Parul Mitesh Shah ~ 'ફાલ્ગુની' વેરાવળ ગીર સોમનાથ

Children Stories Inspirational Others

4.7  

Parul Mitesh Shah ~ 'ફાલ્ગુની' વેરાવળ ગીર સોમનાથ

Children Stories Inspirational Others

અનુકંપા

અનુકંપા

4 mins
239


રઘલો: "બુન કંઈ ટાઢું હોય તો આલોને."

પ્રીતિ: "છે તો ખરું પણ પહેલાં ચોક વાળી નાખ, તો આપું."

રઘલો: "આવા ભણેલા-ગણેલા થઈને બાળ-મજૂરી કરાવો સો ?"

પ્રીતિ : "કેટલાં વર્ષનો છે તું ?"

રઘલો: હૈસે, બાર કે પંદર. તમારે હું લેવું ઈનાથી ?"

પ્રીતિ: "બાર, પંદર વર્ષનો થઈને કૈંક કામ કરવાને બદલે આમ ભીખ માંગે છે, ને પાછો મને કહે છે, કે હું બાળ મજૂરી કરાવું છું એમ ? આમ ભીખ માંગવી, એ બાળ મજૂરી નથી ?"

રઘલો: "ઈ અમારો ધંધો સે. તમારે કંઈ આલવું હોય તો આલો, બાકી આમ ધંધાનાં ટેમે ભાસણ આપીને ખોટીપો નો કરાવો."

પ્રીતિ: "પાઉં-ભાજી છે. ખાવી હોય તો ચોક વાળી નાખ."

છોકરાનાં મોંમાં પાણી આવી ગયું. કેટલાય સમયથી ઈચ્છા હતી, કે ક્યાંકથી પાઉં-ભાજી ખાવા મળે, તો મજા આવી જાય પણ પાઉં-ભાજી, પાણી-પૂરી, પીઝા જેવી વસ્તુ કોઈ ભીખમાં થોડા આપે ! સવારનો સાત વાગ્યાની નીકળી ગયેલો, અત્યારે બાર થવા આવ્યા હતા કેટલી.. લગભગ પચ્ચીસ ત્રીસ ગલીઓમાં રખડ્યા છતાં પણ ભીખમાં કંઈ ખાસ મળ્યું નહોતું. એક તો ભૂખ પણ કકડીને લાગી હતી અને થોડી મહેનત કરીને ભાવતી વસ્તુ મળી રહી હતી. એટલે એણે ચૂપચાપ ચોક વાળી નાખ્યો, એટલી વારમાં પ્રીતિ ગરમાગરમ પાઉં-ભાજી અને ઠંડી, મસાલેદાર છાસનો ગ્લાસ લઈને આવી. રઘલાને બેસાડીને ખાવા આપ્યું અને થોડું સાથે લઈ જવા પણ. ઉપરથી પાંચ રૂપિયા પણ આપ્યા.

પ્રીતિ પોતે ખૂબ જ ગરીબીમાં ઉછરી હતી પણ ભણવામાં એકદમ હોશિયાર હોવાથી શિષ્યવૃત્તિ મેળવી મેળવીને આઇ.પી.એસ. ઓફિસરની પોસ્ટ સુધી પહોંચી હતી. પોતે અભાવોમાં જીવેલી, એટલે ગરીબો અને મૂંગા ઢોરો પ્રત્યે એને ખૂબ અનુકંપા. પરોઢે ચણ નાખવું અને ગાય, કૂતરાંને રોટલો કે રોટલી ખવડાવીને પછી જ જમવું, એ એની ટેક હતી પણ ગરીબોની બાબતમાં એ એકદમ સ્પષ્ટ હતી, કે જો ગરીબી દૂર કરવી હોય તો લોકોને કંઈ પણ મફત આપવાનું, ભીખમાં રૂપિયા આપવાનું બંધ કરી દેવું જોઈએ. કેમકે, આપણે એમની દયા ખાતાં રહીએ અને એમને વગર મહેનતે બધું મળતું રહે, એટલે એમને તો મફતનું લેવાની ટેવ પડી જાય. પછી એ લોકો ક્યારેય મહેનત કરીને સ્વમાનભેર જીવવા તરફ વળે જ નહિ અને આમ લાખ પ્રયત્નો છતાંય દેશમાંથી ગરીબો કે ગરીબી કંઈ જ દૂર ન થાય માટે જ્યારે પણ કોઈ ભિખારી દેખાય, એ એમને કામ કરવા સમજાવતી.

હવે એકવાર એક યુવાન ભિખારીને જોયો. એટલે એણે એને એણે બોલાવ્યો અને પૂછ્યું, "આટલી યુવાન વયે, આટલો ખડતલ હોવા છતાં ભીખ માંગે છે. શરમ નથી આવતી ?"

યુવાન: "ઓ મેડમ, અપકો ક્યા લાગતા હૈ, ભીખ માંગના કોઈ આસાન કામ હૈ ? કિતની મિન્નતેં કરની પડતી હૈ, કિતના દિમાગ લગાના પડતા હૈ. કડી ધૂપ, બરસતી આફત ભૂલ કર યહાં-વહાં ઘૂમના પડતા હૈ, તબ જા કે કુછ.."

પ્રીતિ : "વહી તો મૈં ભી કહ રહી હું, ઐસા મુશ્કિલ કામ કર કે ક્યા ફાયદા જિસ મેં અપમાન સહકર ભી ઝ્યાદા કુછ કમાઈ ના હો ? ઇસ સે અચ્છા હૈ, કિ કુછ ઢંગ કા કામ કરો ઔર ઈજ્જત સે પૈસે કમાઓ."

યુવાન: "અરે, મેડમ.. હમેં થોડે હી શૌક હૈ ઐસે કૂત્તોં કી જિંદગી જીને કા ? લેકિન હમ જૈસોં કો કોઈ ક્યું દેગા કામ ? ભરોસા થોડે હી કરેગા હમ જૈસે ભીખમંગોં પર કોઈ !"

પ્રીતિ : "કિતના પઢે લિખે હો ?"

યુવાન : "અપના નામ લિખ સકતા હું ઔર હિન્દી મેં લિખા ઝ્યાદાતર પઢ લેતા હું."

પ્રીતિ : " ઠીક હૈ. ચલો મેરે સાથ."

યુવાન : "કહાં ?"

પ્રીતિ :"તુમ ચલો તો સહી."

એમ કહી, પ્રીતિ એને મોટી શાકમાર્કેટ લઈ ગઈ. ત્યાંથી એને મહિના દિવસનું ભાડું ચૂકવીને એક રેકડી તથા હજાર રૂપિયાનું શાક અપાવ્યું અને કહ્યું, "આજ કે બાદ મુફ્તખોરી બંધ. મહેનત કરો ઔર આગે બઢો. ઠીક હૈ ?"

પેલો સજળ નેત્રે એની સામે હાથ જોડી, શાક ભરેલી રેકડી લઈને ચૂપચાપ ચાલી નીકળ્યો.

ત્રણ દિવસ બાદ પેલો યુવાન પોતાનાં મિત્રને લઈને પ્રીતિ પાસે ગયો અને સલામ ઠોકીને બોલ્યો, "મેડમ, મેરી જિંદગી તો આપને સંવાર દી. મેરે દોસ્ત કો ભી કુછ કામ દિલા દો. જીસ દિન આપને કામ દિયા, ઉસ દિન જિંદગી મેં પહલી બાર લોગોં ને ભૈયા કહકર બાત કી. કસમ સે ઇતના અચ્છા લગા, કિ ઉસી સમય કસમ ખા લી કિ, 'આજ કે બાદ મેરી પહેચાનવાલા કોઈ ભી, કભી ભી ભીખ નહીં માંગેગા."

બસ પછી તો અત્તર એક હાથમાંથી બીજા હાથમાં લાગે ત્યારે જેમ બન્નેનાં હાથ સુવાસિત કરે છે એમ ભીખ માંગનાર એક પછી એક પોતાની લાયકાત પ્રમાણે કોઈ ભંગાર, કોઈ શાકની રેકડી, કોઈ મોસમી ફળોની લારી, કોઈ પતંગ, ફટાકડા, જેવી સિઝનલ વસ્તુઓ તો કોઈ વળી ફિનાઇલ એસિડ વેચીને સ્વમાનભેર પોતાનું ગુજરાન ચલાવતા થઈ ગયા.


Rate this content
Log in