Meera Parekh vora

Drama Romance

4  

Meera Parekh vora

Drama Romance

વૈભવ-નિરાલી ની અનોખી કહાની-14

વૈભવ-નિરાલી ની અનોખી કહાની-14

6 mins
290


તુ આવ્યો જ છે ફરી તો તારી સાથે જીવવાની ઇચ્છા થાય છે,

તુ આવ્યો જ છે ફરી તો તારી સાથે સપના જોવાની ઇચ્છા થાય છે,

તુ આવ્યો જ છે ફરી તો તને જ પ્રેમ કરવાની ઇચ્છા થાય છે,

તુ આવ્યો જ છે તો ફરી તો તારી સાથે જ બેસવાની ઇચ્છા થાય છે,

તુ આવ્યો જ છે ફરી તો તારી બાહો મા જ મરવાની ઇચ્છા થાય છે.

આગળના ભાગમાં જોયું કે વૈભવનું આમ અચાનક સામે આવુ નિરાલી માટે દુખ ભર્યું હતુ. પણ ડો. નીરવની વાત સાંભળીને એને વૈભવમાં વધુ રસ જાગે છે ગમે તેમ તો વૈભવ એનો પ્રેમ જ હતો ને અને આ બાજુ વૈભવ ખૂબ જ દુઃખી છે નિરાલીને આમ રોતાં જોઇને અને નિરાલી વિચારે છે હવે શુ કરવું જોઇએ નિરાલી શુ ઉકેલ લાવે છે. હવે આગળ...

બીજા દિવસે સવારે નિરાલી ફ્રેશ થઈને નીચે આવે છે.

નિરાલી: પપ્પા કાલે તમે કાંઈક વાત કરતા હતાં ડો. નીરવની તો એ ક્યારે આવે છે ?

નિરાલીના પપ્પા: (ખુશ થતા) હે બેટા તુ તૈયાર છો એમને મળવા ?

નિરાલી: હા પપ્પા મે હા તો પાડી હતી કાલે જ. એ ફ્રી હોય એ સન્ડે એમને બોલાવી લેજો. હુ બહાર જાઉ છું હો મારી ફ્રેન્ડના ઘરે.

નિરાલીના પપ્પા : હા બેટા હુ એમને આજેજ મળી આવીશ અને એમની સાથે વાત કરતો આવીશ હો ને તુ જા શાંતિથી આવજે.

નિરાલી: એ હા જય શ્રી કૃષ્ણ.

(નિરાલી એક મંદીરમાં આવીને બેસે છે અને વિચારે છે હુ જે કરવાનું વિચારું છું એ ખોટું તો છે પણ આ એક જ રસ્તો છે બધાંને ખુશ રાખવાનો અને હવે મારે દરેક કામ એમ કરવું પડશે જેનાંથી વૈભવ ખુશ મમ્મી પપ્પા ખુશ ડો. નીરવ પણ ખુશ અને હુ પણ ખુશ હે ભગવાન બસ મને હિમ્મત આપજો આ રસ્તા પર ચાલવાની. બાકી બધુ હુ તમારા પર મુકું છું આમ વિચારીને એ વૈભવને કોલ કરે છે.)

વૈભવ: (ખુશ થતા) ઓહો અમારાં નસીબમાં તમારો કોલ ક્યાંથી ?

નિરાલી: મારે મળવું છે તને ફ્રી છો ?

વૈભવ: હજુ નારાજ છો મારાથી ?

નિરાલી: હા એ જ નારાજગી દુર કરવા અને એની એક સજા આપવા માટે મળવું છે અત્યારે આવી શકે છે તુ ?

વૈભવ: હા ઓકે આવુ છું નીરૂ.

નિરાલી: કોણ નીરૂ ? મારૂ નામ નિરાલી છે અને એ જ નામથી મને બોલાવવાની ઓકે.

વૈભવ: હા ઓકે

(નિરાલી એ જે વિચાર્યું હોય છે એ મુજબ એ વૈભવને મળે છે. એ અને વૈભવ મળીને એક આખો પ્લાન બનાવે છે અને વૈભવ એની સજા સાંભળીને થોડો ખુશ પણ થાય છે અને થોડો દુઃખી પણ. એને નિરાલીનો સાથ મળી ગયો છે એટલે એ ખુશ છે અને વૈભવ કહે છે તુ ચિંતા ના કર. તુ ડો. નીરવ ને હા પાડી દેજે બને એટલાં વહેલા મેરેજ પણ કરી લેજે બાકી હુ તારી સાથે છું. આમ બધી વાત કરીને નિરાલી ઘરે આવે છે અને વૈભવને આટલા દિવસો પછી મળી હોવાંથી ખુશ છે. સાંજે નિરાલીના પપ્પા બીજી એક સારી ખબર લઇને આવે છે)

નિરાલીના પપ્પા: (જોર જોરથી બૂમ પાડે છે ખુશ થતા થતા) ઓ નીરૂ બેટા જલદી આવ નીચે બહુ જ મસ્ત વાત છે જલદી આવ...

નિરાલી: ધીમે પપ્પા આવુ જ છું જોવો આવી ગઇ બોલો જલદી ચલો હવે શુ વાત છે ?

નિરાલીના પપ્પા: બેટા ડો. નીરવ આ સન્ડે આવે છે.

નિરાલી: ઓહ પપ્પા એ તો મને પણ ખબર છે મને એમ કે કાંઇક બીજી વાત હશે. એની ફેમિલીને પણ કહ્યુ કે નહીં તમે ?

નિરાલીના પપ્પા: બસ બેટા એ જ બાબત તો સારી છે. અહીયા એનાં મમ્મી પપ્પા બે વર્ષ પેહલા એક અકસ્માતમાં ગુજરી ગયા. ભાઈ બહેન કોઈ નથી. એ એક જ છે બાકી એનાં સગા બધાં પુના રહે છે. છે ને મસ્ત વાત ?

નિરાલી: હા આ વાત સારી છે પણ પપ્પા મેરેજ પછી તો હુ એકલી પડી જઈશ ને ઘરે ? ઘરમાં કોઈ નથી તો !

નિરાલીના પપ્પા: હા પણ બેટા તુ નોકરી કરી શકે ભણી શકે જે ઇચ્છે તે કરી શકે ને !

નિરાલી: હા હો પપ્પા એ વાત સારી છે.

(આમ વાત કરતા કરતા જ જમે છે બધાં અને પછી નિરાલી સુવા જાય છે અને વિચારે છે ભગવાન પણ મારી સાથે લાગે છે તો જ આટલા મસ્ત સમાચાર મળેને. આજે મને હવે તો અમારો રસ્તો વધું સરળ બની ગયો છે એ જ વાત વિચારીને એ વૈભવને આ સારા સમાચાર આપે છે અને વૈભવ પણ ખુશ થાય છે.)

( આજે રવિવારનો દિવસ હોય છે નિરાલીના ઘરે ડો. નીરવ આવવાના છે તેની તૈયારી ચાલે છે. નિરાલી પણ પોતાના હાથથી રસોઈ બનાવે છે અને બીજી બધી સજાવટ કરે છે. સાંજે ડો. નીરવ આવે છે અને નિરાલી તૈયાર થઇને આવે છે એણે સાડી પહેરી હોય છે અને સાવ સાદી તૈયાર થઇ હોય છે. નિરાલીને જોતાંજ ડો. નીરવ તો એને જોતો જ રહી જાય છે. અને આ વાત નિરાલીના પપ્પા જોવે છે એટલે એ બોલે છે.

નિરાલીના પપ્પા: ડો. નીરવ તમારે કાંઇ વાત કરવી છે ?

ડો. નીરવ:(અચાનક શરમાય જતા) : ના ના પપ્પા.

નિરાલીના પપ્પા: (ખુશ થતા) ઓહો પપ્પા મતલબ તમારી હા છે એમ ને ?

ડો. નીરવ: હા પપ્પા મારી હા છે પણ મારે નિરાલીને કાંઇક પૂછવું છે પૂછી શકુ ?

નિરાલીના પપ્પા: હા બેટા જરુર બેટા નિરાલી તુ ડો. નીરવને ઘર બતાવી દે હો ને.

(એ બન્ને ઘર જોવા જાય છે અને નિરાલીને પણ નીરવને છેતરતા જીવ નથી ચાલતો અને એ રૂમમાં બેસીને નીરવને બધુ કહે છે અને એણે અને વૈભવ એ કરેલા પ્લાન વિશે કહે છે અને કહે છે ડો. નીરવ સોરી પણ આ એ જ રસ્તો હતો મારો અને વૈભવને મળવાનો. વૈભવની ધીરજ ચેક કરવાનો અને તમે મારો ઇલાજ કર્યો એ દવા પણ મે વૈભવના લીધે જ પીધી હતી. તમે નીચે જઇને ના પાડી શકો છો પણ આ વાત મહેરબાની કરીને ન કહેતાં નહીં તો મમ્મી પપ્પા તુટી જશે માટે હુ પગે પડું છું તમારાં.)

ડો. નીરવ: હા ઓકે હુ નહીં કહું કોઈ ને આપણે નીચે જઇએ ?

નિરાલી: હા ઓકે

(બન્ને નીચે આવે છે અને ડો. નીરવ કહે છે પપ્પા નિરાલીને પૂછો મેરેજ ક્યારે કરવા છે હુ તો તમે કહો ત્યારે તૈયાર જ છું. આ સાંભળી ને નિરાલી ખુશ પણ થાય છે અને ડો. નીરવ પર ગુસ્સો પણ કરે છે. અને યે જ દિવસે બન્નેની નાની સગાઈ પાક્કી કરી દેવાય છે અને બન્ને બહાર ફરવા પણ જાય છે.)

નિરાલી: ડો. નીરવ આ શુ કર્યું તમે ? તમે જાણી જોઇને કૂવો પસંદ કર્યો ?

ડો.નીરવ: તુ મને ગમે છો તો તારી દરેક વાત ગમે છે મને અને તારા અને વૈભવના પ્લાનમાં સૌથી મોટો હાથ મારો છે જો હુ મારા પ્રેમને ખુશ રાખવા જ આ કરુ છું. ઓકે ?

નિરાલી: હા ઓકે પણ પછી તમારી માટે હુ જે છોકરી શોધું એની સાથે તમે મેરેજ કરી લેશો ?

ડો. નીરવ: હા જી પણ એક શરત છે મારી હો.

નિરાલી : હા બોલો શુ શરત છે ?

ડો.નીરવ: ફ્રેન્ડશીપ કરશો મારી સાથે ?

નિરાલી: હા કરીશ ને, પણ એક શરત !

ડો. નીરવ: હા બોલો.

નિરાલી: તમે નહીં કહેવાનું તુ જ કહેવાનું મને.

ડો. નીરવ: હા પણ એક શરત

નિરાલી: છેલ્લી હો આ શરત શરત રમતા હોય એવું લાગે છે મને.

નીરવ: હા હા હા તુ પણ મને તુ જ કહેજે હોને હવે એ કે વૈભવ સાથે ક્યારે મેળવે છો તુ ?

નિરાલી: બસ થોડા જ દિવસ.માં.

ડો. નીરવ: પણ નીરૂ જ્યારે મમ્મી પપ્પાને સાચી ખબર પડશે તયારે દુખ નહીં થાય ?

નિરાલી: હુ તારી માટે એક છોકરી શોધી લાવુંને પછીજ હુ ઘરે વાત કરીશ ને એ બધુ સરખું થઈ જશે તુ સાથે આપજે બસ મારો.

ડો. નીરવ: એ હા મેડમજી

શુ પ્લાન હશે વૈભવ નિરાલીનો. ? એ બન્નેને મળવાનુ છે તો ડો. નીરવ સાથે કેમ મેરેજ કરે છે નિરાલી ?

બધાં ખુશ પણ રહે અને બધુ સારુ પણ થઇ જાય એવું શુ કરશે નિરાલી ?

આ દરેક સવાલના જવાબ જાણવા વાંચતા રહો વૈભવ-નિરાલીની અનોખી કહાનીનો અંતિમ ભાગ 15. અને આપના અમુલ્ય પ્રતિભાવો આપવાનું ચૂકશો નહીં)

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Drama