Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
રૂમઝૂમતી રમવા નીસરી રે
રૂમઝૂમતી રમવા નીસરી રે
★★★★★

© Lok Geet

Classics

1 Minutes   165    8


Content Ranking

ક્હાન ! ત્હારે તળાવ, ક્હાન ! ત્હારે તળાવ, રૂમઝૂમતી રમવા નીસરી રે

રમવા નીસરી રે, રમવા નીસરી રે;

ક્હાન ! ત્હારે તળાવ, શુદ્ધ બુદ્ધ સર્વે વિસરી રે : ક્હાન ! ત્હારે તળાવ, રમવા નીસરી રે

રમવા નીસરી રે, રમવા નીસરી રે;

ક્હાન ! ત્હારે તળાવ, નાથ કેરી નથની વિસરી રે : ક્હાન !

રમવા નીસરી રે, રમવા નીસરી રે;

ક્હાન ! ત્હારે તળાવ, કાન કેરાં કુંડલ વિસરી રે : ક્હાન !

રમવા નીસરી રે, રમવા નીસરી રે;

ક્હાન ! ત્હારે તળાવ, હાથ કેરાં કંકણ વિસરી રે : ક્હાન !

રમવા નીસરી રે, રમવા નીસરી રે;

ક્હાન ! ત્હારે તળાવ, કેડ કેરો કંદોરો વિસરી રે : ક્હાન !

રમવા નીસરી રે, રમવા નીસરી રે;

ક્હાન ! ત્હારે તળાવ, પગ કેરાં ઝાંઝર વિસરી રે : ક્હાન !

કહાન તળાવ વિસરે લોકગીત Old classic

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..