Dhara Modi

Inspirational

4  

Dhara Modi

Inspirational

દેવદૂત

દેવદૂત

4 mins
22.9K


સુરેશભાઈ રેલ્વેસ્ટેશન પર ઊભી ટ્રેનની રાહ જોઈ રહ્યાં હતાં. એનો દિકરો વિરેન બહારગામ અભ્યાસ કરતો હતો. કોરોના વાઈરસને કારણે એને રજા પડી ગઈ હતી. પણ હજી લોકડાઉન થયું નહતું. થોડીવારમાં દૂરથી આવતી ટ્રેનનો અવાજ સંભળાયો.

સુરેશભાઈની નજર ટ્રેન તરફ મંડાઈ. ટ્રેન ઊભી એટલે સુરેશભાઈની આંખો ચારેય બાજું વિરેનને શોધવાં મંડી. ત્યાં વિરેન બીજા ડબ્બામાંથી ઉતરી એનાં પપ્પા પાસે પહોંચી ગ્યો. દિકરાને સાજો - નરવો જોઈને સુરેશભાઈ ભાઈને ટાઢક વળી. વિરેનનાં હાથમાંથી બે બેગ એને લઈ લીધી. 

"પપ્પા, હિરલદીદી પણ મારી સાથે જ હતાં તમે ધક્કો ના ખાધો હોત તો હું એની સાથે પહોંચી જાત.." 

ત્રણેય રેલ્વેસ્ટેશનની બહાર જતાં હતાં.

"હાં હું એજ પૂછવાનો હતો કે., હિરલબેન તમે અહીં ક્યાંથી ?"

"હાં, અંકલ હું આજે જ સવારે મારી જેઠાણીની ખબર કાઢવાં ગઈ હતી. અત્યારે સાંજે વળતી વખતે વિરેન મળી ગ્યો સાથે ડબ્બામાં..! તમારાં વિરેનનું મગજ બહું પાવરફૂલ છે. જોજો એ એનું ડોક્ટર બનવાનું સપનું પૂરું કરશે."

સુરેશભાઈએ ગર્વથી છાતી ફૂલાવીને કહ્યું, 

"એ તો મારો દિકરો છે જ હોંશિયાર. ગ્યાં વખતે પણ સ્કૂલ ફર્સ્ટ હતો આ વખતે પણ આવશે ! પણ આ કોરાનાનાં કારણે એને રજા પડી ગઈ ! બધાં તો એવી ચર્ચા કરે છે કે બધું બંધ થઈ જાશે ! હું બાઈક લઈ આવ્યો છું તમે પણ બેસી જાવ !" 

"હાં, અંકલ બહું જ કેશ વધી રહ્યાં છે. આપણે આ ભયંકર વાઈરસની સખત કાળજી રાખવી પડશે. હોસ્પિટલમાંથી મને પણ આજે રજા મળે એમ નહોતી, આ તો માંડ મળી. અંકલ મારાં હસબન્ડ તેડવાં આવતાં જ હશે તમે નીકળો હું પહોંચી જાઈશ." 

હિરલનાં હસબન્ડ એને તેડવાં આવી જાય છે. એ લોકો ઘરે પહોંચે છે. કોરાના વાયરસથી વિદેશમાં માણસો મૃત્યું પામવાં લાગ્યાં એથી બીજાજ દિવસે અહીં કોરોના વાયરસથી બચવાં માટે લોકડાઉનનો આદેશ આવ્યો. પણ હિરલને તો તેની ડોક્ટરની ફરજ પર જાવાનું જ હતું. હિરલ રોજ એનું કામ નિષ્ઠાથી કરતી હતી. પણ ધીમે - ધીમે સોસાયટીનાં લોકો એનાં પરિવારજનોને કહેવાં લાગ્યાં કે, હિરલને છુટ્ટી લઈ લેવાંનું કહો. આ સુરેશભાઈનાં ફ્લેટની સામે હિરલબેનનો ફ્લેટ હતો. હિરલ સવારે જોબ ઉપર જાય એટલે સુરેશભાઈ અને હિરલનાં પરિવારજનો પણ તેની તરફ અસ્વીકાર ભાવે જોતાં. એનાં પતિનો આ બાબતે સપોર્ટ હતો એથી એને તાકાત મળતી.

એકવખત હિરલે સુરેશભાઈને શાંતિથી વાત કરી કે, હું મારી ડ્યુટીમાંથી ચૂંકી ન શકું, તમે થોડું મને સમજો...! હું ત્યાં માસ્કમાં અને ત્યાંનાં જૂદા ડ્રેસમાં જ હોવ છું. તમે જોવો જ છો કે હું જોબ પરથી છુટીને ગ્રાઉન્ડમાં જ સેનીટાઈઝરથી હાથ ધોવ છું અને મારાં શરીર પર બે ડોલ પાણી નાખી પછીજ ઉપર આવું છું. મને તમારાં બધાંની ચિંતા છે જ, હું તમને ચેપ નહીં લાગવાં દઉં...! મારાં કાર્યમાં તમે સાથ ન આપો તો કાંઈ નહીં પણ સોસાયટીનો મેઈન ગેઈટ બંધ ન કરશો..! મારે ફરીને ઘરે આવવાંમાં મુશ્કેલ થાય છે." 

"સુરેશભાઈએ સાંભળીને કાંઈ જ બોલ્યાં વિનાં એનો દરવાજો બંધ કરી દીધો." 

બીજા દિવસે સોસાયટીનાં બધાં લોકોએ મેઈન ગેઈટ ખુલ્લો રાખવાં કહ્યું. પણ સુરેશભાઈ ને હજી હિરલબેન ડ્યુટી પર જતાં એનો અસ્વીકાર કરી રહ્યાં હતાં. કારણકે એમનો ફ્લેટ એની સામે જ હતો એથી એને કોરોનાનો ભય હતો. એ હજી હિરલને અને હિરલનાં પરિવારજનોને જેમ તેમ બોલીને કે કાંઈ પણ રીતે એને કનડગત કરતાં.. 

ચાર દિવસ પછી રાતે અગિયાર વાગે સુરેશભાઈએ હાંફતા હાંફતા હિરલબેનન ઘરની ચાર- પાંચ વખત બેલ મારી.  હિરલબેનને ઉપરા ઉપર આટલી બેલ સંભાળાતાં જલ્દી જ દરવાજો ખોલ્યો. એનો પતિ પણ એની પાછળ દોડ્યો..! જોયું તો સુરેશભાઈ દેખાંયા. એનો શ્વાસ અધ્ધર હતો. એને પોતાનાં બે હાથ જોડતાં કહ્યું, "હિરલબેન જલ્દી રુહીને જોવો તો એને કાંઈક થઈ ગ્યું એ આંખો નથી ખોલતી..."

હિરલબેન દોડી ને તેનાં ઘરમાં ગ્યાં. રુહીનો મોટેથી રડવાનો અવાજ આવ્યો. હિરલે જોયું તો રુહીનાં મમ્મી અને વિરેન એને છાની રાખી એની આંખોમાં ઠંડું પાણી રેડી રહ્યાં હતાં. બાજુંમાં કાચનો મગ તૂટેલો હતો. એને એમાંનું ગરમ દૂધ રુહીની આંખો પર ઢોળાયું એવું લાગ્યું...! 

રુહીનો ચહેરો અને આંખો એકદમ લાલ જોઈને હિરલે ત્રણ વર્ષની રુહીને હાથમાં લીધી. એને હોસ્પિટલ જાવું પડશે એવું લાગ્યું. 

"ચાલો અંકલ હું ગાડી કાઢી છું તમે રુહીને લઈ લો."

બધાં હોસ્પિટલ પર પહોંચી ગ્યાં. રુહીને ત્યાં સારવાર મળી એને આંખો ખોલી, એનું રડવાનું બંધ થયું. એની આંખોમાં એકેય કાંચની કણી ગઈ નહોતી, પણ આંખોની આસપાસ ગરમ દૂધ ઊડ્યું હતું. સુરેશભાઈ અને એની પત્નીએ આંખોમાં ચોધાંર અશ્રુસાથે હિરલબેનનો આભાર માનતાં બોલ્યાં, "તમે મારી વ્હાલસોયી દીકરીની રક્ષા કરવાં દેવદૂત બનીને આવ્યાં. અમને માફ કરશો."

"અંકલ હું તમારાં જેવાં લાખો મા - બાપનાં પુત્ર - પુત્રીઓ સુરક્ષીત રહે એ જ મારી ફરજ છે.., હું મારી ફરજ નિભાવવાનું ક્યારેય નહીં છોડું..!" 

એ પતિ-પત્નીને હિરલબેનનાં કાર્ય પર હૃદયથી અહોભાવની લાગણી જન્મી.. બીજા દિવસે હિરલબેન જોબ પરથી આવ્યાં ત્યારે સોસાયટીના તમામ સભ્યોએ એનું તાળીઓનાં ગડગડાટથી સ્વાગત કર્યુ..



Rate this content
Log in

Similar gujarati story from Inspirational