Deepak Solanki

Drama

1  

Deepak Solanki

Drama

સ્ત્રી એક મૌન પાત્ર છે - (લેખ)

સ્ત્રી એક મૌન પાત્ર છે - (લેખ)

8 mins
1.0K


સંજોગ પણ ક્યારેક એવા હોય છે,

જાતે કર્યું મગનું મરી, કોને કહું!

મારી કશી પરવા નથી લ્યો કોઈને,

મારી વ્યથા સહુને ગમી, કોને કહું!

તૃપ્તિ ત્રિવેદી 'તૃપ્ત'

       આમ તો સ્ત્રીની વાત, સ્ત્રીની સાચી પીડા, સ્ત્રીનું સાચું જીવન સ્ત્રી જ કહી શકે એટલે તૃપ્તિબેન ત્રિવેદીની ગઝલ રચનામાંથી બે પંક્તિથી વાત અહી રજુ કરું છું.

સ્ત્રી શબ્દ એક વૈશ્વિક શબ્દ છે.આ શબ્દથી આપણે વાકેફ છીએ. સ્ત્રી એટલે કે શું? સ્ત્રી શા માટે? આપણે આવા પ્રશ્ન ક્યારેય નથી કરતા. કારણ કે સ્ત્રી વિના ઘર સુનું, સ્ત્રી જ ઘરનું ઘરેણું. આપણે એવા શબ્દની નવાજીએ છીએ. સામાન્ય ભાષામાં નારી. ન+અરી એટલે કે એનો કોઈ દુશ્મન નહીં.

      આજે માત્ર સ્ત્રી નહિ પણ "સ્ત્રી અને સમાજ,સ્ત્રીસમાજ" આમ આ બંને વિષય પર વાત કરવાની છે. સ્ત્રી અને સમાજ સમાજ માટે સ્ત્રી શું છે અને સમાજ માટે શું કર્યું છે અને સમાજે સ્ત્રીને કેવા પ્રત્યુત્તર આપ્યા છે. આપણે વિશ્વની દ્રષ્ટિએ જોઈએ. તો સમાજને પ્રબળ બનાવવા,સમાજ કે કુળ ને આગળ વધારવા માટે જ ? સ્ત્રીના દ્વારા જ થાય છે. છતાં પણ સ્ત્રીને ક્યાંકને ક્યાંક બંધનમાં રાખી છે ક્યાંક ને ક્યાંક એવી અસ્પૃશ્યતાઓ સાથે રાખી છે તો ક્યારેક જીવનથી એને વિમુક્ત રાખી છે. ક્યાંકને ક્યાંક એને બંધ કમરામાં રાખવામાં આવી છે. 

     હજારો વર્ષો પહેલાંથી આપણે જોતા આવીએ છીએ. સ્ત્રીને માત્ર કુળ વધારવા માટે જ સ્ત્રી એ જન્મ લીધો છે.અહીં આક્રોશ કરવાની વાત નથી અહીં દુખ ભરી વાત કરવાની વાત નથી.અહીં સમાજ અને સ્ત્રી વચ્ચેનો એક મત મતાંતર રજૂ કરવાનો છે.જ્યારે પુરુષ અને સ્ત્રી નો સંબંધ બંધાય છે.ત્યારે એક નવું બાળક અવતરણ પામે છે.માત્ર પુરુષનાથી બાળક નથી થતું માત્ર સ્ત્રીથી બાળક નથી થતું.બંનેના બંધનથી,બંનેના જોડાણથી એક નવા બાળકનું અવતરણ થાય છે. એ બાળક પણ આ જ પ્રક્રિયા સાથે જીવન જીવે છે અને આવી પ્રક્રિયા બીજા પુરુષો સ્ત્રી વચ્ચે સબંધ બંધાય છે અને એક કડી રૂપે બહોળા પ્રમાણમાં કે આંશિક પ્રમાણમાં વ્યક્તિઓનું જોડાણ થાય છે અને આ જોડાણ અમુક વિસ્તારો,અમુક પ્રદેશો,અમુક સંસ્કૃતિ ,અમુક જાતિથી સમાજ ઊભો થાય છે.સમાજનું ઉદગમ સ્થાન સમાજમાં રહેલા પુરુષ સ્ત્રી છે.સ્ત્રી એની વેદનમાંથી પસાર થાય છે અને બાળકનું ભરણપોષણ કરે છે .સમાજના ઉદગમ કે કુળ વધારવા સ્ત્રી સહજતાની વાત કરીએ તો સ્ત્રીને કપરા સમયમાંથી પસાર થવું પડે છે. કેટલાક કુરિવાજોમાંથી પસાર થવું પડે છે. છતાંય એવે સમયે કે જ્યારે બંધન કર્તા રહીને જે ઓરડામાંથી બહાર નીકળ્યા વગર અમુક સ્ત્રીઓએ પોતાના પ્રદેશ માટે પોતાના દેશ માટે પોતાના જીવ ગુમાવ્યા છે. છતાં આજે પણ દેશની નાર સાથે ગેંગ રેપ કરીને અને તેનું મર્ડર કરી ફેંકી દેવામાં આવે છે. આપણે આ બધું જ જોઈએ છીએ. એકવીસમી સદી છે છતાં પણ સ્ત્રીઓ સાથે ન કરવાના કામો થઇ રહ્યા છે.

        આપણે સપ્તપદીની વાતો કરીએ છીએ પણ શું ? એનું પાલન થાય છે ખરું? સ્ત્રી પહેલેથી કપરી પરિસ્થિતિમાં જીવી છે અને જીવે જ છે. કોઈ દિવસ વિચાર્યું છે કે નવ નવ માસ પેટે પળતા બાળકને સાચવવું પડે છે.વિચાર તો કરો પાંચ કિલોની ઈંટને પેટે બાંધી બે દિવસ ફરી પણ ના શકીએ. આપણે ના કરી શકીએ. પુરુષ ના કરી શકે છતાં પણ એ સ્ત્રી નવ મહિના સુધી પોતાના બાળકને સાચવે છે. જ્યારે બાળકનો જન્મ થાય છે.ત્યારે જે થાય છે. એ પીડા માત્ર સ્ત્રી જ સમજી શકે છે અને જો બાળક જન્મે છે અને જો બાળકી જન્મે તો વર્ષો જુના કુરિવાજો પ્રમાણે બાળકીને મારી નાખવામાં આવતી. દૂધપીતી કરી નાખવામાં આવતી. ઉપરાંત જન્મ દેનારી માં એ પણ ઘર પરિવારના લોકો એને મેણા મારતા ફરતા કે કુળ ઉગારવા દીકરો જોઈએ. વિચારો આવી પરિસ્થિતિમાંથી સ્ત્રીઓ નીકળે છે. જ્યારે પણ કોઈ દીકરી કે દીકરોનો જન્મ થાય છે. ત્યારે તેની પાછળ તેના પપ્પા નું નામ લાગે છે પણ જે માતાની એ પ્રસવ પીડા, માની સેવા, માએ આપેલું ધ્યાન, સંસ્કૃતિ એ કોઈ યાદ નહીં કરે. પુરુષપ્રધાનને આપણે પ્રથમ રાખ્યા છે.એનું સ્ત્રીઓને કોઈ અફસોસ નથી.

       સ્ત્રીઓમાં ભણતર ઓછું હતું એનું કારણ એ જનહતું કે સ્ત્રીને ઘરની ચાર દીવાલો વચ્ચે જ રહેવાનું આવતું પણ અમુક સ્ત્રીઓએ પણ એવું વિચાર્યું કે અમારે પણ પ્રગતિ કરવી છે. અમારે પણ સમાજ માટે કશુંક કરવું છે.ત્યારે દેશની પ્રદેશની સ્ત્રીઓ લડવા પણ ઉતરી ગઈ છે. ઉદાહરણ અનેક તમને જોવા મળશે રાજપૂતની દીકરી તમે જોઈ લો. દરબારની દીકરી પણ તમે જોઈ લો. એક એક જ્ઞાતિમાંથી આવી આપણને સાહસિક સ્ત્રીઓ જોવા મળશે. છતાં પણ સ્ત્રીનું સ્થાન હંમેશા અંતિમ રહ્યું છે.ઘૂંઘટમાં રહેવાની પ્રથા. દીકરીને ઘરની બહાર ન નીકળવાની પ્રથા. દીકરીને ન ભણવાની પ્રથા. જો દીકરી જન્મે તો તેને દૂધ પીતી કરવાની પ્રથા. આવી અનેક સમસ્યાઓમાંથી તેઓ નીકળી છે. એટલું બધું સહન કર્યું છે આ બધા સંસ્મરણોથી પુરુષ પ્રધાન પણ વાકેફ છે આખો સમાજ પણ વાકેફ છે. "સ્ત્રી વિના સંસાર સુનો સમાજ સુનો" કુળ ને આગળ વધારવા સ્ત્રીની જરૂર પડે છે. છતાં પણ સ્ત્રી ઉપર આક્રોશો થતા આવ્યા છે. એવે સમયે સ્ત્રી પણ કઠણ કાળજા બની છે. સ્ત્રીએ પોતાના દીકરી કે દીકરા ને દૂધ પીવડાવતી વખતે, ઘોડિયામાં બાળક સુતું હોય ત્યારે પોતાનું જ્ઞાન પોતાની રમણીય વાતો બાળકના કાનમાં નાખી છે. એવા પણ આપણને અનેક ઉદાહરણો જોવા મળશે કે પોતાની માતાએ પોતાના દીકરાને એવા શૂરવીરતાના હાલરડા સંભળાવ્યા છે કે એ દીકરો દેશ માટે કશુંક કરીને આવ્યો હોય. સ્ત્રીને 'તાકત' કહીએ છીએ. આપણે તેને 'દેવી' પણ કહીએ છીએ. છતાંય એના માટે આપણે એનું સ્થાન હંમેશા અંતિમ કેમ રાખીએ છીએ? આ બધા પ્રશ્નો હંમેશા થતાં આવ્યા છે ને થાય છે હજી પણ એકવીસમી સદી છે તો પણ થતા રહેશે. ઓછા ભણતરના કારણે ઘણી સ્ત્રી આજે પણ હેરાન થાય છે હજી પણ પીડાય છે. આ પીડાનું કારણ માત્ર ઓછું ભણતર છે. જે સ્ત્રી શિક્ષણ ક્ષેત્રે આગળ વધી છે એ સ્ત્રી દેશ માટે કશુક ને કશું કર્યું જ છે લ. સમાજ સેવા કરી છે. દેશની વડાપ્રધાન પણ બની છે. દેશની રાષ્ટ્રપતિ પણ બની છે. સ્ત્રીઓએ ખૂબ કામ કર્યું છે. પોતાના પ્રદેશ માટે, પોતાના દેશ માટે, ભારત દેશ તો હજી શિક્ષણ ક્ષેત્રે પાછળ છે પણ તમે જ્યારે વિદેશી સ્ત્રીઓને જુઓ ત્યારે તમને ત્યાંની સ્ત્રીઓના જ્ઞાનની ઝલક દેખાઇ આવશે. છતાંય ત્યાં પણ પુરુષપ્રધાનને વધારે મતમતાંતર મળ્યું છે. યુગ પ્રમાણે ઘણી બધી સ્ત્રીઓની ઘટનાઓ આપણે જોતા આવ્યા છીએ. આ બધી વાતોથી તો આપ જાણીતા જ હશો.

       એક નવું યુગ આવે છે કે જેમાં મહિલાની સમાનતાની વાત કરવામાં આવે છે. જેમાં મહિલા સશક્તિકરણની વાત કરવામાં આવે છે. તો આ મહિલા સશક્તિકરણ માટે મહિલા સમાનતા ના કાયદાઓ ઘડવામાં આવ્યા છે. વિશ્વ મહિલા દિવસ ની જોગવાઈ કરવામાં આવી કે જે દર વર્ષે ૮મી માર્ચે વિશ્વ મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મહિલા સશક્તિકરણના કાર્યક્રમો કરવામાં આવે છે. ભારતના ઘણા બધા કેળવણીકારો એ પ્રાદેશિક શિક્ષકોએ અને ઘણા બધા રાજાઓ એ સ્ત્રીઓ માટે થોડું ઘણું કર્યું છે સાવ નહીંવત છે એમ પણ આપણે ના કહી શકીએ. આપણે હજારો વર્ષો પહેલાથી જોતા આવીએ અને અત્યાર સુધીના કાલ દિવસ સુધી પણ આપણે જોઈએ તો ઘણા બધા લોકોએ સ્ત્રીઓ માટે કશુક ને કશું કર્યું છે. સ્ત્રીઓની સમાનતા માટે સ્ત્રી હક માટે ઘણા બધા એનજીઓની પણ શરૂઆત થઈ છે. કાયદાઓ પણ ઘડવામાં આવ્યા છતાં પણ સ્ત્રીની પીડા પીડા જ રહે એની પીડા પર મલમ તો લગાડી આપવામાં આવ્યો છે પણ એનો ઘાવ જાણે એમને એમ જ છે.

       જે પણ સમાજ જે પણ સ્ત્રીએ શિક્ષણ મેળવ્યું છે એ સ્ત્રી 'સિંહણ'રૂપે બહાર આવી છે. આવી સ્ત્રીએ બીજી ઘણી બધી સ્ત્રીઓના શિક્ષણ પર ધ્યાન આપ્યું છે અને પુરુષ કરતાં પણ વધારે આગળ આવી છે. એનું મુખ્ય કારણ છે. શિક્ષણની વ્યવસ્થામાં ફેરફાર અને ભારતીય સ્ત્રીગણની વાત કરીએ તો આઝાદી પછી જે બંધારણ ઘડવામાં આવ્યું તેમાં સ્ત્રી સમાનતાના કાયદાની વાત કરવામાં આવી છે. જ્યારે દેશ આઝાદ નહોતો તે પહેલાં પીડિતો દલિતો અને સ્ત્રી ઉપર ઘણા અત્યાચારો થતા હતા. ત્યારે ડૉ.ભીમ રાવ આંબેડકરએ ભારતના બંધારણની રચના કરી ત્યારે સૌથી વધારે ભાર સ્ત્રી પીડિતો દલિતો ઉપર રાખવામાં આવ્યો હતો આજે ભારતીય બંધારણ મુજબ મહિલા સમાનતાના કાયદાની વાત અહીં રજૂ કરવી છે કે કેવા કેવા હક સ્ત્રીગણને આપવામાં આવ્યો છે.

મહિલાઓના અનુસંધાનમાં બંધારણીય જોગવાઈઓ-

ભારતનું બંધારણ સ્ત્રીઓને ફક્ત સમાનતા જ આપતું નથી;પરંતુ મહિલાઓની તરફેણમાં તે રાજયને સમર્થ બનાવે છે. જેથી તે મહિલાઓને સામાજિક આર્થિક, શિક્ષણ અને રાજકીય ક્ષેત્રમાં થતા ગેરલાભો માટે સકારાત્મક અલગ પગલાં અપનાવે. 

મૂળભૂત અધિકારો , બીજાઓ વચ્ચે, કાનૂન આગળ સમાનતા, કાયદાનું સમાન રક્ષણ, કોઈપણ નાગરિક સામે ધર્મ, જાતિ, જ્ઞાતિ, જાતિ અથવા જન્મ સ્થળ પર ભેદભાવ પર પ્રતિબંધ મૂકે છે, અને રોજગાર સંબંધી બાબતોમાં તમામ નાગરિકો માટે તકની સમાનતા બાંહેધરી આપે છે.

બંધારણની કલમો- 14, 15, 15 (3), 16, 39 (એ), 39 (બી), 39 (સી) અને 42 આ અંગે ચોક્કસ મહત્વ આપવામાં આવ્યું છે.

સ્ત્રીઓ માટે કાયદા સમક્ષ સમાનતા (કલમ ૧૪ )

રાજ્ય કોઇ નાગરિક વિરૂદ્ધ ફક્ત ધર્મ, જાતિ, જ્ઞાતિ, જાતિ, જન્મ અથવા જન્મસ્થળ ના આધારે ભેદભાવ ન રાખે. (કલમ ૧૫-૧)

રાજ્ય સરકારે મહિલાઓ અને બાળકોની તરફેણમાં કોઇ ખાસ જોગવાઇઓ કરવી (કલમ ૧૫ (૩))

તમામ નાગરિકો માટે સમાન તક: રોજગારી અથવા રાજ્ય સરકાર હેઠળની કોઈ ઓફીસમાં નિમણુકની બાબતમાં(કલમ ૧૬)

સ્ત્રી-પુરુષ બન્નેને સમાન ધોરણે આજીવિકાના પૂરતા સાધનો/સહાય મળે (કલમ ૩૯ (એ)): અને “સમાન કામ-સમાન વેતન” (કલમ ૩૯(ડી)) મુજબની યોગ્ય - સમાનતાના અધિકારનું રક્ષણ કરતી નીતિ રાજ્ય સરકારે ઘડવી .

ન્યાય માટે: સમાન તકના ધોરણે અને સુયોગ્ય મફત કાનૂની સહાય અથવા યોજના કે અન્ય કોઈ રીતે તકો મારફતે ન્યાયની ચોક્કસ ખાતરી આપવી જેથી આર્થિક કે બીજી ક્ષમતાઓને કારણે તેઓ ન્યાય-વંચિત ના રહે. (કલમ ૩૯ એ)

રાજ્ય સરકારે કામની પરિસ્થિતિ અને માતૃત્વ રાહત માટે ન્યાયી તથા માનવીય જોગવાઈઓ કરવી (કલમ ૪૨)

રાજ્ય સરકારે નબળા વર્ગ ના લોકો ના શૈક્ષણિક અને આર્થિક હિતો ખાસ કાળજીથી પ્રોત્સાહિત કરવા  તેમજ તેમને સામાજિક અન્યાયના તમામ પ્રકારના સ્વરૂપો અને શોષણ સામે રક્ષણ આપવું.(કલમ ૪૬)

રાજ્ય સરકારે તેના લોકોના પોષણ અને જીવન ધોરણના સ્તરને ઊંચું લાવવા માટે અને લોક સ્વાસ્થ્યમાં સુધારો લાવવો (કલમ ૪૭)

ભારતના તમામ લોકોમાં સંવાદિતા અને સામાન્ય ભાઈચારાની ભાવનાને પ્રોત્સાહન પૂરું પાડવું અને મહિલાઓ ના ગૌરવ માટે અપમાનજનક વ્યવહારો ત્યાગ કરવા (કલમ ૫૧ (એ) (ઈ))

કુલ બેઠકોની એક તૃતીયાંશથી ઓછી નહી (અનુ.જાતિ -અનુ.જન જાતિની મહિલા અનામત બેઠકોની સંખ્યા સહિત) એટલી મહિલા અનામત બેઠકો દરેક પંચાયત માં સીધી ચુંટણીથી ભરવી; અને આ બેઠકો આ બેઠકો પંચાયતના મતદાર વિભાગો મુજબ રોટેશનથી ફાળવવી (કલમ ૨૪૩ ડી (૩) )

દરેક સ્તરે પંચાયતોમાં આવેલી કુલ અધ્યક્ષ ઓફિસો પૈકી મહિલાઓ માટે અનામત સંખ્યા એક તૃતીયાંશ થી ઓછી ના હોવી જોઈએ.(કલમ ૨૪૩ ડી(૪))

નગરપાલિકામાં સીધી ચુંટણી થી ભરવાની થતી કુલ બેઠકોમાં મહિલાઓ માટે અનામત બેઠકો એક તૃતીયાંશ થી ઓછી ના હોવી જોઈએ ((અનુ.જાતિ -અનુ.જન જાતિની મહિલા અનામત બેઠકોની સંખ્યા સહિત) અને આ બેઠકો નગરપાલિકાના વિવિધ મતદાર વિભાગોમાં રોટેશનથી ફાળવવી. (કલમ ૨૪૩ ટી (૩))

નગરપાલિકાઓ માં અધ્યક્ષ ની કચેરીઓ પૈકી અનુસૂચિત જાતિ માટે, અનુ. જન જાતિ માટે અને મહિલાઓ માટે માટે અનામત; રાજ્ય વિધાનસભા કાયદા દ્વારા પ્રદાન કરે તે મુજબ આપી શકે છે (કલમ ૨૪૩ ટી (૪)).

સંદર્ભ - ગૂગલ અને ભારતીય બંધારણ (મહિલા સમાનતા કાયદો)


Rate this content
Log in

Similar gujarati story from Drama