STORYMIRROR

Meera Parekh vora

Drama Romance

4  

Meera Parekh vora

Drama Romance

વૈભવ-નિરાલીની અનોખી કહાની 2

વૈભવ-નિરાલીની અનોખી કહાની 2

3 mins
180

"એકલો હતો તો લાગતું હતુ કેવો અજાણ છું આ જગ્યાથી, તને જોયા પછી લાગ્યું આ તો એ જ છે જેને હુ જાણું છું વર્ષોથી"

(આગળ ના ભાગ મા આપણે જોયું કે વૈભવ નિરાલીને જોયને યાદ કરવાની કોશિશ કરે છે અને વિચારે છે આને મે ક્યાંક જોયેલી છે પણ ક્યાં ? હવે આગળ ....)

વૈભવ હજુ જૂની સ્મૃતિ વગોળે છે ત્યાં એને બધુ યાદ આવી જાય છે. અને એનાં મોઢામાંથી થોડુ જોરથી બોલાય જાય છે એ ચોટલી તુ અહિયાં ક્યાંથી ? આ ચોટલી નામ સાંભળતા જ નિરાલી આંચકા સાથે વૈભવની સામે જોવે છે અને મનમાં વિચારે છે (આ તો લંબુ છે જે વર્ષો પેહલા મારી સાથે બાલમંદિરમાં હતો અને 3 ધોરણ સુધી અમે સાથે હતાં અને ત્યારે મને ચોટલી કહીને ચીડવતો હજુ પણ આ આ એવો જ છે. અને બોડી પણ સારી છે અને ઊંચાઈ પણ સારી વધારી છે )

વૈભવ: ઓય ચોટી ક્યાં ખોવાય ગઇ ? અને તુ ભાવનગર ક્યારે આવી હે ?

નિરાલી: ઓયય લંબુ જો હવે હુ ચોટી પેહલા જેવી નથી લેતી તો તુ મને હવે ચોટી ના કે અને હુ આ જ વર્ષે ભાવનગર આવી છું.

(એ બન્ને વાત કરતા હોય છે ત્યાં મેડમ આવી જાય છે અને બન્ને હવે પછીના 2 તાસ શાંતિથી ભણે છે. અને 2 તાસ બાદ 10 મિનીટનો બ્રેક પડે છે.)

નિરાલી: (વાત શરુ કરતા બોલે છે) ઓય તુ તો ઘણો બદલાઈ ગયો છે. ઓળખી પણ નથી શકાતો તને તો.

વૈભવ: (મજાક કરતા) હા તો કાઈ તારી જેમ થોડો ચોટલી લઇને ફરતો જ રહુ કે વર્ષો પછી પણ તરત જ ઓળખાય જાવ.

નિરાલી: (બનાવટી ગુસ્સો કરતા) બસ હો હવે બહુ બોલવાનું વધી જાય છે હો તારું અને હવે તુ મને ચીડવવાનું બંધ કર હો.

વૈભવ : ઓકે ઓકે મેડમ માફ કરો મને પણ હા તારા મા પણ થોડો તો ફેરફાર છે હો ચોટી ના ના સોરી નિરાલી.

નિરાલી: અચ્છા તો તને આવડે છે એમને મારુ નામ ચલો યાદ તો છે તને સારુ કેહવાય હવે એ કે શુ ફેરફાર છે મારામાં ?

વૈભવ: (મજાક કરતા) યાદ જ હોયને આખા બાલમંદિરમાં તુ એક જ તો ચોટી હતી જે મને મારતી હોય તારી ઊંચાઇ સારી વધી ગઇ છે પેહલા તો સાવ બટકી હતી હવે તો લાંબી થઇ ગઇ છે મારી જેમ.

નિરાલી: તુ પેહલા મને ચોટી ના કે નહી તો હજુ માર પડશે તને અને હા વાયડા તારા કરતા તો હજી હુ નીચી જ છું. અને નાની હતી ત્યારે હુ બટકી હતી તો તુ પણ કાંઇ અમિતાભ બચ્ચન ન હતો હો.

(ત્યાં જ રીસેસ પૂરો થાય છે અને મેડમ આવે છે. અને બન્ને શાંતિથી છેલ્લાં બન્ને તાસ પૂરા કરે છે અને વચ્ચે વચ્ચે એક બીજા સામું જોયને હસી લે છે. અને પછી રજા પડે છે.)

નિરાલી: ચાલ બાય હોને કાલે મળીએ.

વૈભવ:( મજાક કરતા) હા સારુ બાય પણ હા કાલે આવજે હો ચોટી

નિરાલી:( ગુસ્સા મા) કાલે તો જો તારું આવ્યુ જ છે લંબુ જોને

વૈભવ:(હસતા હસતા) જા જા તુ ધમકી આપ મા તુ કાંઇ નહીં કરી શકે હો બેટા હુ ઓળખું છું તને

(બન્ને છુટા પડે છે મીઠાં ઝઘડા સાથે અને આમ જ શાળામાં 3-4 દિવસ એક બીજા સાથે રમતા રમતા અને ભણતા ભણતા બન્ને વિતાવે છે. બન્નેને હવે સારુ એક બીજા સાથે બનતું હોય છે 4 દિવસ પછી એક દિવસ નિરાલી શાળામાં વહેલી આવી જાય છે. વૈભવ આવીને જોવે છે પણ નિરાલી કાંઈક ખોવાયેલી હોય છે એને વૈભવ આવીને બેસે છે એ પણ ખ્યાલ રેહતો નથી)

વૈભવ: ઓ હેલો મેડમ ક્યાં ખોવાયેલા છો તમે ?

નિરાલી: (ગભરાતા સ્વરે) ક્યાંય નહીં તુ કેમ આજે મોડો આવ્યો એ કેને ક્યારની રાહ જોવું છું તારી.

વૈભવ: ઓ સમય જો તુ હુ તો સમય પર જ આવ્યો છું તુ વહેલી છે. બોલને શુ કામ હતુ તારે ?

નિરાલી:( અચકાતા અચકાતા) વૈભવ હુ એક વાત પૂછું તને ?

નિરાલી કેમ અચકાય છે ? એવી તો શુ વાત હતી કે એ કયારની વૈભવની રાહ જોવે છે ? શુ સાચે કોઇ વાત હશે કે ખાલી એ વૈભવને ડરાવવા જ માંગે છે ? કે સાચું કોઈ એવી વાત છે જેનાંથી વૈભવને ફેર પડે એમ છે ?

(આગળના ભાગમાં દરેક સવાલના જવાબો મેળવવા વાંચતા રહો અને અપના પ્રતિભાવો જણાવતા રહો)

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Drama