Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
તારા દલડાની વાતો
તારા દલડાની વાતો
★★★★★

© Narshih Maheta

Classics

1 Minutes   65    1


Content Ranking

તારા દલડાની વાતો મેં જાણી રે,

ગીરધર દાણી રે;

આણી શેરડીએ લુંબો ને ઝુંબો,

પેલી દેખે છે સૈયર સમાણી રે. ગીરધર..

સૌ સખીઓમાં વહાલા સરખું રે જાણી,

ના ગણે દૂધ કે પાણી રે;

છેલપણું મૂકી દ્યોને છબીલા,

અમે કહીશું નંદાજીની રાણી રે. ગીરધર..

વૃંદાવનને મારગ જાતાં,

મારી નવરંગ ચુંદડી તાણી રે;

નરસૈયાના સ્વામી સંગે રમતાં,

મારી અંતર પ્રીત લપટાણી રે. ગીરધર..

નરસિંહ મહેતા કૃષ્ણ નંદરાણી વૃંદાવન

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..