'Sagar' Ramolia

Inspirational

4.9  

'Sagar' Ramolia

Inspirational

વહુની વાર્તા 14

વહુની વાર્તા 14

2 mins
574


જ્યાં સમદૃષ્ટિનો અભાવ હોય ત્યાં વિવાદો થતા રહે છે. આવી પરિસ્થિતિ જ ઉભી થાય ત્યારે આવાં મંડળો આગળ આવીને તેનો ઉકેલ લાવે છે. આવું બને તો અદાલતનું ઘણું કામ ઓછું થઈ જાય છે. સંગઠન બળ ઊભું થાય ત્યાં ઘર-ઘરના વા-વિવાદો દૂર કરવમાં સરળતા રહે છે. અહીં સમજણથી કામ લેવામાં આવે છે. ખોટી રીતે ઝઘડાને આગળ વધારીએ તો સમાજમાં તેની વાતો થવા લાગે છે. ઘરમાં વધારે પડતા સાુ-વહુના ઝઘડા થતા હોય છે. આવું સમજના અભાવથી થાય છે. વહુને કદી'બહારની વ્યિકત ન ગણવી જોઈએ. વિવાદ થવા જ ન દેવો જોઈએ અને થાય તો શાંતિથી તેનો ઉકેલ લાવવો જોઈએ. વિવાદ વખતે આત્મનિરીક્ષાણ કરવું જોઈએ અને સંસારનું ચક્ર આનંદમાં ફરતું રહે તેવું થવું જોઈએ. ઘરની સ્ત્રી તો ઘરનું અમૂલ્ય ધન છે તેની ખૂબ જાળવણી થવી જોઈએ. આ ધનને વાસ મારતું કરવાનું નથી. દરેક વાતનું સમાધાન શોધીને સંસારને મસ્તમજાનો બનાવવાનો છે.

આવી રીતે સમય વીતતો ગયો. સુવર્ણાને હવે પોતાના કુટુંબને વધારે સમય આપવાની તાલાવેલી લાગી. હવે તે મા બનવાની હતી. તેથી તે વધારે સમય ઘરમાં આપી શકે તેવું વિચારી રહી હતી. સાથે સાથે નણંદ શશી માટે મુરતિયો શોધવાનું પણ મનમાં હતું. તે કંચનબેનને પણ આવું યાદ કરાવે છે. તે કંચનબેનને સમજાવે છે કે, દીકરી ઉંમરલાયક થાય ત્યારે સાસરે મળાવવી જોઈએ. શશીબેનની હવે ઉંમર થઈ ગઈ છે. તેમનો અભ્યાસ પૂરો થઈને નોકરી પણ ચાલુ થઈ ગઈ છે. એટલે આ બાબત શશી સાથે ચર્ચા કરી નિર્ણય લેવાનું નક્કી થયું. પોતે મા બનવાની હોવાથી પોતાની પણ સંભાળ રાખી શકે તે માટે હમણાં સ્ત્રીઉદ્ઘારનું કાર્ય બંધ રાખવાનું વિચારતી હતી. રવિ પણ પોતાના દવાખાનામાંથી સમય કાઢીને સુવર્ણા સાથે ચાલવાનું રાખે છે. ડોકટરની તપાસ પણ નિયમિત કરાવવામાં આવે છે. પૌષ્ટિક ખોરાક લેવાનું પણ રાખે છે. સુવર્ણા ઊંઘમાં પણ પોતાનું બાળક કેવું હશે તેના વિચારો કરે છે. બાળકનો અણસાર આવી જતો. બાળક રૂપાળું હશે તેવું વિચારે છે. દીકરો કે દીકરી, જે હોય તે ચર્ચા નથી. કંચનબેન ઘણી વખત કહેતા કે, દીકરો જ આવશે. પણ સુવર્ણા આવું કંઈ ન વિચારતી. તે માનતી કે હતી કે, દીકરી હોય કે દીકરો, સારી રીતે જ ઉછેર કરવાનો છે.

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Inspirational