યે રિશ્તા તેરા મેરા 2.35
યે રિશ્તા તેરા મેરા 2.35
અંશ ઉપર આવ્યોને વિચારવા લાગ્યો ગલેરીમા ઉભા-ઉભા...અવની ગેમ રમે,એ બરાબર પણ મહેક.મહેક આવુ ન કરી શકે.મને વિશ્વાસ છે.હા,જયદિપ તેને પ્રેમ કરતો હોય એવુ બને પણ મહેક...મહેક કોઇ ગલત કામ કરી જ ન શકે મને વિશ્વાસ છે.હુ અમારા બે ની વચ્ચે કોઇ શક પેદા નહિ થવા દઉ.ક્યારેય નહી.હુ મારી જિંદગીને કોઇ સિરિયલની કહાની નહી જ બનાવ દઉ.હુ જાતે મારી મહેક્ને આજે રાતે શાંતિથી પુછીશ.મે જે સાંભળ્યુને જે અનુભવ્યુ તેમા સાચુ કેટલુ?હુ એક એજ્યુકેટેડ થય ને હુ મારી લાઇફ બરબાદ ન કરી શકુ.બીજુ કદાચ કોઇ પણ રીતે મહેક કહેશે કે મારી ભુલ છે મને માફ કરીદે તો હુ કરી પણ દઇશ કેમ કે એ મારા વગર જીવી શકે હુ નહી...હુ તેની કોઇ વાત સિરિયસલી નહી લઉ....ભુલ થય હશે તો પણ માફ કરી દઇશ...મન મોટુ કરી....હજુ રૂમમા આવ્યો કે મીરાનો કોલ આવ્યો...
આ બાજુ મહેક માસીને લઇને બજારમા ગઇ....બોવ બધી ખરીદી કરી કેમ કે માસી ઘરેથી કહીને જ આવ્યાતા કે હુ મહેકને અંશને મેરેજ માટે હા પડાવીને જ આવીશ ને જોડે ડેકોરેશન માટે વસ્તુ પણ લઇ આવીશ....
મહેકને માત્ર માસી એ ઘરને ડેકોરેટ કરવા માટે વસ્તુ જ અપાવવા કહ્યુ.....માસી કે વાર તેહવાર આવે ત્યારે તત્કાલ ડેકોરેશન કરવા થાય ને મુકી પણ દેવાય,એવુ.....એમ ...મહેકને પોતાની વાતમા ફસાવી ઘણી ખરીદી કરી....મહેક કહે આવુ બધુ મેરેજમા કામ આવે તહેવારમા નહી શોપવાળો પણ કહે પણ એ માને...?...ન જ માને જિદ્દી.....એણે તો જાણે આખુ ગામ જ ખરીદી લીધુ હોય...એમ લાગી રહ્યુ....અરે!!!!એક સ્પેશયલ ગાડી મુકવા માટે ભાડે કરવી પડી...
***
અંશ સાંજના 5 વાગા ને ઉપર આવીને બેઠો...હીનાબેન ચા મુકી ગયા...અંશ પીવે જ છે કે દોડા-દોડ અવની આવી...
પડતી આખડતી દોડીને આવીને શ્વાસભેર બોલી...અંશ હુ જે સાંભળીને આવી તેના પર તુ વિશ્વાસ નહી કરે.મને ખબર છે.પણ તે મને એક મોકો આપ્યો એટલે હુ મારી ફરજ પુરી કરીશ જ....અંશને અસર ન થઇ..
અવની તેમ છતાય બોલી રહી..હુ જયદિપના રૂમમા ગઇ....ત્યા મે સાંભળ્યુ કે....જયદિપ નિરવાને છુટાછેડા આપે છે....એ નિરવા જોડે બધા જ કગળ પર સહી કરાવે છે ને....જયદિપ ....મહેકને પ્રેમ કરે છે....
હવે અંશની આંખ ચમકી એ ઉભો થયો....અવનીની નજીક ગયોને બોલ્યો શુ?...
અવની;હા....એ મહેકને પ્રેમ કરે છે ને ને.
અંશ;આગળ બોલ ને...
અવની;એ અત્યારે જ ડાઇવર્સ પેપર પર નિરવા જોડે સહી કરાવીને એ મહેકને પ્રેમ કરે છે ને.....મહેકને તેણે તેના પ્રેમનો ઇઝહાર કર્યોને....
અંશ;આગળ....
અવની;મહેકે હા...પાડી...
અંશ;વોટ?
અવની;હા.....જો હુ પાછળની બારી એ થી થોડુ ઘણુ વિડિઓ કરીને આવી.....તુટક-તુટક છતા સમજી શકાય તેમ જ છે જયદિપ વિડિઓમા બોલતો સંભળાય છે કે અંશને મહેક જગડ્યા તેમા મને ફાયદો થયોને મહેકે મારા પ્રેમનો સ્વીકાર કર્યો....
અંશે અવનીના મોબાઇલ ને ધક્કો માર્યોને જોરથી બોલ્યો....અવની આ બધુ જ જુઠ છે....આવુ મહેક કરી જ ન શકે....મને વિશ્વાસ છે.
અવની;મને પણ..પણ હુ એમ જ કહુ કે ક્યાક જયદિપે મહેકને ફસાવી તો નહી હોય કોઇ બદલો લેવા માટે..મહેક પેલા ત્યા જ હતી એટલે હુ તને કેહવા આવી...
અંશ;થેક્સ અવની..આજ તે મારા માટે સારુ કામ કર્યુ...થેક્સ,,,,,,,થેક્સ...
અવની;મે મારી જાત સાબિત કરી છે અંશ..
અંશ;હા....તે સાબિત કર્યુ કે તુ મારી દોસ્ત છે આટલી હડબડાટને મહેકને અંશ વચ્ચે કોઇ ચોખવટ સવારની નથી થય ત્યા એક નવો ખેલ અવની એ નાખી દીધો જયદિપની મદદથીને એ કામયાબ થય...
અંશ;મહેકને આવવા દે.....
અવની;તુ તેને કશુ નહી કહે કશુ જ નહી....
**
મહેક;માસી...અંશ ખીજાવાનો છે તમને. તમે એટલી ખરીદી કરી જાણે અમારા મેરેજ હોય
માસી હસ્યા...તુ ગાંડી છે હુ નહી
મહેક;એટલે
માસી;મે તમારા મેરેજની જ તૈયારી કરી છે.
મહેક;વોટ?
માસી;હા....મે મુર્હુત પણ જોવડાવ્યુ છે ને હવે હુ તમારા મેરેજ કરાવાની જ છુ બે જ મહિનામા...
મહેક;વોટ
માસી;હા...
***
જયદિપ;આપણુ કામ પુરુ.
નિરવા;હા....આજ ડોકટરે તને કહી પણ દીધુ કે તારો પગ જલ્દી ઠિક થય જશે
જયદિપ;તારી દુઆનુ કામ છે,મને છોડવાના તારા નેક કામ નુ ફળ છે.
નિરવા;હુ તને પ્રેમ કરુ છુ..
જયદિપ;હુ પણ મહેકને..
નિરવા;તે .....બોવ જ સારુ કામ કર્યુ...તારા પ્રેમની મદદ કરવાનુ....તેને તેની જિંદગીમાથી બહાર કાઢી ખુશી આપવાની
જયદિપ;હા....થેક્સ...તે મને સાથ આપ્યો...
***
મહેકને માસી ઉપર આવ્યા....
અંશ હજુ ઉપર જ છે....
અંશ ખુબ જ ગુસ્સામાને મહેકને બધુ જ પુછીને ચોખવટ કરીને...છુટા પડવાના મૂડમા છે કેમ કે અવની એ વાત કરી પછી એ મહેક જોડે શુ કરશે એ બધુ જ તેણે નક્કી કરી લીધુ છે....
અવની એ પુરાવા માટે અમૂક કાગળની ઇમેજ તેમ જ એક્વાર રાત્રે એ જયદિપને મળવા ગઇતી એ ઇમેજ પણ વિડિયો પણ બતાવેલો...જેના વિશે કોઇને ખબર નથી મહેકે કહ્યુ પણ ન’તુ કે રાત્રે2 વાગે એ જયદિપને મળવા ગઇતી ....સામાન્ય સંજોગોમા મહેક કહ્યા વગર રહે જ નહી...
ખરેખરો શક ભરી દીધો....જે વાત બેસીને સુલજાવવાની હતી એ વાત....રોદ્ર સ્વરુપ ધારણ કરી ચુકી છે.
મહેકને માસી ઉપર આવ્યા....
સાંજનો સમય....કોઇ દર્દી નથી....
મીરાને આકાશ સીડી ચડવા લાગ્યા... વાતો કરી રહ્યા
મીરા;હાશ!!! આજનો દિવસ સારો રહ્યો
આકાશ;હા,મજા આવી..
કેયુર પાછળથી બોલ્યો દર્દી પણ ઓછા રહ્યા...
મીરા;હા...
ત્યા જ જોરથી અવાજ આવ્યો મહેક...ગુસ્સાથી...અંશ બોલ્યો
આ ત્રણેય ડરી ગયા ઝડપથી ઉપર આવ્યા..માસી પણ બોલ્યા શુ થયુ અંશ?
અંશ;મમ્મી પ્લીઝ...તમે વચ્ચે નહી બોલશો...મહેકને જોરથી પકડી અંશે પોતાની સામે ઉભી રાખીને બોલ્યો....મહેક...જયદિપને તારુ શુ ચક્કર છે.....?
મમ્મી આશ્ચર્યચકિત થય ગયા...
મીરા,આકાશને કેયુર પણ..આશ્ચર્ય ચકિત થઈ ગયા પણ...સીડી ચડતી અવની સાંભળી ખુશ થય રહી....
માસી;અંશ...જોરથી બોલ્યા...તુ શુ બોલે છે?
અંશ;મમ્મા હુ જે બોલુ છુ .....એ સાચુ છે મારે મહેકના મો એ થી જ સાંભળવુ છે...બોલ શુ છે તારીને જયદિપ વચ્ચે?અંશે મહેકને ધક્કો માર્યો... તું રાત્રે જયદીપને મળવા ગઈ એ મને તે કેમ ન કહ્યું બોલ બોલ...
(રાત્રે દીદી ને મીતે જ મોકલેલી... અવનીના કહેવાથી)
મહેક;ડરી ગઇ,તેને થયુ ભુતકાળ સામે આવી ગયો,કશુક થયુ યા જયદિપે તો નહી કહ્યુ હોય.....
અંશ;શુ વિચારે છે?બોલ....મહેકને પકડીને હલબલાવી.મે એવુ તે શુ કર્યુ કે તુ મારી પીઠ પાછળ ગેમ રમે છે.
મહેક;...ક..ક...ક કશુ નહી.મને મીતે કહ્યું કે જયદીપને તકલીફ છે તો....
અંશ;તારી જીભ લડખડાય છે બોલ શુ છે?ફરીવાર મહેકને જોરથી પકડી
મહેક;કશુ નહી.શુ થયુ?તુ આવુ પુછે છે?
માસી;હા,બેટા કોઇ એ કશુ કહ્યુ.
અંશ;મમ્મી બસ....એટલુ જોરથી બોલ્યો કે પછી અંશના મમ્મી ચુપ જ થય ગયા.
અંશ;બોલ,તારીને જયદિપ વચ્ચે જે ચાલે છે[મહેકને મારવા હાથ તાક્યો પણ માર્યો નહી] મને બધી જ ખબર છે.જયદિપ તને પ્રેમ કરે છે,તુ તેને પ્રેમ કરે છે,[ફરી એકવાર મહેકને હાથ પકડીને મહેકનો હાથ વાળીને બોલ્યો.
આપણી વચ્ચે જે થયુ એ પછી તને જયદિપે ફસાવી,એણે તને પ્રેમનો પ્રસ્તાવ રાખ્યો તે હા પાડીને જયદિપે તેની ચાલતી જિંદગી સળગાવી...નિરવાને ડાઇવર્સ આપી પણ દીધા.
[મહેકનો હાથ છોડી બોલ્યો આટલી મોટી ગેમ...પછી પોતાના બંન્ને હાથ દિવાલ જોડે અથડાવ્યા,અવની એ બતાવેલા મોબાઇલના પુરાવા તેની સામે આવવા લાગ્યા એટલો ક્રોધમા આવી ગયો કે તેનો હાથ પછાડ્યોને ચિનાઇ માટીની ડિસ તુટી ગઇને જયદિપના હાથમા માથી લોહી નીકળી ગયુ.મહેક પકડવા ગઇ તો અંશે ના કહી દીધી અંશ ખુદ પણ રડવા લાગ્યો આ બેની વાતની વચ્ચે કોઇ ન બોલી શક્યુ બસ બધા જોઇ રહ્યા અવની પણ કેયુરની જોડે આવી ઉભી રહી ગઇને વાતની મજા લેવા લાગી]
મહેક;હવે શાંત પડી.કેમ કે તેના જીવને શાંતિ થય કે ભુતકાળની કોઇ વાત અંશે ન કરી.
મીરા બોલી અંશ તુ મહેક પર શક કરે એ વ્યાજબી તો નથી જ
આકાશ;હા,તારાથી આવુ ન બોલાય.
અંશ;બસ,મીરા આકાશ તમે અમારી વચ્ચે નહી બોલતા...
આકાશ;પણ
અંશ;માત્ર હાથથી બોલ્યા વગર જ ના કહી.
અંશ;મહેક,આજથી તુ ને હુ છુટા,તુ તને મન ફાવે તેમ કરી શકે છે.
મહેક;અંશ,પણ...
અંશ;મને ખબર છે,તુ સફાઇ નહી આપી શકે.બીજુ હુ નથી ઇચ્છતો કે તારે બેઇજજતી આટલા બધાની વચ્ચે થાય...તારે જે કરવુ તુ એ તે કર્યુ પણ હુ કોઇનુ દિલ તોડી શકુ એટલો તારી જેટલો મજબૂત નથી..
મહેક;પણ,તુ જે કહે તેની મને કશી ખબર જ નથી.બીજું તું કેમ અચાનક આવું કરે છે અંશ?
અંશ;મહેક,તુ જયદિપને મળવાના બહાને જમવાનુ જ્યુસ ફ્રુટસ લઇને જતી,કેટલીવાર સુધી જયદિપ તારો હાથ પકડીને બેસી રહેતો મને ખબર છે હૈયા પર પત્થર રાખી અંશ બોલ્યો.
મહેક;એવુ કશુ નથી પ્લીઝ તુ રડ નહી.
અંશ;ગુસ્સે થય ગયો...બસ મમ્મા આજથી હુ ને મહેક છુટા તને ગમે તેવી બીજી છોકરી શોધી લેજે ને હા મને ગમે તે ચાલશે પણ મહેક તેની જિંદગીમા ખુશ રહે બસ મારા માટે એ જ ઘણુ.
મહેક;અંશ તુ મારી વાત તો સાંભળ...
અંશ;હુ તારી એક પણ વાત સાંભળવા માંગતો નથી.
મહેક;પણ અંશ,મારી કોઇ ભુલ નથી....તે જે જોયુ,તને જે સાબિતી મળી એમા કોઇ તથ્ય નથી...
બસ માત્ર શબ્દ સમજવાની ભુલ છે,તારી આંખોનો શક છે ને તારી નજરમા ખોટ છે..
અંશ;એટલે તુ તારી જાત સાબિત કરવા માટે ગમે તે કરી શકે છે એમ?
***
હા,દરેક વ્યક્તિને હક છે પોતાની જાતને સાબિત કરવાનો.એ ગમે તે પુરાવા આપી શકે છે.પોતાની જાતને પ્રુફ કરવાના,સામેવાળી વ્યક્તિની તેવડ હોવી જોઇએ એ ગલત સાબિત કરી શકે.
તે તારી વાતને સાબિત કરવા માટે પ્રુફ આપ્યુ...કે તે સવારે અમને બે ને વાત કરતા જોયા.તે કોલ પર સાંભળ્યુ.તે મોબાઇલમા વિડિયો જોયો કે મે નિરવાને ડાઇવર્સ માટેના પેપર પર સહિ કરાવી.હા કરાવી તો કરાવી પણ તે શુ કર્યું?
મહેક પર શક.?તે શુ સાબિત કર્યુ તુ મહેકને પ્રેમ કરતો નથી એમ?
અંશ;જયદિપ,તુ કેહવા શુ માંગે છે કે તમે જે લીલા કરો છો,જેની મને કોઇ ખબર નથીને તુ મહેકનો પક્ષ લઇ તેને સહી સાબિત કરીશ એમ?
જયદિપ;હા,હુ મહેકને સાબિત કરીશ.એકવાર નહી સો વાર...
અવની જયદિપની નજીક જઇ બોલી જયદિપ.....આપણા પ્લાનમા તુ અહી આવે ને અંશને ઉકસાવે એટલુ જ છે,વધારાનુ બોલીને તુ પ્રશ્ન ઉભા ન કર.નહીતર આપણા પ્લાન પર પાણી ફરી જશે.
જયદિપ;મહેકને મેળવવા કરેલી આટલી તપસ્યાને હુ ભંગ નહી થવા દઉ અવની...
કેયુર;હા..અવની...હુ તને ર્પેમ કરુ છુ એમ એ મહેકને કરે છે,એ મહેકને મેળવવા ગમે તેમ કરી શકે છે.
જયદિપ;હા...
***
અંશ;સાબિત કર કે મહેકની કોઇ ભુલ નથી ને તુ મહેકને પ્રેમ કરતો નથી.
જયદિપ;સાબિત શુ કરવાનુ હોય એમા?હુ તો કહુ જ છુ હુ મહેકને સો વાર પ્રેમ કરુ છુ.
મહેક;જયદિપ....તુ આ શુ બોલે છે?જયદિપને હલબલાવી દીધો.
અંશ;હસીને મહેક જે સાચુ છે એજ.
મહેક;નહી અંશ,આમા કોઇ સાચુ-ખોટુ નથી.હુ જયદિપને પ્રેમ નથી કરતી.
અંશ;સાબિત કર...ભાઇ કર, કર હુ બેઠો છુ.
જયદિપ;અંશ,તારી સાંભળવામા ભુલ થાય છે.મે કહ્યુ હુ મહેકને પ્રેમ કરુ છુ.મહેક નહી.
મહેક;સાંભળ અંશ.
અંશ;હા,હા...સાંભળુ જ છુ સાબિતી બોલો બોલો...
જયદિપ; મહેક એવી છોકરી છે જેને કોઇ પણ છોકરો પ્રેમ કરી શકે છે.કોઇ પણ.બસ,તરત જ તેના દિલમા ઉતરી જાય.તો મે તો તેના સાથે જોબ કરી હુ કેમ પ્રેમ ન કરુ?અંશ પ્રેમમા પણ ફર્ક હોય છે.
અંશ;હા,અમૂક પ્રેમ નાઝાયાજ હોય છે,તારી વાત સાચી.
.....