વીરા
વીરા
નાનકડાં શહેરમાં એક મધ્યમવર્ગના કુટુંબમાં વીરાનો જન્મ થયો. ચાર બહેનોમાં સૌથી નાની બહેન હોવાથી બહુ લાડમાં મોટી થઈ. તેમની માતાને ભાઈ ન હોવાથી તેની માતાને થતું કે તેમની દીકરીઓને એક ભાઈ હોય. એમ કરતાં ચાર બહેન થતાં માતાને થોડું દુ:ખ થતું. પરંતુ સમય જતાં દીકરા માટેનાં મોહમાંથી બહાર આવી દીકરીઓને સારું શિક્ષણ આપી પગભર બનાવવા મન મક્કમ કરી લીધું. તેમના પિતાના વિચારમાં દીકરા દીકરીનો કોઈ ભેદભાવ નહતો. તેમણે દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપી ચારે બહેનોને સારી નોકરી મળે તેવું શિક્ષણ અપાવી સમાજમાં એક ઉદાહરણ આપ્યું કે દીકરીઓ બોજ નહિ વહાલનો દરિયો છે. દીકરીઓને સારું શિક્ષણ આપવાથી તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકાય. દીકરીઓના ભણતર માટે તેના માતા પિતાને ઘણી મુશ્કેલીઓ સહન કરી. મધ્યમવર્ગના હોવાથી લોન લઈ હપ્તા ભરીભરીને દીકરીઓને પગભર કરી. અને સારી નોકરીના લીધે તેમને સારા ઘરના સારી નોકરી કરતા છોકરાઓનાં માંગા આવવા લાગ્યા. અને ચારેય દીકરીઓને તેમણે સાસરે વળાવી. વીરા દેખાવે ખૂબ સુંદર હોવાથી તેના સૌંદર્યની ચર્ચા સમાજમાં થતી. તેને ખૂબ સારા ઘરનું માંગુ આવ્યુ. અને તેને સાસરે વળાવી.
વીરાને સાસરે ગયા પછી તેના સાસુ સસરા નોકરી કરવાની ના પાડી દીધી. અમારા ખાનદાનમાં કોઈ સ્ત્રીઓ નોકરી ના કરે તેમ સ્પષ્ટ જણાવી દીધું. વીરા તેના પતિ સાથે આ બાબતે પહેલાં વાત કરી હતી પરંતુ સાસુ સસરા આગળ તેમનું કંઈ ચાલ્યુ નહિં. વીરાના જીવનની ઘટમાળ આમ ચાલતી રહી. . તેને એક સુંદર દીકરો હતો. તેનો સંસાર આમ ચાલતો હતો ત્યાં એક દિવસ અચાનક એક ફોન આવ્યો કે વીરાના પતિને અકસ્માત નડ્યો અને તે હવે આ દુનિયામા નથી. વીરા પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો. તેના સાસુ સસરા તેને સારી રીતે બોલાવતા ન હતાં.
