સમજુડી
સમજુડી
1 min
154
સમજુડીના જીવને આજ ચ્યાંય હખ નો'તું. જિયારથી એનો ધણી 'પાછો' થ્યોસે તિ દાડાથી ઈની જેઠાણી વાલી ઈને ખૂબ કનડગત કરતી. ઘરના કામનો અને ખેતરમાં ઈની અને છોરાંવ પાંહે ઢહરડો કરાવતી.
આઝતો ઈની જેઠાણીએ એવા વહરાં વેણ કાઈઢા કી હવે ઈને થ્યું કે," છોરાંવને લઈને કૂવો પુરી દવ."
ચ્યાંય ઝાવાનો મારગ નો હુઝતાં ઈ ઠાકર મંદિરે ગઈ. તિયાં ભગતજી મા'રાજ રામાયણની ચોપાઈ ગાતા'તાં " રામ ઝરૂખે બૈઠ કે સબકા મુઝરા લેય, જાકી જૈસી ચાકરી તાકો વૈસા દેય" મારા'જે તેનો અરથ કહી સંભળાવ્યો.
સમજૂડીના હૈયે આ વાત બેહી ગઈ અને છોરાંવને લઈને ઘિરે પાછી આવી.
