વૈભવ-નિરાલીની અનોખી કહાની - 6
વૈભવ-નિરાલીની અનોખી કહાની - 6
વૈભવ: અરે નીરૂ આવુ પ્રોમિસ પણ કોઈ માંગતુંં હશે.. ? પાગલ છે હો તું સાવ તારે શું કામ આવુ પ્રોમિસ જોવે છે વિશ્વાસ નથી તને મારા પર.... ?
નિરાલી: હા ભલે હો આ બધુ તારે પહેલા વિચારાય મને પ્રેમ કરતા પહેલા અને મને વિશ્વાસ છે એટલે તો મે હા પાડી હોય ને તને બાકી શું કામ હા કહુંં... ? પણ મને મારા સમય પર વિશ્વાસ નથી કેમકે સમય બધાં ને બદલી નાંખે છે ઋતુ ની જેમ અને હું તને બદલતો નહીં જોઈ શકુ એટલે હું પોતાને અત્યાર થી જ તૈયાર કરુ છું.
વૈભવ: અરે બાપ રે આટલુ બધુ શું વિચારે છે તું તું તો છે જ પાગલ મને પણ પાગલ કરી દે એ પહેલા તું માંગે છે એ બધાં પ્રોમિસ મે આપી દીધાં હો તમને મેડમ હવે બીજુ કાઈ જોઈએ છે તો હુંકૂમ કરો.
નિરાલી: ઓહહ થેન્કસ બસ તું સાથે છો પછી બીજુ શું જોઈએ મારે અને હા એક સરપ્રાઈઝ છે હો તારી માટે કહું તને.. ?
વૈભવ: એ ગાંડી પાગલ તને ખબર છે ને મને સરપ્રાઈઝ ખૂબ જ ગમે તો પહેલા ન કેહવાય તારે મને બોલ હવે જલદી હો
નિરાલી: ઓહ આટલો બધો ગુસ્સો એમ ને... ? હવે નથી બોલવું મારે મારો મૂડ નથી હવે..
વૈભવ: ઓ ઓ મેડમ ખોટી હવા મારો મા હો કહેવું હોય તો કહી દયો હો ( નાટક કરતા) બાકી મને પણ કોઈ રસ નથી હો સાંભળવામાં.
નિરાલી: તો તો મારે કહેવાની જરૂર જ નથી જ્યારે અહિયાં કોઈ ને સાંભળવામાં રસ જ ન હોય તો.
વૈભવ: નીરૂ કે ને બેટા આવુ શું કરે છો તારી જેવું આખી દુનિયા મા કોઈ સારુ નથી એ ખબર છે તને અને તું મને તો બધી વાત કરી શકે છો ને તો આ વાત પણ કહી દે ને મહેરબાની કરી ને
નિરાલી: ઑહહ તો તમે જનાબ મસ્કા પણ મારી લ્યો છો એમ ને ઓકે ચાલ મારા ઘરે આજે કોઈ હતું નહીં ને તો તારા માટે મે કાંઈક બનાવ્યું છે.
વૈભવ: મેડમ ઈરાદો શું છે તમારો... ? કે મને ઘરે લઈ જાવ છો એ પણ કોઈ નથી ત્યારે
નિરાલી: ઓ હેલો નીચે આવી જા હો ને એવું કાઈ નથી થોડી વાર ખાલી મે બનાવ્યું છે એ ખાવા જ બોલાવું છું બાકી કાઈ કામ નથી પછી તો હું જ કાઢી મુકીશ તને
વૈભવ: એટલે તે પહેલી વાર કાઈ બનાવ્યું છે... ?
નિરાલી: હા પહેલી જ વાર એટલે તો તને ટેસ્ટ કરાવું છે મારી પહેલી રસોઈ તું જમે તો કેટલું સારુ કેહવાય અને હા કાંઈક ગિફ્ટ લઈ ને આવજે હો મે પહેલી વાર રસોઈ કરી છે એ જમવા બોલાવું છું એટલે
વૈભવ: (નાટક કરતા) મરી ગ્યો હું તો મરી જ ગ્યો હો તું પહેલી વાર મારી પર જ પ્રયોગ કરીશ હે... ? હે ભગવાન બચાવી લે મને શું થાશે મારુ... ? ના ના મારે નથી આવુ હો તું જે ગિફ્ટ જોવે એ કહી દે હું આપી દઈશ તને હો બાકી મારે હજી આખી જિંદગી કાઢવી છે તારી સાથે અને તું મને મારી નાખવાનું વિચારે છો... ?
નિરાલી: (ગુસ્સે થતા) તારે નથી આવુ તો ન આવ હો ને પણ આવુ બોલી ને મને દુઃખી નહીં કર તું (બોલતાં બોલતાં નિરાલી રડવા લાગે છે) હું તને શું કામ મારી નાખું હું પણ પ્રેમ કરુ છું વૈભવ તને અને મે તો ગિફ્ટનું એમ જ કહ્યુ હતું નથી જોતુંં મારે કોઈ જ ગિફ્ટ હો અને હા નહીં આવતો મારા ઘરે પણ
વૈભવ: (સિરિયસ થતા) ઓહહ નીરૂ સોરી સોરી બકા તને ખોટું લાગી ગયુ હોય તો મારે તને દુઃખી કરવાનો કે રોવડાવા નો કોઈ ઈરાદો ન હતો હું ઊઠ-બેસ કરુ તું મને મારી લે પણ તું રડ નહીં
નિરાલી: સોરી નું હું શાક કરુ...?? ચાલ ચૉકલેટ આપ એટલે આ વખતે માની જાવ છું પણ દર વખતે આવુ નહીં ચાલે હો
વૈભવ: તું દર વખત નું કહે છે દિકુ હું તો હવે તને ક્યારેય નારાજ જ નહીં થવા દઉં કેમકે તું નારાજ થા એ હજુ પણ ચાલે પણ તું રોવે એ ન ચાલે
નિરાલી: ઓહ બાપ રે આટલો બધો ફેર પડે છે તને મારા રોવા થી સાચું હે... ?
વૈભવ: હા તો પડે જ ને ફેર લે હું તને પ્રેમ કરુ છું અને મારી પ્રેમિકા ની આંખ મા આંસુ એ પણ મારા લીધે જો હું તને ખુશ ન રાખી શકુ ને તો મારે તને પ્રેમ કરવાનો કોઈ હક નથી
નિરાલી: ના ના તું એવું ન વિચાર હું આજ પછી તું ગમે તે કહીશ પણ હું નહીં રોવું હો ને પણ હા હું મારી લઈશ તને બહું બોલીશ તો ચાલશે ને... ?
વૈભવ: હા હા બકુ તારા હાથ નું તો મારે કાઈ પણ ચાલશે
નિરાલી: વાયડો થા મા હો ને નહીં તો ઝેર આપી દઈશ હો તને મારા હાથે થી હવે ચાલ મારા ઘરે
વૈભવ: એ હા મેડમજી ચાલો.
(બંને નિરાલી નાં ઘરે જાય છે અને વૈભવ ને નિરાલી કહે છે તું ઘરે પહોચી જા હું 2 મિનીટ મા આવુ અને વૈભવ દરવાજો ખોલે છે અને લાઈટ શરૂ કરતા જ વૈભવ સ્તબ્ધ થઈ જાય છે )
ક્રમશઃ
શા માટે વૈભવ સ્તબ્ધ થઈ જાય છે... ?
શું બીજુ કોઈ પણ હોય છે નિરાલી નાં ઘરે.... ?
કે નિરાલી જ કોઈ છુપા રસ્તા થી આવી ગઈ હોય છે... ?
કે પછી નિરાલી ઘરે એનાં ઘરનાં બધાં આવી ગયા હોય છે...... ?

