STORYMIRROR

Krishna Mehta

Abstract

3  

Krishna Mehta

Abstract

વાલી

વાલી

7 mins
289

વાલી રામાયણના કિષ્કિંધા કાંડનું એક મહત્વપૂર્ણ પાત્ર છે. વાલી એટલે ઈંદ્રપુત્ર; જેને વરદાન હતું કે તે જેની સાથે યુદ્ધ કરશે એનું અડધું બળ વાલીમાં આવી જશે. વાલી કિષ્કિંધા નગરીનો રાજા હતો. જ્યારે એ રાજા હતો ત્યારે યુવરાજ ના પદ પર તેનો ભાઈ સુગ્રીવ હતો. એક વાર દૂંદુભી નામના રાક્ષસે વાલીને યુદ્ધ માટે લલકાર્યો ત્યારે એને બહુ ક્રોધ આવ્યો અને એ યુદ્ધ માટે ગયો. દૂંદુભી; દાનવરાજ મયાસુરનો પુત્ર હતો અને મંદોદરીનો ભાઈ હતો. તેનામાં હજાર હાથીઓનું બળ હતું અને તેનો આકાર બળદ જેવો હતો. વાલી અને દૂંદુભી વચ્ચે ભયંકર યુદ્ધ થયું જેમાં દૂંદુભી બહુ ખરાબ રીતે હાર્યો. એ પછી દૂંદુભીએ વાલીને વિનંતી કરી કે વાલી એને છોડી દે, પરંતુ વાલી એ એની ડોક મરડી ને એને મારી નાંખ્યો અને એ પછી એને હવામાં ફેરવી જોરથી હવા માં ફેંક્યો એ રાક્ષસ રિષિમુખ પર્વત પર પડ્યો જ્યાં માતંગ ઋષિ નો યગ્ય ચાલુ હતો અને એના મોઢામાંથી લોહીના ટીપાં યજ્ઞ કુંડમાં પડ્યાં. આ જોઈ માતંગ ઋષિ ને ક્રોધ આવ્યો અને એમણે આકાશ તરફ જોઈ શ્રાપ આપ્યો કે જેએ પણ આ રાક્ષસને ફેંક્યો હોય એ અગર એમના પર્વત પાસે જશે તો એનું મસ્તક ફાટી જશે.

આવો હજી એક મહત્વનો પ્રસંગ વાલી વિશે છે. એકવાર વાલી પૂજા કરવા નદી ના તટે બેસ્યો ત્યારે પૂજા શરુ કરતા પહેલાં તેણે નારાદજીનું અભિવાદન કર્યું. ત્યારે નારદજી બહુ જલ્દીમાં હતાં એટલે વાલીએ જલ્દબાજી નું કારણ પૂછ્યું તો તેમણે કહ્યુ,કે રાવણ ઈન્દ્ર પર વિજય નો ઉત્સવ મનાવી રહ્યો છે અને એણે મને ઉત્સવમાં તેમને આમંત્રિત કર્યા છે. હવે તો દેવતાઓ પણ એના આધીન આવી ગયા છે. ત્યારે ઉત્તરમાં વાલી કહે છે કે એ પોતાની માયાવી સેના સાથે નબળાઓ પર વિજય નો ઉત્સવ મનાવી રહ્યો છે એ પછી નારાદજી દક્ષિણ દિશા તરફ પ્રસ્થાન કરે છે અને આ બધી વાત ઉત્સવ પછી રાવણ ને કહે છે એટલે એના જવાબ માં રાવણ એની સેના લઈને વાલી પર આક્રમણ કરવા નીકળી પડે છે આ જોઈને નારદજી રાવણ ને કહે છે કે એના એકલા માટે તમારે સેના લઈને ન જવુંં જોઈએ. એ પછી રાવણ કિષ્કિંધા જઈને વાલી ને યુદ્ધ માટે લલકારે છે ત્યારે સુગ્રીવ આવીને રાવણ ને કહે છે કે વાલી નદીનાં તટ પર પૂજા કરવા ગયો છે. એ સાંભળી રાવણ નદી ના તટ પર જાય છે એની ભુજાઓ અને એના શરીર ને જોઈને એ ગભરાઈને રાવણ પાછળથી છુપાઈને વાલી પર વાર કરવા જાય ત્યાં તો વાલી રાવણને પોતાની પૂંછમાં બાંધી બધા પાર્વતો ની પ્રદક્ષિણા કરાવીને પોતાની શક્તિનો પરિચય રાવણને આપે છે. 

હવે છે સૌથી મહત્વપૂર્ણ પ્રસંગ; જ્યારે માયાવી પ્રલંબ વાલીને લલકારે છે ત્યારે વાલી વાલી અને સુગ્રીવ બંને ભાઈઓ પ્રલંબ સાથે યુદ્ધ કરવા પહોંચે છે. આ જોઈ પ્રલંબ ગભરાય ને એક ગુફામાં જઈને છુપાઈ જાય છે ત્યારે બંને ભાઈઓ એની પાછળ ભાગે છે ત્યારબાદ વાલી સુગ્રીવ ને કહે છે કે," તું ગુફા ની બહાર ઊભો રહે, હું પ્રલંબ સાથે યુદ્ધ કરી ને બહાર આવીશ. થોડા સમય બાદ જ્યારે ગુફા માં થી દર્દનાક ચિત્કાર સંભળાયો અને લોહીની ધારા ગુફાની બહાર આવતી જોઈ ને સુગ્રીવને એવું લાગ્યું કે એના ભાઈ વાલીનો વધ થઈ ગયો, એટલે એને તરત ગુફા નો દ્વાર એક મોટા પથ્થર થી બંધ કરી દીધો અને ત્યાર બાદ તેણે કિષ્કિંધા નગરી માં જઈ આ બધો ઘટનાક્રમ ત્યાં બધાને સંભળાવ્યો. 

એ પછી બધા મંત્રીઓનાં મત થી સુગ્રીવ ને રાજા બનાવવામાં આવ્યો. થોડા સમય બાદ મહેલ માં પોહોંચ્યો અને સુગ્રીવ ને રાજા જોય એને બહુ ક્રોધ આવ્યો અને એને સુગ્રીવ ને કિષકીંધા નગર માં થી કાઢી મુક્યો અને એને મારવાનો પ્રયત્ન કર્યો આ જોઈ સુગ્રીવ ભાગીને રિષિમુખ પર્વત ના શીખરે પહોંચી ગયો અને વાલીએ તેની પત્ની પર કબ્જો કરી દીધો. સુગ્રીવમાં વાલી સાથે યુદ્ધ કરે એવી ક્ષમતા નોહતી એટલે એ વાલી સાથે યુદ્ધ કરી શકે એમ નહોતો. એ પછી જયારે પ્રભુ શ્રી રામ એમના ભાઈ લક્ષ્મણ સહીત રિષિમુખ પર્વત પાસે પહોંચે છે ત્યારે સુગ્રીવ નો ગુપ્તચર આ સમાચાર રિષિમુખ પર્વત પર બેસેલા સુગ્રીવ ને સંભળાવે છે. સુગ્રીવ વિચલિત થઈ એમ વિચારે છે કે એ બંને ભાઈઓ વાલી દ્વારા મોકલાવેલા છે એટલે તે એના મંત્રીઓનાં મત પ્રમાણે હનુમાનજી ને ગોતવા જાય છે ત્યાર બાદ હનુમાનજી ને આ ઘટનાક્રમ સમજાવે છે અને એમને રૂપ બદલી એ બંને ભાઈઓના વિશે જાણી એમનું રિષિમુખ પર્વત પાસે આવવાનું કારણ પૂછવા મોકલે છે.

ત્યારે હનુમાનજી ત્યાં એક પંડિતના રૂપમાં જાય છે એમને એમનો પરિચય પૂછે છે. પ્રભુ ના જવાબ આપ્યા પછી એ એમને રિષિમુખ પર્વત પર આવાનું કારણ પૂછે છે ત્યારે પ્રભુ એમને ઉત્તર માં કહે છે કે એમને સુગ્રીવ સાથે મળવુંં છે. ત્યારે હનુમાનજી એમને પૂછે છે કે ,"તમને એમના વિશે કોણે કહ્યું ? ત્યારે પ્રભુ જવાબ આપતાં કહે છે માતા શબરી એ એમને સુગ્રીવ વિશે કહ્યું છે અને એજ એમને માતા સીતા ની ખોજ માં સહાયતા કરશે. ત્યારે હનુમાનજી ને ખબર પડે છે કે પ્રભુ શ્રી રામ એટલે સ્વયં ભગવાન નારાયણ ના અવતાર એમની સામે ઉભા છે એમને જોયા પછી હનુમાનજી ખુબ પ્રસન્ન થાય છે અને પ્રભુ ના ચરણોમાં વંદન કરી પોતાના અસલી રૂપ માં આવે છે. એ પછી પ્રભુ રિષિમુખ પર્વત પર જવાનો માર્ગ પૂછે છે ત્યારે હનુમાનજી એક વિશાલ રૂપ ધારણ કરી પ્રભુ ને એમના ખભા ઉપર બેસવાનું કહે છે અને પછી એમને આકાશમાર્ગથી રિષિમુખ પર્વત ના શીખરે પહોંચાડે છે. આ પ્રસંગ અંગદ એટલે વાલીનો પુત્ર એના પિતા વાલી ને કહે છે તો જવાબમાં વાલી કહે છે કે બે તુચ્છ મનુષ્ય એનું શું બગાડી લેશે ? 

એ પછી હનુમાનજી; સુગ્રીવને પ્રભુ શ્રી રામ અને એના અનુજ લક્ષ્મણ નો પરિચય કહે છે. આ જોઈ સુગ્રીવ ખુબ પ્રસન્ન થઈ પ્રભુ સાથે મિત્રતા કરે છે. આ પ્રસંગ પછી સુગ્રીવ પ્રભુ શ્રી રામ ને એની વ્યથા કહે છે અને પ્રભુ શ્રી રામ વાલી ને સૂર્યાસ્ત પેહલા મારવા ની પ્રતિજ્ઞા લેય છે કારણ કે વાલી એ ઘણા અધર્મ કર્યા હતા.

આ પ્રસંગ પછી સુગ્રીવ એના ભાઈ વાલી ને લલકારવા જાય છે ત્યારે પ્રભુ શ્રી એમના ધનુષ લઈ થોડા દૂર ઊભા રહી વાલી ને મારવા તૈયાર હતા પરંતુ બંને ભાઈઓ ના સરખા રૂપ ના લીધે પ્રભુ વાલી ને ન મારી શક્યા. ગદાયુદ્ધ કરતા સમયે સુગ્રીવ ત્યાં થી ભાગી નીકળો કારણ કે એને ખબર હતી કે જો હજી એ થોડા સમય માટે યુદ્ધ કરે તો વાલી એના પ્રાણ હરિ લેત એ પછી જ્યારે જામવંત જી એમના ઝખમ પર લેપ લગાડતાં હતા ત્યારે સુગ્રીવ પ્રભુ ને કહે છે કે "હે પ્રભુ તમે કહ્યું તું કે તમે વાલીના પ્રાણ હરશો, પણ તમે બસ અમારું યુદ્ધ જોતા રહ્યા" ત્યારે પ્રભુ એમના ખભા પર હાથ મૂકે છે અને તેના બધા દર્દ મટી જાય છે. અને વાલી ના તર્ક પર પ્રભુ ઉત્તર દેતા કહે છે "હે સુગ્રીવ તારા અને તારા ભાઈ ના રૂપમાં કોઈ અંતર નોહતો એટલે મેં મારું તીર ન ચલાવ્યુ" આ પ્રસંગ પછી પ્રભુ એમના અગ્રજ લક્ષ્મણ ને ફૂલોની એક માળા બનવાનું કહે છે અને સુગ્રીવ ને કહે છે - "હે મિત્ર ! હવે તું કાલે પાછો વાલીને લલકારજે અને ત્યારે તું આ ફૂલોની માળા પહેરતો જજે એ પછી સુગ્રીવ સૂર્યોદય થતા વાલી ને લલકારે છે અને એ બંનેવ વચ્ચે ભયંકર ગદાયુદ્ધ થાય છે ત્યારે પ્રભુ શ્રી રામ તીર કાઢી ને તીર વાલી પર છોડે છે અને એ તીર વાલીની છાતીમાં વાગે છે એ પછી પ્રભુ યુદ્ધસ્થળના સમીપ જાય છે અને ત્યારે વાલી એમને કહે છે કે "હે દશરથનંદન રામ મારું પ્રણામ સ્વીકાર કરો"

એ પછી પ્રભુ એને પ્રણામ કરે છે એ પછી વાલી પ્રભુ ને પૂછે છે કે "હે રામ તમે મારું વધ શા માટે કર્યું મેં તમારું શું બગાડયું'તું અને અગર મેં કોઈ પાપ કર્યો પણ હોય તો તમને કોને બધા ને દંડ દેવાનો અધિકાર આપ્યો ?"

ત્યારે પ્રભુ ઉત્તર માં કહે છે "હે અહંકારી વાલી તારો પાપ એ છે કે તે પૂરી વાત જાણ્યા વગર તારા ભાઈ ને તે કાઢી મુક્યો અને એની પત્ની સાથે દૂરવ્યહવાર પણ કર્યો અને બીજી વાત એ કે આ સમસ્ત ભૂમિ ઈક્ષુવાકુ રાજાઓની છે એટલે એ ભૂમિ પર રહેનારા પ્રાણીઓ પર રાજા ને દંડ દેવાનો અધિકાર હોય છે ? આ સમયે જ્યારે વાલી પીડાનો અનુભવ કરતો હોય છે ત્યારે સુગ્રીવ પણ ભાવુક થઈ જાય છે.

ત્યાર બાદ પ્રભુ હનુમાનજી ને વાલીની છાતીમાંથી તીર કાઢી નાખવાનું કહે છે એનું કારણ એ હતું કે એની પીડા ઓછી થાય એ પછી વાલી ની ભાર્યા અને એનો પુત્ર દોડતા-દોડતા એની પાસે પોહોંચે છે અને રડવા લાગે છે. ત્યારે વાલી એના અગ્રજ સુગ્રીવ ને કિષકીંધા નગરી નો રાજમુકૂટ પહેરાવે છે અને એને ઈન્દ્ર દ્વારા દીધેલી માળા પણ પહેરાવે છે અને એના પુત્ર અંગદ ને પ્રભુ શ્રી રામની શરણમાં રહેવાની આજ્ઞા આપે છે. ત્યાર બાદ એની આત્મા દેહનો ત્યાગ કરી દે છે અને એ પ્રભુ ના ચરણ પકડી ને મૃત્યુ પામે છે.


Rate this content
Log in

More gujarati story from Krishna Mehta

Similar gujarati story from Abstract