STORYMIRROR

Parul Mitesh Shah ~ 'ફાલ્ગુની' વેરાવળ ગીર સોમનાથ

Inspirational

3  

Parul Mitesh Shah ~ 'ફાલ્ગુની' વેરાવળ ગીર સોમનાથ

Inspirational

તર્પણ

તર્પણ

6 mins
128

અતૃપ્ત ઈચ્છાઓનાં રણ સમા જીવનમાં, આશાની નાનકડી વીરડી મળે,

હે ઈશ ! દુઃખોની ગર્તામાં ડૂબતાંને ઉગારવા સહાનુભૂતિભરી આંગળી મળે.

જેમની મરજી વગર કબૂતરો પણ પાંખ ફફડાવતાં ડરે, એવા હિટલરની છાપ ધરાવતા જેલર - વાળા સાહેબની જેલમાં છોટુ નામે એક ચોર આવી ચડ્યો.

એ વારંવાર ચોરી કરતાં પકડાતો, અને જેલમાંથી ભાગી જતો. એટલે આ વખતે એને વાળા સાહેબની દેખરેખ નીચે મોકલી દેવામાં આવ્યો. અને, અહીં આવતાં વેંત એ ભાગી ગયો. પણ તરત જ પકડાઈ પણ ગયો.

પોતાની પંદર વર્ષની કારકિર્દી પર આવડો'ક છોકરો પ્રશ્નાર્થ લાગવી જાય, એ વાત વાળા સાહેબને તો કેમ પચે !

એટલે છોટુ હાથમાં આવ્યો એ ભેગો એને ફટકારવાનું શરુ કર્યું. મારતા જાય અને બોલતાં જાય : "બોલ કરેગા આજ કે બાદ ચોરી ? ભાગેગા જેલ સે ?"

જેટલી વાર શ્વાસ લેવા રોકાય, એટલી વારમાં છોટુ પોતાની આપવીતી સુણાવે.

છોટુ : "સા'બ, જનમ સે ચોર નહીં થા. પાંચ હી સાલ કા થા, જબ માં-બાપને પૈસોં કે લિયે બેચ દિયા. ભીખ મંગવાતે થે, વો વચ્ચે ખરીદને વાલે લોગ. મારતે ભી બહુત, ઔર પૂરા ખાના ભી નહીં દેતે. ઇસલિએ એક દિન મૌકા મિલતે હી વહાં સે ભાગ ગયા. પર ફિર ખાને કે વાંધે હોને લગે. પહલી બાર ખુદ કે લિયે ભીખ માંગી. પર કુછ નહીં મિલા. ઠંડી કા મૌસમ થા ઔર ભૂખ ભી બહોત લગી થી

ઇસલિએ ચોરી કી. ડબલરોટી કી ચોરી.. પહલી ચોરી સા'બ. ઉસ કે બાદ સિગ્નલ પે જા કે ખડા હો ગયા. સબ ભીખ દે દેતે. કામ નહીં. બહુત દિન બાદ, એક ગાડી રુકી, મૈંને કામ માંગા. સેઠને મના કિયા, પર સેઠાની ને ઉન્હેં કુછ કહા, ઔર ઉન્હોંને મુજે ઘર કા પતા બતાકર દૂસરે દિન પહુંચને કો કહા. વહાં કામ પર લગા દેંગે ઐસા ભી કહા. પર ઉસ સેઠને તો નૌકરી પે રખકર પૂરા હી નિચોડ લિયા. સારા કામ કરવાતા થા. સુબહ સે દોપહર તક દુકાન મેં, દોપહર સે શામ ઘર કા કામ, ઔર શામ સે દેર રાત ફિર દુકાન કા કામ સા'બ. દો ટાઈમ કા ખાના ઔર ચાય મિલતી થી બસ. પૂરે દો સાલ કામ કિયા. એક દિન એક ભલે આદમીને ઐસે હી પૂછા, "કિતની પગાર લેતા હૈ ?"

મૈંને કહા, "દો ટાઈમ કા ખાના ઔર ચાય."

ઉન્હોંને કહા, "પગાર - પૈસા. હર મહિને કે અંતમેં કુછ પૈસા મિલતા હોગા ના ?" મૈંને કુછ દેર કે લિયે સોચા,ફિર

ડરતે ડરતે સેઠ સે પગાર માંગા, તો વો બોલા " ઉસ ચોર કી બાત સુન કર તુ મુજ સે પૈસે માંગતા હૈ ? વો તો ચોર થા હી, લગતા હૈ, તુ ભી ઉસકે સાથ મિલા હુઆ હૈ. ચોર કહીં કે ! તુજે કામ પર રખ કર ગલતી કર દી મૈંને. ચલ ભાગ યહાં સે !" 

પર ઐસે થોડે હી નિકલ જાતા ? મેરી મહેનત કા પૈસા ઉસકે ગલ્લે સે ચુરા લિયા. ઉસ દિન કે બાદ કઈં નૌકરિયાં બદલીં, પર બાર બાર ઐસા હી હોતા રહા. યા તો મહિનોં તક પગાર ન મિલતા, યા કુછ ન કુછ બહાના કરકે આધી પગાર કાટ લેતે, યા બિના પગાર દિયે હી ચોરી કા ઇલઝામ લગાકર કામ સે નિકાલ દેતે. ઔર ઇસ તરહ ન ચાહતે હુએ મૈં ચોર બન ગયા સા'બ.

પર અબ મૈંને છોડ દી હૈ ચોરી. ફિર ભી આપ કે લોગ ઉઠા ઉઠાકર ડાલ દેતે હૈં જેલ મેં. અબ જો ગલતી કી હી નહીં, ઉસકી સજા ક્યું ભુગતું ? ઇસિલિએ બાર બાર જેલ સે ભાગ જાતા હું. ઇસબાર ભી આપકે લોગ ફાલતૂ મેં મુજે ઉઠા કે લાયે હૈં.

ઉન મરતી હુઇ દીદી કો વચન દેને કે બાદ કભી ચોરી નહીં કી સા'બ."

આ છેલ્લું વાક્ય સાંભળ્યા પછી વાળા સાહેબનાં હાથ આપોઆપ અટકી ગયાં. અને એને પડતો મૂકીને એ ઘરે ગયા.

પણ વારંવાર છોટુનું છેલ્લું વાક્ય એમના મગજમાં ટેપની જેમ વાગ્યા કર્યું.

એટલે અડધી રાતે જેલમાં પાછા આવ્યા અને છોટુ પાસે ગયા. એમને જોઇને છોટુએ ફરીથી કહ્યું, કે એણે ચોરી છોડી દીધી છે.

વાળા સાહેબ પ્રેમથી : "કોઈ મરતી હુઇ દીદીને તુજ સે વચન લિયા.. વો કયા બાત કર રહા થા તુ ?"

છોટુ : "સા'બ છહ મહિને પહલે એક દીદી કા પર્સ છીનકર ભાગ રહા થા, પર ઉન્હોંને પકડ લિયા મુજે.. ઔર સઝા દિલવાને, યા લોગોં સે પિટવાને કે બદલે મુજે પાસ કે એક હોટલ મેં શાંતિ સે બિઠાકર ખાના ખિલાયા, થોડે પૈસે દિયે, ઔર મુજ સે વચન લિયા, કિ આજ કે બાદ મૈં કભી ચોરી નહીં કરુંગા. મૈંને બે-મન સે વચન દે દિયા. મનમેં સોચ રહા થા, "કામ મુજે કોઈ દેગા નહિ, ઔર જીને કે લિયે ચોરી કે અલવા કોઈ સહારા હૈ નહીં."

ફિર સોચા, "છોડ ! જ્યાદા મત સોચ.. વો થોડે હી દેખને આને વાલી હૈં ! જો હોગા, દેખા જાયેગા."

પર પતા નહીં ક્યું, ઉન ફરિશ્તાનૂમાં દીદીસે નજર હી નહીં હટ રહી થી મેરી. શાયદ જિંદગી મેં પહલી બાર બિના કિસી સ્વાર્થ કે ઐસા ઇન્સાનિયતભરા વ્યવહાર કિયા થા કિસીને.. ઇસલિએ ! પર.. "

એટલું બોલી એ રડવા લાગ્યો.

આટલો માર ખાધા પછી જેણે ઉંહકારો પણ નહોતો કર્યો, એ અત્યારે ધ્રુસ્કે ધ્રુસ્કે રડી રહ્યો હતો.

વાળા સાહેબે એને પાણી આપ્યું. અને એના માથે હાથ ફેરવતા રહ્યા.

છોટુ : " સા'બ, વો દીદી અભી કુછ હી દૂરી પર ગઈ હોંગી, કિ (એક ડૂસકું) કિ કિસીને ઉનકો ગોલી માર દી. ( ફરીથી રુદન)

(થોડીવારે સ્વસ્થ થઈને ) : મૈં ભાગા સા'બ, ઉનકી મદદ કરને કે લિયે, ઉનકો બચાને કે લિયે મૈં ભાગા." (ડૂસકું)

"મૈંને લોગોં સે બહુત મિન્નતેં કીં, કહા, કિ "કોઈ તો આઓ, દીદી કો અસ્પ્તાલ લે ચલતે હૈં," પર કોઈ આગે નહિ આયા. મૈંને જૈસે-તૈસે ઉનકો ઉઠાયા, પર ઉનકે પ્રાણ-પખેરુ ઉડ ગએ થે. લેકિન સા'બ ઉનકે મરને સે પહલે મૈંને ઉન્હેં સચ્ચે મન સે વચન દિયા, કિ "આજ કે બાદ યે છોટુ કભી ચોરી નહીં કરેગા. ન કોઈ ગલત કામ કરેગા."

"કસમ સે સા'બ ઉસ દિન સે ભૂખા સો જાતા હું પર ચોરી નહીં કી. દીદી કે દિયે હુએ પૈસોં સે જૂતા પાલિશ કા સામાન ખરીદ લિયા. કભી કભી મિલતે હૈં ગ્રાહક. કભી કભી ચાર પાંચ દિન ઐસે હી નિકલ જાતે હૈં. કિસી અચ્છી જગહ કામ ભી ઢુંઢ રહા હું. પર એક ચોર કો કૌન દેગા કામ !"

સાહેબ : "અચ્છા છોટુ, એક બાત બતા, હમારે સ્કેચ આર્ટિસ્ટ કે પાસ, તુ ઉસ લડકી કી તસવીર બનવા સકેગા ?"

છોટુ: " અરે સા'બ, ઉસકી ક્યા જરૂરત હૈ ? મૈં હી બના દેતા હું ઉન દેવી કી તસવીર."

અને છોટુને કાગળ તથા પેન્સિલ-રબર આપવામાં આવ્યાં.

જેમ જેમ ચિત્ર દોરાતું જતું હતું, વાળા સાહેબનો ઉચાટ વધતો જતો હતો. પોણી કલાકમાં ચિત્ર તૈયાર થઈ ગયું.

ચિત્ર જોઈને વાળા સાહેબની આંખો ચોધાર વરસી પડી. જીવનમાં ક્યારેય ઢીલા સાદે વાત પણ ન કરનાર સાહેબને આજે આખી જેલ નાના બાળકની જેમ રડતાં જોઈ રહી.. સૌની આંખોમાં આંસુ હતાં

અને વાળા સાહેબના મનમાં એક અફસોસ ! કે પોતાના દુશ્મનોની ગોળીનો શિકાર પોતાની નિર્દોષ દીકરી બની. પોતાની એકની એક દીકરી ! છોટુને સુધારનાર દેવી !

એમણે છોટુને પૂછ્યું, "તુને દેખા થા ગોલી મારને વાલે કો ?"

છોટુ : "બહુત દૂર સે. મૈં તસવીર બના દેતા હું, આપ દેખ લીજીએ, અગર આપ પહચાન પાયેં !"

એમ કહી એને જે આછું પાતળું યાદ આવ્યું, એ પ્રમાણે ચિત્ર બનાવ્યું. વાળા સાહેબને તાળો મળી ગયો. એમણે જરૂરી એવા બધા પુરાવાઓ એકઠાં કરીને પોતાની દીકરીનાં ગુનેગારને સજા અપાવી.

બસ, એ જ ક્ષણે એમણે પ્રણ લીધું, કે તેઓ ચોરનાં ધણી બની. એમને સુધારી, સારાં નાગરિક બનાવી, પોતાની દીકરીનું તર્પણ કરશે.

છોટુને જરૂરી એવું પ્રાથમિક શિક્ષણ અપાવી, આર્ટ કોલેજમાં દાખલ કરાવી દીધો. આજે છોટુ પ્રખ્યાત ચિત્રકાર "અર્જુનસિંહ વાળા"નાં નામે પ્રખ્યાત છે.

એક સમય એવો હતો, જ્યારે કેદીઓ પ્રાર્થના કરતાં,

" હે ભગવાન ! કોઈ પણ સજા દેજો, પણ વાળા સાહેબની જેલમાં જવું પડે એવી સજા ન દેતા." 

હવે કેદીઓ પ્રાર્થના કરે છે,

"હે પ્રભુ ! જીવનમાં ભૂલે ચૂકેય એકાદું સારું કામ કર્યું હોય, તો વાળા સાહેબની જેલમાં મોકલજો."

એક ગુનેગારનો હાથ ઝાલી, એને સાચા રસ્તે વાળી, સામાન્ય જીવન જીવવામાં, એનાં સપનાં પૂરાં કરવામાં મદદ કરનાર વાળા સાહેબ જેવી વૃત્તિ દરેકનાં મનમાં જન્મે, તો કંઈ કેટલાંય છોટુનાં જીવન સુધરી જાય.

ઈશ કરે !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational