Meera Parekh vora

Drama Romance

3.4  

Meera Parekh vora

Drama Romance

વૈભવ નિરાલીની અનોખી કહાની - 1

વૈભવ નિરાલીની અનોખી કહાની - 1

3 mins
201


" નામ આપ્યાં પછી જે થાય એ ઓળખાણ કહેવાય પણ નામ આપ્યાં પહેલાં જ જે ઓળખી જાય એને તો વ્હાલા સબંધ જ કહેવું પડે ને..."

   (આ સાચી વાર્તા છે બસ નામ અને પાત્રો બદલાયા છે. અને મનોરંજન નાં હેતુ થી થોડો ફેરફાર કર્યો છે અને આ વાર્તા ની કોપી કરનાર પર સખત પગલાં લેવામાં આવશે.)

    જાગ બેટા વૈભવ કેટલી વાર હોય તારે શાળા એ નથી જવાનું કે શુ... ? વૈભવ નાં મમ્મી

મમ્મી બસ 10 મિનીટમાં તૈયાર થઈ જાવ છું તુ જમવાનું તૈયાર કર.

  વૈભવ ભણવામા હોશિયાર પણ આળસુ પણ એટલો ટેંથ પુરુ કરી ને હવે નવી શાળામાં વૈભવ એ વાણિજ્ય પ્રવાહ (કોમર્સ)માં ભણવાનું નક્કી કર્યું. વૈભવ એક શ્રીમંત પરિવાર નો છોકરો દેખાવમાં પણ સોહામણો અને પૂરો 6 ફુટ ની ઊંચાઈ ધરાવતો એક્દમ પ્રભાવશાળી યુવક. દેખાવમાં જેટલો સુંદર સ્વભાવમાં એટલો જ અટપટો. બોલે બધાં સાથે પણ કોઈ બાબતમાં ઉતાવળ નહીં. છોકરી ની બાબતમાં તો એ બહુ જ ધ્યાન રાખતો. એ વિચારતો પહેલાં ભણી લેવું છે સારુ કમાય લેવું છે પછી જ છોકરી ના ચક્કરમાં પડવું છે. વૈભવ ને એ લોકો મૂળ ભાવનગર નાં રહેવાસી અહિયાં જ એ લોકો રહે છે અને ભાવનગર ને જ ઉજ્જવળ કરવાનાં પ્રયત્નો કરે છે.

  આજે વૈભવ નો શાળા નો પ્રથમ દિવસ છે. એ ઘરે જમી ને બપોરે 11:30 એ શાળા એ પહોચે છે. અને વિચારે છે. આજે તો સમીર નહી જ આવે. (સમીર વૈભવ નો પાક્કો ભાઈબંધ એ બન્ને ની મિત્રતા 101% શુદ્ધ સમીર ભણવામાં આળસુ એટલે એ શાળા શરુ થાય પછી 4-5 દિવસે જ દેખાય કેમકે એને ખબર છે કે વૈભવ તો બેઠો જ છે એની માટે ) વૈભવ કલાસ શોધી ને ક્લાસમાં બેસે છે અને સમીર ને યાદ કરે છે. ત્યાં જ ક્લાસ ટીચર આવે છે. અને દરેક નો પરિચય મેળવે છે અને પોતાનો પરિચય આપે છે.

   પરિચય મેળવ્યા બાદ મેડમ બધાં ને શાળાના નિયમો ની વાત કરે છે. અને નિયમો તોડવાથી શુ સજા મળશે એ બધુ કહે છે. અને ત્યારબાદ દરેક બેન્ચમાં એક છોકરો અને એક છોકરી બેસે એવો શાળાનાં દરેક ક્લાસનો નિયમ છે. એ જણાવ્યા બાદ એવી રીતે મેડમ બધાં ને બેસાડે છે. આ બધુ જોય વૈભવ ઉદાસ થાય છે કે પોતે સમીર ની બાજુમાં નહી બેસી શકે. અને મેડમ એની બાજુમાં એક છોકરી ને બેસવાનું કહે છે વૈભવ થોડો ઉદાસ હોય છે આથી 2 તાસ તો એ છોકરી ની સામું જોતો પણ નથી.

  2 તાસ પૂરા થયાં પછી રીસેસ પડે છે. અને એ છોકરી જેનું નામ નિરાલી છે. એ નાસ્તો કરવા જાય છે. અને બધાં સાથે પહેલાં દિવસ ની વાતો કરે છે. અને રીસેસ આમ જ વાતોમાં પૂરો થાય છે. નિરાલી ક્લાસમાં આવી વૈભવ પાસે બેસે છે. અને વૈભવ નિરાલી ને જોવે છે. અને નિરાલી ને જોતાં જ એ જૂની યાદોમાં ખોવાય જાય છે અને વિચારે છે આને તો મે ક્યાંક જોઈ છે પણ ક્યાં..??? હું આને ઓળખું છું પણ કઈ રીતે..? મને કેમ કઈ યાદ નથી આવતું.. ?

 શુ ખરેખર વૈભવ અને નિરાલી એકબીજાને ઓળખે છે... ? જો જવાબ હા હોય તો નિરાલી એ વૈભવ ને કેમ ના બોલાવ્યો... ?

વૈભવ જ એક નિરાલી ને ઓળખે છે... ?

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Drama