Deepak Solanki

Others

3  

Deepak Solanki

Others

એક પત્ર આવ્યો (કાવ્ય)

એક પત્ર આવ્યો (કાવ્ય)

1 min
14.4K


ઘરની ઘંટડી વાગી
હું ગયો એક પોસ્ટ મેન કહે આલ્યો
મેં એમના કાગળમાં સહી કરી
દરવાજો બંધ કરી ને પાછો ફર્યો
નામ મારુ જ હતું
એડ્રેસ હતો મારા મિત્રનો
મેં એ પત્રને વાંચવાનું શરૂ કર્યું
દિપક મજામાં છો ને
બસ એટલું જ લખ્યું હતું
અને છેલ્લે એમ લખ્યું હતું
કે જો આ પત્ર મળે પછી મને યાદ કરજે
જો તું તારી કવિતામાંથી ઊંચો આવ તો પછી
અમને યાદ કરને
સાચે કે એ પત્ર વાંચ્યો પછી થયું કે આ
કવીતાના અને ગઝલના ચક્કરમાં હું જ મારા દોસ્તને ભૂલી ગયો છું
અને
આ પત્ર વાંચ્યા બાદ મેં મારા મિત્રને ફોન કર્યો
એના દીદીએ ફોન ઉપાડ્યો
રડતા રડતા કહ્યું કે ભાઈ
હમણાંજ આ દુનિયા છોડી ચાલ્યો ગયો
એને કેન્સર હતું
છેલ્લા 8 મહિનાથી દવા ચાલુ હતી પણ ન સારું થયું
બસ તારું નામ કીધું હતું કે દિપકને મારી યાદ આપજો.

 

 

 

 


Rate this content
Log in