યુનિફોર્મ વગરની આર્મી - 1
યુનિફોર્મ વગરની આર્મી - 1
આ વાર્તા છે એવા દેશ ના જાંબાઝ ઓફિસર્સ માટે જેઓ અન્ય દેશોમાં પોતાની ઓળખ છૂપાવીને દેશ માટે જાસૂસી કરે છે.. આ તમામ ઓફિસર્સ ને ધ્યાનમાં રાખી ને આ વાર્તા લખવા જઈ રહ્યો છું, આ વાર્તા નું જીવંત કે વ્યક્તિ, વાસ્તવિક ઘટના થી કોઈ લેવા દેવા નથી, નામ /પાત્રો /સ્થાન તમામ કાલ્પનિક છે,કોઈપણ ના ધર્મ કે સંપ્રદાયની નિંદા કરવામાં નથી આવતી, આ વાર્તા માત્ર ને માત્ર જાસૂસી કથા વાંચકો માટે મનોરંજન કરવાનું કાર્ય કરે છે જેની ખાસ નોંધ લેવી.આ વાર્તાના નાયકનું નામ રાજેન્દ્રસિંહ છે, જેના નીચે 7 અન્ય લોકો કામ કરી રહ્યા છે જેમના વિશે આપણે આ પ્રથમ ભાગમાં જાણશુ..
22 ઓક્ટોબર,2015 સ્થળ દિલ્લી r&aw ઓફિસ
એક ઉંચો ખડતલ પોલીસ કોન્સ્ટેબલ રો ના ચીફ સામે ઊભો છે..
આ કોન્સ્ટેબલ દિલ્લી ના દરિયાગંજ પોલીસ સ્ટેશન નો સામન્ય કોન્સ્ટેબલ છે,
તો તે રો ઓફિસ માં શુ કરી રહ્યો છે ?
અસલમાં વાત એમ હતી કે આ કોન્સ્ટેબલ સાહેબ રો ચીફ ને પોતાના ઉપરી અધિકારી એ આપેલ રિપોર્ટ આપવા આવેલ છે.
પણ રો ના ચીફ રિપોર્ટની ને જોઈને પોતાનું માથું ફેરવવા લાગે છે.
આ ફાઈલમાં પાકિસ્તાનથી ટ્રેસ થયેલ કોલ્સ ના કોડવર્ડ હતા, જે રો ચીફે આ કોન્સ્ટેબલ ના ઉપરી અધિકારી પીઆઈ દત્ત પાસેથી માંગ્યા હતા,
કોડવર્ડ જોઈને રો ચીફ પોતાનું માથું ધુણાવી રહ્યાં હતાં.
કોડવર્ડ માં દસ આંકડા ના નંબર જ હતા, જે સામે આ નંબર બોલી રહ્યો હતો તે પણ આવી જ રીતના વાત કરી રહ્યો હતો.
જનાબ:-784463345 સમ માં પહોંચી ગયા છે !
સામે થી :- જી ભાઈજાન ઠીક હૈ આપ 7588907665 કો મિલ લિજેએ વો જલ્દી આપકો શાદી કિ દાવત કા સામાંન મુહયા કરવાએગે..ઔર હમ જલ્દી હી સમ કો દાવત એ ખાસ પરોસેગે..
આટલી જટિલતા ભરી વાત ના કોડવર્ડ હતા જેને બ્રેક કરવા જરૂરી હતા કારણ કે આ કોઈ મોટા આતંકી હુમલા ના ઈનપુટ હતા જે દિલ્લી થવાના હતા..
પોલીસ કોન્સ્ટેબલથી રહેવાયું નહિ એટલે રો ચીફ ને કહ્યું કે
સર !! હું આ કોડવર્ડ ઉકેલવાની કોશિશ કરું ?
રો ચીફે કોન્સ્ટેબલ ની તવરીતતા જોઈને ફાયલ તેની સામે આપી દીધી અને કહ્યું કે આપ ટ્રાઈ કરી જોવો
પોલીસ કોન્સ્ટેબલ ને રો ના કામકાજ વિશે ખાસી જાણકારી હતી, એમનું કામ જ વધુ પડતું રો ઓફિસ માં રહેતું..
તેઓ દિલ્લી ના એવા કોન્સ્ટેબલ માંથી હતા જે રો ના વિશ્વાસુ હોઈ..
ફાઈલમા લખેલ કોડવર્ડ ધ્યાનથી વાંચ્યા બાદ એક કાગળ અને પેન લઈને લખતા હોય છે
સવારે 10 વાગ્યે આવેલ કોન્સ્ટેબલ સાંજના 7 વાગ્યા સુધી રો ની ઓફિસમાં આ કોયડો સોલ્વ કરવા બેઠા રહ્યા છે.
વધુ જહેમત બાદ તેમને આ કોડ બ્રેક કરવાની સફળતા મળી જાય છે.
અને તેઓ રો ચીફ પાસે જાય છે
કોન્સ્ટેબલ:- જય હિન્દ સર !!
રો ચીફ:- જય હિન્દ આપને સફળતા મળી??
કોન્સ્ટેબલ:- યસ સર.
રો ચીફ:- જોરદાર, આપ જલ્દીથી જણાવો
કોન્સ્ટેબલ:- સર !! અહીં સમ શબ્દ દિલ્લી માટે વપરાયો છે, જેમાં મયુરવિહાર નગરમાં એક વિદેશી આતંકવાદી ઘુસી આવ્યો છે, જેને દિલ્લીમાં સ્પેશિયલ બૉમ્બ બ્લાસ્ટ કરવા માટે જ મોકલાયેલ છે, અને દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો હોવાથી આવી ઘટના ને અંજામ આપવા માટે પ્રયાસ કરાઈ રહ્યો છે..
એને પાકિસ્તાનથી કશ્મીર થઈ ને હથિયાર સપ્લાય કરવામાં આવશે. એ પણ આજથી છઠા દિવસે...
રો ચીફ:- ઓહ ! આ તો અત્યંત ખતરનાક સમાચાર છે.
આપને પૂરો વિશ્વાસ છે કે આ કોડવર્ડ પ્રમાણે આ જ ઘટના આતંકવાદીઓ દિલ્લીમાં કરશે ?
કોન્સ્ટેબલ:- જી સર !! કારણ કે આ પહેલી વાર નથી થયું, આપને યાદ હોઈ તો 2014 માં પણ આવી જ રીતના એક આતંકવાદી મુંબઈ માં હુમલો કરવા આવેલો પણ આપણી સતર્કતા ને લીધે તે ને ગોતી ને પરલોક પહોંચાડી દીધો, તેની પાસે બરમાદ થયેલ વસ્તુ નું મે પણ એનાલિસિસ કર્યું હતું..જેમાં આવી જ રીતના કોડવર્ડ નો ઉપયોગ કઈ રીતે કરાય તે લખ્યુ હતું..
રો ચીફ:-પણ એવું જરૂરી તો નથી કે તે કોડવર્ડ આ જ દિશામાં સૂચન કરતા હોય..?
કોન્સ્ટેબલ:- સર! અત્યારે તો મારા પ્રમાણે મેં જે કહ્યું એજ સાચું છે, કારણકે દરેક આતંકી ગ્રુપનું અલગ અલગ મેસેજ નેટવર્ક અને કામ કરવાની પેટર્ન હોઈ છે મુંબઈથી મળેલ આતંકી અને આ કોડવર્ડ મેળવતો આતંકી બન્ને એક જ ગ્રુપના છે ટીઆઇપી..
રો ચીફ કોન્સ્ટેબલ ની ઝીણવટ ભરી તપાસ ના મનોમન દિવાના બની જાય છે અને ખુશ થાય છે કે દેશ હવે સુરક્ષિત હાથોમાં જઈ રહ્યો છે...
રો ચીફ તે કોન્સ્ટેબલની વાતથી સહમત થઈને તપાસના આદેશ આપે છે.
શું આ આતંકવાદી પકડાશે ? કોન્સ્ટેબલની તપાસ અને તર્ક ખરેખર સાચા પડશે ?
ક્રમશ:
