે નિશાંતના ઉતાવળિયા નિર્ણયને કારણે એને ધંધામાં મોટી ખોટ આવી છે. નિશાંત પણ એવું સમજતો કે ધંધાની વાત ઘરે લાવીને અર્થ શું! આખરે સ્ત્રીની બુધ્ધિ કેટલે! કદાચ આવી જ મનોવૃત્તિને લીધે એ મુંજવાયેલો રહેતો અને કઈ કહી શકતો નહિ. કદાચ આજ પહેલી વાર એણે તૃપ્તિ પર હાથ ઉઠાવ્યો. ગુસ્સો શાંત થયા પછી નિશાંતને અફસોસ જરૂર થયો કે એણે ખોટું કર્યું છે પણ માફી માંગે તો પૌરુષત્વ ઘવાયને! કહેવાતા પૃરુષ પ્રધાન સમાજમાં એની કિંમત ન રહે એવો છૂપો ડર પણ ખરા.

                            બહુ જ મનોમંથન પછી એણે નિખાલસ મનથી ચર્ચા કરવાની શરૂઆત કરી તૃપ્તિ સાથે "તૃપ્તિ કદાચ હું એક પતિ...એક પિતા....એક પુત્ર તરીકે જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ગયો છું. ધંધામાં અમુક નિર્ણયને લીધે મને ખોટ આવી છે અને લેણદારો હવે રોજ માનસિક દબાવ કરે છે એના ટેંશનમાં આજે આવું થઈ ગયું. હવે શું કરું સમજાતું નથી." ખાસ્સી વાર સુધી સુનમુન બેસી રહ્યા બન્ને જણા કે હવે શું કરવું? થોડીક વિચારણા પછી તૃપ્તિએ નિશાંતનો હાથ પોતાના હાથમાં લઈ કહ્યું "ઘબરાઓ નહિ કશું નહીં થાય. આપણે બન્ને સાથે મળી બધી પરિસ્થિતિને પહોંચી વળીશું. નવેસરથી ઉઠવાની કોશિશ કરીએ. આ વખતે હું તમારી સાથે ખભો મિલાવી તમારી પડખે જ ઉભી રહીશ.

                             આટલા શબ્દોએ જાણે કે નિશાંતમાં નવા જોશનું નિરૂપણ કર્યું અને તે હવે ફરી મક્કમ થઈ ધંધામાં બમણા વેગે પ્રયત્ન કરવા લાગ્યો. તૃપ્તિ પણ આવી પડેલી વધુ એક જવાબદારી નિભાવવા સજ્જ બની અને નિશાંતની પડખે ઉભી રહી. સવારે ઘરનું કામ, આસ્થાને સ્કૂલે મોકલવાનું એ બધું આટોપી તે પણ નિશાંતની ઓફિસે જવા લાગી. કુદરત પણ આખરે ક્યાં સુધી રુઠેલી રહી શકે. ધીમે ધીમે બધું થાળે પડવા લાગ્યું. એક દિવસ ફરી તૃપ્તિનાં જીવનમાં નવા મહેમાનના આગમનના સંકેત મળ્યા. આ વખતે પણ ગયા વખત જેવું ન થાય એની તકેદારી સાથે તૃપ્તિ પોતાની સંભાળ રાખવા લાગી. એક સરખા વેગે વીતે તો એ જીવન થોડી કહી શકાય. ફરી એક દિવસ સવાર તૃપ્તિ માટે ગોઝારી બની ને આવી...(ક્રમશઃ)


Rate this content
Log in

Similar gujarati story from Inspirational