STORYMIRROR

Rashmi Sampat

Drama

4  

Rashmi Sampat

Drama

વાહ રે કુદરત !

વાહ રે કુદરત !

2 mins
420

અજય 'હાવડા એક્સપ્રેસ' ટ્રેનની રાહ જોઈને રેલવે સ્ટેશન ઉપર બેઠા બેઠા પોતાની બુક વાંચી રહ્યો હતો. તે એન્જિનિયરની છેલ્લા વર્ષની પરીક્ષા આપીને ખડગપુરની એક કંપનીમાં ઇન્ટરવ્યૂ માટે જઈ રહ્યો હતો. તેના માતા-પિતા ખૂબ સાધારણ પરિસ્થિતીમાં હોવા છતાં દિકરાને એન્જિનિયરનું ભણાવ્યો. અજય આ વાતથી સભાન હતો. તેના માટે આ નોકરી તેના તથા તેના પરિવાર માટે ખૂબ આશા અરમાન ભરેલી હતી.

નોકરી મળી જાય તો પિતા ઉપરનો કરજો ઉતરી શકે અને મોટી બહેનના લગ્ન પણ થઈ શકે. ટ્રેન ઘણી મોડી હતી. તેના કારણે તે થોડો ઉચાટમાં પણ હતો. જો ટ્રેન વધારે મોડી થશે તો ઇન્ટરવ્યૂનો સમય પણ જતો રહેશે. જેવી ટ્રેન આવી તે તુરંત જ જે ડબ્બો સામે આવ્યો તેમાં ચઢી ગયો. તે એક રિઝર્વ ડબ્બો હતો. 

અજયને જ્યાં જગ્યા મળી ત્યાં બેસી ગયો અને પોતાની બુક વાંચવા લાગ્યો. તે સીટ એક મહિલાની હતી જેનું નામ સુરભી હતું. તેઓ ટૂરમાં યાત્રા કરવા ગંગાસાગર જઈ રહ્યાં હતાં. સુરભીએ મનોમન ગણતરી માંડી આંગળીના વેઢા ગણ્યાં, ગોચર ગ્રહોની ગણતરી કરી અને તે યુવકને કહ્યું, "તું નોકરીના ઇન્ટરવ્યૂ માટે જઈ રહ્યો છે પરંતુ તને આ નોકરી ઓળખાણ કે ભલામણ સિવાય નહીં મળે. તારા પિતા કોઈને ઓળખતા હોય તો તેમને ફોન કરવાનું કહે."

અજય જવાબ આપ્યો, " દીદી અમે નાના ગામમાં રહીએ છીએ. મારા પિતા બહુ સામાન્ય કામ કરે છે. તેને ખડગપુરમાં કોઈની ઓળખાણ નથી. દીદી, આ નોકરી મારા માટે ખૂબ અગત્યની છે."

સુરભીની સાથે ટુરમાં એક ભાઈ હતા તે ખડગપુરની આ જ કંપનીમાંથી છ મહિના પહેલા જ સેવા નિવૃત થયેલ. સુરભીએ તે ભાઈને એક અજાણ્યા યુવકને નોકરીની ભલામણ માટે વિનંતી કરવા જણાવ્યું. તે ભાઈએ અજયના સર્ટિફિકેટ વગેરે જોઈને કહ્યું કે, "બેટા આમાં બે પેપર ઓછા છે. આ પેપર વગર નોકરી નહીં મળે."

અજય કહે, "સર તમે કહો છો એ પેપર મારી પાસે નથી. તો શું મને નોકરી નહીં મળે ?"

તે ભાઈએ અજયને થોડાં સવાલો પૂછ્યા અને જે અધિકારી અજયનો ઇન્ટરવ્યૂ લેવાના હતા તેને ફોન કરીને અજય માટે ભલામણ કરી.

બે દિવસ પછી અજયનો ફોન સુરભી ઉપર આવ્યો. ખુશ થતાં બોલ્યો, "દીદી, મને નોકરી મળી ગઈ છે. તમારો તથા તે ભાઈનો ખૂબ ખૂબ આભાર. તમારી સાથેની ટ્રેનની એ મુલાકાત હું જિંદગીમાં ક્યારેય નહીં ભૂલી શકું. ખરેખર ! ઈશ્વરના રૂપમાં મને તમે મળેલ અને મને નોકરી મળી ગઈ. આ નોકરી મારા પૂરા પરિવારનું જીવન બદલી દેશે."

અજયની વાત સાંભળીને સુરભી મનોમન બોલી, "વાહ રે કુદરત! ઈશ્વર તારી લીલા અપરંપાર છે તને ક્યાં કોઈ કળી શક્યું છે ?"


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Drama