Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neha Purohit

Classics Fantasy Romance

4  

Neha Purohit

Classics Fantasy Romance

વહોર્યો છે ગુલાલ

વહોર્યો છે ગુલાલ

1 min
13.3K

ન જાણે કેવાં કરશે હાલ,

રંગરસિયાએ ફાંટ ભરીને વહોર્યો છે ગુલાલ !

ઊભી બજારે લોકે અચરજ આંખો ફાડી જોયું,

ચપટીભર સિંદૂરિયે મેં લાખેણું હૈયું ખોયું !

અંગઅંગ આજે રંગાશે , નસનસ દોડે વ્હાલ...

ન જાણે કેવાં કરશે હાલ,

રંગરસિયાએ ફાંટ ભરીને વહોર્યો છે ગુલાલ !

અખાત્રીજનાં આણું વળવા હું થઈ'તી તૈયાર,

વસંતપાંચમે આવી જિદ્દી લઈ ગયો જ ધરાર,

આ સહિયારી પૂનમ પર કરવા રંગીન ધમાલ !

ન જાણે કેવાં કરશે હાલ,

રંગરસિયાએ ફાંટ ભરીને વહોર્યો છે ગુલાલ !

રોમરોમ રંગાણી ત્યારે સમજાણી એ વાત ,

હોળી ફરતે ફેરા ફરતાં ઉઘડ્યું નવું પ્રભાત ,

એનું પગલું આજ છે મારી, પડછાયો છે કાલ !

ન જાણે કેવાં કરશે હાલ,

રંગરસિયાએ ફાંટ ભરીને વહોર્યો છે ગુલાલ !

Rate this content
Log in

Similar gujarati poem from Classics