Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
પ્રેમની પાંચ પંક્તિઓ
પ્રેમની પાંચ પંક્તિઓ
★★★★★

© Ashok Patel

Romance

2 Minutes   7.2K    16


Content Ranking

જીવનના આ પ્રકરણની નવેસરથી શરૂઆત કરવાનીછે,

મારે તો, જીવનની દરેક પળ તમારી સાથે જ વિતાવવાની છે.


સવારના ‘ગૂડ-મોર્નિંગ’ સાથે ચાની પ્યાલી ધરવાની છે,

'બ્રેકફાસ્ટ' સાથે ‘લંચબોક્ષ’ આપવાની ઉતાવળ રાખવાની છે,

આ સાથે જ ‘ડિનર’ના સાથની રાહ જોવાની છે,

મારે તો, જીવનની દરેક પળ તમારી સાથે જ વિતાવવાની છે.


દરવાજે ઉભા રહી ‘બાય-ડાર્લિંગ’ કહેવાની આદત પાડવાની છે,

તમારા ‘આઈ લવ યુ’ સાંભળવાની તલપ રાખવાની છે,

સાંભળતાજ ‘રિપ્લાય’માં ‘ફોરએવર’ કહેવાની તડપ રાખવાની છે,

મારે તો, જીવનની દરેક પળ તમારી સાથે જ વિતાવવાની છે.


મોટાનું માન અને નાનાનું ધ્યાન રાખી સંબંધોની ડોર કેળવવાની છે,

આ સાથે ઘરના કામ પતાવવાની ઝડપ રાખવાની છે,

કેમ કે, તમારા આવવાની રાહ પણ તો જોવાની છે,

મારે તો, જીવનની દરેક પળ તમારી સાથે જ વિતાવવાની છે.


આવતાની સાથે ‘બેગ’ લઈને ખબર પૂછવાની છે,

‘ડિનર’ સાથે સાસ-બહુ ‘સિરીયલ’ તો ‘ક્રિકેટ-મેચ’ જોવાની છે,

આખિરમાં પલંગ પર પ્રેમભરી વાતો કરવાની છે,

મારે તો, જીવનની દરેક પળ તમારી સાથે જ વિતાવવાની છે.


જીવનની દરેક મૂંઝવણ તમારી સાથે 'શેર​' કરવાની છે,

દરેક સમસ્યા સાથે બેસીને ‘સોલ્વ’ કરવાની છે,

ના મારા ના તમારા, આપણા ઘરની વાતો કરવાની છે,

મારે તો, જીવનની દરેક પળ તમારી સાથે જ વિતાવવાની છે.


જીવનની અનોખી એક સાંજ મારા નામ કરાવવાની છે,

‘કેન્ડલ-લાઈટ ડિનર’ની ઇચ્છા જલ્દીથી પૂરી કરાવવાની છે,

ના માનતા આખરી, આ તો બસ શરૂઆત છે,

ઇચ્છાઓની શ્રેણી એક પછી એક મળતી જ રહેવાની છે.

મારે તો, જીવનની દરેક પળ તમારી સાથે જ વિતાવવાની છે.

મારે તો, જીવનની દરેક પળ તમારી સાથે જ વિતાવવાની છે.

પ્રેમ આશા લાગણી લગ્નજીવન ક​વિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..