Dhara Modi

Tragedy

5.0  

Dhara Modi

Tragedy

તું પ્રેક્ટિકલ બન...!!!

તું પ્રેક્ટિકલ બન...!!!

6 mins
662


    આજે આધવ અને ધરતી લગ્નગ્રંથીએ જોડાયા.રાત્રે રિસેપ્શન પૂર્ણ થઈ ગયાં બાદ બંન્ને હોટલે પહોંચ્યા.. આધવ જોવાં આવ્યો ત્યારે પહેલી જ નજરે એનાં દિલ ને એ ગમી ગયો હતો..એ ગાંડી થઈને આધવને ચાહતી હતી..ધરતીએ ખૂબ જ સુંદર એવો રૂમ સજાવેલો જોયો...એ સમર્પણની ઘડી સામે આવી ગઈ હતી... 


   ધરતી થોડી ધ્રુજતી હતી આધવને સમર્પણ થવાં માંગતી જ હતી.. કારણકે.. એ આધવને આંધળો પ્રેમ કરતી હતી... ને બસ...આધવ જેમ જેમ ધરતીની નજીક આવતો ગયો એમ એનાં હૃદયનાં ધબકારા પણ વધતાં ગયાં ને એ રાત્રિએ બંન્નેનું મિલન થઈ ગયું... ને આધવને તો નિંદર પણ ચડી ગઈ..ધરતી થોડી ચિંતત થઈ ગઈ.. એને થોડી વાર આધવ જોડે વાતો કરવી હતી... પણ આધવ તો ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો... આધવની છાતી પર પોતે રાખેલો હાથ હટાવ્યો એટલે આધવની ઊંઘ ઊડી ને કહ્યું શું થયું ધરતી?? 


" તમે થોડી વાર મારી જોડે જાગો ને મને અહીં ડર લાગે છે..." - ધરતી


"શું તું પણ મેન્ટલ થઈ ગઈ છો...કોઈ નથી...તું સુઈ જા ને મને સુવા દે..." -આધવ


હવે ધરતીની ચિંતા વધતી હતી...કે...આ ક્યો આધવ ? લગ્નની જ રાત્રિએ આટલી વારમાં આટલો બદલાય ગયો...ધરતી ને નવાઈ લાગી કે આધવ તો કેવું આટલું બોલીને પાછો આરામ થી ઊંઘી ગયો.... ને એવાંમાં તેને એક ધડામ દઈને નીચેથી મોટો અવાજ સાંભળ્યો...


તો વળી પાછું ધરતીએ આધવને જગાડી કહ્યું કે જો... આધવ ક્યાંક થી અવાજ આવે છે..


"અરે....ધરતી હજી તું સૂતી નથી...સુઈ જા ને હવે... કોઈનો અવાજ નથી... તું પ્રેક્ટિકલ બન....!"


ધરતી તો ખૂબ જ ડરતી હતી... આધવે કહ્યું નહીં તો પણ એને એકદમ વળગીને સૂઈ ગઈ...પણ ઊંઘ આવે ક્યાંથી.. એને તો આધવનાં પ્રેમની , હૂંફની એનાં કાંઈક શબ્દોની જરૂર હતી.. વિચારતી હતી કે આધવ મને પ્રેક્ટિકલ બનવાનું કેમ કહે છે...! અમારાં બંન્નેનાં તો લાગણી ભર્યા સંબંધો છે તો કેમ એ આ સંબંધમાં પ્રેક્ટિકલ નું કહે છે...? 

મેં શું ખોટું કર્યુ છે.....??એ કેમ મારી જોડે કાંઈ જ વાત નથી કરતો... એક પછી એક સવાલોની હારમાળા ચાલે છે ને પછી ખૂદને જ મનાવે છે કે હું તો આધવને પ્રેમ કરું છું ને એ પણ મને ખૂબ જ પ્રેમ કરે છે એ સવારે તો મારી જોડે વાતો કરશે...


હજી ધરતીને બરાબર ઊંઘ આવી હતી નહીં ત્યાં જ આધવે મોબાઈલમાં જોયું છ વાગ્યા હતાં.. ને બોલ્યો આપણે નવ વાગે ઘરે પહોંચવાનું છે તું જલદી નાહીને આવ...


"આધવ હજી તો સમય છે આપણી પાસે..મને આવી રીતે જ તમને હગ કરીને સૂવા દો..." - ધરતી


"ધરતી તને એકવાર કીધું ને પછી મોડું થઈ જાશે.. તારે જાવું ના હોય તો હું જાવ... તું પ્રેક્ટિકલ વિચાર કાંઈક.." - આધવ


ધરતી તો આ સાંભળી ને વધારે ચિંતીત થઈ ગઈ.. કે આધવને હું એની પાસે છું એ કેમ નથી ગમતું...ને હું નાહવા ના જાવ તો પોતે જાવાની વાત કરે છે.... શું થઈ ગયું હશે એને...? આધવનો મૂડ ખરાબ ના થાય એટલે કહ્યું કે સારું હું જાઉં છું..


બાથરુમમાં જઈને અવાજ કર્યો... આધવ ગરમ પાણી આવતું નથી.. ફોન કરો ને નીચે......


હા....કરું છું ફોન... ને આધવે ફોન કર્યો..


"હમણાં થોડી વારમાં પાણી આવશે..." - આધવ


  ધરતીએ ઘણી રાહ જોઈ પણ પાણી આવ્યું નહીં એટલે ઠંડાપાણીએ નાહીને આવે છે... ને તરત જ શરદી થઈ જાય છે એક તો આધવના આવા વર્તનથી જ એ ખૂદ અડધી થઈ ગઈ હતી..


આધવે બાથરુમમાં જઈને પૂછ્યું કે.. જો આમાં ગરમ પાણી આવે છે.. ધરતીએ કહ્યું કે... ખબર ના હતી મને..તમારે ઊભું થઈને કહેવાય ને તો...હવે તો મેં નાહી લીધું..


ધરતી ખૂબ જ ઉદાસ થઈ ગઈ હતી.... પણ સાડી પહેરીને તૈયાર થઈ ગઈ.. આધવે નાહીને નાસ્તો મંગાવ્યો.. બંન્નેએ નાસ્તો કર્યો.. પણ આધવ હજી ધરતી સાથે સરખી વાત કરતો ના હતો.. બંન્ને હોટલેથી નીકળી એનાં કઝીન રોકાયા હતાં તો તેની જ્ઞાતિની વાડીએ પહોંચ્યા.. ત્યાં ઉપર ચડતાં ધરતીનું માથું જોર દઈને એક થાંભલામાં ભટકાયું....


ધરતી નીચે બેસી ગઈ...એને એમ કે આધવ હમણાં મને બોલાવશે.... આ તો ઊંધું.. 

"કઈ બાજું જોઈ છે તું... સીધી બાજું જોઈને ચાલ.. ને આવું શું લટકાવેલું મોઢું કરી નાખ્યું છે... તે...ધરતી પ્રેક્ટિકલ બનને તું..." -આધવ


હવે ધરતી તો ખૂબ મૂંજાઈ ગઈ....પણ શું કરે....! કઝીનની સાથે જ બધાં ઘરે પહોંચી જાય છે ને આજે તો ધરતીને પગ ફેરાં માટે તેડી ગયાં... ઘરે જઈને ધરતી ખૂશ રહેવાની કોશિષ કરે છે પણ એને આ પ્રેક્ટિકલ શબ્દ ખાઈ જાતો હતો... શું કરવું...??


"બંને ફોન પર વાત કરતાં હતાં... જો તું ને ભાભી રસોઈ કરો એટલે મમ્મી ને રસોડામાં આવું જોઈએ નહીં.." -આધવ


"અરે...કાંઈક ના આવડે એવું હોય તો મમ્મીને બોલાવા પડે ને... "-ધરતી...


"જો તમે બે હોય ને પછી મમ્મી રસોડામાં આવે તો તારે દરિયામાં જઈને ડૂબી જવાઈ..."- આધવ


ધરતી ફોનમાં જ આધવની સામે રડી ગઈ.... કે કોઈ છોકરો લગ્નના બીજા દિવસે કેમ આવું બોલી શકે..!!આધવે ના તો ધરતીને રડતી છાની રાખી કે ના કોઈ એવું બોલ્યો એનો અફસોસ.. ખાલી એટલું જ આધવે ફરી કહ્યું કે ધરતી હું ફોન મૂકી દઉં તારે રડવું હોય તો રડ..તું પ્રેક્ટિકલ બનને.....! ( ધરતીતો અનહદ આધવને ચાહતી હોય છે એટલે તરત માની જાય છે..ને રડતી ચૂપ થઈ જાય છે..)  


બસ..આમ બીજે દિવસે આધવ તેડવા આવે છે ને ધરતી એ આશાએ જાય છે કે એક દિવસ આધવ પણ મને પ્રેમ કરશે...ને એક પછી એક એમ આધવની જોડે રહેવાં માટે અસંખ્ય પ્રયત્નો કરે છે.... પણ એકેય પ્રયત્ન સફળ ના થયાં...કહેવાય છે કે પુરુષ એકદમ સહજતાથી સ્ત્રીને પ્રેમ કરી લે છે ને સ્ત્રી એટલી જ ભાવના, હૂંફ ને, પ્રેમથી સહજતાથી એનો સ્વીકાર કરી લે છે... પરંતુ એ પૂરુષ જ્યારે તેનાંથી દૂર જાય ત્યારે સ્ત્રી પળે પળે મરતી હોય છે... ધરતી એ જ રીતે આધવના પ્રેમ માટે માછલી જેમ પાણી વિના તરફડતી હોય એમ તરફડતી....!! પણ આધવ હમેશાં એ જ કહેતો કે તું પ્રેક્ટિકલ બન.....કોઈ પણ વાત કેમ ના હોય..!


ધરતી...ક્યારેક આધવને સવારે ફૂલ આપે , આધવ ઓફિસે હોય ત્યારે ફોન કરે , એની સાથે જમવાની કે ચા પીવાની વાત કરે, ફ્રેન્ડ બનવાની વાત કરે, કે રાત્રે એને હગ કરે....આ કોઈ પણ બાબત આધવને ગમતી નહીં... 

"હું તારો પતિ છું તારાથી મને તુકારે બોલાવાઈ જ નહીં..." 


"તને તો બથોડા જ જોઈએ છે....! " 


ધરતી તો આ બધું સાંભળીને તૂટી જ ગઈ હતી...આધવના ખભાનો સહારો શોધતી હતી...એનું વ્હાલ શોધતી..પણ આધવતો ધરતી એને પ્રેમથી હગ કરતી એને જ બથોડાના નું લેબલ આપી દીધું..  

બધી વાતો માં આધવ નો એક જ જવાબ કે...ધરતી શું કરે છે તું....?? મારાંથી દૂર રેને... આધવ ખૂબ જ આસાનીથી ધરતીની લાગણીને નજર અંદાજ કરી દેતો... ધરતીની લાગણી ને ઠેસ પહોંચાડવા માટે કોઈ કસર છોડી ના હતી.. તો પણ ધરતી તેનાં પ્રયત્નો છોડતી ના હતી.


હદ તો ત્યારે થઈ ગઈ...કે એક વખત ધરતીએ સવારનાં પહોરમાં આધવને કપાળ પર એક માન - સન્માન ભર્યુ ચુંબન કર્યુ... તો પણ આધવે ધરતીની સાથે એની ભાવનાનું અપમાન કરી કહી દીધું...કે..કેમ હજી તું બેડરુમમાં છો...? તારે કોઈ નીચે કામ નથી...?? સ્ત્રી એટલે સહનશીલતાની મૂર્તિ ખોટું તો નથી જ કહ્યું...ને આ વખતે તો ધરતી મનથી હારી ગઈ હતી...પરંતુ આધવના હૃદય માં એક ખૂણા માટે ની જગ્યા બશાવવાની કોશિષ છોડતી નથી ....પરંતુ એક વખત આધવે કહ્યું કે...તારે મારી જોડે રહેવું હોય તો પ્રેક્ટિકલ બનવું જ પડશે...!! 


ને ધરતીનાં.... એનાં હૃદય માંથી જ અવાજ આવે છે... ને આધવને કહે છે...

મારાંથી પ્રેક્ટિકલ નહીં થવાઈ....સારું બસ હું તમારાંથી દૂર થઈ જાઉં...!ને કેવું આ સાંભળીને પણ ધરતી ને રોકવા માટે આધવનાં મુખ માંથી બે શબ્દો નથી નીકળી શકતાં... જાણે કે એની જીંદગી માંથી ધરતી જાય એની રાહ ના જોતો હોય...!!

ને ધરતી તો રાહ જોતી રહી ગઈ કે હમણાં મને આધવ રોકશે...પણ આધવે એને રોકી નહી....ને ધરતી હમેશાં માટે આધવથી દૂર થઈ જાય છે...એક સવાલ હજી ધરતીની ખાઈ જાતો હતો કે આધવ મારાં સમર્પણને પણ તું કઈ રીતે પ્રેક્ટિકલથી જવાબ આપી શકે છે....મને એક વખત પણ તું તારી જીંદગીમાં રહેવાનું નથી કહેતો...! કે હું તારી જીંદગી માંથી જતી રહું એની જ રાહ જોતો હતો..?


એક સ્ત્રી અત્યારે પણ બધાં ક્ષેત્રમાં આગળ વધે છે અને વધતી રહેશે..ઈ.સ.2019 હોય કે ઈ.સ. 2050 હોય જમાનો કેટલો પણ આગળ કેમ ના નીકળી જાય પરંતુ એક સ્ત્રીને એનાં પતિ પાસેથી લાગણી જ અપેક્ષા રાખતી હોય છે....કેમ એક પુરુષ થઈને આપણી પત્ની સાથે લાગણીભીનો સંબંધ કેમ ના રાખી શકીએ....?? કેમ એની પત્ની સાથે અગ્નિની સાક્ષીએ લીધેલાં ફેરા અને વચનો ભૂલી શકે?


સ્ત્રી- પુરુષના સંબંધો સમીકરણોમાં આવશ્યક્તા લાગણીની જ હોય છે...તો જ હકારાત્મક રીતે સ્ત્રી- પુરુષ ના સંબોધો સાર્થક થઈ શકે... 


એક સ્ત્રી- પુરુષની કૌટુંબિક, સામાજિક ને માનસિક સ્થિતિમાં તાલમેલ રહે તે માટે... એકદમ ઊંચે હોદે બીરાજમાન રહેતી સ્ત્રી ને પણ એનાં પતિની સહાનુભૂતિની , તેની લાગણીની જરૂરીયાત અનિવાર્ય પણે રહે છે...


પુરુષ સ્ત્રી જેટલો સેન્સેટિવ નથી હોતો... પરંતુ એની પત્નીના ઈમોશન્સને તો સમજી શકે એવું તો હોવું જોઈએ..


   એક સ્ત્રીને વારંવાર કહેવામા આવે છે કે તું પ્રેક્ટિકલ બન...! પણ કેમ કોઈ એક પુરુષને નથી કહેવાતું કે તું લાગણીશીલ બન..!


Rate this content
Log in

Similar gujarati story from Tragedy