Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

DHANANJAY DATTANI

Drama

3.6  

DHANANJAY DATTANI

Drama

જરૂરી તો નથી !

જરૂરી તો નથી !

1 min
380



ધાર્યું બધું મળે, જરૂરી તો નથી,

સપનાઓ પણ ફળે, જરૂરી તો નથી,


જેને પ્રેમ કરીએ છીએ, એનો પણ,

આપણને પ્રેમ મળે, જરૂરી તો નથી,


હું તારા વિરહમાં તડપું છું એમ,

તું પણ તરફડે, જરૂરી તો નથી,


ઘણી નદી રસ્તામાં જ સુકાઈ જાય છે,

બધી સાગરમાં જઇ ભળે, જરૂરી તો નથી,


ક્યારેક મેહનતમાં પણ ખામી હોય છે,

દર વખતે નસીબ નડે, જરૂરી તો નથી,


તું બધાને ભલે ઓળખે "સહજ",

બધા તને ઓળખે, જરૂરી તો નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama