Meera Parekh vora

Drama Romance

3.4  

Meera Parekh vora

Drama Romance

વૈભવ-નિરાલીની અનોખી કહાની - 4

વૈભવ-નિરાલીની અનોખી કહાની - 4

4 mins
200


"તમે ન હતા જિંદગીમાં તો એક-એક પળ ક્યાં કેવી રીતે પસાર કરુ એ સવાલ હતો,

તમે આવ્યાં જિંદગીમાં તો વર્ષો નાં વર્ષો કઇ રીતે પસાર થઈ ગયા કાંઇ ખબર જ ન રહી......"

(આગળ નાં ભાગ મા જોયું કે નિરાલી વૈભવ ને પૂછે છે કે તારે કોઈ જીએફ છે કે નહીં એમ અને વૈભવ કહે છે કે હા મારે 2 જીએફ છે. તો શું ખરેખર વૈભવ સાચું બોલે છે કે નહી અને સાચું બોલતો હોય તો કોણ છે એ 2 જીએફ ચલો જાણીએ આગળ નાં ભાગ મા)

નિરાલી: હે...????? કેટલી 2 જીએફ છે હે તારે....???? જા જા કાંઈક સાચું બોલ અને હોય તો કોણ છે હે એ બંને જીએફ...??? અત્યારે તારી સાથે છે કે પહેલા સાથે ભણતા...????

વૈભવ: (હસતા-હસતા) ઓય બસ બસ હવે શ્વાસ લઇ લે થોડો હું કહું છું બધુ તને પણ શાંતિ થી સાંભળજે વચ્ચે બોલ બોલ ન કરતી હો એક તો જે જીએફ છે એની સાથે જ હું રહું છું એ છે મારા મમ્મી અને જઇ બીજી છે એ વાવાઝોડા જેવી છે અને એ ફ્રેન્ડ છે મારી જીએફ નહીં પણ ગર્લ છે અને ફ્રેન્ડ પણ છે તો જીએફ જ કેહવાય ને યે તું જ છો ડોબું.

નિરાલી : હા ઓકે પણ જીએફ-બીએફ વાળી જીએફ નહીં હો હું ખાલી તારી ફ્રેન્ડ જ છું હો

વૈભવ: હા તો હું તને જીએફ બનાવું પણ નહી હો ને મારા કાંઇ એટલાં ખરાબ દિવસો નથી હો

નિરાલી: ઓ હીરો બહું પાવર નહીં કર હો હું પણ તને ઓળખું છું એટલે બોલાવું બાકી શું કામ છે મારે તારું

સમીર: ઓ હેલો હું છું હો અહિયાં જ અને હવે હું ન આવુ ત્યારે લડી લેજો અત્યારે ચલો કાંઇક ખાવા જઇએ.

(આમ ને આમ લડતા ઝઘડતા મસ્તી કરતા 3 મિત્રો 11th-12th પુરુ કરે છે. વૈભવ અને નિરાલી કૉલેજ મા એડમિશન લે છે અને બંને સાથે રેહવા માટે એક જ કોલેજ મા જવાનું નક્કી કરે છે જ્યારે સમીર ને ભણવા મા મન નથી હોતુંં આથી એ કોલેજ કરતો નથી પણ હા એ લોકો ની દોસ્તી અકબંધ રહે છે અને બંને કોલેજ આવા જવાનું પણ સાથે રાખે છે એટલે વૈભવ અને નિરાલી ની દોસ્તી એકદમ પાક્કી થઈ જાય છે એ લોકો ને બીજા કોઈ સાથે બોલવાની પણ જરુર રહેતી નથી કોલેજ ના 6 મહિના બાદ ટૂર જાય છે એમા પણ બંને જવાનું નક્કી કરે છે અને વૈભવ અનુભવે છે કે નિરાલી એનાં માટે ખાસ બનતી જાય છે અને નિરાલી પણ વૈભવ ને પસંદ કરતી હોય છે પણ એ દોસ્તી નાં તૂટે એ ડર થી કહેતી નથી)

નિરાલી : ઓયય 2 દિવસ પછી અપણી ટૂર છે હો પાગલ કાઈ તૈયારી કરી કે નહીં...????

વૈભવ : તું કરી લે ને તૈયારી એટલે મારે ચાલે

નિરાલી: નહી હો આ વખતે તું લઇ ને આવજે બધુ આપણી છેલ્લી ટૂર મા ખબર છે ને ઓઢવા નું ભૂલી ગયો હતો એક તો ઠંડી સૌથી વધું લાગે પછી મારી પાસે એક ચાદર રાખી ને બધુ તું ઓઢી ને સુઈ ગયો બેશરમ

વૈભવ: હા ઓકે મારી મા બધુ લઇ ને આવીશ હો ને

નિરાલી : હા બસ એમ

(આમ વાત કરતા કરતા બંને છુટા પડે છે પછી 2 દિવસ પછી ટૂર જવા માટે ઉપડે છે માઉન્ટ આબુ અને કોલેજ નાં બધાં ને પહેલા દિવસે ટૂર મા પોત પોતની રીતે જવા માટે કહે છે ત્યારે વૈભવ અને નિરાલી ફરવા સાથે નીકળે છે વૈભવ વિચારે છે આજે નિરાલી ને મારા મન ની વાત કહી જ દઉ.)

વૈભવ: ઓયય નિરાલી એક વાત કહુંં તને...?

નિરાલી: હા બોલ ને પણ સારી વાત બોલજે વાતાવરણ મસ્ત છે ને એટલે હો ને

વૈભવ: હા ઠીક છે પણ તું ખોટું નાં લગાડે ને..???

નિરાલી: ના ના મૌસમ સારુ છે એટલે ખોટું નહીં લાગે બોલ ને

વૈભવ: અચાનક ગોઠણ પર બેસે છે અને હજુ બોલવા જ જાય છે ત્યાં

નિરાલી: ઓય બેસી કેમ ગયો..??? ઉભા ઉભા બોલ ને

વૈભવ: તું મને બોલવા દે ને ચુપ થોડી વાર તો રે

નિરાલી: હા બોલ

વૈભવ: આપણે બાળપણમા મળ્યા પછી છુટા પડી ગયા હવે આપણે 3 વર્ષ થી સાથે છીએ તો નિરાલી આ તારા બાળપણ ના સાથીની જ તું જિંદગીભર ની હમસફર બનવાનું પસંદ કરીશ મારી દરેક ખૂબી ખામી તને જ ખબર છે તો નિરાલી શું તું એ ખૂબી અને ખામી સાથે મને જિંદગીભર સાથ આપીશ...?

   ક્રમશઃ

નિરાલી શું જવાબ આપશે વૈભવ ને....?

વૈભવ એ સાચું જ નિરાલી ને પ્રેમ કરે છે કે બસ ખાલી આ આકર્ષણ જ છે....?

અને નિરાલી કે વૈભવ જે સતત લડતા જ રહે છે યે શું જિંદગીભર સાથે રહી શકશે...?

(આ બધાં જવાબ જાણવા માટે વાંચતા રહો આગળ નો ભાગ વૈભવ-નિરાલી ની અનોખી કહાની-5)



Rate this content
Log in

Similar gujarati story from Drama