Vidhi vanjara "radhi"

Romance

3  

Vidhi vanjara "radhi"

Romance

યાદ

યાદ

2 mins
176


વરસતા મુશળધાર વરસાદમાં પલળીને ભીની ભીની માટી એની ખુશ્બુ આખાયે વાતાવરણમાં મધમધાવી રહી હતી. એવામાં ટપ ટપ ટપ ચાલીને જતી એ મુગ્ધા જાણે અપ્સરા લાગી રહી હતી અને એની સુકોમળ કાયા અને અંગોનું સૌંદર્ય જોઈને કોઈપણ પુરુષ તેના પર મોહિત થઈ જાય.

ગર્લ્સ મેડિકલ કોલેજની બહારનું નયનરમ્ય દ્રશ્ય જોઈને સોહમ પણ પોતાનો કાબૂ ખોઈ બેઠેલો અને અચાનક ચોધાર આંસુડે રડી પડ્યો. કોઈ જ કારણ વગર સાવ અજાણી ને જાણીતી એવી ભાવિ ડોક્ટર તેના હૈયાને ફરી એકવાર ઢંઢોળતી ગઈ. ચ્હાની લારીએ ઊકળતી ચ્હાને ધ્યાનમગ્ન થઈ જોઈ રહેલ સોહમ ક્યારે અતિતમાં ખોવાયો એની ખબર જ ન રહી. એવો અતિત કે જે ક્યારેય વર્તમાન ન હોય શકે.

બારમાં ધોરણમાં સાથે અભ્યાસ કરતી સુહાની, એનો અતિત ! ડોક્ટર બનવાનાં સપનાં જોતી હસતી હસાવતી સુહાની ખરેખર જ સુહાની હતી. નિખાલસતા અને સૌન્દર્ય ઈશ્વરે એને ખોબલે ખોબલે આપ્યાં હતાં. હકીકતમાં તો કયારેય ઉદાસ ન થનારી સુહાનીના લીધે સુહાની માટે એનો સોહમ ત્રણ ત્રણ વર્ષોથી બસ ગુમસુમ જીવ વિનાનો થઈ જીવી રહ્યો છે. સોહમ અને સુહાની બંને જાણે એકબીજા માટે જ બન્યા હતા. એકબીજાનાં ગળાડૂબ પ્રેમમાં ડૂબેલા પ્રેમીઓનો પ્રેમ તકદીરને માન્ય નહોતો અને એક દિવસ મેટ્રો ટ્રેન અકસ્માતનાં સમાચાર આવ્યા. જે મેટ્રોમાં સુહાની પણ હતી ! હજારો લોકો જેમ નિ:સહાય બની બસ પોતાના સ્વજન પરત ફર્યાની રાહ જોવાની હતી કે કંઈક સમાચાર મળી જાય, પરંતુ ત્રણ વર્ષથી સુહાનીના કયાંય પણ કોઈ જ સમાચાર નથી અને લાપતા હતી.‌ દરેક કચેરીઓમાં અને દરેક પોલીસ સ્ટેશને ધક્કા ખાઈ થાકીને સુહાનીના પરિવારે સ્વીકારી લીધું કે સુહાની એમની વચ્ચે નથી પરંતુ એ પાગલ પ્રેમી સમજાવાં છતાં પણ માનવા તૈયાર નહોતો.

છેલ્લા બે મહિનાથી એ જ રંગરૂપ અને એ જ સુહાનીને ગર્લ્સ મેડિકલ કોલેજે જતી આવતી રોજ જુએ છે. એકાદવાર હિંમત પણ કરી કે એને પોતાની બનાવી લે પણ કદાચ અકસ્માતમાં એ સુહાની હંમેશાં માટે ચાલી ગઈ. આ મુગ્ધા તો કોઈ અલગ જ છે: શ્રીતિ પટેલ ! અને સુહાની હમેશાં માટે સમાઈ ગઈ સોહમની યાદોમાં !


Rate this content
Log in

More gujarati story from Vidhi vanjara "radhi"

Similar gujarati story from Romance