Dhinal Ganvit

Inspirational

4  

Dhinal Ganvit

Inspirational

તરુણાવસ્થાના દર્શન

તરુણાવસ્થાના દર્શન

6 mins
215


આપણું જીવન એક એવો પ્રવાસ છે જેમાં આપણે કેટલીક ભૂલો પણ કરીશું અને સફળ પણ બનીશુ. આપણા મનમાં લાગણીઓ પણ જન્મ લેશે અને એક સમયે લાગણીઓ મૃત્યું પણ પામશે. કોઈક જગ્યા એ આપણું અપમાન પણ થશે અને કોઈક જગ્યા એ આપણા વખાણ પણ થશે. કોઈક જગ્યા એ સમયની રાહ રાખીને વિચારો પણ મજબૂત રાખવા પડશે. અને જો જીવનમાં સહનશીલતાનામનો "બેસ્ટ ફ્રેન્ડ" નહિ બનાવીએ આ જીવનનો અદ્ભુત પ્રવાસ કરવાની અનુમતિ મળતી જ નથી. વધારે ઊંડાણમાં ના ઉતરીને હું જણાવું તો આજે જીવનમાં થતી ભૂલો વિશે કંઇક લખવાનું મન થયું તો જીવનમાં થતી ભૂલોની શુરૂઆત તરુણાવસ્થાથી ગણાવવું મારા મતે ખોટું નથી. દરેક વ્યક્તિના જીવનમાં તરુણાવસ્થાના દર્શન સમયે કોઈક બનાવ બનેલ હોય જ છે. એ આપણી વિચારશકિત પર આધાર રાખે છે કે આપણે આપણી તરુણાવસ્થાના દર્શન કઈ રીતે કરી રહ્યા છે. કારણ કે તરુણાવસ્થા પરથી જ આપણું જીવન કેવા પ્રકારનું હશે તે નક્કી થતું હોય છે.

તરુણાવસ્થા એ આપણા જીવનના પ્રવાસનો પ્રથમ સ્થળ હોય છે. તરુણાવસ્થા એ ભગવાનની એ ભેટ છે જેમાંથી આપણે ઘણું બધું આપણા જીવનમાં શીખીએ છીએ અને આપણા જીવનના પ્રવાસો પણ તરુણાવસ્થાનામના સ્થળ પરથીજ નક્કી થતાં હોય છે. જીવનના આજ સ્થળમાં આપણે જાણતા- અજાણતામાં સમજણ - અણસમજમાં એવા પ્રસંગોને આપણે જીવનમાં સ્થાન આપી દઈએ છીએ જે સ્થાન આપણા જીવન વેડફવાની શુરુઆત કરી દેતું હોય છે. 

તરુણાવ્થામાં આપણું મન ખાસ રીતે ચંચળતાથી ભરેલું, શરીરમાં રૂપ - રંગનો ઘમંડ, અભિમાન, તેમજ મન તેની મર્યાદાથી વધુ દયાળુ તેમજ માયાળુ બની જનારું હોય છે. તરુણાવસ્થામાં થતાં આવા મન સાથે જીવનમાં પ્રેમના રૂપમાં આકર્ષણનામની વસ્તુનું આગમન થાય તો જીવનનો પ્રવાસ તો જોખમમાં મુકાય જ જાય છે. જીવનમાં પ્રેમનામના શબ્દની સમજણ પણના હોય અને જીવનમાં આવીને બાધા મૂકે એ સમય તરુણાવસ્થાનો હોય છે. 

આજના યુવાનો- યુવતીઓ એકબીજાની દેખાદેખીના અભાવે તેમજ રૂપ - રંગ, બોલાયેલા બે મીઠા શબ્દોને જોઇને પ્રેમનામના શબ્દનુંનામ આપી દે છે. ઘણી વખત તો આપણે આપણા જીવનમાં આકર્ષણના અભાવે કંઇક એવું કરી જતા હોઇએ છીએ જેનાથી આપણા માતા પિતાને શરમ નામના શબ્દ આગળ નીચું જોવું પડે છે. આ પ્રેમ નથી હોતો પરંતુ તમારી તરુણાવસ્થાનું તમારા જીવનના પ્રવાસમાં આગમન થતું હોય છે. તરુણાવસ્થાના પ્રવાસ દરમિયાન જો તમે તમારી સહનશીલતા નહિ રાખો તો આજના યુવાનો જીવનનો અદ્ભુત સફર કરી જ નથી સકતા. જીવનનો આ હેતુ જો તરુણાવસ્થામાં જ સમજાય જાય તો જીવનનો પ્રવાસ સારો જ થશેે. 

વૈજ્ઞાનિક રીતે જો જણાવું તો તરુણાવસ્થાનો સમય 12-13 વર્ષથી લઈને 19 વર્ષ સુધીનો હોય છે. તરુણાવસ્થાના સમયમાં આપણા શરીરના મગજમાંથી નીકળતો ઓક્સીટોસિન નામનો હોર્મોન આપણા જીવનમાં પ્રેમની લાગણી ઉત્પન્ન કરે છે. તરુણાવસ્થા દરમિયાન જ ઓક્સીટોસિનનામનો હોર્મોન વધુ ઉત્પનન થતો હોય છે કારણકે આપણું શરીર આ સમયે પુખ્તતામાં પરિવર્તન લેતું હોય છે અને આજ કારણે ઓક્સીટોસિન હોર્મોનના વધુ પડતાં પ્રવાહને લીધે આપણને કોઈ વસ્તુ, કોઈ પ્રાણી અને ખાસ કરીને કોઈ વ્યક્તિ પ્રત્યે આકર્ષણ થતું હોય છે. 

આજે હું મારા જ જીવનની તરુણાવસ્થાનો અનુભવ જણાવીને એક પ્રયત્ન કરીશ કે આજના યુવાનો તેમજ યુવતીઓ કંઇક પોતાના જીવનમાં, પોતાની તરુણાવસ્થામાં ભૂલોના કરે તેવી વિશેષ કાળજી લેય એજ મારા આ લખાણનો હેતુ છે.

શાળાનો એક સમય હતો હું લગભગ ૧૫ વર્ષની હતી .નાની ઉંમરે ઘણી બધી શાળાઓમાં એવા નિયમો તો હોય જ છે કે આપણા ગુરૂજીઓ જે સ્થાને બેસાડે તે સ્થાને જ આપણે બેસવા પડતું હોય છે. મારા જીવનમાં પણ આજ થયું હતું પરંતુ મારી સાથે તે છોકરી સાથેની મિત્રતા વધુ પાક્કી થઈ ગઈ હતી. મારી આ સહેલીનું નામ દિપ્તી હતું. અમારી મિત્રતા વધવાનું કારણ એક એ પણ હતું કે મારી સહેલીનું ઘર અને મારા ઘર વચ્ચે અંતર ઓછું હતું. મિત્રતા વધી અને શાળાની બહાર ફરવાનું નક્કી થયું. દિપ્તી અને મારી બીજી બે સહેલીઓ સાથે દરિયા કિનારે ફરવાનું નક્કી થયું. દિપ્તી એના "બોય ફ્રેન્ડ" સાથે ફરવા આવે છે. અને હું એ સમયે મારા મનની વાત કરું તો હું છોકરા સાથેની દોસ્તીથી પણ મારા મનમાં નફરત હતી. દરિયા કિનારે દિપ્તીના બોય ફ્રેન્ડ સાથેની એક મુલાકાતનો એહસાસથી છોકરા ઓ પ્રત્યેની નફરત મારા મનમાં ઓછી થાય છે કારણ કે દિપ્તીનો બોય ફ્રેડ મારો પણ સારો મિત્ર બની ગયો હતો. 

દિપ્તી અને તેના બોય ફ્રેન્ડ વચ્ચે ખૂબ સારો સબંધ હતો કારણ કે બંનનેના મનમાં એકબીજા માટે લાગણીઓ તેમજ માન સન્માન હતું. આ બધું જોઈને મારા મનમાં પણ એક ઈચ્છા જન્મે છે કે એક દોસ્તી તો કરીને જોવું જ જોઇએ. મારા સબંધો પણ દિપ્તી સાથે દિલથી જોડાયેલા હતા તેથી મારી આ ઈચ્છાને હું દિપ્તી આગળ વ્યક્ત કરું છું. દિપ્તી મારી ઓળખાણ તેની દોસ્તીમાં જ રેહતો એક રવિ નામના વ્યક્તિ સાથે કરાવે છે.તે પછી મારા અને રવિના સંવાદો શરૂ થાય છે.

રવિને હું કોઈક પણ રીતે જાણતી ન હતી. રવિ કઈ બાબતે ખુશ થશેે, કઈ બાબતે ગુસ્સો કરશે, છોકરી નામના શબ્દની મર્યાદા જાળવે છે કે નહિ જેવી અનેક વાતોથી હું રવિથી અજાણ હતી. રવિ સાથેની માત્ર બે દિવસની મિત્રતા મને રવિના જબરજસ્તીના અભાવથી મને "હું પણ તને પ્રેમ કરું છું"- વાક્ય બોલવા પર મજબૂર કરી દીધું હતું કારણ કે રવિની જીદ હતી કે તે ખાવાનું ત્યાગશે. અહીં મારું મન ભોળું અને અજાણ પડે છે અને રવિની જીદ પૂર્ણ થાય છે. રવિ સાથે એક વાર શિવમેળામાં મુલાકાત થાય છે અને રવિ મારા સામે નજરમાં હોય તેમ છતાં મારા મનને મિત્રો અને રવિ વચ્ચે કંઇક ફરક જના લાગતો હતો. 

રવિ સાથેના સંવાદો થોડા સમય માટે બંધ થાય છે કારણ કે રવિની બોર્ડની પરીક્ષા હોય છે. રવિની યાદના લીધે હું એના મિત્ર પરથી રવિ સાથે વાત કરવા માટે પ્રયત્નો કરું છું ત્યારે જ તેના મિત્ર પરથી જાણ થાય છે કે રવિનું પરીક્ષા આપવા જતા દરમિયાન અકસ્માત થાય છે. ભગવાનની કૃપાથી રવિને કઈ થતું નથી પણ મારા મનમાં દુઃખ તો હતું જ કે રવિ જોડે આ ઘટના ના થવી જોઈતી હતી પરંતુ રવિની પરિસ્થિતિ સાંભળીને મારી આંખો શા કારણે ભીની નહિ થઈ ? હું તો એને જ પ્રેમ કરું છું તો એના માટે આસુ શા માટે નથી ? જેવા પ્રશ્નો મારા મનને ઘેરી વડે છે. 

મારે રવિ સાથે વાતો કરીને એની ખબર તો પૂછવી જ હતી માત્ર ધીરજ એની બોર્ડની પરીક્ષા પુર્ણ થાય ત્યાં સુધીની હતી. રવિની બોર્ડની પરીક્ષા પૂર્ણ થવાને દિવસ નજીક જ હતા. જયારે પરીક્ષાનો અંતિમ દિવસ આવે છે ત્યારે રવિનો મિત્ર મને જાણ કરે છે રવિ મારી સાથે મિત્રતા રાખવા નથી માંગતો. હું વિચારોમાં મુકાય જાઉં છું કે કયા કારણોસર રવિ આવું બોલી રહ્યો છે. રવિ કહે છે કે મને તારી સાથેની મિત્રતાથી મારા મનમાં કોઈજ લાગણી ઓ નથી જન્મી આજ કારણોથી હું મિત્રતા નહિ રાખી શકું. રવિના આ શબ્દો સાંભળીને મારું મન જાણે માનવા ઇચ્છતું જ નથી કે રવિ એ મિત્રતાની શુરુઆતમાં બતાવેલ પ્રેમ અને આજના દિને રવિના આવા વિચારો. પરંતુ રવિ આ બધી વાતો મને ભગવાનના મંદિરમાં બેસીને જણાવતો હોય છે આથી હું પણ રવિને મારા જીવનમાંથી રજા આપું છું. 

રવિ સાથેની મિત્રતા પૂરી થઈ એ દરમિયાન પણ મારા મનમાં મિત્રતા તુટી એ વાતનું દુઃખ હતું પરંતુ મારી આંખોમાં આંસુની હાજરી શૂન્ય જ હતી. કારણ કે રવિ એ મારા જીવનમાં કોઈ પણ ક્ષણે પ્રેમનું સ્થાન લીધું જ ના હતું. રવિ સાથેની આ મિત્રતા મને એહસાસ અપાવે છે કે રવિની એક જીદ પર હું એનો જિંદગીમાં સાથ આપવાની વાતો કરી બેઠી હતી પરંતુ મને મારી જિંદગી આપવાવાળા મારા માતા પિતા નામના ભગવાન તો આ જાણીને કેવી દુઃખદ પરિસ્થિતિમાં મુકાય જાત. આ વસ્તુનું ભાન મને મારા જીવનમાં રવિના ગયા પછી જ થાય છે. હું મારા ઉપરવાળા ભગવાનને મારી જિંદગી બચાવવા માટે ખૂબ ખૂબ આભાર માનું છું.

જીવનના પ્રવાસમાં જયાં આપણે પ્રેમ શબ્દનો મતલબ પણના જાણીને માત્ર આકર્ષણના અભાવે ભૂલો કરી બેસીએ છીએ પરંતુ તરુણાવસ્થામાં થતી આ ભૂલોના લીધે જીવનનો પ્રવાસમાં ક્યારેય જોખમમાં મુકાય જતો હોય છે. તરુણાવસ્થામાં થતી ભૂલોને સહન કરીને જીવનના આવનારા પ્રવાસના સ્થળોને સવારવાનો પ્રયત્ન કરવા જોઈએ. આજ આપણા સંસારનો નિયમ છે. તરુણાવસ્થામાં જ આપણી બુદ્ધિનું પ્રમાણપત્ર આપણને જિંદગી તરફ થી મળતું હોય છે. પ્રમાણપત્ર ભૂલો કર્યા પછી પણ મળશે પરંતુ ભૂલો સમજી અને સહન કરીને આગળ નહીં જ વધીશું તો આ સંસારનો ત્યાગ જ કરવો પડે છે. આપણા ભગવાન સમાન માતા પિતા પણ એમની તરુણાવસ્થાના દર્શન કરીને જ આપણી જિંદગીનું નિર્માણ કરતાં હોય છે. ચાલો આપણે સૌ આપણી તરુણાવસ્થાનું પ્રમાણપત્ર આપણી જિંદગી પાસેથી મેળવીએ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational