STORYMIRROR

Rashmi Sampat

Others

3  

Rashmi Sampat

Others

શંકા

શંકા

1 min
219

આખા ગામના મોઢે એક જ વાત ચર્ચાતી હતી કે," આ મનસુખ બાઈડી છોકરાઓને મઝધારે મેલીને ક્યાં ગરક થઈ ગયો ?"

લોકો જાત જાતની શંકા કુશંકાઓ કરવા લાગ્યાં. રામજી મંદિરના ઓટલે સાધુ સાથે ચલમ પીતો ત્યાં પણ તપાસ કરી. વાવ, કૂવા, તળાવ, વગડો બધુંય ખૂંદી વળ્યાં ક્યાંયથી વાવડ ન મળ્યાં. એટલે ગામના લોકોએ થાણે જઈને કંપ્લેન લખાવી.

પોલીસે આકાશ પાતાળ એક કરીને પણ મનસુખની ભાળ મેળવી. ઉચ્ચ અધિકારીઓએ "હિપ્નોટિઝમ" કરીને મનસુખ પાસેથી જે માહિતી મેળવી તે સ્ફોટક હતી.

પોલીસ ડિપાર્ટમેન્ટ એલર્ટ થઈ ગયું. પોલીસની શંકા સાચી ઠરી.


સામગ્રીને રેટ આપો
લોગિન