Meera Parekh vora

Drama Romance

3  

Meera Parekh vora

Drama Romance

વૈભવ નિરાલીની અનોખી કહાની- 7

વૈભવ નિરાલીની અનોખી કહાની- 7

6 mins
192


(આગળ ના ભાગમા જોયું કે નિરાલી વૈભવ ને પોતાના ઘરે લાય જાય છે અને વૈભવ ને કહે છે તું ધર ખોલ ત્યાં હું આવુ અને વૈભવ ઘર ખોલતા ની સાથે જ સ્તબ્ધ થઈ જાય છે એવું તો શું જોયું હશે વૈભવ એ ઘર મા જોઈએ આગળ નાં ભાગ મા)

(દરવાજો ખોલતા જ વૈભવ જોવે છે કે સામે નિરાલી ની નાની બહેન અને એનાં મમ્મી પપ્પા અને નિરાલી નાં દાદી ઊભાં હોય છે આ જોતાં જ વૈભવ ગભરાય જાય છે)

નિરાલી ની નાની બહેન નિધિ: આવો આવો જીજુ શરમ મા ન રહો ઘરે બધાં ને ખબર જ છે

વૈભવ(ગભરાય જાય છે અને શરમાય પણ છે) : શું ખબર છે હે બધાં ને..?

નિધિ: બસ જીજુ હવે તો નાટક બંધ કરો તમારાં મમ્મી પપ્પા સામે તો શરમ કરો કાંઈક

વૈભવ: કેમ છો અંકલ આંટી મજામાં ને.. ?

નિરાલી નાં પપ્પા: બસ બેટા હવે તો મમ્મી પપ્પા કે

વૈભવ: હા જી કોશિશ કરીશ પણ તમને બધાં ને નિરાલી એ ક્યારે કહ્યુ... ??

નિરાલી( ઘર મા પ્રવેશતા જ બોલે છે) તે કહ્યુ મારા ઘરે ખબર છે તો મને થયુ હું પણ કહી દઉં એટલે વાત કરી તને તો બધાં ઓળખતા જ હતાં ઘરે એટલે માની પણ ગયા.

( બંને એક બીજ સામું જોઈ આંખો નાં ઈશારા થી વાતો કરે છે જે નિધિ જોઈ જાય છે)

નિધિ: ( જોર થી ખોટી ઉધરસ ખાતા) નિરાલી અને જીજુ તમે બંને એકલા નથી હો બધાં છે અહિયાં તમારાં નાટક બંધ કરો

નિરાલી: (શરમાય જાય છે અને બનાવટી ગુસ્સો કરતા બોલે છે ) ઓયય ચાપલી જા ખાવાનું તૈયાર કર હો બોલ બોલ નહી કર ભુખ લાગી છે બધાં ને

વૈભવ: ઓયય નિરાલી તું પણ જા સાથે એ બિચારી એકલી કેટલું કરશે નાની છે તારા કરતા હો

નિરાલી: આહા જો તો જીજુ ને ઘરવાળી કરતા પણ સાળી ની વધું ચિંતા છે તું મને મળે એટલે જો ને આવ્યુ જ છે તારું તો

નિરાલી નાં પપ્પા: બેટા નિરાલી હવે તો ધમકી ના આપ હવે તો સુધરી જા

વૈભવ: ના પપ્પા એને આવી જ રહેવા દયો આ જ મને ગમે છે એટલે જ મે આ પાગલ ને પસંદ કરી છે.

વૈભવ નાં મમ્મી: જો નિરાલી આવો છોકરો શોધવા જઈએ તો પણ ન મળે અને તને તો શોધ્યા વગર જ મળી ગ્યો.

નિરાલી: હા તો હું પણ વૈભવ ને એમ જ કહું છું કે મારી જેવી છોકરી તું શોધવા જા તો પણ ન મળે તું તો નસીબદાર છો કે હું મળી ગઈ હે ને વૈભવ.. ?

વૈભવ: હા હા કેમ નહીં હા પાડવી જ પડે ને મારે શું મરવું છે

નિધિ:(હસતા હસતા) બસ બસ જીજુ હવે જમવા ચલો બધા અને તમે કયારથી આ નિરાલી થી ડરો છો... ?

વૈભવ: ડોન છે તારી બેન આખું ગામ ડરે છે તો હું પણ ડરવાનું નાટક કરી જ લઉ.

(બધાં આમ જ મસ્તી કરતા કરતા જમે છે અને જમી ને વૈભવ અને નિરાલી નાનો આંટો મારવા જાય છે ચાલી ને)

નિરાલી: વૈભવ નો હાથ પકડતા) કેવું લાગ્યું સરપ્રાઈઝ... ?

વૈભવ: ( નિરાલી નો હાથ વધું મજબૂતાઈ થી પકડતા) જોરદાર મારી જિંદગી નું આ સૌથી મોટુ ગિફ્ટ હતું આ અને આટલો ખુશ જિંદગી મા પહેલી વાર હું થયો એક વાત પૂછું તને... ?

નિરાલી: હજી આવુ પૂછવાનું તારે હવે હું તારી જ છું બકા તારે જે કેહવું હોય એ અને જે પૂછવું હોય એ જ્યારે પૂછવું હોય ત્યારે પૂછી શકે છો

વૈભવ: હા એ તો છે પણ હું એમ કહું છું આ પ્લાન તે બનાવ્યો ક્યારે... ?

નિરાલી: તું એક જ સરપ્રાઈઝ આપી શકે એવું થોડુ હોય મને પણ તને ખુશ જોવાની મજા આવે હો

વૈભવ: ઓહહ તો આ નાની એવી ચોટી ને રોમેન્ટિક થતા પણ આવડે છે.... ?

નિરાલી: હા લંબુ જી ઓયય તું આમ જ રહીશ ને મારી સાથે લાઈફ ટાઈમ... ?

વૈભવ: તે કસમ ખાધી છે નીરુ રોમેન્ટિક મૂડ બગાડવો જ એવી...??

નિરાલી: ના ના એવું નથી એ કે તું મને તારા ઘરે ક્યારે લઈ જઈશ.. ?

વૈભવ: (મજાક કરતા) હું એકલો હોવ ત્યારે બોલાવું કે બધાં હોય ત્યારે આમ તો એકલો હોવ ત્યારે મજા આવશે હો

નિરાલી: બેશરમ છો હો તું સાવ એવું કાંઈ કરવાનું નથી હો બધાં હોય ત્યારે જ બોલાવજે હો ને.

વૈભવ:( નિરાલી ને હગ કરતા) તને જોઈ ને જાન સારા સારા બેશરમ થઈ જાય તો હું તો એટલો બધો સારો પણ નથી

નિરાલી: વૈભવ મસ્કા નહીં માર ખોટા ખબર છે તારે હગ કરવું છે તો સીધુ બોલ ને હું કાંઈ ના પાડવાની છું તને.. ?

વૈભવ: ઓહ નીરૂ તારી હા છે હે હગ કરવાની.. ?

નિરાલી: ( હગ કરતા) હા બુધ્ધુ તું પૂછે રાખ હજુ જો મે હગ નાં કર્યું હોત તો તું તો સવાલ જ કરે રાખ એમ છો

વૈભવ: ( ટાઈટ હગ કરતા) નીરૂ આઈ લવ યુ કેટલા સમય થી તને પ્રેમ કરુ છું આજે મારી જાન મારો પ્રેમ મારી પાસે છે આજે દુનિયા ની બધી ખુશી મારી સાથે છે.

નિરાલી: હા હું પણ બહું જ ખુશ છું બધાં ની રજા સાથે આપણો પ્રેમ સફળ થઈ ગ્યો કોઈ જ બાધા વગર થોડા સમય મા આપણે એક પણ થઈ જાશુંં.

વૈભવ: નિરાલી નાં કપાળ પર કિસ કરતા જાન હું કાંઈક કમાતો થાવ ત્યાં સુધી થોડી તારે રાહ જોવી પડશે પણ હા તું આમ જ ત્યાં સુધી મારી સાથે રહેજે હો ને.

નિરાલી: હા હું પણ ભણવાનું પુરુ કરી લઉં ત્યાં સુધી મા બાકી તો આપણે સાથે જ છીએ ને

વૈભવ: નીરૂ આજે પહેલી વાર એવું લાગે છે કે સમય અહિયાં જ ઊભો રહી જાય અને આપણે અલગ જ ન થઈ શકીએ તો કેવું સારુ

નિરાલી: ઓહો જનાબ રોમેન્ટિક પણ બની ગયા એમ ને હે ઓયય આપણે કેટલું લડતા નાના હતાં ત્યારે અને પ્રેમ પણ થઈ ગ્યો મને હજુ સાચું નથી લાગતુંં

વૈભવ: ખમ તને મારુ એટલે તને સાચું લાગશે હો ને

નિરાલી: જા જા મારવા વાળો હું તને મારીશ હો પછી કહેતો નહીં કે બહું મારે છો એમ

(બંને આમ એક બીજ સાથે રોમેન્ટિક વાતો કરતા હોય છે અને એક બીજ નાં ગળાડૂબ પ્રેમ મા હોય છે હવે તો આખી કૉલેજ મા બધાં ને ખબર હોય છે કે વૈભવ ને નિરાલી વગર અને નિરાલી વગર જરા પણ ચાલતુંં નથી આમ ને આમ જ એ બંને નું બંને મૂવી જોવા જાય છે દર રવિવારે બંને એક બીજા નાં ઘરે જમવા જાય છે અને કૉલેજ માથી પણ લવર ની જેમ બંક મારી ને પણ સાથે ફરતા હોય છે આમ ને આમ યે બંને નું બીજુ વર્ષ શરૂ થાય છે અને પહેલા વર્ષ મા એક વિશ્વા જે નિરાલી ની દૂર ની બહેન હોય છે એ નિરાલી ની કૉલેજ મા જ એડમિશન લે છે દેખાવ મા પણ નિરાલી કરતા ખૂબ જ સુંદર હોય છે એનાં ફ્રેન્ડ્સ મા અહિયાં કોઈ હોતુંં નથી આથી એ વૈભવ અને નિરાલી ની સાથે જ રહે છે અને વિશ્વા ને પહેલા જ દિવસ થી વૈભવ ગમવા લાગે છે એને ખબર છે નિરાલી એને અનહદ પ્રેમ કરે છે પણ કેહવાય છે ને દયા ડાકણ ને ખાય બસ એવું જ અહિયાં થાય છે એ લોકો કૉલેજ મા વાતો કરતા હોય છે હવે આગળ)

વિશ્વા: નિરાલી દી તમે લકી છો વૈભવ જેવો છોકરો ક્યાં મળે તમને... ?

વૈભવ: એવું છે તો તને હું મારી જેવો શોધી આપુ... ?

નિરાલી:(મસ્તી કરતા) વિશ્વા રહેવા દેજે હો આ એક જ નંગ છે આવો બીજો નંગ ન મળે ક્યાંય

વિશ્વા: (મન મા સાચું કે છે બાકી મજાક) તો દીદી આ નંગ જ મને આપી દયો ને

નિરાલી:( ગુસ્સે થતા) વિશ્વા આવી મજાક મને પસંદ નથી હો તારે બોલવું હોય તો બોલ બાકી સપના મા પણ હું વૈભવ થી દૂર ન જઈ શકુ

વૈભવ: નીરૂ એ મજાક જ કરે છે તું પણ શું સાચું માની લે છે અને વિશ્વા તારે પણ આવી મજાક નહીં કરવાની મારી નીરૂ સામે

વિશ્વા: સોરી દી (મન મા નિરાલી તું વૈભવ માટે નથી આને તો હું મારો જ બનાવી ને રહીશ ગમે તે રીતે તું આને લાયક નથી એ વિચારે છે શું કરૂ ત્યાં જ એક વાત યાદ આવે છે અને બોલે છે) આજે મે ભુલ કરી છે તો હું તમને નાસ્તો કરાવીશ હો ને બંને ને અને મન મા બોલે છે નિરાલી 15 દિવસ ની રજા પર રહેવા તૈયાર રહેજે)

     ક્રમશઃ

શું ચાલતુંં હશે વિશ્વા નાં મન મા....?

નિરાલી ને એ 15 દિવસ ની રજા પર કેમ મોકલવાનું કહે છે...?

શું આ કામ વૈભવ પણ એની સાથે હશે...?

આ વિશ્વા ને ખાલી આકર્ષણ છે કે એ વૈભવ ને સાચું પ્રેમ કરે છે અને એ નિરાલી ને કેમ નુકસાન કરવાનું વિચારે છે....?


Rate this content
Log in

Similar gujarati story from Drama