Sanjay Thorat

Others

3  

Sanjay Thorat

Others

કહે દું તુમ્હે... યા ચુપ રહું...

કહે દું તુમ્હે... યા ચુપ રહું...

2 mins
13.6K


આકાશવાણીકા યહ અમદાવાદ કેન્દ્ર હૈ, આપકી ફરમાઈશમેં અબ સુનીયે ફિલ્મ 'દિવાર' સે આશા ભોંસલે ઔર કિશોર કુમારકી આવાજ, સાહીર લુધિયાનવી કે બોલ ઔર સંગીત આર. ડી. બર્મન... ફરમાઈશ ભેજી હૈ... ઔર અમદાવાદસે નયનને...

"કહે દું તુમ્હે, યા ચુપ રહું, દિલમે મેરે આજ ક્યા હૈ..."

પત્ની પ્રિયાનું દસમું પતાવીને રાત્રે શૂન્યમસ્ક થઈ આરામ ખુરશી પર રેડિયો સાંભળતો નયન મહિના પહેલા મોકલેલી એની ફરમાઈશનું ગીત આવતા ખુશ થઈ ગયો.

એણે ઊભા થઈ રેડિયોનો વોલ્યુમ વધાર્યો. પાકીટમાંથી ૧૯૭૫ના સાલની 'દિવાર'ની સાચવેલી ટિકિટ લઈ પાછો ખુરશીમાં ગોઠવાયો.

નયન, બચ્ચનનો આશીક. એ બેલબોટમ પેન્ટ પહેરતો અને એના જેવાં જ સેટ બાલ રાખતો. જ્યારે સમય મળે ત્યારે ગોળ કાંસકો ફેરવતો રહેતો. અઠવાડિયે એક વાર વાળમાં મશીન મરાવી આવતો.

પરવીન બાબી જેવી દેખાતી અનામિકા એની ડ્રીમ ગર્લ. પહેલી મે મજૂર દિને એના પપ્પા યુનિયનના કામે અમદાવાદ જવાનાં હોવાથી એણે અનામિકાને સાથે 'દિવાર' જોવા મનાવી લીધી.

નયનના મિત્ર રમેશના પપ્પા એન. પી. પટેલ એ રાજકોટ ગેલેક્સી સિનેમાના મેનેજર. મિત્રએ ત્રણ રૂપિયાવાળી બાલ્કનીની ખૂણાવાળી જી-૧-૨ નંબરની સીટનું બુકિંગ કરાવી ભાઈબંધી નિભાવી.

શોનો સમય થઈ ગયો. અનામિકા હજુ નહોતી આવી. એ સીટ પર ગોઠવાઈ ગયો. ૭૦ એમ એમના પરદા પર બચ્ચન-પરવીન બાબી, શશી કપૂર-નીતુ સિંઘની જોડી અને સલીમ જાવેદના ડાયલોગમાં ફિલ્મ જામી હતી.બાજુની સીટ ક્યારે ભરાઈ નયનને ખબર ન પડી.

જ્યારે એની નજર પડી તો એ ચોંકી ઉઠયો, અનામિકાની જગ્યાએ રમેશ હતો.એ બન્ને ફિલ્મ અડધી મુકી બહાર નીકળી ગયા. રમેશે એને ટિકિટ આપી એની પાછળ લખ્યું હતું,

"આપણાં બેના પ્રેમમાં પરિવાર 'દિવાર' બન્યો છે..."

બંધ આંખે ગીતની સાથે આખી રીલ એની નજર સામેથી ફરી ગઈ.  આંખ ખુલી ત્યાં તો સામે અનામિકા ઉભી હતી.

"નયન, તારી પત્નીના સમાચાર મળ્યા, દુ:ખ થયું..."

અને નયન હાથમાં રહેલી 'દિવાર'ની ટિકિટ સાથે એના કોરાં કપાળને તાકી રહ્યો. એટલામાં એનો મોબાઈલ રણક્યો,

"કહે દું તુમ્હે,યા ચૂપ રહું,દિલમે મેરે આજ ક્યા હૈ..."

 


Rate this content
Log in