Sanjay Thorat

Children Inspirational

3  

Sanjay Thorat

Children Inspirational

સુખડી ફ્લેવર .!

સુખડી ફ્લેવર .!

1 min
500


"મમ્મી, રોઝ ડે માટે પાંચસો રૂપિયા..." કોલેજ જવા નીકળેલી દિપીકાએ મમ્મી પાસે ઉઘરાણી કરી.

"આટલા બધા? દસ-વીસ રૂપિયાનું ગુલાબ આવે..."

"બધા ફ્રેન્ડ્સને આપવું પડે... અને અત્યારે શોર્ટેજ હોય એટલે મોંઘું..."

મમ્મીએ કચવાતા મને દિપીકાને રૂપિયા આપી દીધાં. આજકાલના છોકરાઓ આ ફાલતુ ડે ઉજવીને રૂપિયા અને સમયની બરબાદી કરે છે, એમ બબડતી રસોઈમાં લાગી ગઈ.

રોઝ લાવવાની જવાબદારી દિપીકાએ સ્વિકારી હતી અને ક્લાસના બધા ફ્રેન્ડ્સે એમનો ફાળો આપી દીધો હતો.

બે લેક્ચર બાદ રોઝ ડે મનાવવો શરૂ થયો, દિપીકાએ બધાને રોઝ આપવા બેગ ખોલી અને બધા ભડક્યા...

"આ શું દિપીકા? પેપરના રોઝ? આર યુ મેડ?"

"આવી ચિટીંગ કરવાની?"

"અમે તો પહેલેથી જ કહેતા હતા કે આ દિપલીને કામ ન સોંપાય..."

"એણે અને દેવાંગે મળીને કરી નાંખ્યું..."

એકસાથે બધા જ એના પર તુટી પડ્યા.

"કેન યુ પ્લીઝ સ્ટોપ નાઉ?" દિપીકા ચિલ્લાઈ.

"સાંજ પડે રોઝ ક્યાં જશે? ડસ્ટબીનમાં જ ને? વ્હાય વી વેસ્ટ અવર મની?"

એટલામાં દેવાંગ ત્યાં બે મોટા થેલા સાથે આવ્યો. એમાં શુધ્ધ ઘીની સુખડીના પેકેટ ભરેલા હતાં.

"આપણી કોલેજની કંપાઉન્ડ વોલ પાસે જ કેટલાંય શ્રમિકો રહે છે, એમાં આ પેકેટ વહેંચી આવીએ..."

દિપીકાની વાતને સૌ ક્લાસમેટે તાળીઓથી વધાવી લીધી. બધા સાથે મળીને એ પેકેટ વહેંચી પાછા કોલેજ આવ્યા. ત્યાં ગેટ પર જ આચાર્યએ 'હેપ્પી રોઝ ડે' વિશ કરી રોઝ આપી સૌને આવકારતા બોલ્યા,

"તમારો સુખડી ફ્લેવર રોઝ ડે મને ગમ્યો..."


Rate this content
Log in

Similar gujarati story from Children