ઉબર કૉલિંગ
ઉબર કૉલિંગ


ભરચોમાસે સાબરમતીની લહેરો જોવાની જે મજા છે, એનું ડિસ્ક્રિપ્શન આપવું કદાચ અશક્ય છે.
રિવરફ્રન્ટ પર ઊભા રહીને પડતા વરસાદમાં નીગમે નદીમાં વહેતા પાણીને જોઈ ને કહ્યું..
" સાલા તું ફિલોસોફિકલ વાતો કરતો ક્યારનો થઇ ગયો..??" દિવ્યેશે નિગમને ટોકતા કહ્યું.
"મારી ઘરવાળી, મારી અર્ધાંગિની ક્ષમાનો આ પ્રભાવ છે." નીગમે કહ્યું.
સાલુ બધી ખરાબ આદતો મુકાઈ ગઈ, પણ આ કોકેન મારાથી છૂટતું નથી. એમ કહી નીગમે કોકેનનો પાવડર ખિસ્સામાંથી કાઢ્યો...!
"આ ફેંક સાલા..પોલીસવાળા જોઈ જશે તો બંનેને અંદર ઘાલી દેશે....!!" દિવ્યેશે ડરતા ડરતા કહ્યું.
"લુક એટ યોર ફેસ દિવ્યેશ...! સાવ ફટ્ટુ છે તુ સાલા, એમ કહી નીગમે ગુસ્સાથી દિવ્યેશ સામે જોયું,
ખાલી મીઠું જ છે લ્યા તારી ફાટે એટલા માટે સ્પેશ્યલ રાખ્યું હતું .."એમ કહી નીગમે સિગારેટ કાઢી એનો કશ લેવાનો ચાલુ કર્યો..!
દિવ્યેશ મનમાં બબડ્યો,
"આ હરામી કદી નહીં સુધરે..!"
તારી બીજી એક આદત પણ હજી સુધી સુધરી નથી.
ઊંડો કશ મારતાં નિગમ બોલ્યો,
"કઈ આદત અલ્યા...?"
સટ્ટો લગાવવાની...!! દિવ્યેશ બોલ્યો.
"હવે એને શેર બજાર કહેવાય અને તારા જેવા ડોબા માણસ માટે નથી જ એ..!" નીગમે ગુસ્સાથી કહ્યું.
"એટલે જ તમે દસ લાખનો ઘાટો કર્યો છે છેલ્લા બે વર્ષની અંદર, સાલા હવે તો સુધર..
ભાભી પ્રેગ્નેટ છે, હવે તારા માથે એક નહીં બે જવાબદારીઓ છે...!" દિવ્યેશ દ્રઢતાપૂર્વક બોલ્યો..!!
સળગતી સિગાર નદીમાં નાખીને નીગમ બોલ્યો,
"હા, તો એના માટે જ હું બધું કરું છું, તને શું સમજ પડે આમાં..? ભલે ૧૦ લાખ ગયા છે પણ ૧૦ ના ૨૦ આવતા કદી વાર નહીં લાગે..!
નવો શેર મૂક્યો છે મારી કંપનીએ...
એમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે મે, જે પણ મુડી બચી હતી એનું .. આઈ એમ સ્યોર કે, એમાં નુકસાન નહિ જ થાય... !!" નીગમ બોલ્યો.
"નીગમ, ધીરે ભાઈ બધા જ રૂપિયા તું આમાં નાખી દઈશ..? કંઈક તો સેવિંગ રાખ તારી જોડે...!"
દિવ્યેશે ચિંતાજનક ભાવ સાથે કહ્યું..
"એ તારે નહીં જોવાનું..!" નીગમે ગુસ્સાથી કહ્યું,
"તું નીકળી જા અહીંયાથી, મારી લાઇફમાં ના પાડીશ. જ્યારે પૈસા આવશે ત્યારે તને સમજ આવશે કે હું સાચો હતો.
"જેવા તારા નસીબ, ભાઈ સાચવજે....!! " એમ કહી દિવ્યેશ નીકળી જાય છે..
બે લવ-બર્ડ્સ શ્રાવણનો સાક્ષાત્કાર કરતા એકબીજાના હોઠમાં હોઠ પરોવીને તલ્લીન થઈને ડૂબેલા હતા, નિગમનું ધ્યાન એના તરફ પડે છે.
અચાનક એ જ સમયે તેની વાઇફ ક્ષમાનો કોલ આવે છે,
"ક્યાં છો નીગમ..? મૂડ અને એટમોસ્ફિયર બંને રોમેન્ટિક છે. ફર્સ્ટ રોમેન્ટિક રેઈન ઓફ અમદાવાદ..!"
"બે પક્ષીઓ એકબીજામાં ચાંચ નાખીને બેઠા છે, બસ એમને જોઈ રહ્યો છું.."હસતા હસતા નીગમે કહ્યું.
"બીજાને ચાંચ મારતા ઓછા જોવો, અને હવે ઘર તરફ આવો તો સારું..! ખબર નહીં કેમ પણ આજે મને સારું ફીલ નથી થઈ રહ્યું, કંઇક ખરાબ થવાનું હોય એવું દિલમાં લાગી રહ્યું છે ...!" ક્ષમાએ ચિંતા ભાવે કહ્યું..!!
"નાહકની ચિંતા મુક બકા, કશું નહીં થાય.
અહીંથી ગાંધીનગર એટલે મેક્સિમમ એક કલાકનો રસ્તો. વેટ ફોર મી.. જોડે જ ડિનર લઈશું...!"
નીગમે કહ્યું.
"અને સાંભળને નિગમ...!"
"હા બોલને ક્ષમા...!"
"કઈ નઈ, તને થોડુંક ખરાબ લાગશે..!" ક્ષમાએ કહ્યું.
" કોકેન તો લેતો નથી ને એ જ પુછવા માગે છે ને...?"આકરા થઈને નીગમે કહ્યું.
મેં કહ્યુંને તને કે બંધ કરી દીધું છે, ડોન્ટ વરી..
આપણા આવનારા બાળકની કસમ...
બાય, લવ યુ...!!
ફોન ડિસકનેક્ટ થઈ જાય છે.
નીગમે ૨૦ દિવસથી કોકેન લીધું ન હતું, ક્ષમાએ માંડ કસમ આપીને આ આદતે છોડાવી હતી.
એક નાનું પેકેટ કોકેનનું હંમેશા તે પોતાના ખિસ્સામાં રાખતો, રોજ સાંજે રિવરફ્રન્ટ પર આવીને નદીમાં એ પેકેટ ફેંકી દેતો.
પોઝિટિવ બિહેવીયર રિસ્પોન્સની ઈફેક્ટ એના પર સવાર હતી. એ જ્યારે પણ એ પેકેટને નદીમાં ફેંકતો તો એક અલગજ ખુશી સાથે ઘર તરફ ફરતો હતો અને રસ્તામાં ઘર તરફ જતા પોતાના સાઈકોલોજિસ્ટ ડૉ પ્રશાંત દવેને કોલ કરતો..!
રોયલ ટચ નામની મલ્ટિનેશનલ કંપનીના બ્રાન્ચ મેનેજર તરીકેની તેની બહુ જ સારી પોસ્ટ પર તે હતો. જેટલી સારી અને ઉંચી તેની પોસ્ટ હતી એટલા જ નવાબી તેના શોખ હતા..તમામ નશાનો બંધાણી અચાનક બધો જ નશો ભૂલી ગયો જ્યારે તેની લાઈફમાં ક્ષમા નામના નશાનું બંધાણ આવ્યું.
એક પાર્ટીમાં થયેલી એ વાઈલ્ડ મુલાકાત એક વર્ષ પહેલા મેરેજ માં કન્વર્ટ થઈ અને એ મેરેજના સાક્ષીરૂપ એમનું નવું બેબી આ દુનિયામાં આવવાની તૈયારીમાં હતું.
અમદાવાદથી ગાંધીનગર રોજ રાતે 08:00 વાગે નિગમ એક જ ફિક્સ કરેલી ઉબરમાં જતો.
રજત દેસાઈ એ ઉબરનો ડ્રાઇવર...એક બે ટ્રીપમાં તે નીગમ સાથે પરિચિત થઈ ગયેલો. અને હવે જોડે ઘરે જવું તે બંનેનો નિત્યક્રમ થઈ ગયેલો.
"રજ્યા, તારો બાપ તારી રાહ જુએ છે..
ચલ જલ્દી આવ. "હુકમથી નીગમે કહ્યું.
"બસ સાહેબ પાંચ જ મિનિટ..!" રજતે કહ્યું.
ઉબરમાં રજત અને નિગમની ગાંધીનગર તરફની સફરની શરૂઆત થઈ,પણ આ વખતે સફર કંઈક અલગ હતી.
એંધાણ હતાં કંઈક અજુગતું થવાના.
"વાદળની તીવ્ર ગર્જના સાથે ઉબરની સફર સ્ટાર્ટ થઇ.....!! "
રજ્યા આજે કાર હું ચલાવીશ. ફૂલ કોન્ફિડન્સ સાથે રજતની હાથમાંથી કારની ચાવી લેતા નીગમે કહ્યું,
"સાહેબ તમારી જ કાર છે પણ થોડું સાચવીને ચલાવજો...!"
ચિંતા ના કરીશ તું," નીગમે કહ્યું..
કાર હાઇવે તરફ આગળ વધી રહી હતી ..
કારના બેકગ્રાઉન્ડમાં સોંગ વાગી રહ્યું હતું,
"મે તેરે ઈશ્ક મે મરના જાઉં કહી,
તુ મુજે આઝમાને કી કોશિશ ના કર ,
ખૂબસૂરત હૈ તુ, ઔર મે હું હસી,
મુજસે નઝરે ચૂરાને કી કોશિશ ના કર...!!" "સાલુ જૂના સોંગ ની વાત જ કંઇક અલગ હતી હોં રજ્યા, અત્યારે તો પત્તર ફડાઈ ગઈ છે બધા જ સોંગની ....!"
ગાળ દેતા નીગમે કહ્યું ..
"અરે સાહેબ, શું કહું તમને...હમણાં બે દિવસ પહેલાની જ વાત જોઈ લો, બે છોકરીઓ મારી ઉબરમાં બેઠી હો,
ફૂલ ટુ ફોરેનર લાગી પહેલા તો મને, પણ મારી બેટી ગુજરાતીમાં બોલી.
કદાચ એન.આર.આઇ હોવી જોઈએ.
એવામાં એમને કોઈ છોકરાનો કોલ આયો,
પછી તો ઇંગ્લિશમાં વાતો ચાલુ થઈ કે,
"હું છેક દૂરથી આવી છું તને મળવા,
અને રોજ તું મને પેલું શું કહેવાય,અરે હા "અવોઈડ" કરે છે."
આજે તો મળવું જ પડશે તારે, આજે રાતે દસ વાગ્યે મારા ફ્લેટ પર આવવાનું જ છે. એમ કહી એને તો ફોન કટ કરી નાખ્યો પણ એ પોતાની બહેનપણીને કહેવા લાગી,
"હિ ઈસ સો હેન્ડસમ, હિ હેસ લોટ્સ ઓફ એનર્જી.."
પછી કંઈક બોલી એનો મતલબ મને સમજાણો નહીં, "લાસ્ટ નાઈટ કંઈક હિ વોસ સો "ગોડ" ઈન બેડ.."
ડોબા એ "ગોડ" નહીં, "ગુડ ઈન બેડ" કહેવાય.
નીગમે કહ્યું..."મતલબ શું સાહેબ.??"
રાજ્યાએ પૂછ્યું....
નિગમ મોટેથી હસતાં હસતાં બોલ્યો ,
"એનો મતલબ સમજતા તને ઘણી વાર લાગશે.."
રજ્યો બોગા ની જેમ માથું ખંજવાળવા લાગ્યો.
રસ્તો કપાઈ રહ્યો હતો, ડિસ્કશન ચાલી રહ્યું હતું. એવામાં નિગમે કીધું ,
"તું રાતની ટ્રીપ કેમ નથી લેતો રજ્યા.?,આજ તો ઉંમર છે પૈસા બનાવવાની. અત્યારે નહીં કમાય તો પાછળથી ઘણી તકલીફ થશે...!"
"ના સાહેબ હું જે કમાઉ છું એમાં ઘણો ખુશ છું.
વધારે કશી લાલચ જ નથી.
ઘરવાળાને સરખો ટાઈમ આપવો બહુ જ જરૂરી છે. અહીં આપણે રાતે ગાડીયો દોડાવતા હોઈએ અને રાતના ટાઈમે ઘરવાળી બીજા કોઈના જોડે લફડા લડાવતી હોય તો એ ખોટું જ પડે ને, બધાને એકસરખો ટાઈમ આપવો બહુ જ જરૂરી છે સાહેબ..!!
રજ્યાની વાતે નીગમને વિચારવા માટે મજબૂર કરી દીધો, વાત તો એકદમ સાચી છે, હંમેશા પૈસા પાછળ ભાગવામાં ક્ષમાનો વિચાર મે ક્યારેય કર્યો જ નથી, ક્ષમાનું અફેર તો નહીં હોય ને કોઈના જોડે..?
ક્ષમાના તો ફ્રેન્ડ્સ પણ ઘણા છે..!!"
ના, બિલકુલ નહિં. આવુ ના જ બની શકે, ખબર નહીં કેમ હું આવું વિચારવા લાગ્યો છું.? નીગમ પોતાની જાતને કોસતા મનમાં બબડ્યો.
રજ્યા વાત બદલ યાર, માથું દુખવા લાગ્યું...!!
"અરે સાહેબ સોરી સોરી,
ચલો સોંગ જ બદલી નાખીએ..!"
સોંગ ચેન્જ કરવામાં રજ્યાનો ફોન એના હાથમાંથી પડી ગયો, ફોન ઉઠાવવા માટે જેવો રજ્યો નીચે વળ્યો તે જ ક્ષણે નીગમે કારની શોર્ટ બ્રેક મારી અને મોટેથી એક ચીસ પાડી,,
"રજ્યા કોઈક ઊડી ગયું લ્યા, અને કાર સિદ્ધિ ડિવાઈડર જોડે અથડાઈ..!!"
સાહેબ ફટાફટ કાર ભગાવો ,પાછું વળીને ના જોતા નહીં તો આપણે બંને ફસાઈ જઈશું.
નીગમે ડિવાઈડર સાથે અથડાયેલી નાજુક હાલત વાળી કાર બને એટલી ઝડપથી ત્યાંથી ભગાવી..
"કોણ હતું સાહેબ?"રજ્યાએ હાંફતા હાંફતા પૂછ્યું..
"રજ્યા, એક સ્ત્રી અને એના ખોળામાં રહેલી એક નાની છોકરી કાર આગળ આવી ગઈ
એક સાથે બે મર્ડર કરી નાખ્યા મે રજ્યા....!!!
કારને ગાંધીનગરના એક નાનકડા ગામમાં વાળી લેવામાં આવી.
"રજ્યા કંઇક રસ્તો કાઢ. મારી ઘરવાળી પ્રેગ્નેટ છે અને નાનું બાળક ઘરમાં આવવાનું છે અને આ મર્ડર કેસ....!!
હવે નહીં સહન થાય મારાથી..." નીગમે કહ્યું.
"ચાલો જમી લઇએ સર પહેલા,
અહીં મારા એક મિત્રનું ઘર છે. કંઈક રસ્તો તો નીકળશે જ ...!!"
રજ્યા એ કહ્યું..
વનરાજ ચાવડા, એટલે ગામનો મુખી અને રજયા નો બાળપણનો મિત્ર. વનરાજ ના ઘરે જવા બંને નીકળ્યા. દરવાજો અડધી રાતે ખખડાવતા "દરબાર" થોડો સાવધાન થઈ ગયો.
"આટલી રાતે કોણ આવ્યુ હશે અને શું કરવા માટે.?" વનરાજ એ વિચાર્યું. હાથમાં ડાંગ પકડી વનરાજ દરવાજા તરફ ગયો,એક હાથથી દરવાજો ખોલ્યો અને સામેથી રજયાએ ફોનની ટોર્ચની લાઈટ સીધી વનરાજના મોં પર નાંખી.
"કોણ છે આ ભડનો દીકરો...??" કહી વનરાજે સીધી ડાંગ ઉગામી..
"બાપુ, ખમ્મા કરો. હું રજયો તમારો જૂનો બાળપણનો મિત્ર.."રજ્યા એ ડરતા ડરતા કહ્યું..
"તો પહેલા બોલને રજયા. આવ અંદર આવ..!"
"માફ કરજો દરબાર, આટલા મોડા તમારા ઘરે આવવું પડ્યું. આ મારા શેઠ છે,આજ રાતનો આશરો જોઈએ છે.
થોડી તકલીફમાં ફસાયા છીએ. તકલીફ પડી એટલે તમે યાદ આવ્યા બાપુ..!" રજ્યા એ વિનમ્રતાથી કહ્યું.
"દોસ્તીમાં માફી ના માંગવાની હોય ભલા, અંદર આવો. સાહેબના મોઢાના ભાવ જોઈને લાગે છે કે કશું ખાધું નથી અને કોઈ મોટી તકલીફ પડી છે રસ્તામાં એમાં બન્ને વધારે ડઘાઈને બિવાઈ ગયા હોય એવું લાગી રહ્યું છે.
પહેલા થોડું જમી લો, મારી ઘરવાળી પિયર ગઈ છે અને જમવાનું બનાવતી ગઈ છે, જમતા જમતા વાત કરીશું.. " વનરાજે હુકમ કર્યો.
ચિંતામાં ને ચિંતામાં રજ્યાની ભૂખ વધી ગઈ હતી અને એમના સાહેબ નિગમની ભૂખ ડૂબી ગઈ હતી.
"દરબાર એક ભૂલ થઈ ગઈ છે ,રસ્તામાં આવતા અનાયાસે એક લેડી અને એમની ફૂલ જોવી છોકરી મારાથી અજાણતા હોમાઈ ગયા છે.."નીગમે ડરતા ડરતા કહ્યું.
દરબાર ની આંખો લાલ થઈ ગઈ.
"ભાન પડે છે સાહેબ તમને કંઈ.. ?
મર્ડર કરીને ભાગ્યા છો અને આવી ખોટી વસ્તુ માટે મારો આશરો લેવા આવ્યા છો.." વનરાજ ત્રાડુક્યો..
નિગમ સીધો હાથ જોડીને દરબારના પગે પડ્યો, "પ્લીઝ બચાવી લો મને નહીં તો મારી વાઈફ અને મારું આવનાર બાળક મારા ગુનાની સજા ભોગવશે..." વનરાજને ગુસ્સો તો હતો પણ નિગમ પર દયા પણ આવી "તને બચાવવાનો વિચાર પછી કરીશ પહેલા એ જાણવું પડે કે એ બહેન અને છોકરી હતા કોણ અને તેઓ અત્યારે કઈ પરિસ્થિતિમાં છે..?
તું ચિંતા ના કર હું મારી રીતે તપાસ કરાવું છું."
એટલામાં નિગમના ફોનમાં રીંગ વાગી,
"રાતના ૨ વાગવા આવ્યા છે,
ક્યાં છે નિગમ?
મને તારી બહુ ચિંતા થાય છે, એક કોલ તો કર કે કેમ લેટ થયું..?" ક્ષમા ગુસ્સામાં બોલી.
"ક્ષમા અત્યારે હું તને કંઈ જ કહી શકું એવી હાલતમાં નથી પણ તું ચિંતા ના કરીશ હું કાલ સુધીમાં પાછો આવી જઈશ...!" નીગમે સાંત્વના બાંધી.
"બધું બરાબર તો છે ને નિગમ,?
મને ક્યારનું દિલમાં થાય છે કે કંઈક ખોટું થઈ રહ્યું છે...!" ક્ષમાએ પૂછયું.
"ના ક્ષમા, કંઈ ખોટું .........!!"
આટલું બોલતા એ અટકી ગયો,
"હેલો નિગમ ,હેલો...!" સામેથી ક્ષમાના અવાજો આવી રહ્યા હતા આ બાજુ નિગમના હાથમાંથી ફોન નીચે પડી ગયો.
નિગમ દિગ્મૂઢ બનીને વનરાજના ઘરમાં લટકતી એક તસવીર ને જોઈ રહ્યો હોય છે પાછળથી રજ્યો આવે છે,
"શું થયું સાહેબ શું જુઓ છો તસવીરમાં...?"
"જે સ્ત્રી આ તસવીરમાં દેખાય છે ને રજયા એને જ રસ્તામાં મે હોમી નાખી છે....!!" ડરતા ડરતા નીગમ બોલ્યો..
રજિયા ના દિલ માં ફાળ પડે છે,
"સાહેબ આ તો દરબારની વાઈફ છે, તમે વનરાજની વાઈફ અને છોકરીને જ ઉડાડી દીધા....?"
રજ્યો ધ્રુજતા અવાજે બોલ્યો.
નીગમના ફફડાટમાં વધારો થયો.....!!!
"સાહેબ દરબારના આખા ઘરનું કાસળ કાઢી નાખ્યું તમે...!!" રજ્યો બોલ્યો.
"શું બોલ્યો અલ્યા તું..?"પાછળથી વનરાજનો પ્રચંડ અવાજ આવ્યો.
કંઈ નહીં બાપુ, એ તો સાહેબ તસવીરમાં કોણ છે એ પૂછતા હતા,,
તો મે કીધું કે, ભાભી અને તમારી દીકરી છે. " રજયાએ વાત વાળવાનો પ્રયત્ન કર્યો.
"દીકરી નહીં, મારી આખી જિંદગી છે..
ક્યારના નીકળ્યા છે પણ હજી એના પિયરે પહોંચ્યા નથી લાગતા."
હું ના પાડતો હતો કે આ વરસાદમાં ના જતાં પણ માને એવું તો કોઈ છે જ નહીં..!" વનરાજે ચિંતાજનક નિસાસો નાખ્યો.
"ને હવે મનાવવા બચ્યુ પણ ક્યાં કોઈ છે?"રજ્યાએ નિગમના કાનમાં કહ્યું.
નીગમે ગુસ્સાથી રજ્યાનો હાથ મરોડી નાખ્યો.
"બાપુ સ્વાગત બદલ આભાર પણ, હવે અમારા લીધે તમે વધારે મુશ્કેલીમાં ના પડો, હું તમારી રજા લઉ.."
એમ કહી નિગમ બે હાથ જોડીને નીકળવા ગયો.
વનરાજનો ભારે હાથ નિગમના ખભા પર પડ્યો અને તે બોલ્યો,
"દરબારના ઘરે મદદની આશથી આયા છો એમ તો કઈ રીતે જવા દઈ શકું..!"
નીગમ અને રજ્યાનું તો કાપો તો લોહીના નીકળે એવી હાલત હતી.
રજ્યો નખ ચાવી રહ્યો હતો અને નીગમ પગ હલાવી રહ્યો હતો. આટલા ચોમાસાના ઠંડકવાળા વાતાવરણમાં પણ પરસેવાથી રેબઝેબ બંને પલડી રહ્યા હતા.
વનરાજે આ બધું જ નોટિસ કર્યું, કંઈક તો લોચા લાગ્યા. એટલામાં વનરાજનો ફોન વાઇબ્રેટ થયો. નીગમ અને રજ્યાનો જીવ એ ફોનમાં ભરાયેલો હતો. ફોન હતો ઇસ્પેક્ટર જાડેજાનો,
"દરબાર એક માઠા સમાચાર છે..!"
"શું થયું બોલોને..?"વનરાજે પૂછયું..
"બાપુ બે લાશ મળી છે હાઇવે પર એક્સિડન્ટની સાઇટ પર.
ભાભી અને .......કદાચ તમારી દીકરી હોય એવું લાગે છે..."
લાંબો પોસ લઈને અટકતા અટકતા ઈન્સપેકટર જાડેજા બોલ્યા.
"શક્ય જ નથી આ વસ્તુ....!!" ફોન હાથમાંથી ફેંકીને વનરાજ આંખમાં પાણી અને ગુસ્સા સાથે હાંફતો હાંફતો, ઘરની બહાર નીકળી પોલીસ સ્ટેશન તરફ દોડ્યો.
આ બાજુ રજ્યો અને ન
ીગમ દોટ મૂકીને ભાગ્યા. ખાસ્સું દોડ્યા પછી તેઓ ખુલ્લા ખેતરો સુધી પહોંચ્યા.
"ક્યાં સુધી આમ ભાગતા રહીશું સાહેબ?
દરબાર જીવતો નહીં મૂકે આપણને અને કદાચ એનાથી બચીશું તો પોલીસ જીવતા નહીં મૂકે આપણને...!!" રજ્યો બોલ્યો..
નીગમે કહ્યું ,
"સામે એક મંદિર દેખાય છે આજે રાતે ત્યાં જ રોકાઈ જઈએ.."
મંદિર તરફ બંને લોકો વળ્યા, થાકમાં આખી રાત ક્યાંય નીકળી ગઈ બંનેને ખ્યાલ જ ન આવ્યો.
બીજા દિવસે સવારે નીગમ આંખો ચોળીને બેઠો થયો. મંદિરની આસપાસના વૃક્ષો પર રહેતા પક્ષીઓનો મીઠો અવાજ તેના કાનમાં અથડાયો. નીગમ હજી આંખો જ ચોળતો હતો, ત્યાં તેની આંખો પહોળી થઈ ગઈ.
ચારે બાજુ પોલીસ જ પોલીસ.. બધા એકી ટશે એને જોઈ રહ્યા હતા,
રજ્યો ક્યાંય દેખાતો ન હતો..
"આ રજ્યો મને ફસાવીને ચાલ્યો ગયો,
હે ભગવાન આ પોલીસવાળા શું દશા કરશે મારી..?
એક તો બે મર્ડર કર્યા છે અને વનરાજ પણ પાછળ પડ્યો છે..!! નીગમ મનમાં બબડ્યો..
નીગમ પોતાના ઘૂંટણિયે પડી ગયો,
"સાહેબ મને માફ કરી દો, મારાથી ભૂલ થઈ ગઈ એકસિડન્ટલી બે જિંદગી મારાથી છીનવાઈ ગઈ છે, મને મારી ના નાખતા પ્લીઝ....!!!"
ત્યાં આવેલા હેડ કોન્સ્ટેબલે કીધું,
"કઈ બે જિંદગીની વાત કરો છો?
આ બધું શું બોલો છો તમે ..?
તમારા વાઈફે કંપલેન કરી છે કે, તમે મળતા નથી બે દિવસથી એટલા માટે અમે તમને શોધતા શોધતા આવ્યા છીએ,
ચલો અમારી સાથે..."
"આટલા સમય સુધી બે મર્ડર વિશેની જાણકારી આ લોકોને ના થઈ હોય એ વસ્તુ શક્ય જ ન બને. દાળમાં કંઈક ચોક્કસ કાળું લાગે છે "નીગમ મનમાં વિચારવા લાગ્યો અને મોટેથી બોલ્યો,
"તમે લોકો મને ફસાવવા માંગો છો,
હું નહીં આવું તમારા હાથમાં .....!"
એમ કહી નિગમ દોડ્યો,
પાછળ પોલીસ તેને પકડવા દોડી,
અને ખુલ્લા ખેતરોમાં શરૂ થયો અફડાતફડીનો જંગ.......!!!
કઈ ક્યાં સુધી બધા દોડ્યા, આખો દિવસ આ સંતાકુકડીનો ખેલ ચાલ્યો.
આ ભાગદોડમાં નિગમ થાકી ગયો હતો,
નિગમ મનમાં વિચારવા લાગ્યો,
"કયા ચોઘડીયામાં ઘરે જવા નીકળ્યો એજ નથી સમજાતું, સાલુ ૨૪ કલાકથી ઉપર થઈ ગયા અને હજી આ ખેતરોમાં જ અટવાયેલો છો.. શું કરતી હશે ક્ષમા? કદાચ ક્ષમા એજ એ કોન્સ્ટેબલ મને શોધવા મોકલ્યો હોઈ શકે.
ફોન પણ મારો સ્વિચ ઓફ છે, કોન્ટેક્ટ પણ નહીં થઈ શકે. એની પ્રેગ્નન્સી વખતે એને મારા લીધે આટલો સ્ટ્રેસ પડ્યો.
સાલુ દિમાગ જ કામ નથી કરી રહ્યું,
કોકેન લેવાનુ તો ક્યારનું મૂકી દીધું છે પણ હવે આ બોડી ક્રેવ કરી રહ્યું છે કોકન માટે..!!,
સવારથી રાત થવા આવી,
પોલીસની સામે સરન્ડર કરી દઉં ...? ડબલ મર્ડર ચાર્જમાં ફાંસી સિવાય કંઈ નહીં આવે અને ફાંસીથી કદાચ બચ્યો તો આજીવન કારાવાસ તો છે જ...!! વનરાજને મળીને વાત કરું?
અરે, એ શું કામ મારી વાત સાંભળશે એના તો બૈરી-છોકરાં જ ખાઈ હું ગયો છું.
સર્કલ ઓફ લાઈફ આખું પૂરું થઈ ગયું. કોઈ નિર્દોષના વાઈફ અને છોકરી મારા હાથે દુનિયા છોડીને ગયા અને હવે મારી ક્ષમા અને મારા આવનાર બાળકને હું કદી નહીં મળી શકું,
હે ભગવાન, ક્યાં ફસાઈ ગયો હું?..."
મગજમાં અગણિત વિચારો સાથે ચાલતા ચાલતા નીગમને પગમાં ઠોકર વાગી અને તે જમીન પર ફસડાઇ પડ્યો અને સાથે સાથે તેના ખિસ્સામાંથી કોકેનનું પેકેટ છલકાયું,
પેકેટ એણે હાથમાં લીધું, "રોજ સાબરમતીમાં અર્પણ કરતો હતો હું આ પેકેટને પણ આજે નહીં કરી શકું...!,
કદાચ મારા બધા દુઃખની આ જ દવા છે.."
નિગમે ઝડપથી કોકેનનું પેકેટ તોડ્યું,
તે જેવું કોકેન સ્નીફ કરવા ગયો તેવો તરત જ ક્ષમાનો ચહેરો તેની સામે આવી ગયો,
નિગમને ટ્રેમર શરૂ થઈ ગયા હતા, ઇમોશનલ બ્રેક ડાઉન એની પીક ઉપર હતું, બને એટલી હિંમત કરીને એણે તમામ કોકેન જમીન પર ફેંકી દીધું,
ગળામાં ડૂમો ભરાઈ ગયો હતો, આંખમાંથી છલકાતા પાણી સાથે તે બોલ્યો,
"ક્ષમા તને આપેલું પ્રોમિસ તો હું કદી નહીં તોડી શકું....!"
બસ આટલું બોલી તે ફસડાઇ પડ્યો.
બીજા દિવસે સવારે નિગમના કાનમાં અલગ અલગ અવાજો અથડાઈ રહ્યા હતા અને એ સંજોગવશાત એ બધા જ અવાજો તેને ફેમિલીયર હતા.
જેવી આંખો તાણે ખોલી, બે સેકન્ડ માટે તો તે બોખલાઈ ગયો. નિગમ હોસ્પિટલના આઈસીયુમાં ભરતી હતો, ઓક્સિજન માસ્ક તેને પહેરાવેલ હતો. નિગમની આજુબાજુ જાણે માનવ મહેરામણ ઉમટયું હતું.
જમણી બાજુથી શરૂ કરીએ તો સૌથી પહેલા તેની ટ્રીટમેન્ટ કરી રહેલા ડૉક્ટર અને સ્ટાફ નર્સ એકીટશે નીગમને જોઈને કંઈક ડિસ્કસ કરી રહ્યા હતા.
તેની બાજુમાં ત્રણથી ચાર પોલીસ કોન્સ્ટેબલ ઉભા હતા એમની બાજુમાં નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટના હેડ, એમની બાજુમાં મીડિયામાંથી સ્ટોરી કવર કરવા આવેલા રીપોર્ટર્સ, એમની બાજુમાં નિગમના સાયકોલોજિસ્ટ ડૉ. દવે અને તેની બાજુમાં નિગમનો ફ્રેન્ડ દિવ્યેશ અને તેની બાજુમાં ક્ષમા ઉભા હતા.
નિગમની આંખો ક્ષમા સાથે મળી ,
ક્ષમાએ નીગમનો હાથ પકડ્યો અને બોલી,
"તું ટેન્શન ન લઈશ, બધું સારું થઈ જશે....!!"
ક્ષમા મોટેથી બોલી,
"સર સૌથી પહેલા આ મીડિયાવાળાને કહો અહીંથી જતા રહે, જેટલી ખોટી બદનામી મારા હસબન્ડની અને તેમની કંપનીની કરવાની હતી એટલે એ કરી ચૂક્યા છે હવે વધારે નહીં...!"
આદેશ અનુસાર બધાને બહાર કાઢવામાં આવ્યા, "મેડમ અમે પણ નીકળીએ, તમારા હસબન્ડ મળી ગયા છે અને તમારા સાયકોલોજીસ્ટ પાસેથી એમની ટ્રીટમેન્ટની ઇન્ફોર્મેશન પણ મળી ગઈ છે. કોકેન સંબંધિત તમામ તપાસ પૂર્ણ થઈ ગઈ છે, તેમ છતાં કોઇ કામ હશે તો તે તમારા સાયકોલોજિસ્ટ પાસેથી જાણી લઈશું.. "
આટલું બોલી પોલિસની ટૂકડી રવાના થઈ.
જેવી પોલીસ ગઈ નિગમ તરત ઉપડ્યો,
" ક્ષમા, મે કોઇ ખૂન નથી કર્યું.
બધુ એક્સિડન્ટલી બની ગયુ છે મારી કોઈ ભૂલ નથી. પ્લીઝ મને માફ કરી દે...! "
"નિગમ, કોનું ખૂન,?
કશું કોઈનું ખૂન થયું જ નથી.,
તુ શું બોલે છે નીગમ..?
ક્ષમા ચિંતાતુર ભાવથી બોલી..
"એનો મતલબ હું તમને સમજાવુ, ડૉ.પ્રશાંતે કહ્યું.
પહેલા તારી સાથે શું થયું એ મને કે,
નીગમે આખી કથા ફરીથી ચાલુ કરી,
કઈ રીતે તે ગાંધીનગર આવવા નીકળ્યો,
કઈ રીતે રસ્તામાં આવેલી એ લેડી અને તેની નાની છોકરી સાથે તેમનો એક્સિડેન્ટ થયો,
કઈ રીતે તે વનરાજના ઘરે ગયો,
કઈ રીતે તે વનરાજના ઘરેથી ભાગ્યો...!
બધા આ સ્ટોરી સાંભળીને હેબતાઇ ગયાં.
ક્ષમા ગુસ્સાથી બોલી,
"અમને તો તું સવારે કોઈક ખેતરમાંથી મળ્યો,
એ પણ બેભાન હાલતમાં,
તારા હાથમાં એક સિરિન્જ હતી અને તપાસમાં જાણવા મળ્યું કે તે કોકેનનો હેવી ડોઝ લીધો હતો અને તેના લીધે તને હાર્ટ અટેક આવી ગયો હતો, યુ ફૂલ.....
માંડ બચ્યો છે તું...!!"
નીગમ હજી આજીજી કરી રહ્યો હતો,
"તમે તપાસ કરાવો સર,
પેલો વનરાજ મને મારવા માટે શોધતો હશે.!!"
ડૉ.દવેના મગજમાં બધું ગોઠવાઇ રહ્યું હતું પણ તેમણે ખાલી નિગમ ના સંતોષ ખાતર તમામ તપાસ કરાવી.
પોલીસ કોન્સ્ટેબલે આવીને કહ્યું,
"વનરાજ નામની કોઈ વ્યક્તિ એ ગામમાં રહેતી નથી, અને નીગમ સર કઈ રહ્યા છે એવી કોઈ લેડી કે નાની છોકરીનો એક્સિડન્ટ એ હાઈવે પર થયો નથી...!"
નીગમ ત્રાડુક્યો,
"એ બની જ ના શકે,
આ બધું મેં જોયેલું છે,
બધી જ વ્યક્તિઓ,
વનરાજ, એની ઘરવાળી એની છોકરી,
તમે રજ્યાને બોલાવો,
એને બધું જ ખબર છે..!! "
"હવે આ રજ્યો કોણ છે?? "
ક્ષમા હવે ઉકળી ઉઠી.
"હું રોજ સાંજે
GJ HK 8899
નંબરની ઉબરમાં ઘરે આવુ છુ, અને રજ્યો એ કારનો ડ્રાઈવર છે..
તમે પકડો એને....! "
નીગમ બોલ્યો.
"એ કાર આપણી જ છે નિગમ,
ડૉ.દવે ,
શું થયું છે મારા નિગમને...??"
ક્ષમા ડૉ. દવેની સામે જોઈને રડતા રડતા બોલી,
"કોઈ રજ્યો નથી નિગમ,
તુ શાંત થઈ જા.. "
ક્ષમાએ નિગમને પોતાની બાહોમાં ભરી લીધો.
નિગમ આટલા બધા આઘાતને સહન કરવાની તાકાત ગુમાવી ચુક્યો હતો,
અને ક્ષમાની બાહોમાં બેહોશ થઈ જાય છે.
"સંભાળ ક્ષમા, એને આરામ કરવા દે....!"
ડૉ. દવે બોલ્યા.
થોડા કલાકો બાદ નિગમ ભાનમાં આવે છે,
ડોક્ટર દવે નિગમ અને ક્ષમાને તમામ વસ્તુ સમજાવે છે કે,
"જે નિગમ જોડે બની રહ્યું છે,તેને "ડિલ્યુસન્સ"
અને "વિસ્યુઅલ તેમજ ઑડિટરી હેલ્યુસિનેશન" કહેવાય.
ટૂંકમા તેને "કોકેન ના લેવાના લીધે આવેલા વિડ્રોઅલ સિમ્પટ્મ્સ કહેવાય.."
રજ્યો, વનરાજ તેની વાઈફ તેની છોકરી એ બધા તારા બનાવેલા કેરેક્ટર છે,
થોડું અઘરું છે આ બધું સમજવું,
પણ મારી દવા અને ક્ષમાનો પ્રેમ તને જલ્દી સારો કરી દેશે ....!"
એક નાનકડી સ્માઈલ આપી ડોક્ટર પ્રશાંત નીકળી જાય છે..
"ક્ષમા તુ આરામ કર,
હું નિગમ સાથે બેઠો છું..!"
દિવ્યેશે કહ્યું..
નીગમ અને દિવ્યેશની જીદ સામે ક્ષમાએ ઝૂકવું પડ્યું.
"મેં કીધું તું ને નિગમ કે, તું બહુ ગંદુ ફસાઈ જઈશ અને તારા આ કોકેનના નશાના લીધે તું અને તારી કંપની, બન્ને ડૂબી ગયા.
કંપનીએ તને ટર્મિનેટ કરવાનો ઓર્ડર આપ્યો છે, તારા ભરોસે મે આપણી કંપનીના નવા મૂકેલા શેર પર પૈસા લગાવ્યા,
શેર પણ ડૂબી ગયા અને કંપની પણ..
અને મને પણ ખાસ્સુ નુકસાન થયું...!!"
દિવ્યેશે નિસાસો નાખી કહ્યું.
આટલું સાંભળીને નીગમ મોટે મોટેથી હસવા લાગ્યો.
"તું પાગલ છે નિગમ..?"દિવ્યેશ અકળાઈ ગયો.
મોટે મોટેથી હસતા નિગમ અચાનક ચૂપ થઈ ગયો, એક સ્ટેરી લૂક સાથે તે દિવ્યેશને જોઈ રહ્યો હતો અને અચાનક તેણે જોરથી દિવ્યેશને પકડી અને કાનમાં ધીમેથી બોલ્યો ,
"બધો જ રાઝ તારી પાછળ એક વ્યક્તિ ઊભો છે એનામાં સમાયેલો છે.....!! "
દિવ્યેશના પરસેવા છૂટી ગયા હતા, તે મનમાં વિચારી રહ્યો હતો,
"આ ગાંડો ખબર નઈ કયું ભૂત મારી પાછળથી લાવશે? "
અચાનક નિગમની પકડ ઢીલી થઈ ગઈ,
તે નાનકડી સ્માઈલ આપીને બોલ્યો,
"બેટા, જરાક આગળ આવતો...!! "
પાછળથી પોતુ કરતાં કરતાં એક સ્વિપર આગળ આવ્યો અને બોલ્યો,
"કેમ છો દિવ્યેશ સાહેબ મજામાં?? "
"દિવ્યેશ ભાઈ, આ મારો રજ્યો છે,
મારો બાળપણનો મિત્ર અને મારી આ વાર્તાનો કો-ઓથર...!! "
નિગમ ગર્વથી બોલ્યો.
"મતલબ? મને કંઈ સમજ ના પડી, "
મૂંઝવણમાં દિવ્યેશ બોલ્યો.
હું તને બધુ સમજાવુ,
નિગમે વાત શરૂ કર્યું,
"તને કદાચ યાદ હોવું જોઈએ કે આપણા કંપનીના મેનેજીંગ ડાયરેક્ટરે જ્યારે મને મળવા આવ્યા ત્યારે એણે મારી જોડે બબાલ કરેલી કે, મારા લીધે કંપનીને નુકસાન થઈ રહ્યું છે.
સાલુ આ કંપનીને ફાયદો અપાવવા મેં દિવસ-રાત એક કરી દીધા છે, તેમ છતા મારૂ આવુ અપમાન મને ગણકાર્ય ન હતું.
બસ તે દિવસથી મેં ડિસાઈડ કરી લીધું હતું કે,
એને તો નહીં જ છોડું,
જ્યારે મને ખ્યાલ આવ્યો કે કંપની નવો શેર માર્કેટમાં મૂકવાની છે અને પબ્લિક ચારેબાજુથી એ લેવા તૂટી પડવાની છે એટલે મેં એક સ્ટોરી બનાવી.
રોજ રાતે સસાયકોલોજિસ્ટ સાથે એટલે જ વાત કરતો કે એને ખ્યાલ આવે કે મેં કોકેન મૂકી દીધું છે. અને ક્ષમા ના સોગંધ દિવ્યેશ,
કોકેન તો મેં બંધ કરી જ દીધું છે પણ,
'૨૦ દિવસથી નહીં છેલ્લા છ મહિનાથી'
છ મહિના પહેલા જ્યારે કોકેન મે છોડ્યું ત્યારે મને વિથડ્રોઅલ સિમ્પટ્મ્સ આવવાના શરૂ થયા હતા,
પણ ક્ષમાનો પ્રેમ અને મારા આવનાર બાળકના પોઝિટિવ વિચાર મારી આ કોકેનની આદત પર ભારે પડ્યા, અને મને એ આદત છૂટી ગઈ.
પણ મારા એ સિમ્પટ્મ્સનો મે મારી આ સ્ટોરીમાં ઉપયોગ કર્યો, કોઈ ઉબર હતી જ નહીં, હું ને રજ્યો રોજ મારી કારમાં જ ગાંધીનગર પાછા આવતા, છેલ્લા એક મહિનાથી આ વાર્તાનુ પ્લાનિંગ હું કરી રહ્યો હતો, વનરાજ અને તેની ફેમિલી, મારા જ બનાવેલા કેરેક્ટર્સ છે.
કદાચ મારી રમતના બેસ્ટ પ્લેયર્સ.
હું ઘરે ના પહોંચ્યો એટલે ક્ષમા પોલિસ ફરિયાદ નોંધાવાની હતી, એ ચોક્કસ હતું,
અને ખેતરમાં બેઠો બેઠો હું એ પોલિસની જ રાહ જોતો હતો.
પણ પોલિસ મને શોધી ના શક્તા, કંટાળીને રજ્યા જોડે અજાણ્યા નંબરથી ફોન કરી મારી બાતમી મેં તેમના સુધી પહોંચાડી.
બસ પછી કરેલુ ભાગા દોડીનું નાટક,
અને મારી આ વાર્તાને 'હેલ્યુસિનેશન' એટલે કે " કોકેન વિથડ્રોઅલનું સર્ટિફિકેટ મળી ગયું.. "
"પરંતુ સવારે કોકેનના ઇન્જેક્શન સાથે નશામાં તું અમને મળેલો એનું શું.....??"
નિગમની વાતને વચ્ચેથી કાપતા દિવ્યેશે પૂછયું..
"એના માટે તને 'મેડલિન લુડવિગ' ની ફેમસ સ્ટોરી ખબર હોવી જોઈએ.
એક ફોરેનર ટીનેજર હતી મેડલિન.
કોકેનની સોલિડ એડિક્ટ..
છોકરી દેખાવે એકદમ ફટાકડી,પણ કોકેન જ જાણે એનામાં વહેતું.
એક વખત જીંદગીથી કંટાળીને તેણે કોકેનનો હેવી ડોસ ઈન્જેક્ટ કરી લીધો. કોકેનનું ટોલરન્સ વધારે હતુ એટલે જીવ તો બચી ગયો
પણ એને એક સ્ટ્રોંગ હાર્ટ અટેક આવ્યો.
બસ આ જ વાતને મેં પકડી લીધી,
કારણકે ૨૦ દિવસથી કોકેન છોડેલા લોકો સિમ્પટ્મ્સના લીધે આવો હેવી ડોસ લઈ લેતા હોય છે.
આ રજ્યાએજ મને ઈન્જેક્શન આપેલું,
બે સેકન્ડ માટે તો મને થયું કે આપણું ચેપ્ટર ક્લોઝ, પણ બચાવી લીધો મને ઉપરવાળાએ.
અને તરત મિડિયામા મારી કોકેનવાળી વાત રજ્યાએ લિક કરી દીધી,
હું ભાનમાં આવુ એ પહેલાં તો મારા આ કોકેને આખી કંપની ડૂબાડી દીધી, નવો લોન્ચ કરેલો શેર અને તેના હોલ્ડર બધા એકસાથે ક્રેશ થયા... "
નિગમે બદલો પૂર્ણ થયાની ખુશી વ્યક્ત કરતા કહ્યું.
"ગજબ છે સાલા તું, પણ કંપની ડૂબાડવામાં તું પણ ડૂબ્યો જ ને. એ શેર પર તો તે તારી તમામ મૂડી લગાવેલી.. "
દિવ્યેશે પૂછયું..
નિગમે હસતાં હસતાં કહ્યું,
"શેરબજારનો હું જૂનો ખિલાડી છું દોસ્ત.
મે મારા તમામ પૈસા એક સોફ્ટવેર બનાવતી કંપનીના શેર પર લગાવેલા.
જેમાં મને પ્રોફિટ પણ તગડો થયો છે..!! "
"સાલુ તારી બબાલમાં નુક્સાન મને થયું.. "
રડમસ અવાજે દિવ્યેશ બોલ્યો..
"તું ટેન્શન ના લે, મારો અડધો પ્રોફિટ તારો..! "
તારૂ આ રડતુ મોઢું મને બહુ ખટકે છે..!! "
એમ કહીને નિગમ અને રજ્યો હસવા લાગ્યા.
અચાનક પાછળથી સિસ્ટરનો અવાજ આવ્યો,
"સર તમારી વાઈફને અસહ્ય લેબર પેન ઉપડ્યું છે...! "બધા ક્ષમા પાસે દોડે છે.
થોડીક ક્ષણો પછી.. નિગમના હાથમાં એનો અને ક્ષમાનો અવતરેલો એક નાનકડો જીવ મૂક્તા ડૉક્ટર બોલે છે,
"કોન્ગ્રેચ્યુલેશન્સ,
બેબી બોય આવ્યો છે....!! "
નિગમ બચ્ચાને ખોળામાં લઈને એકીટશે તેને જોઈ રહ્યો છે,
રજ્યો નિગમના એક કાનમાં ધીમેથી બોલ્યો,
"ભાઈ, આનુ નામ શું રાખીશું..?? "
બીજા કાનમાં દિવ્યેશ ધીમેથી બોલ્યો,
"એક કામ કર,
વનરાજ નામ રાખ......!! "
ત્રણેય એકબીજાને જોઈને હસવા લાગે છે.....!