Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!
Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!

Herat Udavat

Romance

3  

Herat Udavat

Romance

ઓર્કિડ

ઓર્કિડ

8 mins
564


"બેનાઉલિમ સાઉથ ગોવા,

સવારના સાડા પાંચ વાગ્યાનો સમય.....!"

એક ભવ્ય વિલાની અંદર અલાર્મ વાગી રહ્યું હતું. સુંદર સપનાઓની ઊંઘ તોડીને એક ૬૦ વર્ષનો વૃદ્ધ પુરૂષ ઉભો થયો. ઘડિયાળ સામે જોયું, "જલ્દી તૈયાર થવું પડશે નહીં તો આજે પણ મિસ થઈ જશે....!" કંઈક આવું બબડીને તે તરત તૈયાર થવા માટે ઉભો થયો. તેનું "રાલ્ફ લોરેન બ્લેઝર" વૃદ્ધાવસ્થાને સંપૂર્ણ રીતે હાઇડ કરી લે એટલું સક્ષમ હતું. બે સેકન્ડ માટે તે અરીસામાં પોતાનેજ જોઈ રહ્યો. હાથમાં રોલેક્સ વોચ પહેરી ઝડપથી પોતાના વિલાની બહાર નીકળી પોતાની "રોલ્સ રોયસ ડાઉન" કારમાં બેઠો.

બાજુની સીટ પર તેણે નજર નાખી. અને, એક નિસાસા સાથે કાર સ્ટાર્ટ કરી તે આગળ વધ્યો. આ ૬૦ વર્ષનો વ્યક્તિ એટલે રોબર્ટ ડિસુઝા. ગોવાની સૌથી મોંઘી પ્રોપર્ટીનો માલિક. આલ્કોહોલના નાના બિઝનેસથી સંઘર્ષ કરીને આ મુકામ સુધી પહોંચેલો આ વ્યક્તિ. "ફાતોરડા"માં આવેલી એક પ્રોપર્ટીની ડીલ કરવા માટે આજે તે વહેલો નીકળ્યો હતો.

કાર અત્યારે હાઇ સ્પીડથી સોફ્ટ રીતે આગળ વધી રહી હતી. સાઉથ ગોઆ એકંદરે શાંત છે, રસ્તાઓ પણ ઘણા સૂમસામ છે અને વ્યક્તિઓની ભીડ પણ બહુ ઓછી જોવા મળે છે. અચાનક તેનું ધ્યાન રસ્તામાં ઊભેલી એક કાર પર પડ્યું. કાર કદાચ બગડી ગઈ હોય તેવો તેને અંદાજ લગાવ્યો. હેલ્પ કરવાના આશયથી તેણે કાર સાઇડમાં રોકી કારમાંથી તે નીચે ઊતર્યો. ધીમે ધીમે તે આગળ વધ્યો.

એક ૫૮ વર્ષની લેડી ફોન પર ફોન લગાવી રહી હતી, કોઈની હેલ્પ માટે સતત બબડી રહી હોય તેવું તેને લાગ્યું.

"મે આઈ હેલ્પ યુ ?"રૉબર્ટે આદરપૂર્વક પૂછ્યું..

તે લેડીએ અચાનક પાછળ જોયું અને રોબર્ટે લેડી તરફ. રોબર્ટના બે પગલાં અચાનક પાછળ જતા રહ્યા. તેના ચહેરા પર એક ડર છલકાયો. આંખો થોડી ડાયલેટ થઈ ગઈ.

"મારે ફાતોરડા જવાનું છે અને મારી કાર અચાનક બંધ થઈ ગઈ, કેન યુ હેલ્પ મી ? મને લઈ જશો ત્યાં સુધી ?,પ્લીઝ !" એ લેડીએ વિનંતી કરી..

આ પ્લીઝ બોલવાની સ્ટાઈલ રૉબર્ટે પહેલા પણ ક્યાંક સાંભળી હતી. "હા સ..સ.. સ્યોર.....!" અટકાતા અટકાતા રોબર્ટ બોલ્યો..

એ લેડી રોબર્ટની કારમાં બેઠી. રોબર્ટ ત્રાંસી નજરથી તેને જોઈ રહ્યો હતો. "આપણે જઈએ હવે તો સારૂ રહેશે !" લેડીએ થોડુ ગુસ્સાથી કહ્યું.અને કાર સ્ટાર્ટ થઈ.

"જેની ક્રિસ્ચયન" મારૂ નામ.અહીં સાઉથ ગોવામાં જ રહું છું, અને તમે ? રોબર્ટે જાણે ભૂત જોયું હોય તેમ જેનીને જોઈ રહ્યો.

"રૉબર્ટ ડિસુઝા" હું પ્રોપર્ટી ડીલર છું, અને લાઈકરનો મારો બિઝનેસ પણ છે !" રૉબર્ટ બોલ્યો.

"તમે શું કરો છો જેની ?" રૉબર્ટે પૂછ્યું.

"આઈ એમ સાયકાયટ્રિસ્ટ બાય માય પ્રોફેશન. પણ હવે તો રિટાયરમેન્ટ લઈ લીધી છે. બસ લાઇફ એન્જોય કરું છું....!" જેનીએ કહ્યું.

"અચ્છા, નાઈસ ટુ મીટ યુ ! તો તમે લોકોના મગજ જોડે રમત રમો છો એમ ને ?' એમ કહી રોબર્ટ મોટે મોટેથી હસવા લાગ્યો..

"અત્યારે તો મારું મગજ મારા કંટ્રોલમા નથી, એક સ્ટેરી લૂક સાથે જેનીએ રોબર્ટને જોઈને જવાબ આપ્યો !"

"મતલબ ?" રોબર્ટ અચાનક હસતો બંધ થઈ ગયો.

"કંઈ નહીં, ખાલી અમસ્તું જ. બાય ધ વે તમને "સાયકાયટ્રી"માં ઘણો રસ લાગે છે ?" જેનીએ આતુરતાથી પૂછ્યું..

"મારી લાઈફ સેવ કરવામાં સાયકાયટ્રિસ્ટનો બહુ જ મોટો રોલ છે !" રૉબર્ટ બોલ્યો.

"અચ્છા કઈ રીતે ?" જેનીએ પૂછ્યું..

વાત ઘણી જૂની છે !રૉબર્ટ બોલ્યો !

***

જ્યારે આ બિઝનેસ શરૂ કર્યો ત્યારે મને નહોતી ખબર કે હું પણ આ વ્યસનમાં સપડાઈ જઈશ. ૨૫ વર્ષની ઉંમરે હું આ આલ્કોહોલના વ્યસનના લીધે સ્યુસાઇડ કરવા સુધી પહોંચી ગયેલો અને એક સાઇકિયાટ્રિસ્ટ મને બચાવી લીધેલો. શી વોસ વેરી બ્યુટીફુલ લેડી ! એના કામથી અને એના સ્વભાવથી, પણ એનું નામ હું નથી જાણતો. પણ મારી લાઈફ માટે તે સૌથી વધુ અગત્યની છે.

ગોડને હંમેશા પ્રે કરૂ છુ કે એક વાર તે મળી જાય. લાસ્ટ વિશ મારી એટલીજ છે કે હું એને થેન્ક્સ કહી શકુ.

"એને તમને મળાવવા મારાથી બનતી કોશિશ હું કરીશ...!" જેની બોલી.

"થેન્ક્સ જેની, મને વિશ્વાસ છે તમે મને એના સુધી પહોંચાડી જ દેશો !" રૉબર્ટ બોલ્યો.

કારની સ્પીડ વધી રહી હતી સાથે સાથે બંનેની વાતો પણ. અચાનક જ જેનીનું ધ્યાન કારમાં રહેલી એક વસ્તુ પર પડ્યું. અને તે બોલી,

"ઓહ ગોળ આઈ લવ ધીસ. આ ઓર્કિડ મારા ફેવરિટ છે....!" સામે બ્લૂ ઓર્કિડનું એક બુકે પડ્યું હતું.

"સોરી જેની, પણ આ મારી વાઇફ માટે છે, એટલે હું તમને નહીં આપી શકુ." રૉબર્ટે કહ્યું.

"તમારી વાઇફ માટે છે તો હું માંગી પણ નઈ શકું !" જેનીએ દુઃખી મોઢે કહ્યું.

"યુ આર લકી કે તમને આટલા કેરિંગ વાઈફ મળ્યા છે. મારા હસબન્ડ અને હું આ વાતમાં લકી નથી ! " જેની એ ઘટસ્ફોટ કર્યો.

"કેમ તમે આવું કહો છો ?" રૉબર્ટે પૂછ્યું...

"આ જગ્યાએ મારા મેરેજ થયેલા. ઓલ્ડ ચર્ચના રસ્તા પરથી જતા જેનીએ કહ્યું. "

"પીટર નામ હતું એનું. મને હજી પણ યાદ છે જ્યારે એ મને પ્રપોઝ કરવા આવેલો, એટલી હદે એ ડ્રન્ક હતો કે લથડીયા મારતા મારતા કરેલું એનું યુનિક પ્રપોસ મને ક્યારેય નહીં ભુલાય. બધું જ એકદમ પરફેક્ટ હતું લાઇફમાં. પાલોલેમ બિચ ઉપર વિતાવેલા અમારા 'હનીમૂનના' દિવસો ખૂબ યાદગાર હતા. ઠંડી રાતોમાં દરિયાકિનારે એ ઠંડી માટી પર ચાલતા ચાલતા થતો એકબીજાનો એ હૂંફાળો સ્પર્શ રૉબર્ટ એ હું ડિસ્ક્રાઈબ કરી શકુ તેમ નથી. અમારી આખી દુનિયાની ખુશીઓ, અમારા બંનેનો અંશ એવો મારો દિકરો સેમ મને ઈશ્વરે આપ્યો. અને મેરેજના પાંચ વર્ષ બાદ થયેલો એ એકસીડન્ટ ! પીટરને હુ વારે વારે સમજાવતી કે, પ્લીઝ કાર ધીરે ચલાવ. પણ મારુ પ્લીઝ એણે સાંભળ્યું જ નહીં અને એક્સિડન્ટ બાદ એ પ્લીઝ સાંભળવા માટે બચ્યો પણ નહીં ! " જેનીની આંખોમાંથી આંસુઓનો વરસાદ વરસતો હતો. એ આંસુઓ રોકવાની હિંમત રોબર્ટમાં પણ નહતી !

"જેની જે પણ થયું હવે બદલી શકવું અશક્ય છે. બેટર છે કે લાઈફમાં આગળ વધવું જોઈએ."રૉબર્ટે સાંત્વના આપતા કહ્યું...

"બાય ધ વે તમારે મારા વાઈફ અને મારા બચ્ચાને તો મળવુંજ પડશે. આમ પણ આપણે ફાતોરડા આવી ગયા છીએ તમે મળી લો એમને પછી તમને હું તમારા ઘરે મૂકી જઇશ !" રૉબર્ટે વાતને વાળતા કહ્યું..!

"હા ચોક્કસ, હું તમારી ફેમિલીને મળીને જ જઈશ." લાગણીઓને સમેટતા જેનીએ કહ્યું. રૉબર્ટના ઘર તરફ જતા અચાનક જેનીના શ્વાસ ચડી ગયા.

"રોબર્ટ આ ગલીઓ અને આ ઘર કેમ મને લાગે છે કે મારા જાણીતા છે ? તમને એક વાત નથી કીધી મે રૉબર્ટ, પીટર સાથે થયેલા મારા એક્સિડન્ટ પછી મને એક વિચિત્ર બીમારી થઈ છે જેના લીધે હું ખુદને પણ સમજી નથી શકતી."જેની એક શ્વાસમાં બોલી ગઈ.

મને ખબર છે જેની, તને "ટ્રોમા ઈન્ડ્યુસ્ડ એન્ટિગ્રેડ મેમરી લૉસ છે !" રૉબર્ટે ફોડ પાડ્યો.

"પણ તને કઈ રીતે ખબર એ રૉબર્ટ ?" જેનીએ આતુરતાથી પૂછયું. રોબર્ટની આંખમાં પાણી ભરાયું,

તે બોલ્યો,

"હું તને જે મેમરી યાદ નથી રહેતી, તેનો બહુ જ મોટો ભાગ છું." રૉબર્ટ બોલ્યો.

કાર ઘર તરફ આગળ વધી રહી હતી, ઘર સુધી પહોંચીને કાર ઊભી રહી. જેનીનો ગૃહ પ્રવેશ ફરીથી થયો. ઘરમાં રોબર્ટ અને જેનીની ઘણી બધી તસવીર લગાવેલી હતી, અને સામે એક ૨૫ વર્ષનો છોકરો ઊભો હતો જે આ વસ્તુને બરાબર સમજી ગયો હતો.

"જેની, તુ બેસ અમે તને બધું સમજાવીએ...!" રૉબર્ટ બોલ્યો.

"પ્લીઝ,,,જલ્દી. રૉબર્ટ તારી સાથેની મારી આ તસવીરો ? આ બધું મારી સમજની બહાર છે , મારું માથું ફાટી રહ્યું છે, જલ્દી બોલો કે તમે બંને કોણ છો ?" એક જ શ્વાસમાં જેની બોલી ગઈ.

"તારા અને પીટરના થયેલા અકસ્માત પછી તને એડમીટ કરવામાં આવેલી. પીટર તો દુનિયા છોડીને એજ સેકન્ડે જતો રહ્યો હતો. પણ ,તારા નસીબમાં કંઈક અલગ હતું. તારી લાઈફ તો બચી ગઈ, પણ નવી મેમરી બનાવવાની અને તેને યાદ રાખવાની ક્ષમતામાં ઘણું નુકશાન થયું. તને પીટર જોડે થયેલા એકસીડન્ટ પહેલાની બધી જ વસ્તુઓ પરફેક્ટ યાદ છે, હું જ્યારે મારી સારવાર કરવા માટે રિહેબિલિટેશન સેન્ટરમાં આવ્યો ત્યારે તેજ મને ફરીથી સાજો કર્યો હતો. તારી જોડે રહીને મને તારા જોડે ક્યારે પ્રેમ થઇ ગયો તે મને ખ્યાલ જ ના રહ્યો. જ્યારે મને તારી બીમારી વિશે રિહેબિલિટેશન સેન્ટરમાં જણાવવામાં આવ્યું ત્યારે મને ઘણો આઘાત લાગ્યો. પણ તને એકલા મૂકીને જવાનો મારો જીવ ન ચાલ્યો. તને પણ હું ગમવા લાગ્યો હતો એટલે જ મારા મેરેજનું પ્રપોઝલ તે એક્સેપ્ટ કર્યું. અને તારા દિકરા 'સેમ'ને મેં મારા સગા દીકરા જેટલોજ પ્રેમ આપ્યો છે. આ છોકરો તારી સામે જે ઊભો છે એ તારો સેમ જ છે. છેલ્લા ૩૦ વર્ષથી દર ૧૫ દિવસે તુ બધુ ભૂલીને એક્સિડન્ટ પહેલાની તારી યાદોમાં પહોંચી જાય છે અને હું તને શોધીને પાછી લાવુ છું અને એક્સિડન્ટ પછીની લાઈફ તને જીવાડું છું. હજી આ સ્ટોરી મારે તને ફરીથી કેટલી વાર કહેવી પડશે એ હું નથી જાણતો. પણ તું ચિંતા ના કરીશ હું હંમેશા તને આ વાર્તા સંભળાવતો રહીશ, મારા છેલ્લા શ્વાસ સુધી !"

આટલું બોલી તે જેનીના ખોળામાં પોતાનું માથું મૂકી દે છે. જેનીને બધી જ વાત સમજાઈ જાય છે , કેટલીય વાર સુધી જેની, રોબર્ટ અને સેમને પોતાની બાહોમાં ભરી રાખે છે, કંઈ કેટલીય કૂણી લાગણીઓ છલકાય છે. જેની બોલે છે,

"હું ખુશ છું રોબર્ટ કે મારા સેમનું ધ્યાન રાખવા માટે તું છે. કાલે કદાચ ૩૦ વર્ષ પહેલાંની દુનિયામાં હું પહોંચી જઈશ તો પણ મને પસ્તાવો નહીં રે !"

***

૧૦ દિવસ પછી,,

સવારે ૯ વાગ્યાનો સમય,

રોબર્ટને સેમ આખા ઘરમાં જેનીને શોધે છે, પણ તે ક્યાંય હોતી નથી. જેનીના રૂમમાં ટેબલ પર ઓર્કિડના ફૂલોની નીચે એક લેટર પડ્યો હોય છે,

"ડીયર રૉબર્ટ, ઓર્કિડના ફૂલની એક ખાસિયત છે, તને ખબર છે ? એને ડિવાઈડ કરો તો એકદમ સિમેટ્રીકલ ડિવાઈડ થાય એટલે કે, એક સરખા બે ભાગ. હું પણ કદાચ એ ઓર્કિડની જેમજ ડિવાઈડ થઈ ગઈ છું. એક ભાગ તો હંમેશા પીટર જોડેજ રહેશે. બહુ દિવસથી ઘરમાં ગોંધાઈ રહી છું. મન મને ફરી ફરીને પીટરની યાદોમાંજ લઈ જાય છે. કાલે કદાચ હું સવારે ઘરમાં તને ના મળું તો તારી પાસે જે મારો ભાગ બચ્યો છે તે લઈને આવી જજે. હું પિટરની યાદોમાં ક્યાંક તને મળીશ."

તારી જેની..!"

પુષ્કળ વરસતા વરસાદમાં સેમ અને રોબર્ટ જેનીને શોધવા નીકળ્યા. તમામ જગ્યાએ તેઓ ફરી વળ્યા ,

ક્યાંય જેની ના મળી. અંતમાં ઓલ્ડ ચર્ચ જોડે કે જ્યાં જેનીના મેરેજ થયા હતા ત્યાંથી તપાસ કરતાં જાણ થઈ કે જેની પીટરને જ્યાં દફનાવવામાં આવેલો ત્યાં ગઈ છે. વરસતા વરસાદમાં કડકતી વીજળીઓની સાથે સેમ અને રોબર્ટ જેની અને પીટર તરફ દોડયા.

જેની પિટરની કબરની સામે ઉભી હતી. ધીમેથી જઈને રૉબર્ટ બોલ્યો,

"મેમ તમને ઘરે મૂકી જઉં આ વરસાદમાં ? તમે કદાચ વરસાદમાં ફસાઈ ગયા હોય એવું લાગે છે !" પાછળ ફરીને જેનીએ આન્સર આપ્યો,

"રોબર્ટ તુ આવી ગયો મને લેવા માટે...?" રોબર્ટ અચંબામાં હતો કે, કઈ રીતે જેનીની મેમરી પાછી આવી ગઈ ?

"જેની, તું મને ઓળખી ગઈ ?" રૉબર્ટ બોલ્યો..

જેનીએ નાનકડી સ્માઈલ આપીને પિટરની કબર પર પડેલા ઓર્કિડના ફ્લાવર્સ ખસેડ્યા, તેની ઉપર રૉબર્ટ અને સેમ એવું નામ લખેલું હતું.

"મે આમાં લખી રાખ્યું છે, હું આ બંનેને ભૂલી ગઈ છું પણ મને એટલુ ખબર હતી કે બંનેમાંથી કોઈક મને જરૂર લેવા આવશે અને પિટર પછીની મારી ઝિંદગી મને યાદ કરાવશે !" રોબર્ટના ફેસ પર જેનીએ કરેલી આટલો પ્રયાસ ખુશી લાવવા માટે પૂરતો હતો..

"ચલ ઘરે, તારી આ નવી ઝિંદગી હું તને યાદ કરાવીશ !" રૉબર્ટ ખુશીથી બોલ્યો.

પિટરની કબર પર ઓર્કિડના ફૂલો પલળી રહ્યા હતા અને જેનીએ તેની નવી યાદોમાં ગૃહર્પ્રવેશ કરવા પગલાં ઉપાડ્યા !


Rate this content
Log in

More gujarati story from Herat Udavat

Similar gujarati story from Romance