STORYMIRROR

'Sagar' Ramolia

Inspirational

4  

'Sagar' Ramolia

Inspirational

વહુની વાર્તા 09

વહુની વાર્તા 09

2 mins
628

સુવર્ણાએ પોતે જ બન્ને પક્ષોનાં નામ લખી રાખ્યાં હતાં. જે ચિઠ્ઠીની નામાવલિ ગોરમહારાજને આપી. ગોરમહારાજે આસન લીધું. બધા મહેમાનો તથા સુવર્ણાના ઘરનાઓએ સ્થાન લીધું. ગોરમહારાજે ટીપ્પણું ખોલ્યું અને પંચાગમાં જોઈ કહ્યું, વસંતપંચમીનો શુભ દિવસ આવતો હોવાથી કોઈ પ્રકારના જાપ કરવાના રહેતા નથી. સુવર્ણા અને રવિના લગ્ન માટે વસંતપંચમીનો દિવસ નક્કી સમજો.

બન્ને વેવાણો એકબીજા સામે જોવા માંડી અને ચર્ચા ચાલુ થઈ. દરેકે હાથ મિલાવી વસંતપંચમીનો દિવસ નક્કી કર્યો. ગોરમહારાજને આ દિવસ નોંધી લેવાનું કહ્યું અને આમ સર્વ સંમત થઈ છૂટા થયા. બન્નેપક્ષે તડામાર તૈયારીઓ કરી અને વિધિમય તથા સાદાઈથી લગ્નોત્સવ નિભાવ્યો. લગ્નમાં કોઈપણ જાતના આડંબર ન થયા. બંને પક્ષો મળી લગ્નોત્સવ ઉજવ્યો અને હિન્દુ રિવાજ મુજબ વસંતપંચકંચન શુભ દિવસે આ કાર્ય પૂર્ણ થયું.

સુવર્ણાના સાસુ કંચનબેનનો આજે હરખનો પાર ન હતો. પોતાના દીકરાનું સારા કુટુંબમાં વેવિશાળ થવાથી એ ખાનદાન કુટુંબનું ગૌરવ લેતા હતા. પોતે સુવર્ણાને પોંખી અને ગૃહપ્રવેશ કરાવ્યો. સુવર્ણાએ પોતાના પગથી ઉંબરામાં રાખેલ કળશને જમણા પગથી સ્પર્શ કરી પહેલા જમણો પગ ઘરમાં મૂકયો. મહેમાનો પણ આ જોઈ સંતોષ અનુભવતા હતા. કંચનબેન ઉતાવળે કોડા-કોડી વગેરેની વ્યવસ્થા કરવા લાગ્યા અને પછી બીજા દિવસે થનાર રીશેપ્શનની પણ તૈયારી કરવા લાગ્યા.

કોડા-કોડીની રમતમાં ત્રણેય વખત વીંટી સુવર્ણાના હાથમાં આવી ગયેલ અને રવિને લેવા દીધી હતી. આ જોઈ મહેમાનો અને કંચનબેનના હરખનો પાર નહોતો. એક સંસ્કારી ઘરની દીકરી પોતાના ઘરમાં વહુ બનીને આવે ત્યારે માતા-પિતાની આબરૂમાં પણ સો ગણો વધારો કરે છે અને બાળપણથી થયેલ સંસ્કારસીંચનને દીપાવે છે. જે વ્યિકતને ઘરમાં કાયમી સ્થાન આપવાનું હોય તેના વિશે અલગ વિચારવાનું ન હોય. બધા માટે સમાન વિચારવાનું હોય છે અને આ રીતે ઘરમાં કદી' ઝઘડા થતા નથી.

રવિ અને સુવર્ણાને લગ્ન બાદ વધારે સમય સાથે રહી શકે તે માટે દસ-બાર દિવસ કોઈ કામ ન કરે અને ફરવાનાં સ્થળોએ ફરવા જાય એવી વ્યવસ્થા રાખવામાં આવી હતી. જેથી બંને એકબીજાને વધુ સમજી શકે. આ બંનેએ એનો લ્હાવો પણ લઈ લીધો. પછી જાણે સંસારની ગાડીમાં બેસી ગયાં.

સુવર્ણાની નણંદ શશી ખૂબ જ માયાળુ છોકરી હતી. અભ્યાસ પણ સારો હતો. એક દિવસ સુવર્ણા અને શશી સાંજના સમયે ફરવા નીકળે છે. એક ગાર્ડન પાસે આવી બેસે છે. બંને વાતોએ વળગે છે. વાત-વાતમાં સુવર્ણાએ શશીને લગ્ન બાબતમાં વાત કરી દીધી અને કહ્યું કે, ઉંમર થઈ જાય એટલે લગ્ન કરી લેવાય. બા-બાપુજીને વાત કરીને વાત આગળ વધારીએ. કયાંક થોડ બાંધ-છોડ પણ કરવી પડે.

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Inspirational