STORYMIRROR

Rashmi Sampat

Others

3  

Rashmi Sampat

Others

વાહ રે કુદરત

વાહ રે કુદરત

2 mins
154

પતિના અવસાન પછી મમતા પોતાની ૧૭ વર્ષીય પુત્રી અનુષ્કાને લઈ પુરણમલને ત્યાં ઘરકામ માટે રહી. પૂરણમલનો બંગલો ખૂબ મોટો હતો. ઘરમાં ફક્ત પાંચ જ વ્યક્તિ હતા. તે તેની પત્ની સુગના, પુત્ર ભવાની, પિતા અજમલસિંહ તથા માતા જેસલબાઈ.

મા દીકરી ખૂબ ચીવટથી દિલ દઈને કામ કરતાં. તેઓ બંગલાના સર્વન્ટ ક્વાર્ટરમાં રહેતાં. સુગનાને અનુષ્કા પ્રત્યે ચુંબકીય ખેંચાણ થતું તેને જોઈને સગી દીકરી જેટલું વહાલ ઊભરાઈ આવતું. ફક્ત સુગનાને જ નહીં પરંતુ ઘરમાં બધાને અનુષ્કા પ્રત્યે એક વિશેષ લાગણી થતી.

અનુષ્કાને કોઈ કંઇ કામ ન કરવા દેતાં. તેને આગળ ભણવાની પણ સગવડ કરી દીધી. છ મહિનાના ટૂંકા ગાળામાં તો અનુષ્કા ઘરની દીકરીની જેમ જ રહેવા લાગી. બધા ઉપર હકથી દાદાગીરી કરતી.

સુગનાને મા, પૂરણમલને પપ્પા, ભવાનીને ભાઈ, અજમલજીને દાદા અને જેસલબાઈને દાદીસા કહેતી. બહારના લોકો તો એમ જ સમજવા લાગ્યા હતાં કે અનુષ્કા પુરણમલની જ દીકરી છે.

એકવાર સુગનાને એકસીડન્ટ થતાં હોસ્પિટલમાં એડમિટ કરી. બહુ લોહી વહી જવાને કારણે તાત્કાલિક લોહીની જરૂર પડી. ભવાનીનું લોહી કામ ન આવ્યું. અનુષ્કાએ જીદ પકડી મારું લોહી તપાસી જુઓ હું મા ને મારું લોહી આપીશ. અનુષ્કાનું બ્લડ ગ્રુપ મેચ થતાં સુગનાને અનુષ્કાનું લોહી ચઢાવ્યું.

અનુષ્કાના લોહીના રિપોર્ટ જોઈને ડોક્ટરને ખૂબ આશ્ચર્ય થયું. તે અજમલજીના પુરા પરિવારને વર્ષોથી ઓળખતો હતો. ના, ના અનુષ્કા પુરણમલની દીકરી કેવી રીતે હોય શકે ? તો શું ભાભી ! ના, ના એવું વિચારવું એ પણ પાપ છે. ભવાનીનું બ્લડ સેમ્પલ ચેક કર્યું. ભવાનીના ડી એન એ તેના મા-બાપને નથી મળતા.

ડોક્ટરના મનમાં આખો દિવસ આ જ વિચાર આવતા રહ્યાં. રાતે પણ ઊંઘ ન આવી. આખરે પ્રાઇવેટ ડિટેક્ટિવને કેસ સોંપ્યો. 

આઠ દિવસમાં રિપોર્ટ આવ્યો કે મમતા અને સુગનાની ડિલિવરી એક જ હોસ્પિટલમાં થયેલ. બંનેને સંતાન પણ એક જ સમયે થયેલ. પરંતુ અચાનક મેઇનપાવર સપ્લાયમાં તકલીફ આવવાથી પુરા એરિયામાં અંધારપટ છવાઈ ગયેલ તેથી સંતાનની અદલા-બદલી થઇ ગયેલ. પરંતુ હોસ્પિટલના રેકોર્ડમાં તો સુગનાને દીકરી અને મમતાને દીકરાનો જ રેકોર્ડ છે.

ડોક્ટર પુરમમલની ઘરે ગયા અને સારી વાત કહી સંભળાવી. પુરણમલના પરિવારે અનુષ્કાને કાયદેસર દીકરી બનાવી લીધી. મમતાને ઘરમાં માનભર્યું સ્થાન આપ્યું.

આજે અજમલજીસિંહનો પરિવાર પૂર્ણ પરિવાર બની ગયો. ઘરમાં આનંદ આનંદ છવાયો.


સામગ્રીને રેટ આપો
લોગિન