Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Riddhy Gaywala

Romance

2  

Riddhy Gaywala

Romance

એ કહે છે, એ મને પ્રેમ કરે છે !

એ કહે છે, એ મને પ્રેમ કરે છે !

1 min
378

હરબળાટવાળી એ ગુલાબી સવારમાં,

એની આંખો સદંતર મને શોધે છે.

મને નિહાળતા જ એની એ પલકો,

જાણે મને સલામ કરે છે.

એ કહે છે, એ મને પ્રેમ કરે છે!

એનો એ હાથ જયારે મારા મસ્તકને સ્પર્શ કરે છે,

જાણેએ દુનિયાનો ભાર ઉતારી જાય છે.

એની એ પતલી આંગળીઓ જયારે મારા વાળને સેહલાવે છે,

ત્યારે મને મારી સુંદરતાનો એહસાસ કરાવી જાય છે.

એ કહે છે, એ મને પ્રેમ કરે છે!

એનો એ સહેલાઈથી મારા હાથ પર મૂકેલો હાથ,

એકજપળમાં જન્મભરના સાથનો આનંદ અપાવે છે.

મને બધુ જ ચુપચાપ કહી દેતું એનું એ મૌન,

તેની વાતો તરફ સતત મને પ્રેરે છે.

એ કહે છે, એ મને પ્રેમ કરે છે;

અને હા, સાચે જ એ મને પ્રેમ કરે છે! 

Rate this content
Log in

More gujarati poem from Riddhy Gaywala