'Sagar' Ramolia

Inspirational

4.9  

'Sagar' Ramolia

Inspirational

વહુની વાર્તા 25

વહુની વાર્તા 25

2 mins
632


હવે કંચનબેન ઊભા થયાં અને કહ્યું કે, ઘણો સમય થઈ ગયો છે. હવે નીકળીએ. અને સૌ ત્યાંથી નીકળ્યા. સમય નીચે સુધી તેઓની સાથે આવ્યો. સમયની નજર શશી ઉપર હતી એવું સુવર્ણાએ જોઈ લીધું હતું. શશી પણ જાણે આજે સુંદર લાગતી હતી. તેને પણ સમય પસંદ પડી ગયો હોય એવું લાગતું હતું.

રવિને દવાખાનેથી ઘણા ફોન આવી ગયા હોવાથી સુવર્ણા, કંચનબેન અને શશીને ઘરે ઉતારી તે સીધો પોતાના દવાખાને જવા નીકળી ગયો. આજનો કાર્યક્રમ પોતાના માટે ફીકસ નહોતો. એટલે જે લોકને એપોઈન્મેન્ટ આપી હતી તે લોકો આવી ગયા હતા. કંચનબેને સુવર્ણાને થોડીવાર આરામ કરવાનું કહ્યું. કામ પોતે અને શશી કરી લેશે એવું કહીને સુવર્ણાને આરામ માટે મોકલી દીધી. આજે રજા હોવાથી કંચનબેનને નિરાંત હતી.

કંચનબેને પતિ મંથનરાયને પણ બધી વાત કરી. મુકંદરાયે કહ્યું, 'છોકરો વધુ ભણેલ છે. એટલે એની અપેક્ષાઓ મોટી હોય. શશીનું તેની સાથે ગોઠવાય તો શશીએ તેમની અપેક્ષાઓમાં પાર ઊતરવું પડે. ડોકટરો પોતાનું જીવન સેવામય ગાળવા માગતા હોય છે. તેમના કાર્યમાં ડખલ ન થાય તે જોવું પડે.'

ત્યારે કંચનબેને કહ્યું, 'તમારી વાત સાચી છે. પણ સમય સંસ્કારી છોકરો હોય એવું મેં જોયું. વાણીમાં પણ ખૂબ વિવેક છે. એ કુટુંબ પણ સારું છે. વધુ વિગત તો એ લોકો સાંજે આવશે ત્યારે આપણે જાણી જ લેશું. વળી તમે તેમના મમ્મી-પપ્પાને પણ ઓળખો જ છો. વળી અહીં જ શશી પરણે તો આપણે દૂર પણ ન થાય.' મંથનરાયને થોડી શાંતિ થઈ.

આ બાજુ શશી પણ સુવર્ણા સાથે સમય વિશે વાતો કરતી હતી. ત્યારે સુવર્ણાએ કહ્યું કે, 'સમયને હું અને મારાં મમ્મી-પપ્પા વર્ષોથી ઓળખીએ છીએ. મને તો તેમાં કોઈ વાંધો લાગતો નથી. હાલ એ વિદેશથી આવેલ છે. એટલે વધારે તપાસ કર્યા પછી જ આગળ વધશું. સાંજે એ લોકો આવશે ત્યારે વધારે સમય તેઓ સાથે બેસવાના જ છીએ. શશીબેન, તમે ચિંતા ન કરો. બધું મારા ઉપર છોડી દો. હું બધું વ્યવસ્થિત જાણી લઈશ. સમયનું ધ્યાન અભ્યાસમાં જ રહેતું. લફરાબાજ તો જરાય નહોતો. સંબંધમાં તો ઘણા પ્રશ્નો થતા હોય અને એ પ્રશ્નોનું સમાધાન પણ થઈ જતું હોય છે. પછી જ વાત આગળ વધતી હોય છે.'

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Inspirational