#DSK #DSK

Crime Tragedy

3  

#DSK #DSK

Crime Tragedy

યે રિશ્તા તેરા મેરા ભાગ 2.5

યે રિશ્તા તેરા મેરા ભાગ 2.5

4 mins
556


સવારમા બધા જ ફ્રેશ થયા મીરા,આકાશ,મહેક,અંશ,મીત...

નાસ્તો પણ કર્યાને મીતને બસ લેવા માટે આવી, મીતનો પ્રથમ દિવસ જ સ્કુલનોને આજે 5મા દિવસે જ ગરબાનો કાર્યક્રમ રાખેલો, હજુ નવરાત્રિની રજા પ્રાઇવેટ સ્કુલવાળાએ નથી આપી. સરકારી શાળામા રજા જાહેર થઈ ગયેલી. મીતને લાડ પ્રેમથી તૈયાર કર્યો મહેકેને. મહેક ગેટ પાસે આજે પ્રથમ દિવસે મુકવા માટે ગઇ મીતને, જ્યા સ્કુલ બસ આવવાની છે.

આ બાજુ અંશ બોલ્યો 'હવે,તમે હોસ્પિટલમા આવી શકો છો ને કામ કરી શકો છો.'

મીરા;થેક્સ ભાઇ

આકાશ; 'થેંક્સ યાર,ગળે મળીને'

મહેક; 'મીત તારુ ધ્યાન રાખજે'

મીત; 'હા,દીદી'

મહેક; 'બસવાળા ભાઇ આજે મીતનો પેહલો જ દિવસ છે એનુ ધ્યાન રાખજો.'

[બસવાળા ભાઇએ માથુ હલાવીને હા પાડી]

અવની હોસ્પિટલમા જ છે. સવાર-સવારમા પોતાનુ કામ શરુ પણ કરી દીધુ. મહેક લાંબા સમય પછી કંપનીમા પહોચીને મીરા,આકાશને અંશ હોસ્પિટલમા. બધા એક જ ગાડીમા ગયાને રસ્તામા મહેકને ડ્રોપ કરતા ગયા.

આજે મીરાને આકાશનો પ્રથમ દિવસ હોસ્પિટલમા. અવની એ થોડી સરપ્રાઇસ તૈયાર કરી,હોસ્પિટલમા તોરણ લગાવ્યા, કુમકુમને આસોપાલવના તોરણ, ફુલ લગાવ્યાને થોડી અલગ જ હોસ્પિટલને સજાવી, ત્રણેય પહોચ્યાને ખુશ થય ગયા.

અંશ; 'વાઉ...સો કુલ એંડ બ્યુટીફુલ'

મીરા; 'યા..નાઇસ'

આકાશ; 'આજે કશુ છે હોસ્પિટલમા અવની.? '

અવની; 'ના'

અંશ; 'તો ?'

અવની; 'તારા દોસ્તોનો પ્રથમ દિવસ છે, આ હોસ્પિટલમા. જે કામ તારે કરવુ જોઇએ એ મે કર્યુ. એમના સ્વાગત માટે.'

મીરા; 'સાચી વાત...ડીઅર..'

અવની; [હસીને મનોમન વિચાર્યુ, હુ ડીઅર માથી તને હરણ બનાવી ન દઉ તો...હુ અવની નહી.] હા,મીરા

અંશ; 'થેંક્યુ સો મચ,અવની આજે તારા કારણે જ હુ આટલો ફ્રી રહી શકુ છુ.'

અવની; 'એક દોસ્ત જ બીજા દોસ્તને કામ આવે છે.'

મીરા; 'સાચી વાત અવની, જોને આજે તુ ને અંશ...મારાને આકાશના કામમા આવ્યા.'

અવની; 'એ જ દોસ્તીનો અસુલ છે.ચલો,તમે બંને દિપ પ્રગટાવીને તમારા શુભ કામની શરુઆત કરો જી...'

થોડા દર્દીઓની હાજરીમા દિપ પ્રાગટ્ય કર્યુ.મીરાને આકાશે.ગણપતિની આરતી ઉતારીને પ્રસાદી વહેચી,ચારેય દર્શન કરી બિનમા (ઓફિસ) ગયા.

અંશ; 'કોને ક્યો વિભાગ આપુ એ વિચારવુ પડશે ?

અવની; 'લે વિચારવાનુ શુ ?' આમ બોલવાથી ત્રણેય જણે અવની સામે જોયુ.

અંશ; 'કેમ વિચારવાનુ શુ ?'

અવની; 'અંશ, મીરા ગાયનેક છે; સો તેને એ જ વિભાગ આપવો પડે એમા તુ મને ન મોકલી શકે રાઇટ ?'

અંશ; 'હા,સાચી વાત.'

અવની; ' આકાશ,બાળકોનો ડૉકટર છ, એમા તુ અવનીને ન મુકી શકે રાઇટ ?'

અંશ; 'રાઇટ'[મીરાને આકાશ હસી રહ્યા]

અવની; 'તો આપણે બંન્ને તો ફિક્સ જ છીએ,રાઇટ ?'

અંશ; 'યા'

અવની; 'તો આમા વિચારવાનુ છે શુ ?'

અંશ; 'રાઇટ'[ને બધા હસી પડ્યા]

અંશ; 'ઓકે મારી મા ઓકે....મીરા,આકાશ તમને બંન્નેને અવની તમારા વોર્ડ બતાવે છે,તો શુભકામમાં દેર શા માટે ?'

મીરા; 'યા,થેક્સ અંશ'

આકાશ; 'થેક્સ,અંશ'

અંશ; 'ભાગો નહિતર બંન્નેને મારા પડશે.ત્રણેય ભાગે છે.અવની હોસ્પિટલ બતાવતાને વાતો કરતા-કરતા બંન્નેને મુકી આવી. આકાશને મીરા બેઠા ત્યા જ આકાશને યાદ આવ્યુ.

આકાશ; 'મીરા,અહી પડદાની વ્યવસ્થા નથી, હુ કરીને આવુ છુ, તુ દર્દી સંભાળ.'

મીરા; 'ઓકે....મીરા બહાર જઇને કહ્યુ એક એક દર્દીને અંદર આવવા દે જો હુ બેલ મારુ પછી.'

જગત : ’જી'

મીરા;તમારુ નામ ભાઇ?

જગત;જી જગત.

મીરા; 'ઓકે જગતભાઇ'

મીરા એ અંદર જઇને બેલ મારીને મીરાની પ્રથમ ગર્ભવતી દર્દી આવીને બોલી: 'મીરા બોલે એ પે’લા જ.મેડમ મારે એબોર્શન કરાવવાનુ છે.

મીરાની આંખો ચમકીને પહોળી થય ગઇ. તેની સામે બેઠેલી યુવતીને જોઇ રહી,થોડીવાર એ કશુ જ ન બોલી શકી, પછી સ્વસ્થ થઇ બોલી 'કેમ ?'

યુવતી; 'બસ,અમારે પૈસાની તંગી છે ને તો...અચકાતીને થોથરાતી ડુસકે ડુસકે બોલી રહી...અમે આ બાળક નહી સાચવી શકીએ.'

મીરા; 'તમારુ નામ'

યુવતી; 'ઇશિતા.'

મીરા; 'જો ઇશિતા, બધુ થઇ જશે.તુ ચિંતા ન કર.હુ તને સાથ આપીશ બસ.'

ઇશિતા; 'પણ તમે દવા મફત કરો પછી પાલવવાનુ તો મારે છે ને આ બાળક ? હુ તેને બેસ્ટ જિંદગી નહી આપી શકુ એટલે..'

મીરા; 'ઇશિતા,દુનિયામા 35% બાળકોને બેસ્ટ લાઇફ નથી મળતી તો શુ ફર્ક પડે?'

ઇશિતા; 'ફર્ક પડે, બીજાને નહી;પણ એક માતા તરીકે મને ફર્ક પડે.'

મીરા; 'ઓકે,તમારા પતિ ક્યા છે ?'

ઇશિતા; 'ઘેર'

મીરા; 'ઓકે,એ કેમ ન આવ્યા.'

ઇશિતા; 'મેડમ,તમારે કામ કાજ હોય એમ અમારેય હોય જ ને ?'

મીરા; 'ઓકે,તુ એને કોલ કર હુ વાત કરુ.'

ઇશિતા; 'નો,અમારે આ બાળક નથી જોઇતુ એટલે નથી જ જોઇતુ.'

મીરા; 'પણ એકવાર વાત તો કરાવો ?'

ઇશિતા; 'બસ,મેડમ....તમારે આ કામ કરવું હોય તો કરો નહિતર ના પાડો, પણ મહેરબાની કરીને મારી જિંદગીનો નિર્ણય તમે ન લો રડતા-રડતા બોલી.'

મીરા એ પાણી આપ્યુને બોલી;જો "ઇશુ" તને જે વાત આજ સામાન્ય લગે એ કાલે મોટુ સ્વરુપ પણ ધારણ કરી શકે છે. આજે તારે આ બાળક જોતુ નથી ને કાલે ઇશ્વર તને જોઇતુ હોય ત્યારે બાળક જ ન આપે ? તને ફરી કયારેય ‘’મા’’ જ ન બનાવે ને આખી જિંદગી તારે ‘’વાજંણી’’ બનીને જિંદગી વિતાવવી પડે ?

ઇશુ; 'આ જિંદગી કરતા એ જિંદગી તોય સારી હશે ? મારા માતા-પિતા પર બદનામીનુ કલંક નહી હોય, મારા પર નાઝાયજ સંબંધનો દાગ નહી હોય, કોઇ છોકરા જોડે રંગરેલિયા મનાવીને કુંવારી માતા બનવાની બદનામી નહી હોય. આટલુ જ કે’તા એ ઢળી પડી...'

મીરા એ ચેઅર પર બેસાડીને બોલી 'તો તારા માથે સિંદુરને ગળામા મંગળસુત્ર કેમ છે ? તે સાડી કેમ પે’રી છે ?ને તુ જુઠ કેમ બોલે છે કે તુ ને તારા પતિ આ બાળક. તુ એક સુહાગન બની કેમ આવી ? બોલ ઇશુ બોલ ? કારણ શુ છે ?'

ઇશુ; 'હા, ડોકટર હુ તમને બધુ જ કહીશ.કેમ કે મે આ વાત કોઇ ને કહી નથી ને હુ પણ હવે આ વાતનો બોજ લઇને થાકી ગઇ છુ..સાંભળો.....

હુ ગર્ભધારણ કેમ કરી...ચુકી એ પણ કુંવારા....

મીરા: 'હમમમમ બોલ....'


Rate this content
Log in

Similar gujarati story from Crime