STORYMIRROR

Sanjay Thorat

Inspirational

2  

Sanjay Thorat

Inspirational

ત્રિરંગો

ત્રિરંગો

1 min
13.9K


"હેલ્લો આઝાદ, વંદે માતરમ્!"

ભારતના રાષ્ટ્ર ધ્વજ ત્રિરંગાનો ફોન આવતા આઝાદના રૂંવાડાં ઊભા થઈ ગયા.

"વંદે માતરમ્..."

રોમાંચિત આઝાદને શું બોલવું સૂઝતું નહોતું.

"તમે ગણતંત્ર દિવસે ધ્વજ વંદન કર્યું, નાના નાના ત્રિરંગા લઈ બાઈક પર ફર્યા. મને ખૂબ આનંદ થયો."

"અરે... તું તો અમારી આન બાન શાન છે."

"તો મારું એક કામ કરીશ?"

"જાન હાજર છે!"

"કાલે હું જ્યાં રસ્તે રઝળતો દેખાઉં જરા ઉપાડી લેજે.! અને શક્ય હોય તો આ મેસેજ બધા ગ્રુપમાં ફોરવર્ડ..."

'વંદે માતરમ્' બોલતાં ગળે ડૂમો બાજતા ત્રિરંગાએ ફોન કટ કરી દીધો.

 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational